________________
જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય
આમ તો મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત હતા, અને પોતાના આત્મભાવની ક્યારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓ સતત જાગૃતિ રાખતા; અને અપ્રમત્તપણે પોતાની સાધનાને નિરંતર આગળ વધારતા રહેતા. આમ છતાં એમનું જીવનકાર્ય (mission) તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ હતું—એમનો અવતાર જ જ્ઞાનના ઉદ્ધાર માટે થયો હતો. અને, કહેવું જોઈએ કે, કુદરતે સોંપેલા એ જીવનકાર્યને તેઓ પોણોસો વર્ષ જેટલી વૃદ્ધ ઉંમર લગી એવી જ નિષ્ઠા, એવી જ સ્ફૂર્તિ અને એવી જ તત્પરતાથી કરતા રહ્યા—જાણે એમ લાગે છે કે આ કાર્ય કરતાં ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શરીરની શક્તિઅશક્તિને પિછાણતા હતા. આ કાર્ય કરતાં કરતાં જાણે એમનામાં શક્તિનો અખૂટ ઝરો વહી નીકળતો હતો. થોડીક પ્રાચીન હસ્તપ્રતો તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસાડી દઈએ, તો તેઓ આહાર, આરામ અને ઊંધને વીસરીને એમાં એવા તન્મય બની જતા કે જાણે કોઈ ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લ્યો ! એમને આ રીતે જ્ઞાનોદ્વારના કાર્યમાં નિરત જોવા એ પણ એક લહાવો હતો. જ્ઞાનોદ્ધારની તેઓશ્રીની આવી અસાધારણ અને શકવર્તી કહી શકાય એવી પ્રવૃત્તિઓની કેટલીક વિગતો જોઈએ.
શાસ્ત્રાભ્યાસ- જ્ઞાનોદ્વારનું પહેલું પગથિયું છે સ્વયં શાસ્ત્રોનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org