________________
જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય
૨૯ વર્ષોમાં મારી આંખો મોતિયાને લીધે અસમર્થ હતી, તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો.
સાત વર્ષ વહી ગયાં, સાઠની સાલથી આ વિચાર થયો હતો. આટલાં વર્ષોમાં એક જ વૉલ્યુમ બહાર પડ્યું, એથી એવો વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વૉલ્યુમ બહાર પડ્યું, તો બધું કામ ક્યારે પાર પડશે? બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તો એકેક વિષય પર આજે વિદ્વાનો જે વિચારે છે, એ વિચારવાનો સમય નથી. કામ ઘણું મોટું છે એટલે અમે મર્યાદા નક્કી કરી આગમો તૈયાર કરીએ છીએ.
“ડૉ. સુબ્રીંગ, ડૉ. લોયમન, ડૉ. આલ્સડૉફ એ બધાએ આગમો વિષે ઘણું વિચાર્યું છે. હમણાં ડૉ. આલ્સડૉક્ના બે આર્ટિકલ આવ્યા છે. એક તો ઇથ્થી પરિત્રા વિષે હતો. આ ક્રિટિકલ પ્રકાશન તેમણે ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખનો ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણમહોત્સવ ગ્રંથમાં પ્રગટ થયો છે. ઇશ્મીપરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહિ શકે કે તે કેવી વસ્તુ છે, ને તેનું કેટલું મહત્ત્વ છે. ડૉ. આલ્સડર્સે તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતો કે અમારામાંથી કોઈનેયે એનો ખ્યાલ હોય કે આ અધ્યયન કાવ્યમય છે કે તેના છંદોનો ખ્યાલ હોય, અમે ત્યાં સુધી પહોંચ્યા નથી.
“બધા આગમો ભેગા કરવામાં આવે તો સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તો કેટલીક વાર શુદ્ધ પાઠો મળે છે, એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે, એમ બનતું હશે. પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદો વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે, માત્ર એક ગ્રંથના પ્રત્યંતરોના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું, પણ તે ગ્રંથનાં અવતરણો, ઉદ્ધરણો ને પ્રાચીન પ્રમાણોનો અને આગમના પાઠોનો ટીકાકારો, ચૂર્ણિકારો, ટિપ્પણકારો ને વૃત્તિકારો–બધાએ જયાં જયાં નિર્દેશ કર્યો છે તે સ્થળોની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે આગમો છપાયા છે તેને પ્રાચીન તાડપત્રીઓની જે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org