________________
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
મહારાજનું જ્ઞાન કેવું જીવનસ્પર્શી હતું અને જીવન કેવું જ્ઞાનમય અને સત્યલક્ષી હતું, તે આ ઉપરથી પણ સમજી શકાય છે. જે ધર્મનાયક પોતાના કાર્યની કદર કરવાની નહીં પણ પોતાના કામમાં રહેલ ખામીઓ જણાવવાની, સામે ચાલીને, માગણી કરે એમને મન ધર્મનિષ્ઠા અને સત્યનિષ્ઠાનું મૂલ્ય કેટલું ઊંચું હશે ! અને એ એમના જીવનમાં કેવી એકરૂપ બની ગયેલ હશે !
૨
આનો ભાવ એ છે કે અંતરમાં સત્યની ચાહના જાગે તો જીવનવિકાસનું પહેલું પગથિયું સાંપડે. સાચું વિચારવું, સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મનો માર્ગ અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનનો મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપંચ, દંભ અને અહંકારથી અળગો રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે અને અહિંસા તથા કરુણાની ભાવનાથી સભર એવી સમતાને માર્ગે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રીનો પવિત્ર નાતો કેળવી શકે, પણ આ માટે સૌથી પહેલાં નિર્દભવૃત્તિ કેળવીને જીવનને સત્યગામી બનાવવું ઘટે, તેથી જ કવિવર શ્રી ઉદયરત્નજીએ કહ્યું છે કે –
સમક્તિનું મૂળ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમક્તિ વસે જી, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર.
પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કોઈક ભૂમિકા એવી પણ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના એકરૂપ બની જઈને સાધકને અવૈર, અદ્વેષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે.
પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રીપુણ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ જીવનસ્પર્શી અને ઊર્ધ્વગામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org