________________
જ્ઞાનોદ્વારનું શકવર્તી કાર્ય
મહારાજશ્રી કહે છે કે—–
“જેમ જનતા દરેક બાબતમાં ‘સાપ ગયા અને લીસોટા રહ્યા' એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદ્દેશોને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખૂંચી જાય છે, તેમ આ તહેવારને અંગે (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત્ આ તહેવારને દિવસે પુસ્તકભંડારો તપાસવા, તેમાંનો કચરો સાફ કરવો, હવાઈ ગયેલ પુસ્તકોને તડકો દેખાડવો, ચોંટી ગયેલ પુસ્તકોને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જેવો જ ગણાય.' (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૫)
૩૩
મહારાજશ્રીના આ બધા ઉદ્ગારો જ્ઞાનપ્રસારની અને જ્ઞાનોદ્વારની એમની ભાવના કેટલી તીવ્ર હતી, એનું સૂચન કરે છે, અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રોષ કે અફસોસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ જીવનભર તન તોડીને, મન દઈને, પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ પણ કરતા રહ્યા, એ હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org