________________
૫૪
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
આવી ધાર્મિકતાને સમજવા અને જીવનમાં ઉતારવા માટે મહારાજશ્રી સદાસર્વદા પ્રયત્નશીલ રહેતા અને કોઈ પણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન ઊઠે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગૃતિ રાખતા : એવું અપ્રમત્ત એમનું જીવન હતું.
બાળક જેવી નિર્દોષતા તેઓને સહજસિદ્ધ હતી. મહારાજશ્રીની અંતર્મુખદષ્ટિ અને જીવનજાગૃતિનો એક પ્રસંગ જાણવા જેવો છે : એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તાવ ઘણો આકરો અને અસહ્ય બની જાય એટલો વધારે હતો. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તો એ બોલી ઊઠ્યા કે “આપણું અધ્યાત્મ ખોવાઈ ગયું ! એ કેવું નબળું સમજવું.'
હું એ વખતે હાજર હતો. મને થયું, જેમને પોતાના અધ્યાત્મની શક્તિ-અશક્તિનો આટલો ખ્યાલ હોય એમનું અધ્યાત્મ નબળું કે ખોવાઈ ગયેલું કેવી રીતે ગણી શકાય ? એ પ્રસંગ અંતરમાં કોતરાઈ ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org