________________
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
વિ. પાંચ મહિનામાં ઘણા ઈલાજો કર્યા પણ મસામાંથી લોહી આવવું બંધ ન થવાથી હવે ઑપરેશન કરાવવાનું નક્કી કર્યું છે. ગઈ કાલે હૉસ્પિટલમાં આવ્યા છીએ. આજે નવ વાગે ઓપરેશન થવાનું છે. કોઈ વાતે ફિકર કરશો નહીં. હું દરેક રીતે શાતામાં છું. આપના પ્રતાપે સારું થઈ જશે. ઑપરેશન કોઈ ભારે નથી. શરીરમાં અશક્તિ છે, પણ બીજી પીડા નથી. તાવ કે કાંઈ નથી. આપ શાતામાં રહેજો. કૃપા રાખજો.
66
લિ. સેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના. શ્રીકર્પૂરશ્રીજી મ. વગેરેને, હસમુખ બહેન તથા રમણભાઈ વગેરેને સમાચાર કહેજો.''
७०
66
આ કાગળ રવાના કરતાં પહેલાં, પૂ. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીએ એમાં ઉમેર્યું હતું કે-“પ. પૂ. આગમપ્રભાકરશ્રીજી મ. નું ઑપરેશન સારી રીતે થઈ ગયું છે. આપશ્રી સુખશાતામાં હશો. ત્રણ મસા નીકળ્યા છે તે જાણશોજી.’'
મહારાજશ્રીએ અનેકવિધ કાર્યો કરવા છતાં એમનું ચિત્ત સદા સમાધિની સાધના માટે જ જાગ્રત અને પ્રયત્નશીલ હતું; અને તેથી જ તેઓ આવી અસાધારણ સમતા અને શાંતિ અનુભવી શકતા હતા.
મુંબઈના ઘણા મહાનુભાવો મહારાજશ્રીની સેવા માટે તત્પર હતા. મહારાજશ્રીને કેન્દ્રમાં રાખીને રચાયેલ અમારા મિત્રમંડળમાંથી શ્રી કાંતિભાઈ કોરા, ખડા સૈનિક શ્રીલક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને મહારાજશ્રીની આજીવન સેવક શ્રીમાધાભાઈ મહારાજશ્રીની સેવામાં રહ્યા. અમારે નસીબે તો મુંબઈથી ટપાલ કે કોલ મારફત મળતા સમાચારથી જ સંતોષ માનવાનું આવ્યું. આમ છતાં, એટલું યાદ આવે છે કે, શ્રીમહારાજને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ મેના છેલ્લા અઠવાડિયા દરમ્યાન અમારા મિત્ર શ્રીદલસુખભાઈ માલવણિયાને મુંબઈ જવાનું થયેલું, એટલે તેઓ સારવાર દરમ્યાન મહારાજશ્રીનાં દર્શન કરી શકેલા.
મહારાજશ્રીને ઑપરેશન કરવામાં આવ્યું તેના થોડા દિવસ બાદ મારા ઉપર ટપાલ લખતાં રહીને મહારાજશ્રીની તબિયતના નિયમિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org