________________
છેલ્લાં બે વર્ષ મુંબઈમાં
હતા, પણ એની ધારી કે કાયમી અસર ભાગ્યે જ થતી.
ન
આ અરસામાં જાણવા મળ્યું કે મદ્રાસના કોઈક હકીમ હરસમસાને એવી કુશળતા અને સિફતથી કાઢી આપે છે કે જેથી દર્દીને ન તો કંઈ વેદના થાય છે કે ન તો એને લીધે લોહી પડે છે. (એને Painless and bloodless ઓપરેશન જ કહી શકાય.) જેમણે આવો ઉપચાર કરાવ્યો હતો એવા થોડાક દર્દીઓને અનુભવ પૂછીને આ વાતની ખાતરી કરી લીધી અને મહારાજશ્રીના દૂઝતા હરસનો ઉપચાર આ હકીમ પાસે કરાવવાનું નક્કી કર્યું. તા. ૨૩-૩૧૯૭૧ ના રોજ, વાલકેશ્વરમાં, આ હકીમે મહારાજશ્રીના હરસમસા કાઢી લીધા તે વખતે શ્રીદલસુખભાઈ તથા હું અમે બન્ને હાજર હતા. ન કોઈ જાતની વેદના, ન કશી બેચેની. આ પ્રયોગ પછી મહારાજશ્રી બિલકુલ સ્વસ્થ લાગ્યા. આ જોઈને અમે એક જાતની નિરાંત અનુભવી, છતાં શરીર ઠીક ઠીક અશક્ત થયું હતું અને વિહાર કરી શકાય એવી સ્થિતિ હવે રહી ન હતી, તેથી મહારાજશ્રીએ ત્રીજું ચોમાસું પણ મુંબઈમાં જ રહેવાનું નક્કી કરવું પડ્યું.
પણ આ ઉપચાર સફળ ન થયો, આ રાહત બહુ અલ્પજીવી નીવડી અને લોહી પડવું ચાલું રહ્યું, એટલે બીજા સૂઝ્યા અને યોગ્ય લાગ્યા તે ઉપચારો ચાલુ રાખવાનું અનિવાર્ય બની ગયું, પણ કોઈ ઉપચાર કારગત ન થયો-દર્દ પણ જાણે હઠીલું રૂપ લઈને આવ્યું હતું !
૬૭
મારે એપ્રિલ માસમાં વિદ્યાલયના કામે મુંબઈ જવાનું થયું એટલે અમારા મિત્ર શ્રીકાંતિભાઈ કોરા તથા હું અવારનવાર મહારાજશ્રી પાસે જતા; એમની તબિયત જાતે જોવાની ચિત્તમાં, એ દિવસોમાં, એક જાતની સચિંત ઉત્સુકતા રહેતી; કારણ કે ઉપચારોની કશી ધારી અસર નહોતી થતી, અને અસ્વસ્થતા તથા અશક્તિ વધતી જતી હતી. છેલ્લે છેલ્લે મેં મહારાજશ્રીનાં દર્શન વિ. સં. ૨૦૨૭ના ચૈત્ર વિદ અમાસ), તા. ૨૫-૪૭૧ ને રવિવારના રોજ બપોરના બારેક વાગતાં કર્યાં; તે પછી હું અમદાવાદ આવ્યો. એ વખતે કોણ જાણતું હતું કે જેમની સ્ફટિક સમી નિર્મળ અને હેતાળ સાધુતાનો સંપર્ક સાધવાનો લાભ આટલાં વર્ષોથી મળ્યો હતો, એમનું મારા માટે આ છેલ્લું દર્શન હતું ? રે વિધાતા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org