________________
આગમ-સંશોધનનું વિરાટ કાર્ય
આગમસૂત્રો એ જૈનધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે, અને વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જૈન સાહિત્યના સર્જનના મૂળમાં મુખ્યત્વે આ આગમસૂત્રો જ રહેલાં છે. મૂળ સૂત્રો અને એની સમજૂતી આપવાના ઉદ્દેશથી રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા-વૃત્તિને આગમ પંચાંગી તરીકે ઓળખવામાં આવે છે. મહારાજશ્રી બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના નિષ્ણાત જ્ઞાતા તથા અસાધારણ સંશોધક હતા; તેમ જ તેઓની આગમક્તિ પણ અસાધારણ હતી. મૂળ આગમો તેમ જ આગમિક સાહિત્યને સમજવાનું તેમ જ શુદ્ધ કરવાનું મહારાજશ્રીનું સિદ્ધહસ્તપણું જોઈને તો એમ જ લાગે કે એ તેઓની જન્મ-જન્માંતરની જ્ઞાનસાધનાનું જ ફળ હોઈ શકે.
તત્ત્વજિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સમગ્ર આગમિક સાહિત્ય મુદ્રિત રૂપમાં સુલભ કરી આપવાનું, શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણના જેવું જ, પાયાનું મહાનસંશોધનકાર્ય આચાર્ય શ્રીસાગરાનંદસૂરીસ્વરજી મહારાજે કર્યું અને તેઓ સાચા અર્થમાં ‘આગમોદ્ધારક' કહેવાયા. આગમ-સંશોધનના આ કાર્યમાં જે કંઈ અશુદ્ધિઓ કે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવાનું તેમ જ બાકી રહેલ આગમિક સાહિત્યને સંશોધિત કે મુદ્રિત કરવાનું યુગકાર્ય કરવાનો કાર્યયોગ જાણે મુનિ શ્રીપુણ્યવિજયજીએ પૂરો કરવાનો હતો, અને છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધી આ કાર્ય કરતા રહીને તેઓએ આગમસંશોધનનું કેટલું વિરાટ કાર્ય કર્યું હતું એનો ખ્યાલ તો તેઓને હાથે મુદ્રિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org