________________
છેલ્લાં બે વર્ષ મુંબઈમાં
૬૫ બધી પદવીઓ, બધી સિદ્ધિઓ અને સર્વ બાબતો સમાઈ જતી હતી.
જન્મશતાબ્દીનો ઉત્સવ પૂરો થયો એટલે હવે મહારાજશ્રીનું મન જલદી ગુજરાત તરફ વિહાર કરવા ઇચ્છતું હતું, પણ અહીં પણ કોઈક વિલક્ષણ ભવિતવ્યતાયોગ વચમાં આવ્યો અને મહારાજશ્રીની તબિયતની અસ્વસ્થતા વધતી ગઈ, પરિણામે ગુજરાત તરફ વિહાર કરવાનું લંબાતું ગયું. ખરી રીતે આમાં વિલંબ નહોતો થતો, આ વિહાર હવે કદી થવાનો જ ન હતો ! પણ અમારા જેવા ઠગારી આશાના દાસ આ કુદરતની કરામતને કેવી રીતે પામી શકે ? સમય એમ ને એમ વહેતો રહ્યો.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકો ઇચ્છતા હતા કે સંસ્થાની જૈન આગમગ્રંથમાળા'ના ત્રીજા ગ્રંથ પન્નવણાસૂત્રના બીજા ભાગનું પ્રકાશન મહારાજશ્રીની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવે. આ માટે તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ એ માન્ય કરી; અને એ માટે સમારોહ ફાગણ વદિ ૨, રવિવાર, તા. ૧૪-૩-૭૧ના રોજ ભાયખલાના જિનમંદિરના સભામંડપમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું. મહારાજશ્રીની ભલામણ મુજબ આ પ્રકાશનવિધિ માટે દિગંબર જૈનસંઘના દેશ-વિદેશમાં જાણીતા અને પખંડાગમ મૂલ તથા તેની ટીકા ધવલા જેવા મહાગ્રંથોના યશસ્વી સંપાદક ડૉ. હીરાલાલજી જૈનને આમંત્રણ આપવાનું ઠરાવવામાં આવ્યું. આ પસંદગી પણ મહારાજશ્રીનું મન કેવું ઉદાર, ગુણગ્રાહક અને જ્ઞાનપ્રેમી હતું એ વાતની સાક્ષી પૂરે છે.
દરમ્યાન વરલીમાં (મુંબઈમાં) આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિના સાન્નિધ્યમાં પ્રતિષ્ઠા, દીક્ષા તથા પદવીદાનનો સમારોહ યોજવામાં આવ્યો હતો, એ માટે મહારાજશ્રી વરલી પધાર્યા. આ મહોત્સવ વખતે, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજે, ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ, મહારાજશ્રીને “શ્રુતશીલવારિધિ'નું બિરુદ આપ્યું.
તા. ૨૨-૨-૭૧ ના રોજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજે ભાયખલામાં બે મહત્ત્વનાં પ્રવચનો આપીને સાધુજીવનની શુદ્ધિ, સાધ્વીસંઘનો વિકાસ, એમને અધ્યયન તથા વ્યાખ્યાન કરવાની છૂટની અનિવાર્યતા, બોલીની આવકનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org