________________
અંગત પરિચયની થોડીક વાત
મહારાજશ્રીનાં દર્શન પહેલવહેલાં ક્યારે કર્યો. એ તો સ્પષ્ટપણે સાંભરતું નથી; વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસંમેલન થયું તે વખતે, સંભવ છે, એમનાં દર્શન કરવાનો અવસર મળ્યો હોય. પણ એટલું બરાબર સાંભરે છે કે મુનિસંમેલને જ પટ્ટક તૈયાર કર્યો હતો, એનું મૂળ લખાણ મહારાજશ્રીના હસ્તાક્ષરમાં લખાયું હતું. અને એના ઉપર જ આઠ આચાર્યો અને એક મુનિવર, એમ નવ શ્રમણભગવંતોની સહીઓ લેવામાં આવી હતી.
આ સંમેલને જૈનધર્મ ઉપર થતા આક્ષેપોનો પ્રતિકાર કરવા માટે શ્રીજૈનધર્મસત્યપ્રકાશક સમિતિ' નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી. અને આ સમિતિ તરફથી “શ્રીજૈનસત્યપ્રકાશ' નામે એક માસિક શરૂ કરવામાં આવ્યું હતું. ત્રિપુટી મહારાજ તરીકે જૈનસંઘમાં વિખ્યાત બનેલા વિદ્વાન મુનિરાજ શ્રદર્શનવિજયજી આદિની ભલામણથી હું સમિતિ સાથે જોડાયો અને એના માસિકના સંચાલન-સંપાદનનું કામ સંભાળવા લાગ્યો. મને લાગે છે કે, આ નવી કામગીરી સંભાળતાં સંભાળતાં પત્રવ્યવહાર દ્વારા મહારાજશ્રીના સંપર્કમાં આવવાનું બન્યું. આ પછી બે-ત્રણ વર્ષે મુનિરાજ શ્રીદર્શનવિજયજી મહારાજ વગેરે પાટણ ગયા ત્યારે હું પણ પાટણ ગયેલો. મહારાજજીનો કંઈક નિકટથી પરિચય મેળવવાનો મારે માટે એ પહેલો જ અવસર હતો. પણ એ વખતે તેઓએ એવું હેત દાખવ્યું કે જાણે હું લાંબા વખતથી એમનો પરિચિત ન હોઉં. મહારાજશ્રીને મન ન કોઈ પોતાનો છે, ન કોઈ પરાયો છે; ન કોઈ અપરિચિત; એમના અભંગ દ્વારે સૌને સદા વાત્સલ્ય અને ઉલ્લાસભર્યો સમાન આવકાર મળતો. મહારાજશ્રીએ કબાટો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org