________________
૧૬
જ્ઞાનજ્યોતિની જીવનરેખા અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારાં કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાર્તા થાય તે હું પૂર્ણ ઉત્સુકતા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતો રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે, અને એક વાર કોઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા ગ્રંથો જોવાનું બને છે, અને તેથી આપણે કોઈ પણ બાબતનો ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા તટસ્થવૃત્તિથી વિચાર કરતા થઈએ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી ધર્મસંસ્કૃતિઓ વચ્ચેના ઉપરછલ્લા વિરોધના બદલે એની ભીતરમાં રહેલ સમાનતાના તત્ત્વ તરફ આપણું ધ્યાન વિશેષ જાય છે, અને આપણે કોઈ પણ બાબતનો સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિએ વિચાર કરતાં શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્ત્વની અને ઘણી ઉપયોગી નીવડે છે.
સવાલ-પ્રાચીન ગ્રંથોના સંશોધનની શરૂઆત આપે ક્યારે કરી ?
જવાબ-અમુક કામની અમુક વખતે જે શરૂઆત થઈ એમ ચોક્કસ ન કહી શકાય. શાસ્ત્રોનો અભ્યાસ અને સંશોધનનો અભ્યાસ લગભગ સાથે સાથે જ ચાલતો રહ્યો. પૂજય ગુરુજી જયારે પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરતા ત્યારે જ મૂળ પાઠોના અર્થો બેસાડવાનો, પાઠાંતરો શોધવાનો, અર્થની સંગતિ માટે શુદ્ધ પાઠ ક્યો હોઈ શકે એનો, લિપિ ઉકેલવાનો-એમ બધો અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતો રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાતોમાં કે શાસ્ત્રોના સંશોધન-સંપાદનમાં જે રસ પડતો, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજય ગુરુજીનાં સંપાદનોમાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાક અતિ કઠિન ગણાય એવા પ્રાચીન ગ્રંથોનું સંપાદન અને સાથે મળીને કર્યું, કેટલાક ગ્રંથોનું સંપાદન મેં એકલાએ જ કર્યું; એટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરો નોધે પૂજય ગુરુજી, અને પાઠનો નિર્ણય કરું હું ! અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે. સંવત ૧૯૯૫ના ચોમાસામાં મને સંઘરણીનો એવો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યો કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કોઈ રીતે કાબૂમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રીવાડીભાઈ વૈદ્યનો ઇલાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org