________________
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
“આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે; તપાસીને સ્કૂલના હોય તેમ જ સંપાદન-પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનારા તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઇચ્છું છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું.”
(જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૯૬) આ ઉદ્ગારો સ્વર્ગસ્થ પરમપૂજય આગમપ્રભાકર મુનિવર્ય શ્રીપુણ્યવિજયજી મહારાજના છે. મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આપણાં બધાં પવિત્ર મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવા માટે “નૈન-ગામ-પ્રન્થમાતા” શરૂ કરી છે. આ ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ “નંતિસુત્ત મજુરો દ્દારારું ” નો પ્રકાશનસમારોહ, વિદ્યાલયના સુવર્ણમહોત્સવની ઉજવણી પ્રસંગે, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રવચન કરતાં મહારાજશ્રીએ આ ઉદ્દગારો વ્યક્ત કર્યા હતા.
આ ઉગારો ઉત્કટ સત્યનિષ્ઠા, સત્યને સમજવા અને સ્વીકારવાની ઝંખના, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી પવિત્ર બનેલ અંતઃકરણની આરસી બની રહે એવા વિમળ અને વિરલ છે; અને એ એના ઉદ્દગાતાની મહત્તા અને મહાનુભાવતાની સાક્ષી પૂરે છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org