________________
૬૯
છેલ્લા દિવસો
ડૉ. મુકુંદભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. એમણે જોયું કે પેલા હકીમજીએ મહારાજશ્રીના હરસમસાનું જે ઑપરેશન કર્યું હતું તે સાવ ઉપર છલ્લું હતું અને દર્દના મૂળને સ્પર્શી સુધ્ધાં નહોતું શક્યું; પરિણામે લોહીના સ્ત્રાવને બંધ કરવામાં એ નિષ્ફળ ગયું હતું. એમણે હરસમસાનું ઓપરેશન તરત જ કરાવી લેવાની સલાહ આપી.
નિષ્ણાત, ભક્તિશીલ અને મહારાજશ્રીની તાસીરના જાણકાર શ્રીમુકુંદભાઈ જેવા ડૉક્ટરની સ્પષ્ટ સલાહ મળી ગઈ હતી, અને હવે બીજો કોઈ વિકલ્પ વિચારવામાં થોડો પણ સમય ગુમાવવો પાલવે એમ ન હતો. એટલે તાત્કાલિક ઉપચાર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. મહારાજશ્રીએ સમ્મતિ આપી અને વૈશાખ વદિ ૧, તા. ૧૧-૫-૭૧ ના રોજ તેઓને બોમ્બે મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા, અને બીજા દિવસ ડૉ. મુકંદભાઈ પરીખે હરસમસાનું ઓપરેશન કર્યું.
જે દિવસે ઑપરેશન થયું તે દિવસે પણ મહારાજશ્રી કેટલા સ્વસ્થ અને નિશ્ચિત હતા, તે એમના પોતાના હાથે લખાયેલ એક પત્રથી પણ જાણી શકાય છે. આ પત્ર તેઓએ વિ. સં. ૨૦૨૭, વૈશાખ વદિ ૨, બુધવાર (તા. ૧૨-૫-૭૧)ના રોજ, હૉસ્પિટલમાંથી, વડોદરા પંન્યાસજી મહારાજ શ્રીનેમવિજયજી મહારાજ ઉપર લખ્યો હતો. કદાચ મહારાજશ્રીના હાથે લખાયેલો આ પત્ર છેલ્લો હશે; અથવા છેલ્લા થોડાક પત્રોમાંનો એક હશે. મહારાજશ્રીનો પત્ર આ પ્રમાણે છે
મુ. વડોદરા, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાજ્યાદિગુણગણભંડાર પરમગુરુદેવ પંન્યાસજી મહારાજ શ્રીનેમવિજયજી મહારાજજી તથા શ્રી એ. ચંદન વિ. મ. યોગ્ય સબહુમાન વંદના ૧૦૦૮ વાર. આપશ્રી શાતામાં હશો. હું પણ શાતામાં છું. આપના પ્રતાપે લીલાલહેર છે. આપનો કૃપાપત્ર મળ્યો છે. ઘણો આનંદ થયો છે. આપની કૃપાથી પરમ આનંદ છે.
“વિ. આપશ્રીના શરીરના સમાચાર જાણ્યા છે. આપની આટલી વૃદ્ધાવસ્થામાં બાહ્ય પીડાઓ વધે જ વધે. હવે સામાન્ય દવાથી જે જે થાય તે જ કરવાનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org