________________
૩૯
આગમ-સંશોધનનું વિરાટ કાર્ય આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેઓએ મહારાજશ્રીને જણાવ્યો. મહારાજશ્રીએ પંડિત શ્રીદલસુખભાઈ માલવણિયા વગેરે સાથે વિચારવિનિમય કરીને મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી, એટલું જ નહીં, આ યોજનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પોતે તેમ જ શ્રીદલસુખભાઈ માલવણિયા સ્વીકારશે એમ પણ કહ્યું. વિદ્યાલયના સંચાલકોએ આ યોજનાને મંજૂર કરી; એને એ યોજના મુજબ કાર્યની શરૂઆત પણ કરી દેવામાં આવી. વિદ્યાલય પ્રત્યે મહારાજશ્રી સ્વાભાવિક રીતે જ ખૂબ અનુરાગ ધરાવતા હતા, અને એની વ્યવસ્થાશક્તિ એક આદર્શ સંસ્થાને છાજે એવી નમૂનેદાર છે, એ પણ જાણતા હતા. આવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થા આગમ-પ્રકાશનની જવાબદારી સંભાળે એનાથી રૂડું બીજું શું ? આ યોજના મુજબ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા અને મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org