________________
૨૫
જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય પ્રતોની માઇક્રોફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રીફતેહચંદ બેલાણીને અવારનવાર દિલ્લી જવાનું થતું. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાબૂ રાજેન્દ્રપ્રસાદજીનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પયગંબર ભગવાન મહાવીરની ધર્મવાણી જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે “પ્રાકૃત ટેસ્ટ સોસાયટી” નામની, પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં રચાયેલ સાહિત્યનું પ્રકાશન કરવાના ધ્યેયને વરેલી સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થાએ અર્ધમાગથી ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથો પ્રકાશિત કરીને દેશ-વિદેશના વિદ્વાનોમાં સારી નામના મેળવી છે.
પ્રાચીન ગ્રંથો અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણાત હતા, એટલે એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થવા પામ્યો તે ચિરકાળ માટે સુરક્ષિત બની ગયા. વળી, આવા ભંડારોનો, વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જયાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નહીં. આ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી.
જ્ઞાનમંદિરોની સ્થાપના–દાદાગુરુ અને ગુરુજીના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણીમાં સમૃદ્ધ જ્ઞાનભંડારોની સ્થાપના છેક પોણોસો અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત, તેઓના મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. અને તેનું ઉદ્ધાટન, વિ. સં. ૧૯૯૫માં, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું હતું. આને લીધે વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પરબ શરૂ થઈ છે, એમ કહેવું જોઈએ.
આ બધા ઉપર સુવર્ણકળશ ચડાવ્યો જૈનપુરી અમદાવાદે. જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રુતભક્તિ અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની ઉદારતાના સંગમને તીરે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org