________________
૨૨
- જ્ઞાનજ્યોતિની જીવનરેખા મળે નહીં ત્યાં સુધી તેઓ, યોગીના જેવી પૂર્ણ એકાગ્રતાથી, એની પાછળ લાગેલા જ રહેતા. નાના સરખા ઉંદરને શોધવા ડુંગર ખોદવા જેટલી મહેનત કરવી હોય કે સુવર્ણની કણી મેળવવા ધૂળધોયાની જેમ ધૂળના ઢગલાને તપાસવો હોય તો પણ તેઓ હંમેશાં તૈયાર રહેતા; અને ક્યારેક આટલી બધી મહેનતનું પરિણામ શૂન્યમાં આવે તોપણ તેઓ નિરાશ ન થતા. સત્યની એકાદ હીરાકણી મેળવવા માટે પણ તેઓ દિવસ-રાત મથામણ કર્યા જ કરતા. અને આટલું બધું કરવા છતાં, તેના ભારથી મુક્ત બનીને, સદા સુપ્રસન્ન રહી શકતા. સંશોધન -સંપાદનની દૃષ્ટિએ નમૂનારૂપ લેખી શકાય એવા એમના સંખ્યાબંધ ગ્રંથોનાં નામ લખાવી શકાય; પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. અને તેઓએ આગમસંશોધનનું જે મહાન કાર્ય હાથ ધર્યું હતું તેને તો એમના જ્ઞાનમય વ્યક્તિત્વના સારરૂપ અને પંદરસો વર્ષ પહેલાં થઈ ગયેલ આગમગ્રંથોના મહાન સંરક્ષક અને પરમ પ્રભાવક શ્રીદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે કરેલ આગમસંકલન જેવું શકવર્તી અને સુદીર્ઘ કાળ સુધી ઉપકારક બની રહે એવું જ માનવું જોઈએ.
પ્રાચીન આગમગ્રંથો તથા અન્ય સાહિત્યના સંશોધનની મહારાજશ્રીની અસાધારણ નિપુણતા તથા સંશોધન માટેનાં અપાર ખંત, ધીરજ અને ચીવટનો લાભ અનેક ગ્રંથો કે ગ્રંથમાળાઓને મળતો રહ્યો હતો. ભાવનગરની શ્રીજૈન આત્માનંદ સભાનાં પ્રકાશનો નમૂનેદાર ગણાયાં અને દેશ-વિદેશના વિદ્વાનોની પ્રશંસા મેળવી શક્યાં એમાં મહારાજશ્રી તથા એમના ગુરુવર્ય મુનિ શ્રી ચતુરવિજયજીનો ફાળો ઘણો જ આગળ પડતો છે. આ પ્રકાશનો તેમ જ પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિર તરફથી પ્રગટ થતી લા. દ. ગ્રંથમાળા તથા મુંબઈના શ્રીમહાવીર જૈનવિદ્યાલયની જૈન આગમ ગ્રંથમાળાનાં સંખ્યાબંધ પ્રકાશનો મહારાજશ્રીની પ્રાચીન ગ્રંથોના સંશોધન માટેની નિપુણતા, નિષ્ઠા અને ભક્તિની કીર્તિગાથા ચિરકાળ સુધી સંભળાવતાં રહેશે
પ્રતિઓના નિષ્ણાત પારખુ અને ઉદ્ધારક–પ્રાચીન જીર્ણ શીર્ણ હસ્તપ્રતો તો જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પોતાની આપવીતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org