________________
આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની ઝંખના
૪૫
સરખું પણ મુનિમંડળ રચાય અને આ કાર્ય મોટા પ્રમાણમાં ઝડપથી આગળ વધે એવા વિચારો મહારાજશ્રીને આવ્યા વગર રહે એ કેમ બને ? એમની આવી ભાવના અને લાગણી આપણા વિદ્વાન મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજ ઉપર મહારાજશ્રીએ વિ.સ. ૨૦૦૬ની સાલમાં જેસલમેરથી લખેલા પત્રમાં પણ જોવા મળે છે. તેઓએ લખ્યું હતું કે—
“હવે તો મારી ઇચ્છા એ જ છે કે આપણે સત્વર મળીએ અને મહત્ત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણરૂપ આપીએ. આપણે એક એવા સંશોધનરસિક મુનિવરોનું મંડળ સ્થાપી શકીએ તો ઘણું સારું થાય.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૬૫)
આ શબ્દો લખાયા ત્યારે તો એના ભાવિ સંકેતો કોણ પામી શકે એમ હતું ? પણ બેએક વર્ષ પહેલાં, મહારાજશ્રીના કાળધર્મ બાદ, શ્રીમહાવીર જૈનવિદ્યાલયના સંચાલકોએ સંસ્થાની આગમ-પ્રકાશનની યોજનાને ચાલુ રાખવાની જવાબદારી સ્વીકારવાની વિનંતિ, જેઓના ઉપર મહારાજશ્રીએ ઉપ૨ મુજબ પત્ર લખ્યો હતો તે, મુનિવર્ય શ્રીજંબૂવિજયજી મહારાજને કરી અને મુનિ શ્રીલંબૂવિજયજી મહારાજે એનો ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યો. અત્યારે તેઓ આ કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજે સૂચવ્યું એવું મુનિમંડળ, આ કામ માટે, શ્રીજંબૂવિજયજી મહારાજને મળે તો કેવું સારું !
ઇતર ગ્રંથોનું સંપાદન-પ્રકાશન-મહારાજશ્રીની જ્ઞાનભક્તિ અને સંશોધનકળાનો લાભ કેવળ આગમ-સાહિત્યને જ મળ્યો હતો એમ માનવું બરાબર નથી; આગમ-સાહિત્ય સિવાયના બીજા અનેક નાના-મોટા જૈન તેમ જ અજૈન ગ્રંથોનું પણ તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. (આ લેખને અંતે પુરવણી-૨ તરીકે મૂકવામાં આવેલી યાદી ઉપરથી મહારાજશ્રીએ સંપાદિત કરેલ ગ્રંથોની માહિતી મળી શકશે.)
જ્ઞાનોપાસનાનું બહુમાન–મહારાજશ્રીએ, પોતાની નિરભિમાન, સરળ અને ઉદાર જ્ઞાનસાધનાને કારણે, દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળળ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેની વિગતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org