________________
છેલ્લા દિવસો
૭૩ મુકુંદભાઈ પરીખના હાથે, તા. ૮-૬-૭૧ મંગળવારે સવારે આઠ વાગે, કરાવવાનું નક્કી થયું છે, કોઈ જાતની ફિકરચિંતા કરશો નહીં. સોમવારે સવારે અમે બાચામાં દાખલ થઈશું.”
૮ મી તારીખે ઓપરેશન થયાના સમાચાર શ્રીકાંતિભાઈ કોરાના ટૂંકકોલથી અમને મળ્યા અને અમે કંઈક નિરાંત અનુભવી; હરસમસાનું ઓપરેશન તો આ પહેલાં જ શાંતિથી થઈ ગયું હતું.
આ તારીખે વડોદરા પૂજ્ય પંન્યાસ શ્રીનેમવિજયજીમહારાજને લખેલ કાર્ડમાં શ્રીલક્ષ્મણભાઈએ જણાવ્યું હતું. : “પૂજય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનું પ્રોસ્ટેટ ગ્લેડનું ઑપરેશન સારી રીતે થયું છે....તબિયત સારી છે. કોઈ જાતની ફિકર ચિંતા કરશો નહીં.”
- આ ઓપરેશન નવી પદ્ધતિથી એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેથી સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્લેંડના ઑપરેશનમાં નાનું અને મોટું એમ બે
ઑપરેશન કરવા પડે છે તેના બદલે એક જ ઑપરેશનથી કામ પતે છે અને દર્દી વહેલો બેસતો- હરતો ફરતો થઈ જાય છે.
૧૦ મી જૂનના પોસ્ટકાર્ડમાં શ્રીલક્ષ્મણભાઈએ લખેલું : “પૂ. મહારાજ સાહેબની તબિયત સારી છે.આજથી મગનું પાણી અને એવી હળવી ચીજો આપવાનું શરૂ કર્યું છે. આજે ખુરશી ઉપર બેસાર્યા હતા. આવતી કાલે કેથેડ્રલ કાઢી નાંખવાની છે. કાત્યા પછી કુદરતી માત્રુ કેવું અને કેટલું આવે છે તે જોયા પછી સારા-ખોટાની ખબર પડે. અત્યારે તો કોઈ તકલીફ નથી. ૪૮ કલાક ગેસની તકલીફ રહી. હવે સારું છે. અશક્તિ પુષ્કળ છે. અઠવાડિયામાં અહીંથી રજા મળશે એવી ધારણા છે.”
એમનું ૧૨મીનું કાર્ડ કહેતું હતું : “પૂ. મહારાજસાહેબને આજે કેથેડ્રલ કાઢી નાખી છે અને રૂમમાં ફરવાની છૂટ આપી છે. બેસવાની છૂટ તો પહેલે દિવસે જ આપી હતી. તેલ-મરચું-ખટાશ સિવાય ખાવા માટે પણ છૂટ છે. આજે રૂમમાં ફેરવ્યા હતા. અશક્તિ બહુ છે.”
આ છે મહારાજશ્રીની શરીરસ્થિતિની અને ડૉક્તરી સારવારની ડાયરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org