________________
વતન, માતા-પિતા અને દીક્ષા પડી. બીજે દિવસે ડૉક્ટર આવ્યા; તબિયત કંઈક ઠીક લાગી. એમણે કહ્યું : મહારાજ ! આપને ઇસ્પિતાલમાં નહીં લઈ જઈએ. ડૉક્ટરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર અનહદ આનંદ અને આંતરિક સંતોષની કોઈ દિવ્ય રેખાઓ વિલસી રહી. એમને જીવનની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણનો કોઈ ભય હતો, દેહદુઃખથી છૂટકો મેળવવા ન જરાય મરણની ઝંખના હતી; અને મરણનો ભય તો એમને લેશ પણ હતો જ નહીં. એમને એકમાત્ર ચિંતા કે ઝંખના એટલી જ હતી કે કોઈ પણ રીતે સંયમની વિરાધના થતી અટકે. વિ. સં. ૨૦૨૨માં, અમદાવાદમાં, તેઓ સ્વર્ગવાસી
થયાં !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org