________________
૩૨.
જ્ઞાનજ્યોતિની જીવનરેખા સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે.
જ્ઞાનપ્રસારની ઝંખના–વિકાસ માટે વિદ્યાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે
“જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલો વિદ્યાનો વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછપ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણ સંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ! આજે એ વ્યક્તિત્વ ક્યા પાતાળમાં જઈ રહ્યું છે?”
(જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૧૩) જૈન શ્રમણ સમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે
“પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથોના પ્રણેતા આચાર્યાદિકોએ પોતાના જમાનાની વિદ્યાના કોઈ પણ અંગના અભ્યાસને છોડ્યો નથી, જ્યારે અત્યારના આપણા શ્રમણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમની પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ ?...એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈન ધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જૈન શ્રમણોનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નજીવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું ? જૈનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણા જૈન શ્રમણોનું સ્થાન હોય એમ મારી દષ્ટિએ નથી લાગતું.”
(જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩-૨૧૫) પ્રાચીન ગ્રંથોના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટકોર કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org