________________
જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય
૩૧ “દરેક ગ્રંથમાં ક્યાંક થોડા ને ક્યાંક વધતા, ક્યાંક નાના ને કયાંક મોટા, ક્યાંક શુદ્ધ અને ક્યાંક અશુદ્ધ પાઠભેદો મળી આવે છે.
“સેંકડો વર્ષથી લિપિના વિકારોથી, લહિયાઓ લિપિ સમજતા નહિ તેથી તેમ જ વિદ્વાનો ભાષા ન જાણે તેથી પાઠભેદો વધતા રહ્યા છે. બધાનો વિચાર કરવો દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે તેનો આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિદ્વાનો ત્રુટિઓ માટે ક્ષમા કરે.” (જ્ઞાનાંજલિ, પૃ.૨૯૫-૨૯૬; શ્રીમહાવીર જૈનવિદ્યાલયનો
પ૩ મો વાર્ષિક રિપોર્ટ) મહારાજશ્રીના આ ટૂંકા છતાં મુદ્દાસરના પ્રવચનમાં આગમસંશોધનની મુશ્કેલ પ્રક્રિયાનું કે પદ્ધતિનું નિરૂપણ તો જોવા મળે જ છે; ઉપરાંત, એમાં પોતાની ખામી બતાવનાર કોઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કોઈ ખામી બતાવે તો તેથી દુઃખ લગાડવાને બદલે ઊલટું રાજી થવું, અને જાણેલી ખામીને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં એનો ઉપયોગ કરવાની તત્પરતા બતાવવી–આવી ઉન્નત ભૂમિકા તો કોઈ ઉચ્ચાશયી, સત્ય-ધર્મ-નિષ્ઠ અને યોગસિદ્ધ આત્મામાં જ સંભવી શકે. એમ લાગે છે કે મહારાજશ્રીને એવી ભૂમિકા સાવ સહજપણે સિદ્ધ થઈ હતી.
| વિદ્યાવાન કે કળાવાન વ્યક્તિ ગૃહસ્થ હોય તોપણ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એવી ઉદાર અને ગુણગ્રાહી મહારાજશ્રીની દૃષ્ટિ હતી. આ વાત જાણીતા ચિત્રકાર શ્રીગોકુલદાસ કાપડિયાએ દોરેલ ભગવાન મહાવીરનાં સુંદર ચિત્રોના સંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્ગારોથી પણ જાણી શકાય છે. તેઓશ્રીએ લાગણીપૂર્વક, મુક્ત મને, લખ્યું છે કે
“ભાઈ શ્રીકાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાક શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.”
(જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org