________________
દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ
મુનિ શ્રીપુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમરોમમાં વ્યાપેલું હતું. તેઓ સમતાના સરોવર, ગુણના ભંડાર અને શાંત પ્રતાપી મહાપુરુષ હતા. સ્ફટિક સમું નિર્મળ એમનું જીવન હતું. સંતજીવનને શોભતી ઉદારતા એમણે એવી કેળવી જાણી હતી કે એમને મન આ મારો અને આ પરાયો એવો કોઈ ભેદ ન હતોઃ જૈન-જૈનેતર સૌને તેઓ વાત્સલ્યપૂર્વક આવકારતા અને ધર્મસાધનામાં કે જ્ઞાનોપાર્જનમાં જોઈતી સહાય આપતા, પ્રમાદ તો એમને સ્પર્શતો જ નહીં, અને કોઈનો તિરસ્કાર કરવો, કોઈના ઉપર રોષ કરવો કે મન-વચન-કાયાના વલણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવો, એ તો એમના સ્વભાવમાં જ ન હતું, એમનું જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચાહક હતું.
જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રીચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદક્ષ, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા. દાદાગુરુ તથા ગુરુ બંને જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્વારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર ન સંયમનો સાચો માર્ગ લાધે, ન સંયમની નિર્મળ આરાધના થઈ શકે, ન સંઘનો અભ્યુદય થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે; અને તીર્થંકરભગવાનના અભાવમાં એમની વાણી જ સંઘનું પરમ આલંબન બની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org