________________
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
ઉપયોગ, શાસ્ત્રના વિધિ-નિષેધોની ઉપયોગિતા જેવા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. (પછી આ બન્ને પ્રવચનો છાપીને વહેંચવામાં આવ્યાં હતાં.)
આ પછી તા. ૧૪-૩-૭૧ ના રોજ, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, ડૉ. હીરાલાલજી જૈને પન્નવણા સૂત્રના બીજા ભાગનું પ્રકાશન કર્યું અને મહારાજશ્રીની જ્ઞાનોપાસનાને હાર્દિક અંજલિ આપી.
હજી પણ અમને આશા હતી કે મહારાજશ્રી ગુજરાત તરફ વિહાર કરી શકશે અને કદાચ અમદાવાદ નહિ પહોંચાય તો પણ સૂરત કે વડોદરા સુધી તો પહોંચી જશે, પણ કુદરત આ આશાને અનુકૂળ ન હતી ! દરમ્યાનમાં બીજા બે વિચારો મહારાજશ્રીના મનમાં જાગ્યા : એક વિચાર પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવા પૂના તરફ વિહાર કરવો અને પોતાની દાયકા જૂની ભાવના પૂરી કરવી એ હતો. બીજો વિચાર હતો, ચિત્તોડગઢની તળેટીમાં, આપણા સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રીજિનવિજયજીએ, સુંદર અને વિશાળ શ્રીહરિભદ્રસૂરિ સ્મૃતિમંદિર બનાવરાવ્યું છે, તેની પ્રતિષ્ઠા મહારાજશ્રીની હાજરીમાં થાય એવી શ્રીજિનવિજયજીની ઇચ્છા પૂરી કરવા માટે, ગુજરાતની દિશામાં વિહાર કરીને વચ્ચેથી ચિત્તોડ તરફ વિહાર કરવો એ. સમતાભરી સાધુતા અને સમતાભરી વિદ્વત્તાની મૂર્તિ આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિ પ્રત્યે મહારાજશ્રી અનન્ય ભક્તિ ધરાવતા હતા, એટલે એમના અંતરમાં આવી ભાવના જાગે એ સ્વાભાવિક હતું. મારા જેવાને તો આ બન્ને વિચારો બેચેન બનાવે એવા હતા. મારી તો એક જ ઝંખના હતી કે મહારાજશ્રી બને તેટલા વહેલા અમદાવાદ પહોંચે, પણ આમાંની એક પણ ભાવના ક્યાં સફળ થવાની હતી ?
પછી તો, મહારાજશ્રીની તબિયત વધુ નબળી થતી ગઈ. પ્રોસ્ટેટે ગ્લેંડ મોટી થવાને કારણે તથા હરસને કારણે ઠલ્લા-માત્રાની તકલીફ હવે વધારે પરેશાન કરવા લાગી. હરસને લીધે લોહી પણ વધારે પડવા લાગ્યું અને શરીરની અશક્તિમાં વધારો થતો ગયો. આવી ચિંતાકારક સ્થિતિમાં પણ મહારાજશ્રીની પ્રસન્નતા તો એવી ને એવી જ હતી, એનો હું પણ સાક્ષી છે. આ બધા સમય દરમ્યાન કંઈક ને કંઈક ઉપચાર તો ચાલુ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org