________________
૨૬
જ્ઞાનજયોતિની જીવનરેખા સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજયદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો હતો. ઉપરાંત, તેઓશ્રીની ભાવના મુજબ, તેઓના સ્વર્ગવાસ બાદ, તેઓશ્રીનો કળાનો સંગ્રહ પણ આ સંસ્થાને ભેટ મળી ગયો છે. આ સંગ્રહમાંની કળાસામગ્રી વિવિધ પ્રકારની, વિપુલ અને જેનું મૂલ્ય ન આંકી શકાય એવી છે. આ સામગ્રીની સમૃદ્ધિનો ખ્યાલ તો એનાં દર્શન કરવાથી જ આવી શકે. કળાનો આ ભંડાર મહારાજશ્રીની નિઃસ્પૃહતા, અનાસક્તિ અને લોકોપકારની વૃત્તિની કીર્તિગાથા હંમેશાં સંભળાવતો રહેશે. સમયના વહેવા સાથે આ સંસ્થા, પંડિત શ્રીદલસુખભાઈ માલવણિયાના કુશળ અને ઉદાર સંચાલન નીચે, ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહે છે. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું યાત્રાધામ બની રહેલ છે. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ ચાલીસ જેટલા પ્રાચીન ગ્રંથો તથા જ્ઞાનભંડારોની સૂચિઓને લીધે દેશવિદેશમાં આ સંસ્થા વિશેષ નામાંકિત થઈ છે.
મહારાજશ્રીના અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી હતી, એનો નિર્દેશ પણ અહીં જ કરવો પ્રસંગોચિત છે. મહારાજશ્રીના મનોરથો હતા કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત-શુદ્ધ આવૃત્તિઓ તૈયાર થાય એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના મનોરથની સફળતામાં આપણને બેવડો લાભ થવાનો હતો : એક તો બધાં આગમસૂત્રોની સુસંશોધિત-વિશુદ્ધ આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથો સદાને માટે સુવ્યવસ્થિત બની જાય; અને બીજો લાભ તે આવું આગમમંદિર ઊભું થાય છે. પણ હવે તો આવા ઉમદા મનોરથો સેવનાર પોતે જ આપણાથી સદાને માટે વિદાય થયા, એ દુ:ખ કોને કહેવું ?
કળાની પરખ–પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારોના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની સાથોસાથ પ્રતોને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રીને કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણ અદ્ભુત હતી. ઉપરાંત, કઈ પ્રતનું, કઈ દૃષ્ટિએ, શું મૂલ્યાંકન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org