Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/000123/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની પાઠશાળા માટે સંકલિત જૈન ક્થા સંગ્રહ Inn સંપાદક : જૈના એજ્યુકેશન કમિટી ફેડરેશન ઑફ જૈન એસોસિએશન ઑફ નૉર્થ અમેરિકા Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન કથા સંગ્રહ-JES 202 (JAINA Education Series 202 - Level 2) પ્રથમ આવૃત્તિ - જાન્યુઆરી ૨૦૧૧ ISBN: 1-59406-011-8 This book has no copyright Use the religious material respectfully સલાહ - સૂચન આવકાર્ય Support JAINA Education activities. Your contribution is tax deductible in USA. સંપાદક જેના એજ્યુકેશન કમિટી અનુવાદક કુસુમબેન જે. શાહ પ્રકાશક અને વિતરક ફેડરેશન ઑફ જૈન એસોસિએશન ઇન નૉર્થ અમેરિકા Jaina Education Committee Pravin K. Shah - Chairperson 509, Carriage Wood Circle Raleigh, N.C. 27607-3969 USA Telephone & Fax - 1919-859-4994 (USA) E-mail : education @jaina.org Website : www.jaina.org બીજા દેશોમાં ધાર્મિક શિક્ષણના અંગ્રેજી ભાષાના પુસ્તકો મેળવવા માટે ઉપર આપેલ સરનામા પર સંપર્ક કરવો. જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ Dedicated to Young Jains of America (YJA) (www.yja.org) Young Jain Professionals (YJP) and (www.yjponline.org) Jain Päthashälä Teachers of North America (www.jaina.org) for their continued effort and commitment in promoting religious awareness, nonviolence, reverence for all life forms, protection of the environment, and a spirit of compassionate interdependence with nature and all living beings. As importantly, for their commitment to the practice of Jainism, consistent with our principles, including vegetarianism and an alcohol/drug free lifestyle. Our great appreciation to all the Päthashälä Teachers for their effort in instilling the basic values of Jainism, and for promoting the principles of non-violence and compassion to all youth and adults. Special thanks to all Jain Vegan and alcohol/drug-free youth and adults for inspiring us to see the true connection between our beliefs and our choices. A vegan and alcohol/drug-free lifestyle stems from a desire to minimize harm to all animals as well as to our own bodies, minds and souls. As a result, one avoids the use of all animals products such as milk, cheese, butter, ghee, ice cream, silk, wool, pearls, leather, meat, fish, chicken, eggs and refrains from all types of addictive substances such as alcohol and drugs. જૈન કથા સંગ્રહ Page #4 -------------------------------------------------------------------------- ________________ 4 Acknowledgements The project of compiling, revising and editing of the existing JAINA Education series books was accomplished by a dedicated group of Päthashälä teachers, educators, youth and individuals of North America, India and other parts of the world. The devoted contribution of all these supporters is evident on every page of this series, and is gratefully acknowledged. I would like to extend special thanks to the following people for their notable contribution and support in the publication of the story book. For Guidance: આચાર્ય શ્રી વિજયનંદિોષસૂરિશ્વરજી મ.સા. પંન્યાસ શ્રી અજયસાગરજી મ.સા. For Revising, Compiling and Editing: the Contents (Gujarati Edition): પ્રદીપ અને દર્શના શાહ હંસાબેન જે. શાહ સમુખભાઈ પરીખ સેજલ શાહ - Chicago IL મહેન્દ્રભાઈ અને ઇન્દિરાબેન દોશી – Deotroit MI - Deotroit MI મહેન્દ્રભાઈ શાહ હેમન્ત જે. શાહ - Ahmedabad, India પ્રદીપ અને દર્શના શાહ મુકેશ દોશી હરેન્દ્ર શાહ સુધીર અને અનિતા શાહ જાદવજી કેનીયા શાન્તિ મોહનત આલાપ શાહ પારૂલ શાહ શ્વેતા શાહ ઇલુ પટેલ ચેન્મ લઈ વર ડિઝાઈન : નરેન્દ્ર વૈશાલી - Chicago IL - Chicago IL - San Jose CA - Woodbridge CT - Dallas TX - Pittsburg PA - Chicago IL - Raleigh NC - Austin TX - Raleigh NC - Raleigh NC - Chicago IL -આઉટ સુધીર અને અનિતા શાહ (અંગ્રેજી) - Woodbridge CT પ્રકાશન, પ્રિન્ટીંગ, વી-આઉટ અને વિતરણ વિરેન્દ્ર શાહ ભાગ - - Los Angelas CA – Orlando CA રાજેન્દ્ર મહેતા કૈર્મન એચ. પરીખ (ગુજરાતી એડીશન)- Ahmedabad, India ફૈબા કર તનખ સાલીયા ને અને રામ જન ચન્દ્રકાન્ત શાહ દિગીશ અને મમતા દોશી ઇન્દ્રજીત શાહ પ્રવિણ એલ. શાહ લતા દોશી વિનોદ પામી જયસુખ મહેતા સુધીર અને અનિતા શાહ સંદેશ ડી. શાહ (ગુજરાતી લલિત શાહ બૈન શાસ Please pardon us if we have missed any contributors. પ્રવીણ કે. શાહ - પર્સન જૈના એજ્યુકેશન કમિટી જૈન થા સંગ્રહ - Ahmedabad, India – Ahmedabad, India - Raleigh NC - Raleigh NC - Coloumbs OH - Coloumbs OH - Chicago IL - Chicago IL ← Chicago IL - Reading PA - Raleigh NC - UK - UK - Woodbridge CT - Ahmedabad, India - Ahmedabad, India - Ahmedabad, India Page #5 -------------------------------------------------------------------------- ________________ JAINA Education Series Books (3RD Edition Revised) Päthashälä Education Books Book Number Level Age JAINA Education Series Books JES-101 Level-1 5-9 Jain Activity Book JES-102 Level-1 5-9 Jainism-I Basic of Jainism JES-103 Level-1 5-9 Jain Alphabet Book JES-104 Level-1 5-9 Jain Moral Skits JES-202 Level-2 10-12 Level-2 10-12 JES-203 JES-2030 JES-302 Level-2 10-12 Jain Story Book First Step to Jainism First Step to Jainism-Workbook Jain Philosophy and Practice I Jain Philosophy and Practice II Level-3 13-15 JES-401 Level-4 16 up Reference Books JES-831 Catalogue of Jain eLibrary () Jainism - Religion of Compassion and Ecology JES-901 JES-911 Essence of World Religions JES-921 The Book of Compassion (English) કરૂણાનો સ્રોત JES-922 JES-931 English Pratikraman JES-981 Ashtapada Mahatirth Book of New York Jain Center જૈન કથા સંગ્રહ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જય જિનેન્દ્ર, અહિંસા - જૈનધર્મનો કરોડરજ્જુ સમાન કેન્દ્રીય મુદ્દો છે. અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ - આ ત્રણ જેનધર્મનાં મૂળભૂત સિદ્ધાંતો છે. અહિંસા - દરેક વ્યક્તિના સારા આચરણ/વર્તનને મજબૂત બનાવે છે. અનેકાંતવાદ - દરેક મનુષ્યની વિચારશક્તિને મજબૂત કરે છે. અપરિગ્રહ - દરેક માનવીના અસ્તિત્વના અભિગમને મજબૂત બનાવે છે. જો આપણે આ ત્રણ સિદ્ધાંતો સમજપૂર્વક સાચી રીતે જીવનમાં ઉતારીએ તો આપણા પોતાનામાં અને વિશ્વમાં શાંતિ તથા સુમેળ પ્રાપ્ત કરી શકીએ. જૈનધર્મ એ ભારતનો જૂનામાં જૂનો ધર્મ છે. જૈનધર્મના પ્રાથમિક સિદ્ધાંતો વૈજ્ઞાનિક છે અને જૈન ધર્મગ્રંથોનાં “સત્ય” વિશ્વવ્યાપક છે. પરંતુ તેનું અર્થઘટન જે સમયે અને સ્થળે આપણે હોઈએ તે પ્રમાણે કરવું પડે. અંગ્રેજી ભાષા બોલાતી હોય તેવા દેશો (જેમકે અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકા) જ્યાં ઘણાં જેનો કાયમ માટે વસવાટ કરે છે, ત્યાં બાળકોને જૈનધર્મનાં જ્ઞાનનાં પુસ્તકો સહજ રીતે ઉપલબ્ધ નથી. જૈન સિદ્ધાંતોને વૈશ્વિક સ્તરે જાણીતા કરવા માટે જૈન પુસ્તકો અંગ્રેજી ભાષામાં સરળતાથી મળવા જોઈએ. સાથે સાથે જૈન ધર્મગ્રંથો જુદી જુદી રીતે જેમકે ચોપડીઓ, કેસેટ, વિડિયો, ડીવીડી, સીડી, ઇન્ટરનેટ વિગેરે પર સહેલાઈથી ઉપલબ્ધ થવા જોઈએ. ફેડરેશન ઓફ જેના એસોસિએશન ઇન નોર્થ અમેરિકા જેના એજ્યુકેશન કમિટીએ આ કાર્યની શુભ શરૂઆત કરી છે. આ પુસ્તક “જૈન સ્ટોરી બુક'નું મૂળ અંગ્રેજીમાં એપ્રિલ ૨૦૦૫માં પ્રકાશન થયેલ છે. જૈન ધર્મને સમજવા માટે, જાણવા માટે, જૈન એજ્યુકેશન કમિટીએ જૈન એજ્યુકેશનની વિવિધ ચોપડીઓ પ્રકાશિત કરેલા છે. આ ચોપડીઓ ચાર વિભાગમાં (ઉંમર પ્રમાણે) વહેંચાયેલી છે: વિભાગ ૧ એલિમેન્ટરી સ્કૂલ માટે વિભાગ ૨ મીડલ સ્કૂલ માટે વિભાગ ૩. હાઈસ્કૂલ માટે વિભાગ ૪ કૉલેજના વિધાર્થીઓ માટે આ ચોપડીઓની હારમાળા તૈયાર કરવામાં વિવિધ પાઠશાળાનાં શિક્ષકો, કેળવણીકારો અને વિદ્યાર્થીઓનાં વિચાર સૂચનો સામેલ છે. જેના કમિટીનાં સભ્યો જુદાં જુદાં કેન્દ્રોની પાઠશાળાનાં શિક્ષકો છે, જેમણે અગણિત કલાકો આપી ખૂબજ કાળજીથી અને ખંતપૂર્વક આ ચોપડીઓ તૈયાર કરેલ છે. શિકાગોના શ્રી પ્રદીપભાઈ તથા દર્શનાબેન શાહે અત્યંત મહેનતથી જૈન સ્ટોરી બુક (JES 202 - Level - 2)નું સંકલન અને સંપાદન કર્યું છે. વાર્તાઓની પસંદગી પાછળ ઘણો સમય આપવામાં આવ્યો છે. વાર્તાઓની પસંદગી જૈના એજ્યુકેશન સ્ટોરી બુકની પહેલાંની આવૃત્તિ, શ્રી મનુભાઈ દોશીની સ્ટોરી બુકમાંથી કરવામાં આવી છે. ઉપરાંત અમુક વાર્તાઓ અલગ અલગ જગ્યાએથી પસંદ કરાઈ છે. આ પુસ્તકનું કલાત્મક મુદ્રણ અમેરિકા સ્થિત શ્રી સુધીરભાઇ અને અનીતાબેન શાહને આભારી છે. આ પુસ્તકોનો મૂળ હેતુ, જૈન ધર્મનાં સિદ્ધાંતો, જેન યુવા વર્ગ, બાળકો અને સામાન્ય માનવીને સમજાવવાનો છે. આ પુસ્તકની આખી હારમાળાને તૈયાર તથા પ્રકાશિત કરવા માટેનો અંદાજિત ખર્ચ રૂા. ૩,૦૦,૦૦૦ થયેલ છે. જુદાં જુદાં જૈન ગૃપોએ અને અનેક વ્યક્તિઓએ આ પ્રોજેક્ટ માટે ઘણો સહકાર આપ્યો છે. આ પ્રોજેક્ટ/યોજના પરિપૂર્ણ કરવા આપનાં આર્થિક સહયોગની જરૂરિયાત છે. જૈન કથા સંગ્રહ Page #7 -------------------------------------------------------------------------- ________________ એટલું યાદ રાખીએ કે જેના એજ્યુકેશન કમિટીના સભ્યો જૈન પાઠશાળાનાં શિક્ષકો છે, નહિ કે જેના વિદ્વાનો. તેથી કદાચ આ પુસ્તકોનાં લખાણ (પદાર્થ/દ્રવ્ય)ની રજૂઆતમાં કોઈ ખામી કે ક્ષતિ જણાય તો કૃપા કરી માફ કરશો. ખાસ વિનંતિ કરીએ કે આપ આ લખાણને વાંચો, પરીક્ષણ કરો, ઉપયોગ કરો અને કોઈ સૂચન હોય તો જરૂરથી જણાવો. જૈન ફિલોસોફી પ્રમાણે, આ જેના એજ્યુકેશન સીરીઝના કોઈ કોપીરાઈટ નથી, છતાં જો આપને આ મટિરિયલની કોપી કે વહેંચણી કરવી હોય તો આદરપૂર્વક કરશો, મોટાભાગનાં આ પુસ્તકો અને બીજું મટિરિયલ જેના એજ્યુકેશન વેબસાઈટ www.jaineLibrary.org પર ઉપલબ્ધ છે. આ યોજના માટે અનેક વ્યક્તિઓનાં આશીર્વાદ (પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે) કારણભૂત છે. અમે હૃદયપૂર્વક, ખરા દિલથી દરેક ગ્રુપ/સંગઠન અને દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ, જેમની મદદ થકી આ પ્રોજેક્ટ સાર્થક થઈ શક્યો છે. અહીં પ્રસ્તુત થયેલી વાર્તાઓના અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. આવા સૈદ્ધાંતિક દૃષ્ટિએ મહત્ત્વના અનુવાદમાં શાસ્ત્રીયતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા જળવાઈ રહે, તેમજ જૈન ધર્મ અને જૈન દર્શનને લગતા પારિભાષિક શબ્દોનો ઉપયોગ પણ થાય તે માટે અનુવાદક પૂ. કુસુમબેન જે શાહ (અમદાવાદ) અને તેમના અનુવાદને ઝીણવટથી જોવા માટે અને ઉપયોગી સૂચનો તેમજ સુધારાઓ તરફ નિર્દેશ કરવા માટે આચાર્ય શ્રી નંદિઘોષસૂરિ, ડૉ. હેમંત શાહ તથા (અમદાવાદ) અમેરિકા સ્થિત શ્રીમતી દર્શનાબેન શાહ (ચિકાગો) અને સેજલ શાહ (રાલે), મહેન્દ્રભાઈ અને ઇન્દિરાબેન દોશી (ડીટ્રોઇટ) અને મહેન્દ્રભાઈ શાહ (ડીટ્રોઇટ) નો અંતઃકરણપૂર્વક ખૂબ આભાર માનું છું. જો કોઈ છપાયેલ લખાણ તીર્થકરનાં સિદ્ધાંતો કે માર્ગદર્શન વિરુદ્ધ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. મિચ્છા મિ દુક્કડં. પ્રવીણ કે. શાહ, અધ્યક્ષ જેના એજ્યુકેશન કમિટી ઈ-મેઈલ - [email protected] ફોન - ૯૧૯-૮૫૯-૪૯૯૪ જાન્યુઆરી ૨૦૧૧ જૈન કથા સંગ્રહ Page #8 -------------------------------------------------------------------------- ________________ 8 પ્રાક્-કથન "ફેડરેશન ઑફ જૈન એસોસિએશન ઇન નોર્સ અમેરિકા" દ્વારા એપ્રિલ ૨૦૦૫માં 'જૈન સ્ટોરી બુક' (મૂળ અંગ્રેજીમાં) નું પ્રકાશન થયું. કોઈપણ પ્રકારના ‘કોપી રાઈટ' થી મુક્ત એવા આ પુસ્તકમાં જૈન શાસ્ત્રોમાં, જૈન કથા - સાહિત્યમાં અને જૈન પુરાણોમાં જોવા મળતી પ્રચલિત એવી ૪૦ જેટલી પસંદ કરેલ વાર્તાઓ સમાવવામાં આવેલ છે. આ પુસ્તક તેના કલાત્મક મુદ્રણને કારણે તેમજ ખૂબ જ સરળ ભાષાને કારણે જૈન સમાજમાં લોકપ્રિય બન્યું. સ્વાભાવિક રીતે જ આ પુસ્તકનું અન્ય ભાષાઓમાં પણ ભાષાંતર કરવાનો વિચાર આવ્યો અને તેના ફળ સ્વરૂપે આ પુસ્તક જૈન સ્ટોરી બુ' ના ગુજરાતી ભાષાંતર તરીકે ‘જૈન કથા સંગ્રહ' શીર્ષક હેઠળ પ્રગટ થઈ રહ્યું છે. ‘જૈન કથા સંગ્રહ' માં મૂળ પુસ્તકની માફક જ કુલ ૭ વિભાગોમાં ૪૦ જેટલી વાર્તાઓનો સમાવેશ થયેલો છે. જૈન દર્શનના પંચ પરમેષ્ઠિઓને આવરી લેતા આ જીવન-ચરિત્રો તેમજ જીવન-પ્રસંગો દરેકના જીવનમાં આત્મકલ્યાણ માટે તેમજ આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી સદ્ગુણો તરફ ધ્યાન દોરનાર છે. અલબત્ત આ વાર્તાઓનું વર્ગીકરણ ઐતિહાસિક કાળક્રમમાં કરવું શક્ય ન હોવાથી તેમ કરેલ નથી તેમ છતાં તેમાં સિદ્ધ પુરુષો, આયાર્ય ભગવંતો, સાધુઓ તેમજ આત્મદર્શનને પામેલ વ્યક્તિઓ પ્રમાણે વિભાગો પાડવામાં આવેલ છે. વાર્તાઓનું ભાષાંતર ચુસ્તપણે શબ્દકોશીય ન રાખતાં વાચકને અનરૂપ અને મૂળ ભાવને પકડી રાખીને સુલભ, રોજબરોજના વપરાશની ભાષા-શૈલીને અનુરૂપ કરવાનો પ્રયત્ન કરેલ છે. આ વાર્તાઓના વાંચન પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ઃ * જૈન પરિવારના બાળકોમાં જૈન સંસ્કારનું સિંચન થાય. * જૈન પરિવારના બાળકો તીર્થંકરો, સિદ્ધો, આચાર્ચો, શ્રેષ્ઠીઓ અને આદર્શ રાજવીઓ વગેરેને તેમના નામથી તેમજ તેમના જીવન અને કાર્યોથી પરિચિત થાય. * જૈન બાળકોને અમૂલ્ય ‘જૈન કથા-સાહિત્ય' નો સ્પર્શ થાય. * જૈન પૂર્વજોનું પ્રદાન તેમને પ્રેરણાદાયી બને. જે જીવનને વિકાસ પંથે આગળ લઈ જાય, જે વ્યક્તિ અને સમાજને તેના આચાર, વિચાર અને વ્યવહારમાં વિશુદ્ધ અને ઉન્નત બનાવે એને નીતિ કહેવાય. આવી નીતિનું શિક્ષણ તથા સિંચન મહાન પુરુષોના જીવન અને કાર્યોના આલેખન દ્વારા થાય છે. ચરિત્રાલેખન તેમજ જીવનપ્રસંગોની વાર્તાઓ જે તે વ્યક્તિની અતુલ્ય વિશેષતા પ્રગટ કરે છે; અને તેની છાપ વાંચનારના માનસનો શીઘ્રતાથી વિકાસ કરે છે. નીતિના શિક્ષણનું મહત્ત્વ સમજનાર તેમજ જૈન નીતિ-સંસ્કારના અનુરાગી શ્રાવક-શ્રાવિકાઓ માટે માનવજાતની પીકાઓનું ઔષધ અને તેમના બાળકોના ચાત્ર્યિ-ઘડતર માટે અતિ ઉપયોગી એવા આ નાનકડા પુતકને વાચકો પોતાના ઘરમાં વસાવશે, વંચાવશે અને એ રીતે પોતાના જીવનને સાચા અર્થમાં જૈન માર્ગે વાળવા ઉપયોગી થશે એવી શ્રદ્ધા સાથે જૈન કથા સંગ્રહ' નામથી ગુજરાતી ભાષાંતર પ્રગટ કરવામાં આવ્યું છે. અહીં પ્રસ્તુત થયેલી વાર્તાઓના અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. આવા સૈદ્ધાંતિક દૃષ્ટિએ મહત્ત્વના અનુવાદમાં શાસ્ત્રીયતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા જળવાઈ રહે, તેમજ જૈન ધર્મ અને જૈન દર્શનને લગતા પારિભાષિક શબ્દોનો ઉપયોગ પણ થાય તે માટે આચાર્ય શ્રી નંદિઘોષસૂરિ, પ્રિ. ડૉ. હેમંત શાહ તથા અમેરિકા સ્થિત શ્રીમતી દર્શનાબેન શાહ (ચિકાગો), રોજલ શાહ (રાલે), મહેન્દ્રભાઈ અને ઇન્દિરાબેન દોશી (ડીટ્રોઇટ) અને મહેન્દ્રભાઈ શાહ (ડિટ્રોઇટ) નો અનુવાદને ઝીણવટથી જોવા માટે અને ઉપયોગી સૂચનો તેમજ સુધારાઓ તરફ નિર્દેશ કરવા માટે હું તેઓનો અંતઃકરણપૂર્વક ખૂબ આભાર માનું છું, જૈન થા સંગ્રહ કુસુમ શાહ અનુવાદક Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિભાગ-૧ - તીર્થકરો ૦૧ ભગવાન મહાવીર ૦૨ ભગવાન આદિનાથ ૦૩ ભગવાન મલ્લિનાથ ૦૪ ભગવાન નેમિનાથ ૦૫ ભગવાન પાર્શ્વનાથ વિભાગ-૨ - ગણધરો અને આચાર્યો ૦૬ ગણધર ગૌતમસ્વામી ૦૭ ગણધર સુધર્માસ્વામી ૦૮ કેવલી જંબુસ્વામી ૦૯ આચાર્ય સ્થૂલિભદ્ર ૧૦ આચાર્ય કુંદકુંદ ૧૧ આચાર્ય હરિભદ્રસૂરિ ૧૨ આચાર્ય હેમચંદ્ર o.. U o વિભાગ-૩ - ભગવાન મહાવીરના સમય પહેલાંની કથાઓ ૧૩ ભરત અને બાહુબલિ ૧૪ રાજા મેઘરથ ૧૫ સાધુ નંદિષણ ૧૬ શ્રીપાલ અને મયણાસુંદરી ૧૭ ઇલાચીકુમાર ૧૮ સાધુ કૂરગડુ o CU છે ૮૩ © વિભાગ-૪ - ભગવાન મહાવીરના સમયની કથાઓ ૧૯ મહાવીરસ્વામી અને ગોવાળ ૨૦ ચંડકૌશિક ૨૧ ચંદનબાલા ૨૨ કાનમાં ખીલા ઠોક્યા - છેલ્લો ઉપસર્ગ ૨૩ મેઘકુમાર ૨૪ અઈમુત્તા મુનિ ૨૫ આનંદ શ્રાવક V u uy 9 5 ૧૦૧ જૈન કથા સંગ્રહ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પુણિયા શ્રાવક ૨૭ શાલિભદ્ર ૨૮ રાજા શ્રેણિક અને રાણી ચેલણા ૨૯ અભયકુમાર અને રોહિણેય ચોર, ૧૦૩ ૧૦૫ ૧૦૮ ૧૧૦ વિભાગ-૫ - ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ ૩૦ વજકુમાર ૩૧ સંપ્રતિ રાજા ૩૨ દેલવાડાનાં મંદિરો ૩૩ ઉદયન મંત્રી અને તેના દીકરા આંબડ અને બાયડ ૩૪ સવચંદ અને સોમચંદની ખાનદાની ૧૧૫ ૧૧૭ ૧૨૧ ૧૨૩ ૧૨૮ ૧૩૨ વિભાગ-૬ - સમકાલીન જૈન વિભૂતિ ૩૫ શ્રીમદ્ રાજચંદ્ર ૩૬ વીરચંદ આર. ગાંધી ૧૩૫ ૧૩૭ ૧૪૫ ૧૪૯ ૧૫૧ વિભાગ-૭ - બોધ કથાઓ ૩૭ રાજા હંસ ૩૮ કમલસેન ૩૯ વિપુલ અને વિજન ૪૦ બે દેડકાં ૧૫૪ ૧૫૬ ૧૫૯ ://, re જૈન કથા સંગ્રહ Page #11 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણંત નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં । એસો પંચ નમુક્કારો । સવ્વ પાવપ્પણાસણો ! મંમલાણં ચ સન્વેસિ પઢમં હવઈ મંગલમ્ । namaskär mantra namo arihantänam | namo siddhänam | namo äyariyänam | namo uvajjhäyänam | namo loe savvasähünam | eso pancha namukkäro | savvapävappanäsano | mangalänam cha savvesim | padhamam havai mangalam || પોતાના જ્ઞાનના પ્રકાશથી જેઓએ આંતરમનને જીત્યું છે, જેઓએ અનંતજ્ઞાન, સૂઝ સમજણ દ્વારા ભવોભવના જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાનો માર્ગ ચીંધ્યો છે, જેઓ પૂર્ણ સ્વરૂપ છે એવા સર્વકાળના સર્વક્ષેત્રના અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું. પોતાના કર્મોના ઉચ્છેદન દ્વારા પૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, પૂર્ણતાને પામ્યા છે એવા સર્વકાળના સર્વક્ષેત્રના સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. જેઓ જૈનસંઘના વડીલ છે, જેઓ ધર્મના સિદ્ધાંતો શીખવે છે, મુક્તિનો માર્ગ ચીંધે છે, યોગ્ય શ્રદ્ધા, યોગ્ય જ્ઞાન અને યોગ્ય વ્યવહાર શીખવે છે એવા સર્વક્ષેત્રના સર્વકાળના આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું. જે જૈન ધર્મગ્રંથોની સમજ આપે છે, દુન્યવી જીવન કરતાં આધ્યાત્મિક જીવનનું મહત્ત્વ સમજાવે છે એવા સર્વકાળના, સર્વક્ષેત્રના ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. જેઓ જૈનધર્મના પાંચ સિદ્ધાંતોનો કડકપણે અમલ કરે છે અને સાદા સરળ જીવનની પ્રેરણા આપે છે એવા સર્વકાળના, સર્વક્ષેત્રના સાધુ-સાધ્વીને હું નમસ્કાર કરું છું. આ પાંચેયને કરેલા નમસ્કાર, જેના આશિષ વચનો મારા નકારાત્મક વલણને તથા પાપોને નાશ કરવામાં સહાયભૂત થાય છે, તે સર્વ મંગલોમાં પ્રથમ મંગળ છે. ટૂંકમાં મુક્ત જીવો, મુક્ત આત્માઓ, જીવનને ઉજ્જવલ કરનાર સંતો, જ્ઞાન આપનાર સંત મહાત્માઓ, તમામ સાધુ-સાધ્વી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તથા અનેકાંતવાદના હિમાયતી છે તેવા સર્વને હું નમસ્કાર કરું છું. જૈન કથા સંગ્રહ Page #12 -------------------------------------------------------------------------- ________________ 20 12. ચત્તારિ મંગલં ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલમ્, શાહુ મંગલ, કેવસિ ઘરનો ધમો મંગલમ્ । ચત્તારિ તોગુત્તમાં, અરિહંતા લોગુતમાં, સિદ્ધા લોગુત્તમા, સાદુ લોગુત્તમા, કેવતિ પ્રતો ઘનો લોગુત્તમોત ચત્તારિ શરણં પ્રવજામિ, અરિહંતે શણે પ્રવજામિ, સિદ્ધે શરણં પ્રવામિ, સાદું શરણું પ્રજ્જામિ કેવલિ પત્રતં ધમં શરણું પ્રવજામિ આ લોકમાં અસ્તિત્વ ધરાવતા ચાર મંગળ છે. અરિહંતો મંગળ છે, સિદ્ધો મંગળ છે. સાધુઓ મંગળ છે, કેવલ ભગવંતોએ પ્રરૂપેલો ધર્મ મંગળ છે. આ લોકમાં અસ્તિત્વ ધરાવતા ચાર ઉત્તમ છે. અરિહંતો લોકમાં ઉત્તમ છે. સિહો લોકમાં ઉત્તમ છે. સાધુઓ લોકમાં ઉત્તમ છે. કેવલિ ભગવંતોએ પ્રરૂપેલો ધર્મ લોકમાં ઉત્તમ છે, આ લોકમાં હું ચારને શરણું સ્વીકારું છું. હું અરિહંત ભગવાનનું શરણું સ્વીકારું છું. હું સિદ્ધ ભગવાનનું શરણું સ્વીકારું છું. હું સાધુ ભગવાનનું શરણું સ્વીકારું છું. વલિ ભગવંત ભાપિત ધર્મનું શરણું સ્વીકારું છું. જૈન થા સંગ્રહ chattäri mangalam chattäri mangalam, arihanti mangalam, siddhi narmy.alin, lihi maangalam, kevalipannatto dhammo mangalam | chatiri logutank, arihants loottomli, siddha loguttamä, sähü loguttamä, kevalipannatto dhammo loguttamo | chattäri sharanam pavajjämi, arihante sharanam pavajjšimi, siddhe sharanam pavajjämi, sähü sharanam pavajjāmi, kevali pannattam dhammam sharanam pavajjämi Page #13 -------------------------------------------------------------------------- ________________ દર્શન દેવદેવરથ, દર્શન પાપનાશનમા દર્શનં સ્વર્ગ સોપાન, દર્શનં મોક્ષસાધનમ્ II darshanam devadevasya, darshanam päpanäshanam; darshanam svargasopänam, darshanam mokshasädhanam // ભગવાનની મૂર્તિનું દર્શન બધા પાપોનો નાશ કરનાર છે, તે સ્વર્ગ તરફનું પ્રથમ પગથિયું છે અને તે મોક્ષ મેળવવાનું સાધન છે. મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ શુલિભદ્રાધા, જૈન ઘર્મો મંગલમ II mangalam bhagaväna viro, mangalam gautama prabhu/ mangalam sthülibhadrädyä, jaina dharmostu mangalam // ભગવાન મહાવીરનું નામ મંગળ છે, ગણધર ગૌતમસ્વામીનું નામ મંગળ છે, આચાર્ય સ્થલિભદ્રનું નામ મંગળ છે, જૈન ધર્મ પણ મંગળ છે. મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ મણિા મંગલ કુદકુદાર્થો, જૈન ધર્મોરનુ મંગલં || mangalam bhagavana viro, mangalam gautamo gani / mangalam kundakundäryo, jaina dharmostu mangalam // ભગવાન મહાવીરનું નામ મંગળ છે. ગણધર ગૌતમ સ્વામીનું નામ મંગળ છે. આચાર્ય કુન્દકુન્દનું નામ મંગળ છે જૈનધર્મ પણ મંગળ છે. અહંક્તો ભગવંત ઈન્દ્ર માહિતi:, સિદ્ધાર્થસિદ્વિરિથતા: I આચાય જિનશાસનોન્નતિકરા:, પૂજયા ઉપાધ્યાયકા: I શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવર, રત્નત્રયાશધકા: I પંચે તે પરમેષ્ઠિન: પ્રતિદિનં કુર્જતુ વો મંગલમ્ | arhanto bhagavanta indramahitäh, siddhäshcha siddhisthitäh/ ächäryä jinashäsanonnatikaräh, püjyä upädhyäyakäh/ shri siddhäntasupäthakä munivarä, ratnatraväradhakäh/ panchai te paramesthinah pratidinam kurvantu vo mangalam // સ્વર્ગના દેવો જેની ભક્તિ કરે છે તે અરિહંત પરમાત્માઓ, સિદ્ધ પદ પામેલા સિદ્ધ પરમાત્માઓ, જૈન સંઘની ઉન્નતિ કરનાર આચાર્ય ભગવંતો, જૈન શાસ્ત્રોના જ્ઞાતા ઉપાધ્યાય ભગવંતો તથા રત્નત્રયીની આરાધના કરનાર મુનિ ભગવંતો આ પાંચ પરમેષ્ઠિઓના આશીર્વાદ સદા અમારા પર રહો. આદિમ પૃથિવીનાથ - માદિમં નિuરિહં.. આદિમ તીર્થનાથં ચ - ઋષભરવામિનં સુમ: II ädimam prithivinatha-mädimam nishparigraham / ädimam tirthanätham cha rishabhasväminam stumah // જેઓ પ્રથમ રાજવી હતા, જેમણે પરિગ્રહનો ત્યાગ કર્યો હતો, જેઓ પ્રથમ તીર્થંકર હતા તેવા ઋષભદેવને અમે વંદન કરીએ છીએ. જૈન કથા સંગ્રહ Page #14 -------------------------------------------------------------------------- ________________ નમસ્ત્રિભુવનાર્તિ કરાય નાથા તુલ્ય નમ: ક્ષિતિ-તલામલ ભૂષણાયા તુર્થ નમસ્ત્રિજગત: પરમેશ્વરાયા લુણં નમો જિન ભવોદધિ-શોષણાય | tubhyam namastribhuvanärtiharäya nätha/ tubhyam namah kshititalämalabhüshanäya / tubhyam namastrijagatah parameshvaräya / tubhyam namo jina bhavodadhishoshanäya // ત્રણ લોકની પીડાને દૂર કરનાર, પૃથ્વી પરના ઉત્તમ આભૂષણ (રત્ન) સમાન, ભવોભવના ફેરામાંથી મુક્તિ અપાવનાર એવા ત્રણ લોકના હે જિનેશ્વર, તમને નમસ્કાર કરું છું. વીર: સર્વસુરાસુરેન્દ્ર માહિતો, વીરં બુઘા; સંશ્રિતા: વીરેણાભિદા: રવકર્મનિચયો, વીરાય નિત્યં નમ: | વીરાથમિદં પ્રવૃત્તમતુલ, વીરશ્ય ઘોરં તપો વીરે શ્રી ધૃતિકીર્તિકાબ્લિનિચય: શ્રી વીર ભદ્ર દિશા | virah sarvasuräsurendra-mahito, viram budhäh samshritäh virenäbhihatah svakarma nichayo, viräya nityam namah / vira tirthamidam pravrnttamatulam, virasya ghoram tapo vire shri dhrnti kirti känti nichayah shri vira ! bhadram disha // ભગવાન મહાવીરને સ્વર્ગના દેવો, દાનવો તથા ઇન્દ્રો ભજે છે. પંડિતો તેમના શરણે જાય છે. મહાવીરસ્વામીએ પોતાના તમામ કર્મોનો નાશ કર્યો છે એવા ભગવાન મહાવીરને હું સદા નમસ્કાર કરું છું. ભગવાન મહાવીરે અદ્વિતીય એવા આ શ્રી ચતુર્વિધ સંઘરૂપી તીર્થની રચના કરી. ભગવાન મહાવીરનું તપ ઉઝ છે, ભગવાન મહાવીરમાં જ્ઞાનરૂપી લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ રહેલો છે તેવા હે ભગવાન મહાવીર મને મુક્તિનો માર્ગ બતાવો અને આશિષ આપો. ઉપસર્ગો: ક્ષયં યાનિ છિધો વિજ્ઞવલય: 1 મન: પ્રસન્નતામેતિ પૂજથમાને જિનેશ્વરે | upasargäh kshayam yanti, chhidyante vighnavallayah / manah prasannatämeti, püjyamäne jineshvare // જ્યાં અને જ્યારે આપણે પૂજય જિનેશ્વરદેવની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણું મન પ્રસન્નતા અનુભવે છે, આપણી મુશ્કેલીઓ અને નડતરરૂપ તત્ત્વો દૂર થાય છે. શિવમસ્તુ સર્વજગત: પરહિતનિરdi ભવતુ ભૂતાણા: I દોષા: પ્રયાજી નાશ સર્વત્ર સુખી ભવતુ લોક: || shivamastu sarvajagatah, parahitaniratä bhavantu bhütaganäh/ doshäh prayäntu näsham, sarvatra sukhibhavatu lokah // વિશ્વના તમામ લોકોનું કલ્યાણ થાઓ. બીજાના કલ્યાણ માટે દરેક માનવી પ્રવૃત્ત રહે. દરેકના દોષો માફ કરીએ અને સર્વ લોકસમૂહ શાંતિ અનુભવે. ખામેમિ સવ જીવે, સવે જીવા ખમg મા. મિત્તા મે સાવ ભૂએસ, વેરં મજj ન કેણઈ . khämemi savvajive, savve jivä khamantu me mitti me savva bhuesu, veram majjah na kenai // સર્વ જીવોને હું ખમાવું છું. સર્વે જીવો મારા અપરાધને માફ કરજો . મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે. કોઈ જીવની સાથે મારે વેરભાવ નથી. 14 જૈન કથા સંગ્રહ Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ તીર્થંકશે જૈનધર્મમાં ર૪ તીર્થકરો છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે બધા જ તીર્થકો એકવાર તો સામાન્ય મનુષ્ય જ હતા, પણ ધ્યાન અને આત્મજ્ઞાન દ્વારા તેમણે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું. જેનોમાં તેઓ ‘ઈશ્વર” તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે વિશ્વમાં ઈશ્વર સર્જનહાર તથા રક્ષણહાર તરીકે ઓળખાય છે પણ જૈનો એવું માનતા નથી. જૈનો આ તીર્થકરોને ઈશ્વર તરીકે ભજે છે, કારણ કે તેમણે પૂર્ણ જ્ઞાન અને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ Only the one who has transcended fear can experience equanimity - Sutrakritäng Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧. ભગવાન મહાવીર www SOCCEBOO ભગવાન મહાવીર સમવસરણમાં બિરાજી વાચના આપતા ભગવાન મહાવીર આશરે ૨૦૦ વર્ષ પહેલાં ભારતમાં ધર્મનું સ્વરૂપ બહુ જ વિકૃત થઇ ગયું હતું. સમાજના ચાર વર્ગોની જે વર્ણવ્યવસ્થા હતીબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - તે લગભગ ભાંગી પડવાને આરે હતી. બ્રાહ્મણો જ શિક્ષિત હતા અને પોતાની જાતને શ્રેષ્ઠ માનતા. તો બીજી બાજુ શુદ્રો પાસે હલકામાં હલકું કામ કરાવીને પણ સમાજની સેવા કરાવતા. તેઓ બીજો કોઈ કામ ધંધો કરી શકે નહિ. યો ત્યાગના પ્રતીકના બદલે હિંસામય બન્યા હતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે પશુનો ભોગ આપવો એ તો સર્વસામાન્ય ઘટના હતી. ઈશ્વર પ્રસન્ન થઈ તેમની દરેક ઇચ્છા પરિપૂર્ણ કરશે તેવું માનતા. આવી સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં ઈ. સ. પૂર્વે ૫૯૯ ના ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. તેમનો જન્મ દિવસ એપ્રિલ માસમાં આવે અને તેને આપણે જન્મકલ્યાણક તરીકે મનાવીએ છીએ. ભગવાન મહાવીરનો જન્મ હાલના બિહાર રાજ્યમાં ક્ષત્રિયકુંડ અથવા કુંડલપુરના ક્ષત્રિય રાજવી કુળમાં થયો હતો. માતા ત્રિશલા જૈન થા સંગ્રહ 17 Page #18 -------------------------------------------------------------------------- ________________ તીર્થકો વૈશાલીના રાજા ચેટકનાં બહેન હતાં તથા પિતા સિદ્ધાર્થ રાજવી કુળના હતા. ભગવાન મહાવીરને નંદીવર્ધન નામે મોટાભાઈ તથા સુદર્શના નામની બહેન હતી. ભગવાન મહાવીર માતાના ગર્ભમાં હતા ત્યારથી રાજવી કુટુંબમાં સોનું-ચાંદી તથા રાજ્યમાં ધનધાન્યની અકલ્પિત વૃદ્ધિ થઈ હોવાથી તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું જેનો અર્થ ‘વૃદ્ધિ’ એવો થાય. T - |ીને કી લિશ પ૬ દિક્યુમારીઓ દ્વારા ભગવાન મહાવીરનો જન્મ મહોત્સવ વર્ધમાન બાળપણથી જ નીડર, બળવાન, જ્ઞાની અને પ્રેમાળ હતા. વિદ્યાભ્યાસમાં પણ તેઓ ખૂબ જ ચતુર હતા. શિક્ષક એમનું જ્ઞાન જોઈ આશ્ચર્ય પામતા. એકવાર ગૃહ ઉદ્યાનમાં આમલી-પીપળીની રમત રમતા હતા ત્યારે ઝાડ પર ભયંકર વિષધર સાપને વીંટળાયેલો જોઈ, બીજા છોકરાઓ ડરીને નાસી ગયા પણ વર્ધમાને ડર્યા વગર તેને પકડીને દૂર મૂકી દીધો. નીડરતાનો ગુણ હોઈ વર્ધમાન વિજયી બન્યા. વિકરાળ રાક્ષસ વર્ધમાનને ડરાવવા આવ્યો પણ તેવે સમયે તેમણે તેમની વીરતા અને ધીરતાનો પરચો બતાવ્યો અને તેઓ મહાવીર તરીકે ઓળખાયા. તેઓ નાની ઉંમરે જ સમજી ગયા હતા કે ભૌતિક સુખ સાહ્યબી કાયમ રહેવાના નથી અને તે બીજાને દુ:ખી અને ગુલામ જ બનાવે છે. તેથી તેમણે ભૌતિક સુખ સંપત્તિ તથા સંસાર ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે જાણતા હતા કે તેમના નિર્ણયથી માતા-પિતા દુઃખી થશે એટલે તેમની હયાતી સુધી આ વિચાર દર્શાવ્યો નહિ. તેઓ ૨૮ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતાનું મૃત્યુ થયું. હવે એમણે સંસારના ત્યાગની ઇચ્છા દર્શાવી. મહાવીરના આ નિર્ણયથી મિત્રો તથા અન્ય સભ્યો પણ દુઃખી થયા એટલે મોટાભાઈના કહેવાથી બે વર્ષ માટે એમણે સંસાર ત્યાગનો વિચાર મોકુફ રાખ્યો. આ સમય દરમિયાન તેમણે તેમની સંપત્તિ ગરીબો તથા જરૂરિયાતવાળાને દાનમાં આપવા માંડી. 18 જૈન કથા સંગ્રહ Page #19 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અંતે ત્રીસ વર્ષની ઉંમરે સંસાર ત્યાગી સાધુ બન્યા. બાર વર્ષ અને છ મહિના ભગવાન મહાવીરે ધ્યાન અને સંયમની સાધનામાં લગભગ મૌનપણે પસાર કર્યા. પશુ, પક્ષી તથા ઝાડપાનને પણ ક્યારેય પોતાના હાથે દુઃખ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતા. એમની આ સાધનામાં ઉપવાસના દિવસો વધારે હતા. ખુલ્લા પગે ઘેર ઘેર ફરી ગોચરી લેતા અને સમતાપૂર્વક જીવનમાં આવતા ઉપદ્રવોને સહન કરતા. આ સાડાબાર વર્ષના સાધનાકાળ દરમિયાન એમણે - • ભયંકર વિષધર ચંડકૌશિકને પ્રેમથી શાંત કર્યો. • બળદ શોધતાં ખેડૂતે કાનમાં ખીલા ઠોક્યા તે પણ સમતાપૂર્વક સહન કર્યા. • ચંદનબાળાના બાકળા સ્વીકારી પાંચ માસ અને પચ્ચીશ દિવસના ઉપવાસનું પારણું કર્યું. • ગ્રામ્ય અશિક્ષિત લોકો દ્વારા થયેલી કનડગત અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો શાંતિથી અને ક્ષમા ભાવનાથી કર્યો. આ સાધનાના સમય દરમિયાન તેમણે આધ્યાત્મિક પ્રગતિ સાધી ચારેય ઘાતી કર્મોનો નાશ કર્યો. એમણે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો સાક્ષાત્કાર કર્યો. આને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય છે. હવે તેઓ ભગવાન મહાવીર અથવા મહાવીરસ્વામી કહેવાયા. બીજા ૩૦ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ખુલ્લે પગે વિહાર કરી સહુને પોતાને સાક્ષાત્કાર થયેલા મુક્તિના માર્ગનો ઉપદેશ આપ્યો. મહાવીરસ્વામીની દૃષ્ટિએ ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા, સ્ત્રી અને પુરુષ, સાધુ અને શાહજાદા, છૂત અને અછૂત સહુ સમાન હતા અને આધ્યાત્મિક પ્રગતિના માર્ગના હકદાર હતા તેથી ઘણી સ્ત્રીઓ પણ સંસારનો ત્યાગ કરીને પરમ સત્યની શોધ માટે મહાવીરસ્વામીના ચીંધેલા માર્ગે ચાલી નીકળી. મહાવીરસ્વામીએ ચતુર્વિધ સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની સ્થાપના કરી. ભગવાન મહાવીરે વ્યાખ્યાનરૂપે જે ધર્મોપદેશ આપ્યો તે તેમના અનુયાયીઓએ સૂત્રરૂપે ૧૨ શાસ્ત્રોમાં સાચવ્યો જેને ‘અંગ આગમ સૂત્ર’ કહેવાય છે. શ્રુતકેવલી આચાર્યોએ આગમ સૂત્રની વિશેષ સમજણ આપતા ઘણાં શાસ્ત્રો રચ્યાં. આ બધા જ શાસ્ત્રોને જૈન ધર્મગ્રંથો કહેવાય છે અને એ ધર્મગ્રંથો આગમના નામથી ઓળખાય છે. મૌખિક પરંપરા દ્વારા સચવાયેલા આ શાસ્ત્રો લગભગ પંદરસો વર્ષ પહેલાં પહેલી વખત તાડપત્રી પર લખાયા હતા. કેટલાક પુસ્તકો સચવાયા છે તો કેટલાક નાશ પામ્યાં છે. જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્તિ મેળવી અંતિમ પરમ શાંતિ કેમ મેળવવી એ જ એમનો ઉદ્દેશ હતો. આને જ નિર્વાણ કહો કે મોક્ષ. આ મેળવવા માટે કર્મનો નાશ કરવો પડે અને કર્મમાંથી મુક્તિ મેળવવી પડે. લોભ, માન, માયા, તિરસ્કાર, ક્રોધ જેવા પાપસ્થાનકોથી કર્મનો બંધ થાય છે. ધીમે ધીમે તે કર્મો ઊંડા મૂળ નાંખી ભવોભવના ફેરામાં ભટકાવે છે. ભગવાન મહાવીરે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક ચારિત્ર દ્વારા કર્મમાંથી કેમ મુક્તિ મેળવવી અને ધર્મના સાચા માર્ગે વળી આત્મિક શાંતિ કેમ મેળવવી તે શીખવ્યું. જૈન કથા સંગ્રહ 19 Page #20 -------------------------------------------------------------------------- ________________ 20 તીર્થંકરો તેઓએ આત્મકલ્યાણ સાધવા માટે પાંચ મહાવ્રત પાળવાનું કહ્યું : |અહિંસા કોઈપણ કારણસર મન-વચન-કાયાથી કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. કોઈ જીવને દુઃખ આપવાનો અધિકાર આપણને નથી. સત્ય હંમેશા સત્ય બોલવું, અને જો તે સત્ય કોઈને પણ દુઃખ, પીડા થાય તેવું હોય તો મૌન રહેવું. અચૌર્ય (અસ્તેય) અણહકનું અને વણ આપ્યું કોઈનું કશું લેવું નહિ. બ્રહ્મચર્ય પાંચ ઇન્દ્રિયોના સુખમાં તેમજ કામભોગમાં પોતાની જાતને પ્રવૃત્ત ન કરવી. અપરિગ્રહ વ્યક્તિ, વસ્તુ કે જગતના ભૌતિક સુખો આપતી ચીજોથી સંપૂર્ણપણે મુક્ત થવું. સંગ્રહ ન કરવો. જૈનો આ પાંચે નિયમોને યથાશક્તિ માર્ગદર્શક સિદ્ધાંત તરીકે પોતાના જીવનમાં ઉતારે છે, અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવે છે. અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારી સાધુ સાધ્વી આ નિયમોને ચૂસ્ત રીતે પાળી શકે છે, જ્યારે શ્રાવક શ્રાવિકાઓને પાલનમાં કેટલીક મર્યાદા નડે છે. જૈનધર્મના સિદ્ધાંતોને જેઓ યોગ્ય રીતે સમજશે અને ચૂસ્ત રીતે તેને અમલમાં મૂકશે તેઓ વર્તમાન જીવનમાં પરમસુખ અને આનંદનો અનુભવ કરશે, આવનારા ભવમાં વધુ ઉચ્ચ આધ્યાત્મિક જીવન મેળવશે અને અંતે મોક્ષસુખને પામશે. ૭૨ વર્ષની પૂર્ણ વર્ષ (ઈ.સ. પૂર્વે ૫૨૭) ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. શુદ્ધ શાશ્વત આત્મા આ નશ્વર દેહને છોડીને ચાલ્યો ગયો. ભગવાનના નિર્વાણનો દિવસ હિંદુ અને જૈન પંચાંગનો અંતિમ દિવસ-દીપાવલીનો દિવસ હતો. ભગવાન મહાવીરના ઉપદેશના અર્થસભર મુદ્દાઓ : મહાવીરસ્વામીએ ધર્મને સહજ અને સરળ બનાવ્યો. ગૂંચવાડાભરી ધાર્મિક ક્રિયાથી મુક્ત કર્યો. તેમનો ઉપદેશ આત્માની શાશ્વત સુંદરતા અને એકસૂત્રતાનો પડઘો પાડે છે. મહાવીરસ્વામીએ માનવ જીવનનો અર્થ અને તેના પ્રત્યેના હકારાત્મક અભિગમને શીખવાડ્યો. માનવશરીર ભલે એ હાડકાં, લોહી અને માંસનું બનેલ છે પણ તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખતયા અનંતવીર્યથી ભરપૂર આત્માનું નિવાસ સ્થાન છે. દરેક જીવ પછી તે ગમે તે કદ, આકાર, રૂપ કે આધ્યાત્મિક વિકાસ વાળો હોય પણ તે સમાન જ છે. આપણે તેને માન આપવું જ જોઈએ. એ તારા પરસ્પર પ્રેમ ભાવના ખીલવવી. મહાવીરસ્વામી, ભગવાનને સર્જનહાર, રક્ષણકર્તા તથા વિનાશકર્તા તરીકે સ્વીકારતા નથી. વળી તેઓ દેવ-દેવીઓની વ્યક્તિગત લાભ માટે ભક્તિ કરવાની પણ ના પાડે છે. ભગવાન મહાવીરના ઉપદેશોને ચાર ભાગમાં વહેંચી શકાય : ૧. જીવનદૃષ્ટિ : આચારાંગ ઉપદેશગ્રંથમાં તેઓ કહે છે “દરેક જીવને પોતાનું જીવન પ્રિય છે” – જેવું આપણને જીવન વહાલુ છે તેવું બીજાને પણ વહાલુ છે.. ૨. જીવનશુદ્ધિ : અહિંસા, સંયમ, તપ વગેરેથી જીવનતત્ત્વની પૂર્ણ શુદ્ધતા, આધ્યાત્મિક સાધના દ્વારા શક્ય છે. : ૩. રહેણીકરણીનું (આચારનું) પરિવર્તન ઃ ભગવાન મહાવીર કહે છે કે જ્યાં સુધી રહેણીકરણીનું પરિવર્તન ન થાય, ત્યાં સુધી જીવનદૃષ્ટિ અને જીવનશુદ્ધિ અનુભવમાં ન આવે. તદ્દન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. ૪. પુરુષાર્થ : ભગવાન મહાવીર કહે છે કે સંયમ, ચારિત્ર, સાદી રહેણીકરણી માટે પુરુષાર્થ કરવો. ઈશ્વર કે દૈવી જૈન થા સંગ્રહ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર કૃપાની અપેક્ષા નહિ પરંતુ સાધક સ્વયં પુરુષાર્થ કરીને વાસના, ક્રોધ, લોભ, માન, માયા વગેરે સામે અડગપણે ઝૂઝવાનું પરાક્રમ કરે અને તેને જીતે તે જ સાચો પુરુષાર્થ. પાવાપુરીમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જૈન ધર્મ માને છે કે માનવ માત્ર મોક્ષ મેળવવા શક્તિમાન છે. મુક્ત આત્માને સિદ્ધ છે ભગવાન માનવામાં આવે છે. આ યુગના ભગવાન મહાવી૨ ચોવીસમા અને અંતિમ તીર્થંકર છે. ભગવાન મહાવી∞ૉ અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સંદેશ વૈશ્વિક કરુણાથી ભરેલો છે. ચારે વધતામાં રહેલ સત્યને સ્વીકારવું એ જ ભગવાન મહાવીરનૉ અનેકાંતવાદ. અન્ય બીજા તીર્થંકરોની જેમ ભગવાન મહાવીરે પણ જૈન ધર્મને જીવંત શખવા માટે શ્રી ચતુર્વિધ જૈન સંઘના ધાર્મિક વ્યવસ્થા શરૂ કી જે આજે પણ ચાલુ છે. ભગવાન મહાવીરના ઉપદેશને અનૅક હસ્તપ્રતોમાં સાચવવામાં આવ્યા છે. જે આગમસૂત્ર અથવા આગમ તરીકે ઑળખાય છે. જૈન કથા સંગ્રહ 21 Page #22 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો ૨. ભગવાન આદિનાથ સમય આદિ અને અંત વિનાનો છે. વિકાસના યુગથી શરૂ કરી વિનાશ સુધી સતત વિસ્તરતો રહે છે. જૈન પરંપરા પ્રમાણે વિકાસના યુગને ઉત્સર્પિણી અથવા ચઢતા પરિમાણનો સમય કહેવાય છે, જેમાં દીર્ઘ આયુષ્ય, અઢળક સંપત્તિ તથા તમામ પ્રકારના સુખ સમયે સમયે વધતા જોવા મળે છે. બીજી બાજુ પડતીના સમયને અવસર્પિણી કાળ અથવા ઊતરતા પરિમાણનો સમય કહેવામાં આવે છે, જેમાં જીવનનો કાળ ટૂંકો થતો જાય છે અને સામાન્ય રીતે તમામ પ્રકારના દુઃખો વધતા જોવા મળે. આ બે પ્રકારના યુગથી સમયનું ચક્ર ચાલે છે. જૈનધર્મની કાળમીમાંસા (બ્રહ્માંડ મીમાંસા) પ્રમાણે દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ છ આરામાં વહેંચાયેલો હોય છે. અત્યારનો સમય અવસર્પિણી કાળનો પાંચમો આરો ગણાય છે. હિંદુ પરંપરા પ્રમાણે તેને કળિયુગ કહે છે. અવસર્પિણી કાળના ત્રીજા આરા સુધી લોકો વધુ સાહજિક અને સાદું જીવન જીવતા હતા. વસ્તી ઓછી હતી. કુદરત લોકોની તમામ જરૂરિયાત પૂરી કરતી હતી તેથી માણસને તે માટે વધુ મહેનત નહોતી કરવી પડતી. વૃક્ષ રહેવા માટે મકાન તથા ડાળી પાંદડા વસ્ત્રો પૂરા પાડતા. વળી ભૂખ લાગે તો ફળ ફૂલથી તૃપ્ત થતા. નહાવા ધોવા પાણી પણ પૂરતું મળી રહેતું. ટૂંકમાં જીવન નિર્વાહ માટે તેમને સંઘર્ષ નહોતો કરવો પડતો. શાંતિથી જીવન ચાલતું હતું. આ સમય હજારો કે કરોડો વર્ષ પહેલાંનો ગણાય છે અને તે વખતે મનુષ્યનું આયુષ્ય લાખો વર્ષોનું હતું. તેઓ ટોળામાં રહેતાં. તેમના નાયકને કુલકર અથવા રાજા કહેતા. આ અરસામાં નાભિરાયા કુલકરની આગેવાનીમાં સહુ શાંતિમય જીવન વ્યતીત કરતા હતા. તેમને મરુદેવી નામની રાણી તથા ઋષભ નામનો પુત્ર હતા. ઋષભના જન્મ પછી રાજ્યમાં વસ્તીનો વધારો થયો પણ તેના પ્રમાણમાં કુદરતે સાથ ન આપ્યો. તેથી લોકોને પોતાની રોજિંદી જરૂરિયાત માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. લોકોમાં ઈર્ષ્યા અને વેરભાવ વધી પડ્યા. રાજા તરીકે નાભિરાયાએ લોકોની જરૂરિયાત પૂરી પાડવા ખૂબ જ પ્રયત્નો કર્યા. ઋષભ બહાદુર, ચતુર અને ખૂબ જ ઉત્સાહી યુવરાજ હોવાથી નાભિરાયાએ તેમના પર વિશ્વાસ મૂકી રાજયનો કારભાર તેમને સોંપ્યો. cy - ૧ E AR TOR ઋષભ દીર્ધદષ્ટિવાળા હતા. વિચારક અને તકલીફમાંથી રસ્તા કાઢનારા હતા. જીવવા માટેના સંઘર્ષને નિવારવા માટે કોઈ ચોક્કસ યોજનાઓ જરરી હતી. તેમણે લોકોને અનાજ કેમ ઉગાડવું તથા કાપડ કેમ બનાવવું તે શીખવ્યું. જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે તેમણે લોકોને વાસણો બનાવતા, રસોઈ બનાવતા, ઘર બાંધતા, કાપડ વણતાં તથા પશુપાલન જેવા વ્યવસાયો કરતાં શીખવ્યું. પથ્થર, ધાતુ તથા લાકડામાંથી સુંદર વસ્તુઓ બનાવતાં શીખવ્યું. આમ વિનિતા-જે પાછળથી અયોધ્યા નામે જાણીતું બન્યું - નગરનું નિર્માણ થયું. शिल्प જીવન જીવવાની કળા તથા વેપાર ધંધાનું કૌશલ્ય શીખવતા કષભદેવ જૈન કથા સંગ્રહ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઋષભે લગ્નસંસ્થા અને કુટુંબજીવન વ્યવસ્થિત કર્યા. સામાજિક નીતિ-નિયમો અમલમાં આવ્યા. હવે ઋષભ ઋષભદેવ તરીકે ઓળખાયા. એમણે ઘણો લાંબો સમય રાજ કર્યું. તેમના રાજયકાળ દરમિયાન સહુએ સમાનતા, શાંતિ અને સલામતી અનુભવ્યાં. સહુ ઋષભદેવને ખૂબ જ પ્રેમ કરતા. ઋષભદેવને બે રાણીઓ હતી સુમંગલા અને સુનંદા. ઋષભદેવને ૧૦ દીકરા તથા બ્રાહ્મી અને સુંદરી નામે બે દીકરીઓ હતી. પણ સૌથી મોટા બે ભરત અને બાહુબલિ જ જાણીતા છે. આ ચાર ભાઈ-બહેન અનેક કલા ઉદ્યોગમાં પ્રવીણ હતા. ભરત બહાદુર સૈનિક અને કાબેલ રાજા હતા. એક એવો પણ મત છે કે ભારત દેશનું નામ પણ એમના નામ પરથી પડ્યું હશે. બાહુબલિ પણ નામ પ્રમાણે જ ગુણવાળા હતા. ભગવાન આદિનાથ પશ્યના સુનંદા અને સુસંવા સાથે લગ્ન બાહુ એટલે બાવડા અને બિલ એટલે તાકાતવાળા. બાહુબલિ તેમના અદ્વિતીય બાહુબલ માટે જાણીતા હતા. બાહ્મી ખૂબ જ વિદ્વાન હતી. લિપિ લખવાની કળામાં પારંગત હતી. તેના નામ પરથી બ્રાહ્મી લિપિ અસ્તિત્વમાં આવી હતી. સુંદરી ગણિતશાસમાં પારંગત હતી. ઋષભદેવને પોતાની સિદ્ધિઓ માટે સંતોષ હતો. પણ એક બનાવ એવો બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એકવાર તેઓ નૃત્યનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ને નર્તકી એકાએક મૂર્છિત થઈ અને મૃત્યુ પામી. આ ઘટનાએ તેમને વિચારતા કરી મૂક્યા. તેઓ મૃત્યુ વિશે સતત વિચારતા રહ્યા. વિશ્વની દરેક વસ્તુ અને દરેક પરિસ્થિતિ સતત બદલાયા કરે છે. કશું જ શાશ્વત નથી. આવું વિચારીને તેમણે ભૌતિક સુખોનો પરમ શાશ્વત સુખ માટે ત્યાગ કર્યો. પોતાનું રાજ્ય પોતાના પુત્રોને વહેંચી દીધું. ભરતને વિનિતા નગરી (અયોધ્યા) અને બાહુબલિને તક્ષશિલા આપ્યું. બાકીના ૯૮ ને પોતાના વિશાળ રાજ્યના ભાગો આપ્યા. અંતિમ સત્યની શોધ માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. એમના ચાર હજાર સાથીદારો એમના ધર્મ માર્ગના અનુયાયી બન્યા. સાધુ જીવનના નિયમ પ્રમાણે ઋષભદેવ લોકોના ઘેર ગોચરી માટે જતા પણ પોતાના વહાલા રાજાને શું આપવું તેની સમજ ન હોવાથી તેઓ ઋષભદેવને પોતાની પાસેની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઘરેણાં, પોતાના ઘર તથા અન્ય કિંમતી ચીજ વસ્તુઓ લેવા આગ્રહ કરવા લાગ્યા. પણ ભોજનનો આગ્રહ કરતા નહિ કારણ કે ભોજન જેવી સામાન્ય વસ્તુ મહાન રાજાને ન અપાય એમ સમજતા હતા. પરિણામે ઋષભદેવને દિવસો સુધી ઉપવાસ કરવા પડ્યા. આમ આશરે ૪૦ દિવસના ઉપવાસ થયા. એક દિવસ હસ્તિનાપુર પાસેના શેરડીના ખેતરમાંથી પસાર થતા હતા જે તેમના પ્રપૌત્ર શ્રેયાંસનું ખેતર હતું. તેણે પોતાના પ્રિય પ્રપિતામહને શેરડીનો રસ સ્વીકારવા કહ્યું. આમ શેરડીના રસથી લાંબા ઉપવાસનું પારણું થયું. આ વૈશાખ સુદ ૩ નો દિવસ હતો જેને આપણે અલય તૃતીયા તરીકે ઓળખીએ છીએ. આ દિવસ મે મહિનામાં આવે છે. આ બનાવને અનુસરીને જૈનો આશરે ૪૦૦ દિવસનું વર્ષીતપનું જૈન થા સંગ્રહ 23 Page #24 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો તપ કરે છે . સળંગ ઉપવાસ સામાન્ય માનવી માટે શક્ય ન હોઈ તેઓ આંતરે દિવસે ઉપવાસ કરી અક્ષય તૃતીયાને દિવસે શેરડીના રસથી પારણું કરે છે. સાધુ બન્યા પછી ઋષભદેવ ઘણાં સ્થળોએ ફર્યા. ખોરાક પાણીની પરવા કર્યા વિના ધ્યાનસ્થ અવસ્થામાં સતત રહેવા લાગ્યા. પણ એમના અનુયાયીઓ સાધુ જીવન કેમ પસાર કરવું તે જાણતા નહોતા. વળી તેઓ ઋષભદેવની જેમ ઉપવાસ વગેરે કરી નહોતા શકતા. તેઓ સંસારમાં શ્રેયાંસ ઋષભદેવને શેરડીનો રસ વહોરાવે છે પાછા ફરવા નહોતા ઇચ્છતા. પાસેના જંગલમાંથી ફળફળાદિ લાવીને ખાતા અને પોતાની સમજ પ્રમાણે જીવવા લાગ્યા. થોડા સમય બાદ ઋષભદેવને તેમની દયનીય પરિસ્થિતિ ધ્યાનમાં આવી. જૈન સાધુ જાતે ફળફળાદિ તોડીને વાપરી ન શકે. પણ સમાજના લોકોના ઘેરથી ખોરાક લાવીને વાપરી શકે. તેથી સાધુએ કેમ જીવવું તે તેમણે શીખવ્યું. અનેક વર્ષોની ઉગ્ર ધ્યાન તપશ્ચર્યા અને સત્ય પ્રાપ્તિની સાધનાને અંતે ઋષભદેવને ફાગણ વદ ૧૧ ના દિવસે વડના વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જે આખરી પરમ સિદ્ધિ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કહેવાય છે. સામાન્ય માનવીને સાચા રસ્તે વાળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની ધર્મ વ્યવસ્થા શરૂ કરી જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ થાય છે. રાજા ભરતનો પુત્ર ઋષભસેન મુખ્ય વડીલ સાધુ અને બ્રાહ્મી તથા સુંદરી સાધ્વી સમુદાયની વડી સાધ્વી બન્યા. ધર્મતીર્થના સ્થાપક તરીકે ઋષભદેવ હાલના અવસર્પિણી કાળના પહેલા તીર્થંકર હોઈ તેઓ આદિનાથ (આદિ એટલે પહેલા અને નાથ એટલે ઈશ્વર) કહેવાય છે. સંસ્થત જીવન દરમિયાન ભગવાન ઋષભદેવૈ સાંસારિક - શ્રાવકજીવન ઉદાર અને નૈતિક શતે જીવતાં શીખવ્યું. જૈન ધર્મમાં જાણીતી વરસીતપ તીર્ષે ઓળખાતી આશરે ૪૦૦ £વસના ઉપવાસન ઉગ્ર તપશ્ચય ભગવાન ઋષભદેવને થઐeતા ઉપવાસની યાદમાં છે. શ્રાવક કે સામાન્ચ માનવી માટે પંચમહાવ્રતધારી સાઘુને શુદ્ધ ગૉચી વહૉાવવા એ ઉમદા કર્તવ્ય છે. આ પ્રમાણે આપણે સં%ાસી જીવન ન રવીકારી શકીએ તો સાધુને ખોરાક વહોરાવીને આપણે તેમના પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરે શકીએ. આપણાં શાસ્ત્રોમાં શ્રેયાંસના આ દાનધર્મની પ્રવૃતિની ભારોભાર પ્રશંસા કરવામાં સ્ત્રાવી છે. જૈન કથા સંગ્રહ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મલ્લિનાથ 3. ભગવાન મલનાથ ઘણાં વર્ષો પહેલાં જંબુદ્વીપના મહાવિદેહમાં વીતશોકા શહેરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને છ લંગોટિયા મિત્રો હતા. આ સાતેય મિત્રોની મિત્રતા એટલી ગાઢ હતી કે કોઈ કોઈને પૂછ્યા વિના કશું જ કરતા નહિ. - a ll e / GR રાજકુમાર મહાબલ અને તેના છ મિત્રો એકવાર ધર્મઘોષસૂરિ નામના ખૂબ જાણીતા આચાર્ય વીતશોકા શહેરમાં આવ્યા. રાજા મહાબલ અને તેના મિત્રો તેમનો ઉપદેશ સાંભળવા ગયા અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. મહાબલને સમજાયું કે આ ભૌતિક જીવન દુઃખોથી ભરેલું છે. એમણે ભૌતિક સુખો છોડવાનું નક્કી કર્યું. તેમના મિત્રોને પણ તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો. અને રાજા મહાબલ અને છ મિત્રોએ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુ થઈને સાતે મિત્રો સંયમ અને તપની સાધના સાથે જ કરતા. મહાબલ પોતાની મુક્તિની સાથે સાથે જગતના જીવ માત્રને દુઃખોમાંથી મુક્તિ અપાવવા ઇચ્છતા હતા. કરુણાની આવી તીવ્ર ભાવનાથી તેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. મહાબલ અને તેનાછમિત્રો આત્મસંયમને માર્ગે આગળને આગળ વધી રહ્યા હતા. તેઓના મૃત્યુ બાદ તેઓને સ્વર્ગનાં સુખો મળ્યાં. સ્વર્ગનો સમય પસાર કર્યા બાદ તેઓએ જુદી જુદી જગ્યાએ મનુષ્ય તરીકે અવતાર લીધો. આ સમયે ભારતના મિથિલા શહેરમાં કુંભ નામે રાજા રાજય કરતા હતા. તેમની પ્રભાવતી નામની રાણીએ ગર્ભાવસ્થા દરમિયાન તીર્થંકરના આત્માના અવતરણરૂપે 25 જૈન કથા સંગ્રહ Page #26 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો પવિત્ર ચૌદ સ્વપ્ન (દિગંબર ફિરકા પ્રમાણે સોળ સ્વપ્નો જોયાં. યથાસમયે પ્રભાવતીએ સુંદર રાજકુંવરીને જન્મ આપ્યો. જેનું નામ મલ્લી રાખવામાં આવ્યું. (દિગંબર માન્યતા પ્રમાણે તીર્થકર મલ્લીનાથ પુરૂષરૂપે જ અવતર્યા હતા.) થોડા વર્ષ બાદ રાણીએ એક દીકરાને પણ જન્મ આપ્યો જેનું નામ મલ્લદીન રાખવામાં આવ્યું. બાકીના છ મિત્રો હસ્તિનાપુર, અયોધ્યા, ચંપા, કાશી, કાંડિલ્યપુર અને શ્રાવસ્તીમાં રાજકુંવર તરીકે જન્મ્યા. આ બધાં શહેરો આજના ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવેલાં છે. કુંભ અને પ્રભાવતી પોતાના બંને સંતાનોનો ઉછેર પ્રેમપૂર્વક કરતાં હતાં. રાજકુંવરી મલ્લી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. મલદીન પોતાની બહેનનું ખૂબ જ માન જાળવતો. રાજા કુંભ પોતાના બંને સંતાનોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવા માંગતા હતા, તેઓ વિવિધ કલાઓમાં પારંગત થાય તે હેતુથી સારા ખૂબ કેળવાયેલા શિક્ષકો રાખ્યા હતા. રાજકુંવરી મલ્લી વિવિધ કલાઓમાં પારંગત થઈ. મલદીન સુંદર સશક્ત રાજકુંવર બન્યો અને કુશળ રાજ્યકર્તા થયો. રાજા કુંભે મિથિલામાં કલાભવન સ્થાપવાનું નક્કી કર્યું. આ માટે તેમણે ઉત્તમ પ્રકારના મકાનનું નિર્માણ કર્યું, અને સિદ્ધહસ્ત પ્રખ્યાત કલાકારોને આમંત્રણ આપ્યું. હસ્તિનાપુરના એક કલાકાર પાસે આગવી સૂઝ અને અસામાન્ય શક્તિ હતી. તે કોઈપણ વ્યક્તિના શરીરના એક અંગને જોઈને તેની આબેહૂબ છબી બનાવી શકતો. એકવાર રાજકુંવરી મલ્લીના એક અંગુઠાને જોઈને દીવાલ પર તેનું નખશિખ આબેહૂબ ચિત્ર દોર્યું. તેના ભાઈ મલદીને તેનું આ ચિત્ર જોયું ત્યારે ઘડીભર તો તેને થયું કે અહીં ખરેખર મારી બહેન મલ્લી જ ઊભી છે હમણાં તેની જોડે વાતો કરશે એટલે એને બે હાથ જોડીને તેને નમસ્કાર કર્યા. પણ જ્યારે તેણે જાણ્યું કે આ તો ખાલી ચિત્ર જ છે ત્યારે તેને નવાઈ લાગી કે બહેનના શરીરની ઝીણામાં ઝીણી માહિતી આ કલાકારને કેવી રીતે મળી? ખરેખર કલાકારમાં રહેલી આગવી આવડત અને તેની અસામાન્ય શક્તિથી આ ચિત્ર બન્યુ હતું. પણ આવી શક્તિનો ભવિષ્યમાં થનારો ખોટો ઉપયોગ પણ તે સમજી શકતો હતો. તેથી પોતાની રાજવી તરીકેની સત્તાનો ઉપયોગ કરી કલાકારની કલા પર પ્રતિબંધ મૂક્યો. ભવિષ્યમાં થનારો તેનો દુરૂપયોગ અટકાવવા માટે તેના જમણા હાથનો અંગૂઠો કાપી લેવામાં આવ્યો. કલાકાર ખૂબ નિરાશ થઈ ગયો અને બદલાની આગમાં ફરવા લાગ્યો. ગુસ્સે ભરાયેલો કલાકાર હસ્તિનાપુર ગયો. ત્યાં તેના કલાકાર મિત્ર પાસે રાજકુંવરી મલ્લીનું મોટા કદનું ચિત્ર દોરાવ્યું. પહેલાં કરતાં પણ વધુ સુંદર અને આકર્ષક ચિત્ર બનાવીને હસ્તિનાપુરના રાજાને ભેટ આપ્યું. (જે રાજા આગલા ભવમાં કુમારી મલ્લીનો મિત્ર હતો) રાજા તે ચિત્ર જોઈ ખૂબ જ પ્રસન્ન થયા અને કુમારી મલ્લીના પ્રેમમાં પડી ગયા. તેને પોતાની પત્ની બનાવવાનું નક્કી કર્યું. મિથિલાના રાજા કુંભને તેણે લગ્નનું કહેણ મોકલ્યું. એ જ પ્રમાણે અયોધ્યા, ચંપા, કાશી, કાંપિલ્યપુર, અને શ્રાવસ્તીના રાજાઓ પણ કુમારી મલ્લીના રૂપથી પાગલ બન્યા અને કુંભને લગ્નનું કહેણ મોકલ્યું. રાજા કુંભને આ એકેય રાજા રાજકુંવરી મલ્લીને લાયક ન લાગ્યા. તેથી તેણે કોઈનું કહેણ ના સ્વીકાર્યું. કુંભનો જવાબ સાંભળીને બધા રાજાઓ ખૂબ જ ગુસ્સે ભરાયા. અને કુમારી મલ્લીને મેળવવા મિથિલા સામે યુદ્ધ જાહેર કર્યું. રાજા કુંભે બધાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ છ રાજાઓની શક્તિ 26 જૈન કથા સંગ્રહ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મલ્લિનાથ સામે તે હિંમત હારી ગયા. તેમણે પોતાના શહેરના દરવાજા બંધ કરી દીધા. છ રાજયના રાજાઓનો સામનો કરવો મિથિલા માટે દુષ્કર હતો. રાજકુમારી મલ્લીને જ્યારે આ પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેણે આ પ્રશ્નનો ઊંડો વિચાર કર્યો. છઠ્ઠી ઇન્દ્રિયના પ્રતાપે તે જાણી શકી કે આ પ્રશ્ન પોતાની પાછલી જિંદગી સાથે જોડાયેલો છે. તેને પાછલા ભવનું જ્ઞાન થતાં જ ખ્યાલ આવ્યો કે પોતે મહાબલ હતી અને આ છ રાજાઓ તેના મિત્રો હતા. એક બીજા માટે ઊંડા પ્રેમ-ભાવના કારણે તેઓ સહુ આજુબાજુ નજીક જ હતા. કુમારી મલ્લીએ નક્કી કર્યું કે આ પ્રશ્ન પોતાને લીધે ઊભો થયો છે તો તેનું નિરાકરણ પણ પોતે જ લાવશે. તેણે પોતાના પિતાને નિશ્ચિત થવા કહ્યું. અને પોતે જ આનો નિવેડો લાવશે તેવું જણાવ્યું. ' N'T '' કુમારી મલીના પૂતળાને નિહાળતાં છ રાજવીઓ મહેલના મોટા ઓરડાને છ બારણાં હતાં. દરેક બારણાં પાછળ ખૂબ જ સરસ શણગારેલા ઓરડા બનાવ્યા. દરેક બારણાંમાં કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે ઓરડામાં રહેલા દરેક જણ મોટા ઓરડામાં શું બની રહ્યું છે તે જોઈ શકે પણ બીજા ઓરડામાં ન જોઈ શકે. રાજકુમારી મલ્લીએ પોતાની અસલ પ્રતિકૃતિ જેવું આબેહૂબ પૂતળું બનાવ્યું. પૂતળું અંદરથી ખાલી ખોખા જેવું હતું. મોનો ઉપરનો ભાગ ખૂલતો હતો. મોટા ઓરડાની વચ્ચોવચ્ચ પૂતળું મૂકાવ્યું. અને દાસીઓને દિવસમાં બે વખત મોંના જૈન કથા સંગ્રહ Page #28 -------------------------------------------------------------------------- ________________ 28 તીર્થંકરો ઉપરના ભાગથી ખોરાક નાંખવાનું કહેવામાં આવ્યું, અને તરત ઉપરનો ભાગ બંધ કરી દેવામાં આવતો, પછી કુમારી મલ્લીએ પોતાના પિતાને જણાવ્યું કે છએ રાજાઓ મને મળવા ભલે આવે. દરેક રાજાને તેમના નક્કી કરેલા ઓરડામાં બેસાડવામાં આવ્યા. તેમણે કાચમાંથી કુમારી મલ્લીને જોઈ. પહેલાં કરતાં પણ વધુ સ્વરૂપવાન લાગી. અને વધુ પ્રેમ અનુભવવા લાગ્યા. કુમારી મલ્લી ગુપ્ત દરવાજેથી આવીને પેલા પૂતળા પાછળ ઊભી રહી ગઈ. તેણે પૂતળાનું મોં ખોલી નાંખ્યું જેથી અંદર એકઠા થયેલા વાસી ખોરાકની ખરાબ વાસ આવવાને કારણે બધા જ રાજાઓ પોતાના નાક પર કપડું દબાવીને ઊભા રહ્યા. કુમારી મલ્લીએ આગળ આવીને રાજાઓને પૂછ્યું કે તમે જેને જીવથી પણ અધિક પ્રેમ કરો છો છતાં તેની પાસે કેમ ઊભા રહી શકતા નથી? તેઓએ કબૂલ્યું કે તેઓ તેની ગંદી વાસ સહન કરી શકતા નથી. મલ્લીકુમારીએ સમજાવ્યું કે કુદરતી રીતે જ ખાધેલો ખોરાક શરીરમાં સડો ઉત્પન્ન કરે છે અને લોહી માંસના લોચા બને છે. તેણે રાજાઓને પૂછ્યું, “આવા સડેલા શરીરની તમને માયા છે?” ખરેખર તો જે શાશ્વત છે તેની જ શોધ કરો. રાજકુમારી મલ્લીએ પાછલા ભવની વાતો યાદ કરાવી અને તેઓ સાતે મિત્રો ખૂબ જ પ્રેમભાવથી રહેતા હતા તે સમજાવ્યું. તેઓને પણ પૂર્વભવનું જ્ઞાન થયું અને બધું જ ત્યાગીને આધ્યાત્મને માર્ગે વળી ગયા. રાજકુમારી મલ્લીએ સાંસારિક જીવન છોડી દીધું. તેઓ સહસ્રામ્રવનમાં આત્મધ્યાન માટે પહોંચી ગયા. આકરી તપશ્ચર્યા દ્વારા તેમણે તમામ ઘાતી કર્મોનો નાશ કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનધર્મના તેઓ ઓગણીસમા તીર્થંકર થયા. ગામેગામ ફરીને સહુને કર્મમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. અંતે તેઓ સમેતશિખરના પર્વત પર મોક્ષ પામ્યાં. શ્વેતાંબર જૈન પંથ એમ માને છે કે તીર્થંકર મલ્લીનાથ સ્ત્રી હતાં. બાકીના તીર્થંકરો પુરુષ હતા. તીર્થંકરની પ્રતિમા આખરે તો અરિહંતના ગુણોને દર્શાવે છે, નહિ કે તેમના સ્થૂળ શરીરને. માટે તમામ તીર્થંકરોની પ્રતિમાઓનો ભૌતિક દેખાવ એક સરખો સ્ત્રી પુરુષના ભેદ રહિતનો હોય છે. આ શીત્ર આત્માને ધારણ કરનાર પાત્ર છે. જન્મ મરણના ફેરામાંથી જેને મુક્તિ નથી મળી તેવા આત્માઓ મૃત્યુબાદ બીજા શત્રમાં વાસ કરે છે. આ શીર જે ચામડી, હાડકાં અને માંસનું બનેલું છે તે તો નાશવંત છે. શારીરિક સૌંદર્ય ક્ષણક અને છેતરામણું છે. ાજકુમા૨ મલ્લીએ આ વાત પોતાના પૂતળા અને સડેલા ખોરાક દ્વારા સમજાવી. જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી એ જ માનવ જીવનનું હાર્દ છે. જીવનને ભૌતક દૃષ્ટિથી ઉપર લઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ સાધવી જોઈએ જે થકી મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. જૈન ક્થા સંગ્રહ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪. ભગવાન નેમિનાથ ભારતમાં ઉત્તર પ્રદેશમાં યમુના નદીને કિનારે આવેલ મથુરા તથા સૌરીપુરમાં યાદવ વંશના રાજા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. તેમને શિવાદેવી નામે રાણી તથા નેમકુમાર નામે રાજકુમાર હતો. તે નેમકુમાર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટ નામના કાળા હીરાના ચક્રની નૈમિ અર્થાત્ કિનારી જોઈ હતી તેથી તેમને અરિષ્ટનેમિ પણ કહે છે. મથુરાના રાજા વાસુદેવ સમુદ્રવિજયના નાના ભાઈ હતા. તેમને રોહિણી અને દેવકી નામે બે રાણી હતી. રોહિણીએ બલરામને તથા દેવકીએ શ્રીકૃષ્ણને જન્મ આપ્યો હતો. જૈન પરંપરા પ્રમાણે બલરામ અને શ્રીકૃષ્ણ નવમા બલદેવ અને વાસુદેવ ગણાય છે. જ્યારે હિન્દુ પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. આ સમયમાં શિકાર અને જુગારને બહુ પ્રિય પ્રવૃત્તિઓ ગણવામાં આવતી. ધર્મના નામે પશુનો બલિ અપાતો હતો અને લોકો માંસાહાર પણ કરતા. આખું મધ્યભારત એકબીજા સાથેના અનેક કાવાદાવાથી ભરેલા રાજ્યોમાં વહેંચાયેલું હતું. તેમાં રાજા કંસ અને મગધનો રાજા જરાસંઘ ખૂબ જ દુષ્ટ અને ઘાતકી સ્વભાવના હતા. જૈન પરંપરા પ્રમાણે જરાસંઘ પ્રતિવાસુદેવ તરીકે ઓળખાય છે. રોજેરોજના આ રાજાઓના ત્રાસથી પ્રજાને બચાવવા રાજા સમુદ્રવિજય, રાજા વાસુદેવ, રાજા ઉગ્રસેન તથા શ્રીકૃષ્ણ અને બલરામ ગુજરાતના પશ્ચિમ કિનારે આવી વસ્યા. શ્રીકૃષ્ણએ રૈવતક (ગિરનાર) પર્વત નજીક દરિયા કિનારે મોટી અને સુંદર દ્વારિકાનગરી વસાવી. એના મજબૂત અને ભવ્ય સ્થાપત્યને કારણે તે નગરી સ્વર્ગ સમી સુંદર લાગતી. ભગવાન નેમિનાથ ગિરનારની બીજી બાજુએ આવેલ જુનાગઢમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. તેમની પત્ની ધારિણીને રાજીમતી અથવા રાજુલ નામે દીકરી હતી. તે સુંદર રાજકુંવરીને અનેક રાજકુંવરો પરણવા ઇચ્છતા હતા. નમકુમારના ગુણો સાંભળીને રામતી તેમની સાથે પરણવા તૈયાર થઈ ગઈ, ધમસેને કહેણ મોકલ્યું. મિત્રો તથા વડીલોએ નેમકુમારને ખૂબ સમજાવ્યા. ઘણી આનાકાની બાદ સંસારથી વિરક્ત નેમકુમાર રાજુલ સાથે પરણવા તૈયાર થયા. નેમ-રાજુલનું જોડું આદર્શ જોડું બનશે તેવું બધા માનવા લાગ્યા. ઉગ્રસેન પોતાની દીકરીને ધામધુમથી પરણાવવા તૈયારી કરવા લાગ્યા. શ્રી નેમકુમાર, સાજન-મહાજન ઢોલ નગારા સાથે ભવ્ય જાન જોડી પરણવા 鸽游券 g નેમકુમારના લગ્નનો વરઘોડો જૈન કથા સંગ્રહ 29 Page #30 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો નીકળ્યા. રસ્તામાં તેમણે ચિત્કાર કરતા પશુઓને પાંજરામાં જોયાં. પશુઓના રૂદનનું કારણ તેણે સારથિને પૂછ્યું. તમારા લગ્નના જમણવારમાં આ પ્રાણીઓનું માંસ પીરસાશે એમ સારથિએ જણાવ્યું. તેમણે સારથિને બધા પાંજરા ખોલીને પશુઓને મુક્ત કરવા જણાવ્યું. આવી હિંસા કેવી રીતે રોકી શકાય તે વિચારવા લાગ્યા. શું દરેક જીવ માટે શાંતિ અને સલામતીભર્યો રસ્તો જ નહિ હોય? જેમ જેમ તેઓ વિચારતા ગયા તેમ તેમ તેમને સહુના શ્રેય માટેના રસ્તા સમજાતા ગયા. લગ્ન કરીને સંસારમાં ઓતપ્રોત થયા પછી કદાચ તેને છોડવું અઘરું બને તેથી સત્ય અને સુખના રસ્તે પોતાને તથા અન્યને દોરી જવા માટે આ જ યોગ્ય સમય છે. અને તેમણે લગ્ન નહિ કરવાનું નક્કી કર્યું. તેમના આ નિર્ણયથી કન્યા પક્ષવાળા સહુ અચંબામાં પડી ગયા. સગાંવહાલાં અને મિત્રોએ તેમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે શાંતિથી સહુને સમજાવ્યું કે તેમનો ઉદ્દેશ જીવ માત્રને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરવાનો છે. પાંજરામાં બંધાયેલા પ્રાણીઓની જેમ આપણે પણ આપણા ગાઢા કર્મોથી બંધાયેલા છીએ. પ્રાણીઓ મુક્ત થવાથી ઘણો જ આનંદ અનુભવે છે. બંધન કરતાં મુક્તિમાં જ સુખ રહેલું છે. કર્મના બંધનને કાપીને પરમ સુખ મેળવવા માટેના માર્ગે હું જવા ઇચ્છું છું. માટે મને રોકશો નહિ અને સારથિને રથ પાછો વાળવા જણાવ્યું. જેમકુમારની વિનંતિથી બધા જ પશુ-પક્ષીની બંધન મુક્તિ છોડી દેવાયા) પોતાના રાજ્યમાં પાછા ફર્યા બાદ નેમકુમાર એક વર્ષ ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થયા. ત્યારબાદ પોતાનો રાજમહેલ છોડીને રૈવત બાગમાં રહેવા લાગ્યા. સાધુ બનેલા નેમકુમાર ધ્યાનસ્થ અવસ્થામાં સાચા સુખનું ચિંતન કરતાં સ્થિર ઊભા રહ્યા. અજ્ઞાનને કારણે બુદ્ધિગમ્ય જ્ઞાન સત્યથી વેગળું રહે છે. પરિણામે ખોટાં પગલાં ભરાતાં દુઃખ અને દર્દ જ મળે છે. તેથી તેઓ આત્મામાં ઊંડા ઊતરી ચિંતન કરવા લાગ્યા. ગિરનાર પર્વત ઉપર ૫૪ દિવસ સુધી ગહન આધ્યાત્મ ધ્યાનમાં પસાર કર્યા બાદ નેમિનાથે પોતાના આત્માના સહજ સ્વરૂપ અને અનંત શક્તિઓને સંધનારા પોતાના ઘાતકર્મોનો સંપૂર્ણ નાશ કર્યો. અને આત્મા અંગે જે ધૂંધળું અને અસ્પષ્ટ જ્ઞાન હતું તે સત્યરૂપે પ્રાપ્ત થયું. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને સર્વજ્ઞ બન્યા. ચતુર્વિધ ધાર્મિક વ્યવસ્થાની સ્થાપના કરી. જૈનધર્મના બાવીસમા તીર્થંકર બન્યા. ત્યાર બાદ બાકીનું લાંબુ આયુષ્ય સામાન્ય જન સમુદાયને મુક્તિના માર્ગરૂપ ઉપદેશ આપવામાં વિતાવ્યું. 30 જૈન કથા સંગ્રહ Page #31 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથ જ્યારે નેમિનાથે આ ભૌતિક દુનિયાને છોડી દેવાનું નક્કી કર્યું ત્યારે રાજુલની સખીઓ તેની મશ્કરી કરતી હતી. અને નેમિનાથ વરરાજા રૂપે પધારે તે ઘડીઓની આતુરતાપૂર્વક રાહ જોતી હતી. અચાનક નેમકુમાર પરણવાને બદલે તોરણેથી પાછા ફર્યા છે તેવા સમાચાર મળ્યા. કોઈ નેમકુમારના આ નિર્ણયને સમજી ના શક્યા. રાજુલ ઊંડા દુ:ખમાં સરી પડી. તેની સખીઓ તેને કલાકો સુધી આશ્વાસન આપવા લાગી. કેટલીક સખીઓ જેમકુમારને શાપ આપવા લાગી. કેટલીક રાજુલને સમજાવવા લાગી રાજુલને સખીઓનું આશ્વાસન કે ખરેખર નેમકુમાર તારે યોગ્ય હતા જ નહિ. એમનાથી પણ ઉત્તમ વર શોધી કાઢીશું, પણ રાજુલે નેમકુમારને મનોમન પતિ માની લીધા હતા, તેથી કોઈ નેમકુમાર વિરુદ્ધ કંઈપણ બોલે તે તેનાથી સહન થતું નથી. રાજુલ પણ આધ્યાત્મિક સ્વભાવવાળી હતી. જેમકુમારનું પાછા ફરવાનું સાચું કારણ જાણ્યું ત્યારે તે પણ દુઃખમાંથી બહાર આવી અને વિચારવા લાગી કે જેમકુમારનો ઉમદા હેતુ તેણે પણ સ્વીકારવો જોઈએ. રાજુલ પણ નેમકુમારને પગલે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગી. નેમનાથને કેવળજ્ઞાન થયાનું જાણીને સમવસરણમાં તે પોતાની સખીઓ સાથે ગઈ અને ત્યાં જ દીક્ષા લીધી. બાકીનું જીવન સાથ્વી બનીને ધ્યાન અને સાધનામાં પસાર કર્યું. અંતે સર્વ કર્મોનો ક્ષય થતાં ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવી. ભગવાન કૉમનાથનું જીવન પ્રાણીઓ પ્રત્યેના કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાણીઓના cવદ્ય અને સ્મસહ્ય પીડાનું નિમિત્ત પોતે છે તે સમજાતાં દુઃખમાંથી આત્યંતિક નવૃતિ ઍટલે કે મોક્ષ માટેના તેમના ઉત્કંઠા પ્રબળ બની. કુલીન રાજકુંવ8 રાજુeત પણ આનંદથી બેમકુમારના સત્ય અને મોક્ષમાગૅને અનુસર્યા. 3 જૈન કથા સંગ્રહ Page #32 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો ૫. ભગવાન પાર્શ્વનાથ આશરે ૩000 વર્ષ પહેલાં ભારતના ગંગા કિનારે આવેલા વારાણસીમાં (બનારસ) અશ્વસેન રાજા રાજય કરતા હતા. રાણી વામાદેવી સાથે અશ્વસેન રાજા શાંતિપૂર્વક જીવન જીવતા તથા પ્રજામાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. માગસર વદ દસમે (લગભગ ડિસેમ્બર મહિનો) વામાદેવીએ રાજકુંવરને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસ બાજુમાંથી સાપ પસાર થતો જોયો હતો, તે સાપની છાપ વામાદેવીના મન પર બહુ ઘેરી થઈ તેથી જન્મેલા બાળકનું નામ પાર્શ્વકુમાર પાડ્યું. સંસ્કૃત અર્થ પ્રમાણે પાર્થ એટલે નજીકનું અથવા પાડોશનું. ખૂબ જ સમૃદ્ધિ વચ્ચે ઉછરતા પાર્શ્વકુમાર મોટા થતાં ખૂબ જ આકર્ષક યુવાન બન્યા. તે ખૂબ જ વિવેકી, બહાદુર તથા કુશળ યોદ્ધા હતા. આજુબાજુના રાજાઓ તેનાથી પ્રભાવિત થઈ પોતાની કન્યાને પાર્શ્વકુમાર સાથે પરણાવવા આતુર હતા. પાર્શ્વકુમારના લગ્ન પાડોશના રાજાની રાજકુંવરી પ્રભાવતી સાથે ખૂબ જ ધામધૂમથી થયાં. પાર્શ્વકુમાર પોતાનું પરણિત જીવન સુખેથી પસાર કરતા હતા. તે સમયે બાળપણમાં જ માતા-પિતા ગુમાવેલ અનાથ ભિક્ષુક કમઠ ત્યાં વારાણસીમાં પંચાગ્નિ હવન કરવા માટે આવ્યો. એ ક્રિયાકાંડી હતો. તેની પાસે કોઈ પ્રકારની મૂડી નહોતી. લોકોની દયા પર જીવતો હતો. તેના વિધિ-વિધાનથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને તેની ભક્તિ કરવા લાગ્યા. અર્ધ બળેલા નામને નવકાર મંત્ર સંભળાવતા પાર્શ્વકુમાર કમઠના યજ્ઞ વિશે જ્યારે પાર્થકુમારે જાણ્યું ત્યારે અગ્નિથી થતી હિંસાને લીધે તેઓ તેને તેમ ન કરવા સમજાવવા લાગ્યા પણ કમઠ કોઈ હિસાબે માન્યા નહિ. અતિન્દ્રિયના જ્ઞાનથી પાર્શ્વકુમારે યજ્ઞમાં બળતા લાકડામાં રહેલા સાપને જોયો. પોતાના માણસોને જૈન કથા સંગ્રહ Page #33 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ તે લાકડું બહાર કાઢી લઈ સાપને બચાવવા કહ્યું. સેવકે અડધો બળેલો સાપ બહાર કાઢ્યો. કોઈને સાપ દેખાયો નહોતો. તેથી પાર્થકુમારે સાપને જોયો તેનાથી બધાંને ખૂબ જ આશ્ચર્ય થયું. મરતા સાપને નવકાર સંભળાવ્યો. સાપ ક્ષણવારમાં મૃત્યુ પામ્યો. મૃત્યુ બાદ તે સાપે સ્વર્ગમાં રહેતા નાગકુમારોના રાજા ધરણેન્દ્રના રૂપે ફરી જન્મ લીધો. પોતાના યજ્ઞના અગ્નિથી સાપ મર્યો તેનો પસ્તાવો થવાને બદલે કમઠ પાર્શ્વકુમાર ઉપર ગુસ્સે થયા. બદલો લેવાની તક શોધ્યા કરતા કમઠે આકરી તપશ્ચર્યા કરીને મરીને વરસાદના દેવ મેઘમાલી તરીકે બીજા ભવમાં જન્મ લીધો. સંસારી જીવોનું દુઃખ જોઇ પાર્થકુમારને વૈરાગ્ય આવ્યો. તેથી સાંસારિક સુખો અને સંબંધો છોડી ૩૦ વર્ષની ઉંમરે તેઓ સાધુ બની ગયા. પરમ સત્યને શોધવા માટે તેમણે બાકીનું જીવન ધ્યાનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ ઊંડી ધ્યાનસ્થ અવસ્થામાં રહેવા લાગ્યા. પાછળથી તેઓ પાર્શ્વનાથ તરીકે ઓળખાયા. એકવાર તેઓ કાઉસગ્ન અવસ્થામાં હતા ત્યારે વરસાદના દેવ મેઘમાલીએ તેમને જોયા. પાર્શ્વકુમારે પોતાના યજ્ઞમાં દખલગીરી કરી હતી તે પૂર્વભવનો બનાવ તેમને યાદ આવ્યો અને બદલો લેવાની વૃત્તિ થઈ. પોતાની દૈવી શક્તિથી હાથી, સિંહ, ચિત્તો તથા નાગ એમ ચારે પ્રકારના હિંસક પ્રાણીઓ પાર્શ્વકુમારને મારવા માટે મોકલ્યા. પણ પાર્શ્વનાથને જોઈને તેઓ શાંત થઈ ગયા. પછી મેઘમાલીએ ભારે વરસાદ વરસાવ્યો. પાર્શ્વનાથ તો ધ્યાનમાં હતા. વરસતો વરસાદ છેક તેમના ગળા સુધી આવી ગયો. તે વખતે સ્વર્ગમાં રહેતા રાજા ધરણંદ્રએ જોયું કે મેઘમાલીના ઉપદ્રવથી પૂરના પાણીમાં પાર્શ્વનાથ તણાઈ જશે. તરત જ તેમણે કમળનું ફૂલ તેમના પગ નીચે મૂક્યું જેના કારણે પાર્શ્વનાથ પાણીની સપાટી ઉપર આવી ગયા. પોતાની ફેણ તેમના માથા પર છત્રની જેમ ધરી અને વરસાદથી તેમનું રક્ષણ કર્યું. મેઘમાલીને કડક શબ્દોમાં તેના અધમ કાર્યો તથા વરસાદને રોકવા કહ્યું. મેઘમાલીના પાર્શ્વનાથને હેરાન કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આવા દયાળુ ભગવાન જેવા માણસને પોતે હેરાન કર્યા તેનો તેને ખૂબ જ પસ્તાવો થયો. પોતાની તમામ દૈવી શક્તિ પાછી ખેંચી લીધી અને પોતાના દુષ્કૃત્યોની માફી માંગતો તેમના પગમાં પડી ગયો. ભાવાન પાર્શ્વનાથને ત્રાસ આપતો મેઘમાલી જૈન કથા સંગ્રહ Page #34 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો શારીરિક યાતનાના આ સમગ્ર સમય દરમિયાન પાર્શ્વનાથ ઊંડા કાઉસગ્નમાં જ હતા. તેથી તેમને મેઘમાલીનો ઉપદ્રવ કે ધરણંદ્રનું રક્ષણ એ બન્ને પ્રસંગો સમાન હતા. સંપૂર્ણ સમતાનો ગુણ વિકસાવ્યો હોવાથી ધરણંદ્ર પ્રત્યે પક્ષપાત ન હતો કે ન હતી મેઘમાલી પ્રત્યે ધૃણા. આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાને વિકસાવતા તેઓ આખરે પોતાના સંસાર ત્યાગના ૮૪ મા દિવસે કેવળજ્ઞાની એટલે સર્વજ્ઞ બન્યા. આ દિવસ ફાગણ વદ (એપ્રિલ માસ) ચોથ હતી. ધરણંદ્ર ભગવાન પાર્શ્વનાથનું રક્ષણ કરે છે તેઓએ ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરી સાચા ધર્મનો સહુને ઉપદેશ આપ્યો. તેઓ જૈનધર્મના ૨૩ મા તીર્થંકર બન્યા. તેમના ઘણાં અનુયાયીઓ હતા. દસ ગણધર હતા. તેમના માતા-પિતા તથા પત્ની પણ સંસારનો ત્યાગ કરી સાધુ-સાધ્વી થયાં. બિહારમાં આવેલા જૈનોના પવિત્ર એવા સમેતશિખરમાં 100 વર્ષે તેઓ નિર્વાણ પામ્યા. ભૌતિક પદાર્થોનું પરિગ્રહણ તથા સાંસારિક સંબંદ્યો પ્રચૅના કાગ સામે તથા લોકો સાથેના વૈરાગ્ય અને અહિંસાના ઉત્કૃષ્ટ પાલનનું ઉદાહરણ ભગવાન પાર્શ્વનાથનું જીવન છે. આત્મ સાક્ષાત્કાર માર્ટ આ પાયાના ગુણો છે. મંત્ર અને દુશ્મન માટે દલમાં માધ્યરથ ભાવ કેમ રાખવો તે આચરણમાં કરી બતાવ્યું. કોઈનું આપણા તરફનું ખરાબ વર્તન માપણા જ પૂર્વ કર્મનું પરિણામ હશે એમ વિચારીઍ તૉ અાપણoળે એ વ્યક્તિ પ્રત્યે દુભૉવ ન થાય. જૈન કથા સંગ્રહ Page #35 -------------------------------------------------------------------------- ________________ લાગ - ૨ ગણઘરી અને આચાર્યો રહી કા Page #36 -------------------------------------------------------------------------- ________________ "I do not favor Mahavir, nor am I prejudiced against Kapil. I would accept anyone's statement provided I find it true on the scale of logic" -Lokatva Nirnaya of Haribhadra Page #37 -------------------------------------------------------------------------- ________________ ગણઘર ગૌતમસ્વામી ૬. ગણધર ગૌતમસ્વામી ઇ. સ. પૂર્વે ૬૦૭ ની વાત છે. ભારતના મગધ રાજ્યમાં ગોબર ગામમાં વસુભુતિ ગૌતમ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ પૃથ્વી હતું અને તેમને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ દીકરા હતા. ત્રણે દીકરા નાની ઉંમરમાં જ વૈદમાં પારંગત હતા અને યજ્ઞયાગાદિ સારી રીતે કરાવતા. દરેકને પ∞ અનુષાથીઓ હતા. સોમિલ બ્રાહ્મણનો યજ્ઞ : બાજુના અપાપા ગામમાં સોમિલ નામના બ્રાહ્મણને ત્યાં પવિત્ર યજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ માટે ચાર હજાર ચારસો બ્રાહ્મણો અને અગિયાર વેદ પારંગતોને બોલાવ્યા હતા. સમગ્ર યજ્ઞની વિધિનું સંચાલન ઇન્દ્રભૂતિ ગૌતમ કરતા હતા. અગિયાર પારંગતોમાં તે સૌથી તેજસ્વી હતા. આખું નગર આ મહાન યજ્ઞમાં ભાગ લેવા માટે ઉત્સાહિત હતું. તે સમયે સ્વર્ગમાંથી દેવદેવીઓ આકાશમાર્ગે પૃથ્વી ઉપર ઉતરી રહ્યા હતા. એ જોઇ ઇન્દ્રભૂતિ મનમાં હરખાતા હતા કે આ યજ્ઞને લીધે લોકો મને સદીઓ સુધી યાદ કરશે. તેમણે લોકોને ગર્વથી કહ્યું “જુઓ આકાશમાર્ગેથી દેવદેવીઓ આપણા યજ્ઞમાં આવી રહ્યાં છે." દરેક જણા આકાશ તરફ મીટ માંડી રહ્યા. બધાંના આશ્ચર્ય વચ્ચે આકાશી દેવો તેમની યજ્ઞ ભૂમિ પાસે ન રોકાતાં મહાસેન જંગલ તરફ ગયા. ઇન્દ્રભૂતિએ તપાસ કરી તો ખબર પડી કે હમણાં જ દેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીરસ્વામી સામાન્ય લોકોની જનભાષા અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં વ્યાખ્યાન આપી રહેલા છે. આકાશી દેવોએ તેમના યજ્ઞને પ્રાધાન્ય ન આપ્યું તેથી તે છંછેડાયા. તે ગુસ્સાથી વિચારવા લાગ્યા, “આ મહાવીર છે કોણ જેને પોતાનું વ્યાખ્યાન આપવા જેટલી પણ સંસ્કૃત ભાષા નથી આવડતી?' એમણે નક્કી કર્યું કે હું મહાવીર સાથે વાદ-વિવાદ કરીશ અને તેમને હરાવીશ. મારું સર્વોપરિપણું હું પુરવાર કરીશ. આમ વિચારી તે શિષ્યો સાથે મહાવીરની સભામાં આવ્યા. ભગવાન મહાવીર આ અગાઉ ક્યારેય ઇન્દ્રભૂતિને મળ્યા ન હતા. છતાં તેમણે ઇન્દ્રભૂતિને નામ દઈને આવકાર્યા. ઘડીભર તો તે ઝંખવાણા પડી ગયા. પણ પછી વિચાર્યું, “હું તો પ્રખર પંડિત છું માટે મને તો બધા જ ઓળખે.” ભગવાન મહાવીરે તો ઇન્દ્રભૂતિના મનમાં ચાલતા આત્મા વિશેના તમામ સંશયો કહી બતાવ્યા. ભગવાન મહાવીરે કહ્યું, “ઇન્દ્રભૂતિ, તેને આત્માના અસ્તિત્વ વિશે શંકા છે?' તેમણે કહ્યું, “આત્મા છે જ અને તે શાશ્વત છે. ભગવાન મહાવીરે હિંદુ વેદના અનેક અવતરણો ટાંકીને આત્માના અસ્તિત્વ વિશેની શંકા નિર્મૂળ કરી. ઇન્દ્રભૂતિ તો ભગવાન મહાવીરનું વેદ વગેરેનું જ્ઞાન જોઈને ચોંકી જ ગયા. તેમને સમજાયું કે પોતે પોતાની જાતને મહાન પંડિત માનતા હતા પણ તેમનું જ્ઞાન અપૂર્ણ જ હતું. ત્યાં ને ત્યાં જ તે ભગવાન મહાવીરના પહેલા અને પટ્ટ શિષ્ય બની ગયા. આ સમયે ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષના હતા અને ગૌતમ વંશના હોવાથી તે ગૌતમસ્વામી કહેવાયા. સોમિલ અને બીજા દસ પંડિતો ઇન્દ્રભૂતિ વિજયી થઈને જ પાછા આવશે એવી આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. પણ ઇન્દ્રભૂતિ મહાવીરના શિષ્ય થઈ ગયા છે એવા સમાચાર મળતાં તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. બાકીના દસ વિદ્વાનો પણ મહાવીરને જૈન થા સંગ્રહ 37 Page #38 -------------------------------------------------------------------------- ________________ ગણધરશે અને આચાર્યો હરાવવાના આશયથી વાદ-વિવાદ માટે ગયા. તેઓ પણ મહાવીરના શિષ્યો બની ગયા. આ બનાવથી સોમિલ પણ યજ્ઞની વિધિ રદ કરી બધા પશુઓને છોડી મૂકી ત્યાંથી ખિન્ન મને પલાયન થઈ ગયા. આ અગિયાર વિદ્વાનો એ જ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યો થયા અને તેઓ અગિયાર ગણધર કહેવાયા. પંડિતો દ્વારા ઉઠાવેલા પ્રશ્નોનું નિરાકરણ કરતા ભગવાન મહાવીર આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન - ગૌતમસ્વામી પાંચ મહાવ્રતોનું પાલન કરતા જૈન સાધુનું જીવન જીવી રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે તેઓ ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં ઘણાં માણસો આનંદ શ્રાવક નામના સામાન્ય માણસને પગે લાગી રહ્યા હતા. ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકની ખબર પૂછી અને તેના ખાસ જ્ઞાનની પૂછપરછ કરી. ખૂબ જ વિવેકથી આનંદે જવાબ આપ્યો કે ગુરુવર્ય મને અવધિજ્ઞાનની શક્તિ મળેલી છે જેના આધારે હું ઉંચામાં ઉંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકું છું. ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું કે સામાન્ય શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આટલી હદ સુધી ના થાય, તેથી તારી આ ભૂલ માટે તારે પ્રાયશ્ચિત કરવું પડશે. આનંદ ગૂંચવાડામાં પડી ગયા. પોતે જાણે છે કે પોતે સાચા જ છે પણ ગુરુ એ માનવા તૈયાર જ નથી. તેના સાચાપણા માટે શંકા કરે છે અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે, તેથી તેણે ખૂબ જ નમ્રતાથી ગુરુને જવાબ આપ્યો, “ગુરુજી સાચું બોલનારે પ્રાયશ્ચિત્ત કરવું પડે?” ગૌતમસ્વામી પણ ગૂંચવાયા અને જણાવ્યું કે કોઈપણ સત્ય બોલનારે પ્રાયશ્ચિત્ત ન કરવું પડે. આ ગૂંચવાડાનો નિવેડો લાવવા ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા.. જૈન કથા સંગ્રહ Page #39 -------------------------------------------------------------------------- ________________ ગણઘર ગૌતમસ્વામી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આનંદને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાનની વાત કરી. ભગવાન મહાવીરે જણાવ્યું, “હું ગૌતમ, આનંદ સાચું જ કહે છે. તે ઊંચામાં ઊંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકે છે. કોઈકને જ આવી અવધિજ્ઞાનની શક્તિ મળે. ખરેખર તો આનંદના જ્ઞાનની શંકા કરી તે તારી ભૂલ છે.” મહાવીરે સત્યનું મહત્ત્વ સમજાવ્યું. તેઓ પોતાના શિષ્યોને ક્યારેય ખોટા રસ્તે દોરતા નહિ. ગૌતમસ્વામી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા, અને તરત જ આનંદ પાસે જઈ પોતાની ભૂલની માફી માંગી. '' ૧૫૦ વનવાસી સંન્યાસીઓને ખીર ખવળવવી - બીજા એક પ્રસંગે એવું બન્યું કે ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત પર આવેલા તીર્થંકરોના દર્શને ગયા. ચઢવા માટે પર્વત ખરેખર અઘરો હતો. તળેટીમાં ૧૫૦ વનવાસી સંન્યાસીઓ પર્વત ચઢવાના પ્રયત્નો કરતા હતા પણ એમને સફળતા મળતી ન હતી. પરંતુ ગૌતમસ્વામી પાસે ધ્યાન અને તપના કારણે આત્માની અનેક વિશિષ્ટ પ્રકારની શક્તિઓ પ્રગટ થયેલી હતી, તેને લબ્ધિ કહેવામાં આવે છે. તે શક્તિ વડે સૂર્યના કિરણોની સહાય લઈને સહેલાઈથી ચઢી ગયા. તે જોઈને સંન્યાસીઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા, અને તેમના શિષ્યો થવાનું નક્કી કર્યું. ગૌતમસ્વામીએ તેમને સાચો ધર્મ અને પરમ સુખ પામવાનો સાચો રસ્તો બતાવ્યો, અને તેમને શિષ્યો તરીકે સ્વીકાર્યા. સંન્યાસીઓ જૈન સાધુ બની ગયા. ગૌતમસ્વામીને ખ્યાલ આવી ગયો કે તેઓ કેટલાએ દિવસથી ખૂબ જ ભૂખ્યા છે. પોતાના નાના પાત્રમાં પોતાના માટે વહોરીને લાવેલ ખીરમાં પોતાની લબ્ધિથી હાથનો અંગૂઠો મૂકીને સહુને ભરપેટ ખીર ખવડાવી. બધાંને ખૂબ જ નવાઈ લાગી કે આવડા નાના પાત્રમાંથી આટલી બધી ખીર કેવી રીતે મેળવી શકાય? ગૌતમસ્વામીને અક્ષીણમહાનસી લબ્ધિ હતી તેથી નાના પાત્રમાંથી સહુને ખીર ખવડાવી શક્યા. સહુને ખવડાવતાં સુધી તેમણે તેમનો અંગૂઠો પાત્રમાં જ રાખ્યો કારણ કે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રગટ થતી હતી. ગૌતમવામીને કેવળજ્ઞાન - સમય જતાં ગૌતમસ્વામીના તમામ શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેમને ચિંતા થવા લાગી કે આખી જિંદગીમાં મને કેવળજ્ઞાન નહિ મળે તો? એક દિવસ એમણે ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી સાથે બીજા દસ વિદ્વાનો દીક્ષા અંગીકાર કરી આપના શિષ્ય થયા હતા, તેમાંથી નવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, મારા બધા શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તો મને કેમ નહિ? ભગવાન મહાવીરે કહ્યું કે, “મારા પ્રત્યેના અતિશય સ્નેહના કારણે આમ બન્યું છે. તમે સંસારના તમામ પ્રકારના રાગદ્વેષમાંથી તો મુક્ત થયા છો પણ કેવળજ્ઞાન પામવા માટે તમારે તમારા ગુરુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ પણ છોડવો પડશે. એક દિવસ પોતાનો નિર્વાણ કાળ નજીક જાણી ભગવાન મહાવીરે બાજુના ગામમાં રહેતા દેવશર્મા નામના પોતાના શિષ્યને ઉપદેશ આપવા માટે ગૌતમને મોકલ્યા. એ દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. પાછા ફરતા રસ્તામાં જ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર મળ્યા. ગૌતમસ્વામી આધાત પામ્યા, અને વિલાપ કરવા લાગ્યા. “ભગવાન મહાવીરને ખબર હતી કે આ એમનો આ પૃથ્વી પરનો છેલ્લો દિવસ હતો તો મને શા માટે દૂર મોકલ્યો?" ગૌતમસ્વામીના આંસુ રોકાતા નથી, તે વિચારે છે કે ભગવાન મહાવીર આ દુનિયામાંથી ચાલ્યા ગયા એટલે હવે મને કેવળજ્ઞાન તો નહિ જ મળે. પછી થોડી જ વારમાં તેમને સમજાયું કે કોઈ અમર તો છે જ નહિ. કોઈ સંબંધો કાયમી નથી તો પછી મારે ભગવાન મહાવીર પ્રત્યે આટલી બધી લાગણીથી શા માટે બંધાવું? ભગવાન મહાવીર પ્રત્યેનો તમામ રાગ સાપ જેમ કાંચળીને ઉતારે તેમ ઉતારી દીધો. આ પ્રકારના ઊંડા ચિંતન દરમિયાન ગૌતમસ્વામીએ પોતાના ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, એ સમયે તેમની ઉંમર ૮૦ વર્ષની હતી. તેઓશ્રી ઇસવી સન પૂર્વે ૫૧૫ માં ૯૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈન થા સંગ્રહ 39 Page #40 -------------------------------------------------------------------------- ________________ 40 ગણધરો અને આચાર્યો જૈન અને હિંદુ પંચાંગ પ્રમાણે દીપાવલીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને નવા વર્ષના પહેલા દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. ગૌતમસ્વામી સર્વજ્ઞ બન્યા ગૌતમસ્વામી જન્મે બ્રાહ્મણ હતા અને પ્રકાંડ પંડિત હતા. જ્યારે તેઓ ભગવાન મહાવીને મળ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પોતાના કરતાં તેઓ વધુ જ્ઞાની અને આધ્યાત્મિક દૃષ્ટિએ વધુ આગળ છે. પોતાનું અભિમાન છોડીને તેઓ તેમના શિષ્ય બની ગયા. સામાન્ય શ્રાવક આનંદ અંગે તેમણે જે કંઈ ટીહા કરી હતી તે માટે તેમણે માડી માંગી. તેઓ ભગવાન મહાવીરના પ્રથમ અને પટ્ટશિષ્ય હતા. બીજા અન્ય શિષ્યો તેમનાથી પહેલા સર્વજ્ઞ બન્યા. તેઓ ઘણા લાંબા સમય બાદ સર્વજ્ઞ બન્યા. આમ બનવાનું કારણ મહાવીરસ્વામી પ્રત્યેનો તેમનો રાગ હતો. જૈન ધર્મ પ્રમાણે કૉઈને માટેની લાગણી ગ ગણાય. સર્વજ્ઞ બનવા માટે આ રાગમાંથી મુક્ત થઈ વીતરાગી થવું પડે. ગૌતમસ્વામીને જ્યારે આવું જ્ઞાન થયું અને તેમણે આસક્તિ છોડી ીધી ત્યારે અંતે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જૈન થા સંગ્રહ Page #41 -------------------------------------------------------------------------- ________________ ગણધર સુધર્માસ્વામી . ગણધર સુધમસ્વામી તીર્થંકરના પ્રથમ શિષ્યો ગણધરો કહેવાય છે. ભગવાન મહાવીરને અગિયાર ગણધર હતા. ભગવાન મહાવીરના સાધુઓ આ અગિયાર ગણધરમાં વહેંચાયેલા હતા. ભગવાન મહાવીર જયારે નિર્વાણ પામ્યા ત્યારે બે જ ગણધર -પહેલા ગણધર ગૌતમસ્વામી અને પાંચમા ગણધર સુધર્માસ્વામી જીવિત હતા. બાકીના નવ ગણધર કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામેલ હતા. ભગવાન મહાવીરના નિર્વાણના બીજે દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્વેતાંબર જૈન પરંપરા પ્રમાણે કેવળજ્ઞાની સાધુ કે સાધ્વી ધ્યાનસ્થ અવસ્થામાં જ રહે. કોઈ સાધુ સમુદાયમાં વડા તરીકે ન રહે તેથી ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામી પ્રથમ શિષ્ય હોવા છતાં સુધર્માસ્વામીને કેવળજ્ઞાન ન થયેલ હોવાથી તેઓ તમામ સાધુ સમુદાય તથા જૈનસંઘના વડા બન્યા. સુધર્માસ્વામી બિહારમાં આવેલા કોલ્લાગના વિદ્વાન બ્રાહ્મણ ધમ્મિલ તથા ભદીલાના દીકરા હતા. પુત્ર મેળવવા તેઓ બંનેએ મા સરસ્વતી દેવીની ખૂબ જ શ્રદ્ધાથી ભક્તિ કરી હતી. ભદ્દીલાની ભક્તિથી પ્રસન્ન થઈ મા સરસ્વતી દેવીએ બત્રીસ લક્ષણો પુત્ર જન્મશે એવું વરદાન આપ્યું. ત્યાર પછી ભદ્દીલા ગર્ભવતી થઈ અને ઈ. સ. પૂર્વે ૬૦૭ માં સુધર્મા નામે પુત્રને જન્મ આપ્યો. જે ભગવાન મહાવીરથી ૮ વર્ષ મોટા હતા. માતા-પિતાની પ્યારભરી દેખરેખ નીચે મોટા થતા સુધર્માને વેદ, ઉપનિષદ અને તમામ હિંદુ ગ્રંથોના અભ્યાસ માટે આશ્રમમાં મોકલ્યા. તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. તેઓ વિદ્વાન પંડિત તરીકે લોકપ્રિય હતા. એમણે મહાશાળાની સ્થાપના કરી, જયાં પંડિતો જ્ઞાન મેળવવા આવતા. આખા રાજ્યમાંથી લગભગ ૫00 વિદ્યાર્થીઓ તેમના શિક્ષણનો લાભ લેતા. બિહારમાં આવેલા પાવાપુરીમાં સોમિલ નામે સમૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા. તેમણે ખૂબ મોટા યજ્ઞની યોજના કરી હતી. એમણે ખૂબ જાણીતા પ્રકાંડ પંડિતોને યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું. ઇન્દ્રભૂતિ ગૌતમને યજ્ઞના મુખ્ય ગુરુ પદે સ્થાપ્યા હતા. તેમના ખૂબ જ વિદ્વાન ભાઈઓ નામે અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ તેમની સાથે સામેલ હતા. સુધર્માને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યજ્ઞની જવાળાઓ જેવી આકાશમાં જવા લાગી તે સમયે સ્વર્ગના દેવ-દેવીઓ પૃથ્વી તરફ આવવા લાગ્યા. ઇન્દ્રભૂતિ અને બીજા યજ્ઞ કરાવનારા માનવા લાગ્યા કે યજ્ઞથી પ્રસન્ન થઈ સ્વર્ગના દેવી-દેવતા આપણા યજ્ઞમાં હાજરી આપવા આવી રહ્યા છે, પણ તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ તેમના યજ્ઞના સ્થાને ન રોકાતા આગળ મહાસન વન તરફ જવા લાગ્યા. ખરેખર તેઓ તો પાવાપુરીમાં પધારેલા ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન મહાવીર જૈનધર્મ પ્રસ્થાપિત કરવા માટે પહેલું વ્યાખ્યાન જન સમુદાયને આપવાના હતા. ઇન્દ્રભૂતિના મનમાં એવું અભિમાન હતું કે ભગવાન મહાવીર કરતાં હું અનેક ગણો વધુ જ્ઞાની છું. તેઓ મને વાદ-વિવાદમાં હરાવે તો ખરા. આવું વિચારી તેમના શિષ્યો સાથે ભગવાન મહાવીર જયાં વ્યાખ્યાન આપતા હતા ત્યાં આવ્યા. તેને જોતાં જ ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને નામથી બોલાવી આવકાર્યો. ઇન્દ્રભૂતિને ખૂબ જ આશ્ચર્ય થયું. ભગવાન મહાવીરે કહ્યું, “તને જૈન કથા સંગ્રહ Page #42 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો આત્માના અસ્તિત્વ વિશે શંકા છે. બરાબર ને!” વિવિધ પ્રકારના દાખલા દલીલોથી ભગવાન મહાવીરે તેની શંકાનું સમાધાન કરી આપ્યું અને ઇન્દ્રભૂતિ પોતાના શિષ્યો સાથે મહાવીરના અનુયાયી બની ગયા. ગણધર સુધમસ્વિામી ઘણો સમય પસાર થવા છતાં ઇન્દ્રભૂતિ પાછા ન આવ્યા તેથી વારાફરતી તેમના ભાઈઓ અગ્નિભૂતિ, વાયુભૂતિ તથા ચોથા પંડિત વ્યક્ત ભગવાન મહાવીર પાસે ગયા. ભગવાન મહાવીરે તે બધાને નામ દઈને આવકાર્યા અને આત્મા તથા કર્મ વિશેની તેમની શંકાઓ દૂર કરી આપી. બધાને ભગવાન મહાવીરના જ્ઞાનથી સંતોષ થયો અને પોતાના શિષ્યો સાથે તમામ ભગવાન મહાવીરના અનુયાયી બની ગયા. હવે પાંચમા પંડિત સુધર્માનો વારો હતો. સુધર્મા માનતા હતા કે માણસ મરીને ફરી માણસ તરીકે જ જન્મે છે. તેઓ માનતા કે જૈન કથા સંગ્રહ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગણધર સુધર્માસ્વામી જેમ સફરજનનું ઝાડ સફરજનના બીજ પેદા કરે તેમ જ દરેક જીવ ફરી તેજ યોનીમાં જન્મ લે છે. ભગવાન મહાવીરે તેને પણ આવકાર્યો. ખૂબ જ શાંતિથી અને ધીરજથી સમજાવ્યું કે માણસ મરીને ફરી માણસ પણ બને, દેવ પણ બને અને પ્રાણી પણ બને, પણ તેનો બધો આધાર તેના કર્મો પર રહેલો છે. સુધર્માની બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું અને કર્મનો સિદ્ધાંત બરાબર સમજાવ્યો. સુધર્મા પણ તેમના પ00 શિષ્યો સાથે ભગવાન મહાવીરના શિષ્ય થઈ ગયા. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. ત્યાર પછી બાકીના છ બ્રાહ્મણ પંડિતો પણ ભગવાન મહાવીરના ગણધર થયા. અંતે સોમિલે યજ્ઞ કરવાનું માંડી વાળ્યું અને બધા પ્રાણીઓને છોડી મૂક્યા. આ સમયે ભગવાન મહાવીર ૪૨ વર્ષના હતા, અને ત્યારે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. બીજા ૩૦ વર્ષ સુધી મહાવીર જુદા જુદા સ્થળોએ ફર્યા અને દયાનો સંદેશો ફેલાવ્યો તથા સહુને મુક્તિનો માર્ગ સમજાવ્યો. આ તમામ સમય દરમિયાન સુધર્માસ્વામી તેમની સામે બેસી ભગવાન મહાવીરની વાણી બરાબર ધ્યાનપૂર્વક સાંભળતા અને તેને શાસ્ત્રબદ્ધ આલેખન કરી જે આગમને નામે ઓળખાઈ. ઈ. સ. પૂર્વે પ૨૭ માં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી ૧૨ વર્ષ સુધી જૈન સમુદાયનું નેતૃત્વ સુધર્માસ્વામીએ સંભાળ્યું. ભગવાન મહાવીરના સંદેશાને વ્યાપક પ્રમાણમાં દૂર સુધી ફેલાવ્યો. શ્વેતાંબર પરંપરા માને છે કે સુધર્માસ્વામીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભગવાન મહાવીરના ઉપદેશોને સુત્રરૂપે ગોઠવ્યા જે ૧૨ આગમ તરીકે જાણીતા છે. આ મૂળ સુત્રો દ્વાદશાંગી તરીકે પણ ઓળખાય છે. મોટા ભાગના આગમમાં જંબુસ્વામીની સુધર્માસ્વામી સાથેની પ્રશ્નોત્તરી છે જે ભગવાન મહાવીરની વાણી છે. સુધર્માસ્વામી ઈ. સ. પૂર્વે ૫૧૫ માં સર્વજ્ઞ બન્યા. એટલે ધર્મની વ્યવસ્થાનું કામ તેમના મુખ્ય શિષ્ય જંબુસ્વામીએ સંભાળ્યું. સર્વજ્ઞ તરીકે સુધર્માસ્વામી ૮ વર્ષ જીવ્યા અને ઈ. સ. પૂર્વે ૫૦૭ માં ૧૦૦ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈન ધર્મનાં શાસ્ત્રોને અાગમ કહેવામાં આવૅ છે. તેમાં શઋસ્માતના ૧૨ પુરતકૉન્ચે અંગ-આગમ કહેવામાં આવૅ છે. તેની ૨ચના ગણધર ભગવંતોએ ભગવાન મહાવીરના ઉપદેશ ઉપરથી છલ છે. શ્વેતાંબર માતા મુજબ શ્રી સંઘમાંરવામાએ આ અંગઆગમોની રચના ભગવાન મહાવીરના ઉપદેશથી હૉટ છે. (દંગબર માન્યતા પ્રમાણે અંગ આગમોની રચના ગાધર ગૌતમલામીએ કર છે પણ સમય જતાં તે સર્વ આગમો દiદ થયેલા છે.) બાકીના અાગમ પરતકોમાં આ અંગ-સ્માગમોને બરતાથી સમજાવવામાં આવ્યાં છે. જેના દ્વરતારથી ૨ચના કૃત-હેવળી આચાર્યાએ કણ્વ છે. તે આમ ગણદ્યર ભગવંત શ્રી સુધમૉરવામી એ શ્વેતાંબર જૈન સાધુ સમુદાયના પ્રથમ ગુરૂ ભગવંત કહેવાય છે, અનેં જૈન ધર્મના શાસ્ત્રોનાં પ્રથમ પ્રૉતા છે. જૈન કથા સંગ્રહ Page #44 -------------------------------------------------------------------------- ________________ 44 મણધરો અને આચાર્યો ૮. કેવલી જંબુસ્વામી ઈ. સ. પૂર્વે ૫૪૨ માં રાજગૃહીના એક સમૃદ્ધ વેપારી ઋષભદત્તની પત્ની ધારિણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ જંબુ રાખવામાં આવ્યું. જંબુ સર્વગુણસંપન્ન હતો અને સહુને અતિ વ્હાલો હતો. અનેક મા-બાપ પોતાની દીકરીને એની સાથે પરણાવવા ઉત્સુક હતા. એ બહુપત્નીત્વનો જમાનો હતો. જંબુના માતા-પિતાએ તેને માટે આઠ કન્યાઓ પસંદ કરી. તે બધાની સાથે જંબુના ધામધૂમથી વિવાહ થયા, અને હવે લગ્નની તૈયારી કરવા માંડ્યા. તે વખતે સુધર્માસ્વામી રાજગૃહીમાં દેશના આપવા આવ્યા. જંબુ પણ તેમને સાંભળવા માટે ગયા. એમનો ઉપદેશ સાંભળીને જંબુને સાંસારિક જીવન અને કુટુંબનો ત્યાગ કરવાની ઇચ્છા થઈ. જંબુના માતા-પિતા યુવાન પુત્રની સંસાર ત્યાગ કરવાની વાતથી નિરાશ થયા. આઠ કન્યાના માતા-પિતા પણ જંબુની વાત જાણી ચિંતામાં પડી ગયા કે વિવાહિત કન્યાઓને હવે કોણ પરણશે ? બધાંએ જંબુને સાધુ થવાનો પોતાનો વિચાર માંડી વાળવા ખૂબ સમજાવ્યા. સાધુ જીવનમાં જે સર્વસ્વ ત્યાગની ભાવના છે તે પડકારરૂપ બનશે. પોતે સર્વસ્વ ત્યાગીને સાધુનું જીવન જીવવા માટે શું શું છોડી રહ્યા છે તેની તમને પૂરી સમજણ આપવામાં આવી નથી. માતા-પિતા એને પોતાના તરફની તથા પોતાની પત્નીઓ તરફની તેની ફરજ યાદ કરાવે છે. સુખ સગવડ ભરી જિંદગી જીવવાની સલાહ આપે છે. જંબુ ખૂબ જ શાંતિથી બધી જ વાતો સાંભળે છે પણ પોતાના નિર્ણયમાં તે અફર છે. માતા-પિતાએ વિચાર્યું કે એકવાર જંબુના લગ્ન કરી નાંખશે અને તે મોજ-શોખમાં પડી જશે તો સાધુ થવાનો વિચાર માંડી વાળશે. તેથી સર્વસ્વ ત્યાગના આશીર્વાદ આપતાં પહેલાં લગ્ન કરી લેવાનું સમજાવ્યું. જંબુએ લગ્નના બીજા જ દિવસે તે આ સંસારનો ત્યાગ કરી દેશે એ શરતે લગ્ન કરવાની હા પાડી. માતા-પિતાને હતું કે આવી સુંદર કન્યાઓને જોઈને તે તેમના પ્રેમમાં પડી જશે અને સંસાર ત્યાગ કરવાનો વિચાર છોડી દેશે. સહુએ પોતાની સમૃદ્ધિ અને પોતાની પદવી પ્રમાણે ખૂબ જ ઠાઠમાઠથી લગ્ન સમારંભ યોજ્યો. નગરના નામાંકિત અને મશહૂર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યાં. નવપરિણિત યુગલને ખૂબ જ કિંમતી ભેટ આપવામાં આવી. રાજગૃહી નગરીએ કદી આવો ભવ્ય લગ્નસમારંભ જોયો નહિ હોય. આવી સુંદર અને સોહામણી કન્યાઓ સાથે લગ્ન કરવા બદલ સહુ જંબુને અભિનંદન આપવા લાગ્યા. જંબુએ તે રાત ખૂબ જ સુંદર સજાવેલા શયનખંડમાં પત્નીઓ સાથે વિતાવી પણ જંબુ ઉપર પત્નીઓની સુંદરતાની કે વૈભવની કોઈ અસર થઈ નહિ. બીજા દિવસે સંસાર છોડીને સાધુ થવાના પોતાના નિર્ણયમાં તે મક્કમ હતા. પોતાની પત્નીઓને પણ આજની રાત ધર્મ સંબંધી વાતો કરીને અસાર સંસારને છોડવા માટે તૈયાર કરવી હતી. સંસારના સંબંધો કેવા દુઃખદાયક છે અને સંસારના સુખો કેવા ક્ષણિક છે તે સમજાવવું હતું. જંબુ જ્યારે તેની પત્નીઓને સમજાવી રહ્યા હતા ત્યારે પ્રભવ નામનો મહાચોર તેના સાથીઓ સાથે ચોરીના ઇરાદે મહેલમાં પ્રવેશ્યો. પ્રભવ રાજગૃહીના બાજુમાં આવેલા વિંધ્યનો રાજકુમાર હતો. પિતા સાથે મતભેદ થતાં તેણે રાજ્ય છોડી દીધું અને ચોર બની ગયો. પ્રભવ ખુબ પાવરધો કુશળ ચોર હતો. કોઈને પણ મૂર્છામાં નાંખી દઈને ગમે તેવા મજબૂત તાળાં તોતો. જંબુના મહેલમાં આવીને તેને લગ્નમાં મળેલી અઢળક સંપત્તિ ચોરવી હતી. જેવો તે મહેલમાં પ્રવેશ્યો તે સમયે જંબુ તેની પત્નીઓ સાથે ત્યાગની ચર્ચા કરતા હતા. ગમે તેમ પણ પ્રભવની વિદ્યા જંબુને કે તેની પત્નીઓને અસર કરી શકી નહિ. પ્રભવ બારણાંની જૈન થા સંગ્રહ Page #45 -------------------------------------------------------------------------- ________________ કેવલી જંબુસ્વામી ખૂબ નજીક આવીને જંબુની વાતો સાંભળવા લાગ્યો. સંસારના સુખો કેવાં દુઃખ આપશે અને કેવા બંધનમાં નાંખશે એવી વાતો સાંભળીને પ્રભવને આશ્ચર્ય થયું. પણ જંબુના શબ્દો એવા અસરકારક હતા કે તે સાંભળવા ત્યાં જ ઊભો રહી ગયો. પ્રભવને થયું કે હું સંપત્તિ ચોરવા માટે આકરી મહેનત કરું છું જ્યારે આ તો મળેલી સંપત્તિનો ત્યાગ કરવાની વાતો કરે છે. જંબુ તેની પત્નીઓને સમજાવે છે અને પ્રભવ એકચિત્તે સાંભળી રહ્યો છે. તેના સાથીદારો મહેલના અન્ય સ્થળેથી ચીજ વસ્તુઓની ચોરી કરીને પ્રભાવ પાસે આવ્યા અને જંબુના શયનકક્ષમાંથી કિંમતી દાગીના સંપત્તિ વગેરે લઈને ચોકીદાર આવે તે પહેલાં જતા રહેવા કહ્યું. હવે પ્રભવને સંપત્તિની લાલસા રહી નહોતી. ઘરફોડ ચોરની જિંદગી છોડી દેવા તૈયાર થયો. તેણે તેના મિત્રોને પોતાનો વિચાર જણાવ્યો. તેઓને જે ગમે તે કરવાની છૂટ આપી પણ તેના મિત્રો તેને છોડીને જવા તૈયાર નથી. જો પ્રભવ આ ધંધો છોડી દેશે તો તેઓ પણ છોડી દેશે. જ્યારે જંબુએ પોતાની પત્નીઓ સાથે ધાર્મિક ચર્ચા પૂરી કરી ત્યારે તેની પત્નીઓ પણ સંસાર છોડી સાધ્વી થવા તૈયાર થઈ ગઈ. પોતાની પત્નીઓને ઉપદેશ આપતા જંબુકુમાર જૈન કથા સંગ્રહ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો તે જ સમયે પ્રભવે પણ ઓરડામાં આવીને જણાવ્યું કે જંબુ તેની પત્નીઓ સાથે વિચાર-વિમર્શ કરી રહ્યા હતા તે તેણે સાંભળ્યું હતું અને તેણે પણ આ સંસાર છોડવાનું નક્કી કર્યું છે. પ્રભવ અને પ્રભવના પ00 મિત્રો પણ જંબુના પગલે ચાલી નીકળ્યા અને જંબુના શિષ્યો બનવાનું નક્કી કર્યું. રાજગૃહીના લોકો સવારે જાગ્યા ત્યારે ચોંકાવનારા સમાચાર મળ્યા કે જંબુ, તેની આઠ પત્નીઓ, પ્રખ્યાત ઘરફોડ ચોર પ્રભાવ અને તેના ૫૦૦ સાથીદાર એ જ દિવસે સંસાર છોડી સાધુ થવાના છે. જંબુના માતા-પિતા પોતાનો ઇરાદો પૂરો ન થવાથી ખૂબ જ નાસીપાસ થઈ ગયા. તેઓ તથા આઠ પત્નીના માતા-પિતા પણ જંબુએ આપેલા સંદેશાનું મહત્ત્વ સમજ્યા અને જંબુ સાથે સંસાર છોડી દીધો. સહુ વરઘોડા રૂપે દીક્ષા ગ્રહણ કરવા સુધર્માસ્વામી પાસે ગયા. સુધર્માસ્વામીને નમસ્કાર કરી સહુ તેમના શિષ્યો બની ગયા. પ્રભવ અને તેના પ00 સાથીદાર જંબુના શિષ્યો બન્યા. જંબુસ્વામીએ ભગવાન મહાવીરના સંપૂર્ણ ઉપદેશનો અભ્યાસ કર્યો. ભગવાનનો આ ઉપદેશ જે સુધર્માસ્વામી અને જંબુસ્વામી વચ્ચેના સંવાદ સ્વરૂપે છે તે જૈનધર્મશાસ્ત્રો અંગ આગમોમાં સચવાયેલો છે. સુધર્માસ્વામીના કેવળજ્ઞાન બાદ જંબુસ્વામી જૈનસંઘના વડા બન્યા. ૪૪ વર્ષ સુધી આ સ્થાન નિભાવ્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. વર્તમાન આરાનાં તેઓ છેલ્લા કેવળી હતા. ૮૦ વર્ષની ઊંમરે તેઓ નિર્વાણ પામ્યા. સુધમૉરવામાનો ઉપદેશ સાંભળીને જંબુ૨વામ(એ આ દુષ્યત્રી જીવનનો ત્યાગ કરવાનો દઢપણે નિર્ણય કર્યો. ઍટલું જ નહીં તેમના વિચારૉએ બીજા અનેકને તેમના રસ્તે ચાલવા પ્રેર્યા. તેઓ માનતા કે શરત સંયમ અનૈ કરૂણાભર્યું જીવન જ મુક્તિ અપાવી શકેં. દુવા સુખો અને શારીરિક સુંદરતા એ તો ક્ષણિક અને ઉપરછલ્લાં છે. ચોરનો સ્રનાલમાંથી પcત્રતા તરફના જીવન પરિવર્તનનો નય ધ્યાનપાત્ર છે. સ્મામાને પત્ર બનાવવો અન્ને અન્યને તે તરફ વાળવા માટે મદદશ્યપ થવું તે જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. 46. જૈન કથા સંગ્રહ Page #47 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સ્થૂલિભદ્ર ૯. આચાર્ય શૂલિભદ્ર ઈ. સ. પૂર્વે ૩૦૦ માં બિહારમાં આવેલું મગધ સમૃદ્ધ રાજય હતું. મહાવીરના સમયમાં ત્યાં શિશુનાગના વંશજ રાજા શ્રેણિક, રાજ્ય કરતા હતા. શ્રેણિકના પૌત્ર ઉદાયીના મૃત્યુ પછી નંદના વંશજોના હાથમાં મગધનું રાજ્ય આવ્યું. નંદ વંશનો નવમો રાજા ધનનંદ તેના પૂર્વજ જેવો ન્યાયી ન હતો. તે વખતે રાજયમંત્રી શકટાલ હતા અને તેઓ ધનનંદ રાજાના પિતાના વખતના મુખ્યમંત્રી હતા. શકટાલ ખૂબ જ ડાહ્યા, જ્ઞાની, અનુભવી પ્રધાનમંત્રી હતા. પ્રજા તેને ખૂબ જ માન આપતી હતી. અન્ય પ્રધાનો તેની સલાહ લઈ કામ કરતા. પરંતુ ધનનંદ રાજા મંત્રી શકટાલને બળજબરીથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરતા હતા અને અન્ય પ્રધાનો રાજાની બીકે શકટાલને સાથ આપતા ન હતા. શકટાલને સાત દીકરીઓ અને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે દીકરા હતા. સ્થૂલિભદ્ર ચતુર, હોંશિયાર અને ખૂબ દેખાવડા હતા. પણ તેને કોઈ એવી મોટી મહત્ત્વાકાંક્ષા નહોતી. મગધની રાજધાની પાટલીપુત્રમાં કોશા નામની પ્રખ્યાત નૃત્યાંગના રહેતી હતી. સ્થૂલિભદ્ર તેના નૃત્યો જોવા કાયમ જતા. એમ કરતાં બંને એક બીજાના પ્રેમમાં પડ્યા. ૧૮ વર્ષની ઉંમરે સ્થૂલિભદ્ર ઘર છોડીને કોશા સાથે રહેવા ચાલ્યા ગયા. કોશાના પ્રેમમાં આસક્ત બનેલા શૂલિભદ્રએ પોતાના કુટુંબ તથા કારકિર્દીના પ્રત્યે સંપૂર્ણપણે બેદરકારી રાખી ત્યાગ કરી દીધો. રાજા ધનનંદ તેને દરબારમાં ખૂબ ઉચ્ચ હોદ્દો આપવા માંગતા હતા પણ સ્થૂલિભદ્રએ ઇન્કાર કરી દીધો. શ્રીયકને તેની જગ્યાએ નિયુક્ત કર્યો. મિ2) કૌશાના નૃત્યનો આનંદ માણતા સ્થૂલિભદ્ર જૈન કથા સંગ્રહ Page #48 -------------------------------------------------------------------------- ________________ 48 મણઘરો અને આચાર્યો ધનનંદ રાજા ધણો ક્રૂર અને ધાતકી હતો. મગધની પ્રજાને તેનો ઘણો અસંતોષ હતો. નંદવંશ નાશ પામવાને આરે હતો. લોકોના અસંતોષને કારણે ધનનંદ રાજા ખૂબ જ અસલામતી અનુભવતો. તેને દરબારના પ્રધાનો શ્રીષક અને કાલ પ્રત્યે ખૂબ જ અવિશ્વાસ પેદા થયો હતો. રાકટાલ ખરેખર ખૂબ જ વફાદાર હતા અને તેથી જ તેને રાજાના આવા વર્તનને લીધે પોતાના નાના દીકરાની રાજકીય કારકિર્દીના ભવિષ્યની ચિંતા રહેતી. શ્રીયકની વફાદારી સાબિત કરવા માટે શકટાલે પોતાના જીવનનો ભોગ આપવાનું નક્કી કર્યું. શકટાલે શ્રીયકને સમજાવ્યો કે રાજાની હાજરીમાં જ તું મને તલવારથી મારી નાંખજે અને રાજાને જણાવજે કે મારા પિતા તમને વફાદાર રહેતા ન હતા તેથી મેં જ તેમનું માથું કાપીને વધ કરેલ છે, તેથી તારી વફાદારીની રાજાને ખાત્રી થશે. શ્રીયક પિતાને મારવા કોઈ કાળે તૈયાર નથી થતા. પિતૃહત્યાનું પાપ હું નહિ વ્હોરું પણ શકટાલે સમજાવ્યું કે તું મારીશ તે પહેલાં હું મુખમાં ઝેરી ગોળી મૂકી દઈશ એટલે તત્કાળ મારું મોત થશે. તારે તો મરેલા એવા મને મારવાનો દેખાવ જ કરવાનો છે આમ રાજાને તારી વફાદારીમાં વિશ્વાસ બેસશે. જ્યારે સ્થૂલિભદ્રએ આ કરુણ ઘટના જાણી ત્યારે તેમને ઘણો આઘાત લાગ્યો. ૧૨ વર્ષ સુધી સહુને ભૂલીને તે કોશા સાથે જ રહ્યા હતા. પિતાના કરૂણ મૃત્યુથી તેમની આંખો ખૂલી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે આટલા બધા વર્ષો કોશા સાથે રહીને મેં શું મેળવ્યું? મારા ખરી જુવાનીના બધા વર્ષો પાણીમાં ગયાં. તેમને સમજાયું કે તે કંઈ જ પ્રાપ્ત કરી શક્યા નથી. પિતાના મૃત્યુથી એમને દરેકની જિંદગીનો આ જ અંત હોય છે તે સત્ય સમજાયું. શું મૃત્યુથી છટકવાનો કોઈ રસ્તો જ નથી ? તો પછી જીવનનો અર્થ શો છે ? તો હું કોણ છું ? અને મારા જીવનનો હેતુ શો છે ? આ પ્રમાણે મંથન કરતાં તેમને સમજાયું કે શરીર અને જીવનના તમામ સુખો ક્ષણિક છે. શારીરિક આનંદ ક્યારે ય સુખ આપી શકતો નથી. એ કોશાનો ત્યાગ કરીને શાશ્વત સુખની શોધમાં ત્યાંથી સીધા જ તે વખતના આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચી ગયા. આચાર્યને શરણે જઈને અર્થ વગરની જિંદગીને કેવી રીતે જીવવાથી ઉપયોગી બને તે સમજાવવા કહ્યું. આચાર્યએ જોયું તો ત્રીસ વર્ષનો નવજુવાન સામે નતમસ્તકે ઊભો છે. મોં પરનું તેજ ખાનદાનીની સાક્ષી પૂરે છે. સ્થૂલિભદ્રનું મક્કમ છતાં નમ્ર મનોબળ જોઈને આચાર્યને થયું કે આના હાથે ધર્મનું મહાન કામ થશે અને તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો. જીવનની આ નવી દિશામાં સ્ફુલિભદ્ર બહુ જલ્દી અનુકૂળ થઈ ગયા. આધ્યાત્મિક ઉત્થાન માટે વીતેલા વર્ષોનું સાટું વાળતા હોય તેમ તેમાં જ રચ્યા પચ્યા રહેવા લાગ્યા. સાધુ તરીકે એમનું જીવન ઉદાહરણરૂપ હતું. ગુરુનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. થોડા સમયમાં તો આંતરિક દુશ્મનો ઉપર કાબૂ મેળવી સંયમી જીવનનો ઘણો જ વિકાસ કર્યો. હવે ખરેખર તેઓ સંસારથી વિરક્ત બન્યા છે અને કોશાને બિલકુલ ભૂલી ગયા છે તે ચકાસવાનો સમય આવી ગયો છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ. સાધુઓને ચાતુર્માસ એક જ જગ્યાએ સ્થિર થઈ ધર્મધ્યાન કરવાનું હોય. સ્થૂલિભદ્ર અને બીજા ત્રણ સાધુઓએ પોતાના સંયમી જીવનને ચકાસવા વિપરીત પરિસ્થિતિમાં ચાતુર્માસ પસાર કરવાનું નક્કી કર્યું, દરેકે પોતાની જાતે જ સ્થળ નક્કી કર્યા. એક સાધુએ સિંહની ગુફા પાસે રહેવાની ગુરુ પાસે મંજૂરી માંગી, એકે સાપના દર પાસે રહેવાની મંજૂરી માંગી, એક સાધુએ કૂવાની ધાર પર રહેવાની મંજૂરી માંગી. ગુરુએ સહુને તેમ કરવાની મંજૂરી આપી. સ્થૂલિભદ્રએ કોશાની ચિત્રશાળામાં ચાર માસ રહેવાની નમ્રતાપૂર્વક મંજૂરી માંગી. દઢ મનોબળવાળા સ્થૂલિભદ્રના આધ્યાત્મિક વિકાસ માટે આ જરૂરી હતું. તેથી તેમણે તેમ કરવાની મંજૂરી આપી. સ્થૂલિભદ્રએ કોશા પાસે જઇ તેની ચિત્રશાળામાં રહેવાની મંજૂરી માંગી. કોશાને ખૂબ જ નવાઈ લાગી. એને તો આશા જ ન હતી કે ફરી તે સ્થૂલિભદ્રને જોવા તેમ જ મળવા પામશે. સ્થૂલિભદ્રની ગેરહાજરીમાં તે ખરેખર ખૂબ જ દુ:ખી હતી. હવે તે આનંદમાં જૈન થા સંગ્રહ Page #49 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય યૂલિભદ્ર આવી ગઈ. સ્થૂલિભદ્રના ઇરાદાની એટલે તેઓને પોતાના આધ્યાત્મિક વિકાસની ચકાસણી કરવી હતી તેની ખબર કોશાને ન હતી. કોશા તો યૂલિભદ્રને પોતાના જીવનમાં પાછા લાવવા કટિબદ્ધ બની. પોતાની તમામ નૃત્યકલાઓ તથા ભાવભંગીઓ દ્વારા ચિત્રશાળામાં ચોમાસા માટે રહેલ સ્થૂલિભદ્રને ચલાયમાન કરવા પ્રયત્નો કરવા લાગી પણ કોશાના અભૂતપૂર્વ સૌંદર્યથી પણ તે ન ડગ્યા. આધ્યાત્મિક ધ્યાનમાં જ તેમના મનને દેઢ બનાવતા. એમને તો જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી હતી. અથાગ પ્રયત્નો કરવા છતાં કોશાની બધી જ યુક્તિઓ નિષ્ફળ ગઈ. તેને સમજાઈ ગયું કે સાચું જીવન તો સ્થૂલિભદ્રનું જ છે અને તે તેમની શિષ્યા થઈ ગઈ. આ પ્રસંગથી સ્થૂલિભદ્રનો આધ્યાત્મિક રીતે ખૂબ જ વિકાસ થયો. ચોમાસું પૂરું થતાં ચારે ય સાધુ ગુરુ મહારાજ પાસે પાછા આવ્યા અને પોતપોતાના અનુભવો કહેવા લાગ્યા. પહેલા ત્રણે પોતાની સફળતાની વાતો કરી તે સાંભળી આચાર્ય પ્રસન્ન થયા અને તેઓને અભિનંદન આપ્યા. જ્યારે સ્થૂલિભદ્રએ પોતાની કસોટીની વાતો કહી ત્યારે આચાર્ય પોતાની બેઠક પરથી ઉઠીને તેને ભેટી પડ્યા, અને ખૂબ જ અઘરી પરીક્ષા પાસ કરી એમ કહી તેને અભિનંદન આપ્યા. આ જોઈને બીજા ત્રણ સાધુને અદેખાઈ આવી. સ્થૂલિભદ્રને આટલું બધું મહત્ત્વ શા માટે? તેઓએ તો ખરેખર ઘણી શારીરિક તકલીફો વેઠી હતી જ્યારે સ્થૂલિભદ્ર તો આખું ચોમાસું સુખ સગવડમાં જ કોશાને ત્યાં રહ્યા હતા. આચાર્યએ સમજાવ્યું કે સ્થૂલિભદ્રએ જે કર્યું છે તે અશક્ય કામ હતું, જે બીજા કોઈ ન કરી શકે. પહેલા સાધુએ બડાઈ હાંકતા કહ્યું કે આવતા જૈન કથા સંગ્રહ 200 Page #50 -------------------------------------------------------------------------- ________________ ગણઘો અને આચાર્યો ચોમાસામાં હું સહેલાઈથી કોશાના ઘેર ચાતુર્માસ રહીશ. આચાર્ય જાણતા હતા કે આ વાત તેના માટે શક્તિ બહારની છે, માટે તેમણે તેને ખૂબ જ સમજાવ્યો. પણ સાધુ પોતાની આધ્યાત્મિક શક્તિ સ્થૂલિભદ્ર કરતાં વધારે છે તેમ પૂરવાર કરવા માંગતા હતા. આચાર્યને અનિચ્છાએ તેમ કરવાની મંજૂરી આપવી પડી. બીજાં ચોમાસે તે સાધુ કોશાના મહેલમાં પહોંચી ગયા. કામક્રીડાથી ભરપુર ચિત્રોથી સજાવેલી ચિત્રશાળા તેમને ઉશ્કેરવા માટે પૂરતી હતી. એમણે રૂપરૂપના અંબાર સમી કોશાને જોઈ એટલે એમનો રહ્યો સહ્યો સંયમ પણ ઓગળી ગયો અને કોશાના પ્રેમ માટે તડપવા લાગ્યો. સ્થૂલિભદ્રનું પવિત્ર જીવન જોઈને કોશાએ પણ સર્વસ્વ ત્યાગની જિંદગી કેવી હોય તે જાણ્યું હતું. સાધુની સાન ઠેકાણે લાવવા કોશાએ શરત મૂકી કે તેઓ પાટલીપુત્રથી ઉત્તરે ૨૫૦ માઈલ દૂર આવેલા નેપાળ રાજ્યમાંથી હીરા જડિત રત્નકંબલ લઈ આવે તો જ તેઓ મારો પ્રેમ પામી શકે. સાધુ ચોમાસામાં મુસાફરી ના કરી શકે તો પણ પ્રેમમાં પાગલ બનેલા સાધુ ભૂલી ગયા અને અનેક તકલીફો વેઠીને તેઓ નેપાળ રાજયમાં પહોંચ્યા અને રાજાને ખુશ કરીને રત્નકંબલ મેળવી, પછી તે સાધુ રત્નકંબલ લઈને કોશા હવે જરૂર મારો પ્રેમ સ્વીકારશે એવા વિશ્વાસથી આવી પહોંચ્યા, કોશાએ કિંમતી રત્નકંબલ હાથમાં લઈ જોયું, તેનાથી પોતાના પગ લૂછીને કાદવમાં ફેંકી દીધું. આ જોઈ સાધુ તો આઘાતથી દિમૂઢ થઈ ગયા. તેણે કોશાને કહ્યું, “કોશા, તું પાગલ છે? અનેક તકલીફો વેઠીને આવી કિંમતી ભેટ હું તારા માટે લાવ્યો અને તે એને ફેંકી દીધી?” જવાબમાં કોશાએ કહ્યું, “અનેક પ્રયત્નો અને તપશ્ચર્યા બાદ મેળવેલું તમારું સાધુત્વ શા માટે વેડફી રહ્યા છો?” વિનમ્ર સાધુને પોતાની મોટી ભૂલ સમજાઈ અને પોતાની કારમી નિષ્ફળતાનો અહેવાલ આપવા આચાર્ય પાસે પહોંચી ગયા. તે જ દિવસથી સ્થૂલિભદ્ર માટેનો તેમનો આદર અમાપ થઈ ગયો. તે પછીના સમયમાં જૈન ધર્મના અતિ જૂના શાસ્ત્રો - બાર અંગ આગમ અને ચૌદ પૂર્વોના શાસ્ત્રોને સાચવવામાં સ્થૂલિભદ્રએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. જૈન ઇતિહાસ જણાવે છે કે આર્ય સંભૂતિવિજયના કાળધર્મ પછી આર્ય ભદ્રબાહુ છેલ્લા આચાર્ય હતા જેઓને જૈનધર્મના શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હતું. આર્ય ભદ્રબાહુ અને આર્ય સંભૂતિવિજય બંને આર્ય યશોભદ્રના શિષ્ય હતા. એ સમયમાં જૈન શાસ્ત્રો મોઢે યાદ રાખવામાં આવતા અને ગુરુ તે જ્ઞાન શિષ્યોને આપતા. કોઈપણ સ્વરૂપમાં તેને લિપિબદ્ધ લખવામાં આવ્યા ન હતા. કારણ કે લખેલા ધાર્મિક પુસ્તકોને સાચવવા પડે એટલે તેને પણ પરિગ્રહ ગણવામાં આવતો અને સાધુ માટે પાંચ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રત ભંગ કરવાનો ધાર્મિક કામ માટે પણ નિષેધ હતો. આર્ય ભદ્રબાહુની દોરવણી હેઠળ સ્થૂલિભદ્રએ મૌખીક રીતે બાર આગમમાંથી અગિયાર અંગ આગમનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. એ સમયમાં ભયંકર દુકાળ પડ્યો હતો. દુકાળના સમયમાં સ્થૂલિભદ્ર 'દૃષ્ટિવાદ' ના નામે ઓળખાતા બારમા આગમ જેમાં ચૌદ પૂર્વો સમાવેલા હતા, તેનો અભ્યાસ ન કરી શક્યા. દુકાળ દરમિયાન આચાર્ય ભદ્રબાહુસ્વામીએ તેમના શિષ્યો સાથે દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું. આર્ય સ્થૂલિભદ્ર બાકી રહેલા સાધુઓના વડા સાધુ રૂપે પાટલીપુત્રમાં રહ્યા. દુકાળના કપરા સમયમાં સાધુઓને એમના નિયમો પાળવામાં ઘણી તકલીફો પડવા લાગી. વધારામાં સાધુઓની યાદશક્તિ લુપ્ત થવા લાગી જેથી અંગ આગમ પણ ભૂલાવા લાગ્યાં. દુકાળ બાર વર્ષ ચાલ્યો. દુકાળના વર્ષો પછી યૂલિભદ્રએ આગમના ધર્મગ્રંથો ફરીથી જે સાધુઓને યાદ હોય તેમની ગણતરી કરીને બીજાઓને શિખવાડી શકે તે માટે મહાસભા બોલાવવાનું નક્કી કર્યું. આચાર્ય સ્થૂલિભદ્રની આગેવાની હેઠળ પાટલીપુત્રમાં આ ધર્મ મહાસભા ભરાઈ. આ મહાસભામાં બારમાંથી અગિયાર આગમતો મૌખિક રીતે ફરી તૈયાર કરવામાં આવ્યાં. પરંતુ કોઈ સાધુ બારમા અંગ આગમને તથા તેના ચૌદ પૂર્વોને યાદ રાખી શક્યા ન હતા. ફક્ત આર્ય ભદ્રબાહુસ્વામીને આનું જ્ઞાન હતું પણ તેઓ તો દક્ષિણ ભારતમાં ગયા હતા અને ત્યાંથી નિકળીને તેઓ ઉત્તરમાં નેપાળના પર્વતીય વિસ્તારમાં વિશિષ્ટ તપશ્ચર્યા અને ધ્યાન પ્રક્રિયા કરી રહ્યા 0 જૈન કથા સંગ્રહ Page #51 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સ્થૂલિભદ્ર હતા. જૈન સંઘે આચાર્ય સ્થૂલિભદ્રને તથા બીજા વિદ્વાન જૈન સાધુઓને આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસે જઈને બારમા અંગ આગમને તૈયાર કરવા વિનંતિ કરી. લાંબી મુસાફરી હોવાથી ઘણા સાધુઓમાંથી ફક્ત સ્થૂલિભદ્ર જ નેપાળ પહોંચ્યા. આચાર્ય ભદ્રબાહુસ્વામી પાસે બારમું આગમ તથા તેના ચૌદ પૂર્વો શીખવાનું શરૂ કર્યું. એક વખત સ્થૂલિભદ્રની સાધ્વી બનેલી બહેનો તેમને નેપાળમાં વંદન કરવા ગયાં. આ સમયે યૂલિભદ્રએ ચૌદમાંથી દસ પૂર્વ શીખી લીધાં હતાં. બારમા આગમના દસ પૂર્વ શીખી લીધા બાદ તેમાંથી મેળવેલું ચમત્કારિક જ્ઞાન તેઓ બહેનોને બતાવવા માંગતા હતા. તેમણે ગુફામાં બેસી પોતાના આ જ્ઞાનની શક્તિથી સિંહનું રૂપ ધારણ કર્યું. તેમની સાધ્વી બહેનો જ્યારે ગુફામાં વંદન માટે પ્રવેશ્યાં તો ભાઈની જગ્યાએ સિંહને જોયો. ગભરાયેલા સાધ્વી બહેનો સીધા ભદ્રબાહુ સ્વામી પાસે ગયા અને તે વાત તેમને કરી. આર્ય ભદ્રબાહુસ્વામી શું બન્યું હશે તે સમજી ગયા અને ફરીથી તેમને ગુફામાં ભાઈને મળવા જવા કહ્યું. આ વખતે સ્થૂલિભદ્ર તેમના અસલ સ્વરૂપમાં હતા. તેમને સાજાસમા જોઈને સાધ્વીજીઓ ખૂબ જ આનંદિત થયાં. સ્થૂલિભદ્રએ પોતાની શક્તિનો તદ્દન નજીવી બાબત માટે ખોટો ઉપયોગ કર્યો તે જાણીને આચાર્ય ભદ્રબાહુસ્વામી નિરાશ થઈ ગયા. આધ્યાત્મિક શક્તિ માટે સ્થૂલિભદ્ર હજુ પરિપક્વ નથી એમ તેમને લાગ્યું. તેથી તેમને બાકીના ચાર પૂર્વ શીખવાડવાની ના પાડી. શિક્ષા પામેલ સ્થૂલિભદ્રએ શીખવવા માટે બહુ વિનંતી કરી પણ ભદ્રબાહુસ્વામી મક્કમ હતા. જૈન સંઘે આચાર્ય ભદ્રબાહુસ્વામીને પોતાનો નિર્ણય બદલવા તથા સ્થૂલિભદ્રને બાકીના ચાર પૂર્વ શીખવાડવા માટે બહુ આજીજી કરી ત્યારે તેમણે બે શરતો મૂકી. છેલ્લા ચાર પૂર્વના અર્થ તેઓ સ્થૂલિભદ્રને શીખવશે નહિ. સ્થૂલિભદ્ર બાકીના ચાર પૂર્વ કોઈ સાધુને શીખવી શકશે નહિ. સ્થૂલિભદ્રએ શરતો મંજૂર રાખી અને બાકીના ચાર પૂર્વ શીખ્યા. જ્યારે જૈનધર્મગ્રંથો લખાયા નહોતા ત્યારે દુકાળના સમયમાં આચાર્ય સ્થૂલિભદ્રએ તેને મૌખિક રીતે સાચવવા માટે જે કામ કર્યું તેથી જૈન ઇતિહાસમાં તેમનું નામ ઊંચા આદર સાથે યાદ રહેશે. શ્વેતાંબર પંથના લોકો આજે પણ સ્થૂલિભદ્રનું નામ ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી પછી તરત જ લે છે. मंगलं भगवान वीरो, मंगलं गौतम प्रभु। मंगलं स्थूलिभद्राद्या, जैन धर्मोस्तु मंगलं ॥ જીવનમાં ઊંચું ધ્યેય રાખીને કોઈ પણ ઉંમરે નષ્ફળ જીવનને સફળ બનાવી શકાય છે. દઢ નિર્ધાર હોય તો સફળ થવા માટે દલૈક અંતરાયૉ દૂર શકાય છે. 38 વર્ષની ઉંમરે રઘુણભદ્દે જિંદગીના બાર વર્ષો બૅડફી નાંધ્યા હતા. છતાં સફળતાપૂર્વક આધ્યાત્મિક જીવન Rવીકાર્સ લીઘું. દઢ મનોબળથી પોતાની અંદ૨ના મોટામાં મોટા શત્રુલ્મોને તેમણે જીતી લીહ્યા હતા. પહેલાંના પૉતાની ઈચ્છાઓને ત્યજી દીધી. તેઓ મહાન જૈન સાધુ બન્થા. જૈમનું નામ આજે પણ અાદર અને ભક્તિપૂવૅક વારંવાર લેવામાં અાવ્યે છે. જૈન કથા સંગ્રહ 51 Page #52 -------------------------------------------------------------------------- ________________ 52 ગણધરો અને આચાર્યો ૧૦. આચાર્ય કુંદકું मंगलं भगवान वीरो, मंगलं गौतमो गणि । मंगलं कुन्दकुन्दार्यो, जैन धर्मोस्तु मंगलं ॥ મહાન આધ્યાત્મિક સંત આચાર્ય કુંદકુંદ જૈન પરંપરામાં બહુ ઊંચું સ્થાન ધરાવે છે. માંગલીક કાર્યની શરૂઆતમાં ભગવાન મહાવી૨ અને મહાન ઉપદેશક ગૌતમ ગણધરના પછી તેમનું નામ લેવાય છે. દિગંબર જૈનો દરરોજ ધાર્મિક પાઠ શરૂ કરતાં પહેલાં આ ત્રણ મહાન વિભૂતિઓને ભક્તિભાવપૂર્વક યાદ કરે છે. જૈન સાધુ કુંદકુંદાચાર્યની પ્રણાલિમાં પોતાને સમાયેલા જોઈને અહોભાવ અનુભવે છે. ભારતની દક્ષિણે આવેલા તામિલનાડુના પોન્નુર મલાઈ નામના પર્વતીય પ્રદેશમાં ચંપાના વૃક્ષ નીચે આવેલા મોટા પથ્થર ઉપર નકશી કરેલાં પગલાંની જોડ પવિત્ર યાત્રાધામ રૂપે આવેલ છે. આશરે બે હજાર વર્ષ પૂર્વે જેમણે ખૂબ જ પ્રભાવિક તત્ત્વજ્ઞાનના પુસ્તકો લખ્યાં હતાં તેવા મહાન વિચારકના આ પગલાં છે. મહાપંડિતો તથા વિદ્વાનોને એ દિવસ ચોક્કસપણે યાદ હશે જે દિવસે ‘સમયસાર’ નામના આ ઉત્તમ આધ્યાત્મિક પુસ્તકનો તેમને પ્રથમ પરિચય થયો હશે. આચાર્ય કુંદકુંદ એ એક જાણીતા મહાન આચાર્યોમાંના એક હતા. જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર જ્ઞાતા અને રચિયતા હતા. એમણે લખેલા ઘણા પુસ્તકોમાંથી નીચેના પાંચ પુસ્તકોને ઉત્તમ આધ્યાત્મિક પુસ્તકો ગણવામાં આવે છે. સમયસાર - જે આત્માની સાચી સમજ આપે છે. પ્રવચનસાર – જે ઉપદેશની સમજ આપતો આધારભુત ગ્રંથ છે. નિયમસાર – જે આચારના નિયમોની સમજ આપતો આધારભૂત ગ્રંથ છે. - પંચાસ્તિકાય - જે પાંચ સનાતન તત્ત્વોની સમજ આપે છે. અષ્ટ પાહુડ (આઠ ભાગ) - આઠ પાઠોનો સંચય જેમાં જૈન તત્ત્વજ્ઞાન, કર્મવાદ, સ્યાદ્વાદ વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. એમના બધાં લખાણ અર્ધમાગધી પ્રાકૃતને મળતી આવતી શૌરસેની પ્રાકૃત ભાષામાં લખેલાં છે. જૈન વિચારોને ચોક્કસ સંબંધ અને માળખામાં ગોઠવવાની શૈલી એમની આગવી પ્રતિભાનું પરિણામ છે. આ એક એવી વિલક્ષણ શૈલી હતી કે એમના શિષ્યો તયા બીજા વિદ્વાનોએ લખેલાં પુસ્તકો એમના નામે ચઢાવી દેવામાં આવે છે. દિગંબર પરંપરા પોતાને કુંદકુંદ અન્વય તરીકે ઓળખાવે છે. તમામ જૈન પરંપરાના વિદ્વાનો તેમના પુસ્તકો ઊંડા આદરથી ભણે છે. જૈન થા સંગ્રહ Page #53 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય કુંદકુંદ એમનો જન્મ ઈ.સ.ની પહેલી સદીમાં દક્ષિણ ભારતના કૌડા-કડા ગામમાં થયો હતો. કુંદકુંદ પ્રાચીન નંદી સંઘ સાથે સંકળાયેલા હતા, જેમાં મોટે ભાગે નામ પાછળ ‘નંદી’ લાગતું. જૈન સાધુ બન્યા પછી તેમનું નામ પદ્મ-નંદી હતું પણ તેઓ તેમના જન્મના સ્થળથી ઓળખાતા. ૧૨ અંગ આગમ અને ૧૪ પૂર્વના સંપૂર્ણ જ્ઞાતા એવા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીના તેઓ શિષ્ય હતા. પુણ્ય શ્રાવક કથા કોશ પ્રમાણે તેઓ તેમના આગલા ભવમાં ગાયોના ગોવાળ હતા, અને તેણે પ્રાચીન ગ્રંથો સાચવ્યા હતા. આ કારણે વિહાર કરતા સાધુઓના આશીર્વાદ તેને પ્રાપ્ત થયા હતા. આચાર્ય કુંદકુંદના સઘન અભ્યાસ અને નૈતિક ચારિત્ર્યના પ્રભાવથી રાજા શિવકુમાર જેવા તેમના શિષ્યો થયા હતા. તેમનું જીવન એક દંતકથા જેવું હતું. તેમના વિશે એવું પણ કહેવાતું કે તેઓ હવામાં પણ ચાલી શકતા હતા. કુંદકુંદનો પ્રભાવ જૈનધર્મ સિવાય પણ બધે હતો. તેમનું લાઘવયુક્ત મિતાક્ષરી જૈન સાહિત્ય અનન્ય છે. રચનાત્મક સાહિત્યની આચાર્ય કુંદ-ડુંદ શક્તિને કારણે તેઓ આધુનિક સિદ્ધાંતો પણ જૈનધર્મથી સમજાવતા. કુંદકુંદની વિદ્વતા અને વાદ-વિવાદની શક્તિને કોઈ પડકારી ન શકતું એટલું જ નહિં પણ જૈનધર્મના તત્ત્વજ્ઞાનને એમના જેટલી સહજતાથી કોઈ સમજાવી પણ ન શકતા. આચાર્ય કુંદકુંદને માનથી સહુ “અંધકાર યુગનો પ્રકાશ” કહેતા. એમના પુસ્તક સમયસારની ઘણી બધી ટીપ્પણો સંસ્કૃત અને અન્ય આધુનિક ભાષાઓમાં લખાયેલ છે. આ સદીમાં પણ બનારસીદાસ, તરણસ્વામી, શ્રીમદ્ રાજચંદ્ર તથા ગુરુદેવ કાનજીસ્વામી જેવા આગેવાનો તથા વિદ્વાનો ‘સમયસાર’ થી ખૂબ જ પ્રભાવિત થયેલ છે. જૈન કથા સંગ્રહ 53 Page #54 -------------------------------------------------------------------------- ________________ ગણઘો અને આચાર્યો ૧૧. આચાર્ય રિભદ્રસૂરિ ઇસ. ની છઠ્ઠી સદીમાં બધા જ ધર્મમાં નિપુણ અને બુદ્ધિશાળી એવા હરિભદ્ર નામના બ્રાહ્મણ હતા . વાદ-વિવાદમાં સામેવાળાની દલીલોને ઝડપથી સમજીને તત્કાળ મહાત કરી દેતા. એ સમયમાં ગામેગામ ફરીને ચર્ચા-વિવાદ દ્વારા જ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવતી. આમ હરિભદ્ર પણ મુસાફરી કરતા અને ઘણાં પ્રકાંડ પંડિતોને મળતા, તેમની સાથે વાદ-વિવાદ કરતા અને તેઓને હરાવતા. અન્ય વિદ્વાનો હરિભદ્રને વાદ-વિવાદમાં હરાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું ગણતા. તેઓ અજેય પ્રતિસ્પર્ધી ગણાતા, તેથી કોઈ તેમની સાથે ચર્ચામાં ઉતરવા તૈયાર ન થતા. કોઈ તેમની સાથે વાદ-વિવાદ કરવા ન આવવાના કારણે તે માનવા લાગ્યા કે આખા દેશમાં મારો કોઈ હરીફ નથી. તેમને એવો આત્મવિશ્વાસ બેસી ગયો કે કોઈ વિષય એવો નથી જેમાં તેઓ ચર્ચા ન કરી શકે. તેમણે લોકોમાં એવો પડકાર ફેંક્યો કે ગમે તે વિષય આપો અને તે અંગે હું વિશદ છણાવટ કરી સમજાવી આપું. જો એમ ન કરી શકું તો હું તેમનો શિષ્ય બની જઈશ. એકવાર તેઓ એક ગામમાંથી પસાર થતા હતા, ત્યારે એક ગુસ્સે ભરાયેલો હાથી મહાવતના કાબૂ બહાર જતો રહ્યો. હાથી હરિભદ્ર તરફ દોડી રહ્યો હતો. પગ તળે કચરી નાંખશે એ ભયથી હરિભદ્ર આશ્રય માટે આમ તેમ જોવા માંડ્યા. એક જૈન દેરાસર નજરે પડ્યું . હાથીથી બચવા તેઓ તુરત જ દેરાસરમાં ઘૂસી ગયા. શ્વાસ તો ધમણની જેમ ચાલવા લાગ્યા, અને શૈવપંથી બ્રાહ્મણ હોવાને લીધે દેરાસરને અણગમાથી જોવા લાગ્યા. જેવા તેઓ દેરાસરમાં પેઠા કે સફેદ આરસની ભગવાન મહાવીરની મૂર્તિ જોઈ. તેમને જૈનધર્મ માટે લેશ પણ આદર ન હતો, તેથી તેમણે જૈન તત્ત્વજ્ઞાનનો કોઈ ખાસ અભ્યાસ કર્યો ન હતો. તીર્થંકરની પ્રતિમામાં રહેલો ધ્યાનનો ભાવ જોવાને બદલે તે એવું વિચારવા લાગ્યા કે દુબળા શરીરવાળા સંતને બદલે આ તો તંદુરસ્તીની પ્રતિકૃતિ છે. એમણે માન્યું કે જૈન તીર્થંકરો મીઠાઈ ખાઈને મજાથી જીવતા હશે તેથી તેમના મુખમાંથી સરી પડ્યું કે.... તમારું શરીર જોઈને જરૂર લાગે કે તમે ખૂબ જ મીઠાઈ ખાધેલી છે.” હાથી તે રસ્તામાંથી ચાલ્યો ગયો એટલે હરિભદ્ર દેરાસરની બહાર આવી ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં જૈન સાધ્વીનો ઉપાશ્રય આવ્યો, ઉપાશ્રયમાંથી યાકીની મહત્તરા નામના સાધ્વીજી નીચે દર્શાવેલ પાઠ કરતા હતા તે તેમના કાને પડ્યા. "चक्की दुगं हरि पणगं, पणगं चक्कीण केशवो चक्की, केशव चक्की केशव, दु चक्की केशव चक्की य"। મહત્તરા સમજાવતાં હતાં કે ચક્રવર્તી અને વાસુદેવ ચાલુ અવસર્પિણી કાળમાં ક્યા ક્રમે જન્મ્યા છે. જૈન માન્યતા પ્રમાણે ખૂબ લાંબા સમયના કાળચક્ર એક પછી એક અનુસરતા હોય છે. સમયના ચક્રનો પહેલો અડધો ભાગ ઉત્સર્પિણી કાળ એટલે કે ચઢતીનો સમય 54 જૈન કથા સંગ્રહ Page #55 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભદ્વારિ કહેવાય. બીજા અડધા સમયને અવસર્પિણી એટલે કે પતનનો સમય કહેવાય. પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ અથવા નારાયો, ૯ પ્રતિ વાસુદેવો અથવા પ્રતિ નારાયો (વાસુદેવના દુશ્મનો, અને હુ બલરામ તેમ ૬૩ વિશિષ્ટ વ્યક્તિઓ દરેક ઉત્સર્પિણી તયા અવસર્પિણી કાળમાં જન્મે છે ROOD picy ぐり 500 000 OOOOON આચાર્ય જિનમન પાસે સાધુપણું સ્વીકારના મિનર જૈન થા સંગ્રહ 55 Page #56 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો વિદ્યાર્થી તરીકે હરિભદ્ર જૈન તત્ત્વજ્ઞાનના કેટલાક પાસાઓનો અભ્યાસ કર્યો હતો, પણ તેનો અભ્યાસ ઉપરછલ્લો હોવાથી સાધ્વી મહત્તરા શું બોલે છે તેની સમજ ન પડી. હવે શું કરવું તે હરિભદ્રને ન સમજાયું. અંતે તેમણે નક્કી કર્યું કે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈન સાધ્વી મહત્તરાના શિષ્ય બનવું. પોતાના ગર્વિષ્ટ સ્વભાવને બાજુ પર રાખી હિચકિચાટ વગર જૈન સાધ્વી પાસે જઈને ખૂબ જ નમ્ર ભાવે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. મહત્તરાએ સમજાવ્યું કે જૈન સાધ્વી પુરુષ શિષ્યને ભણાવી ન શકે માટે તમે મારા ગુરુ જિનભટ્ટસૂરિ પાસે જાઓ, જે તમને સારી સમજ આપશે. હરિભદ્ર આચાર્ય જિનભટ્ટ પાસે પહોંચી ગયા. તેઓએ હરિભદ્રને તે કડીની યોગ્ય રીતે વિવિધ પાસાથી સમજણ આપી. આચાર્યની જૈન દર્શનની દૃષ્ટિ જોઈને તેમને જૈનધર્મ વિશે વિશેષ જાણવાની ઈચ્છા થઈ. તેમણે આચાર્યને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી, આચાર્યએ એક જ શરતે હા પાડી કે તે તેમના કુટુંબ તથા અન્ય સગાં-સંબંધીની મંજૂરી લઈને આવે. હરિભદ્રને ખબર હતી કે પોતાનું કુટુંબ આ વાત સ્વીકારશે નહિ. તેમના સગાં-વહાલાંએ સખત વિરોધ કર્યો. તેમના પિતાએ તેને કહ્યું, “તેં બ્રાહ્મણ વિદ્વાન તરીકે ઘણું જ્ઞાન મેળવ્યું છે. તે તું શા માટે છોડવા માંગે છે? વાદ-વિવાદમાં તારી તોલે કોઈ આવે તેમ નથી. હવે કોણ કરશે? સહેજ પણ અકળાયા વગર હરિભદ્રે કહ્યું કે જૈનધર્મના ઊંડાણપૂર્વકના જ્ઞાન વગર તેમનું જ્ઞાન અધૂરું છે તેને માટે તેમણે જૈન સાધુ તો બનવું જ પડે. અંતે તેમના કુટુંબીજનોએ તેમને મંજૂરી આપી અને સંસારના તમામ સંબંધો છોડી તેઓ સાધુ તરીકે આચાર્ય શ્રી જિનભટ્ટના શિષ્ય બન્યા. તેઓએ ખંતથી જૈન હસ્તલિખિત ગ્રંથો તથા અન્ય પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમની ધગશ અને બુદ્ધિમત્તાને કારણે જૈનધર્મના મહાન વિદ્વાન બન્યા. આગમમાં રહેલા જૈન તત્ત્વજ્ઞાનમાં એમને સત્યની શોધ જણાઈ. હવે તેઓ જૈનધર્મને લાગુ પડતા તમામ સાહિત્યમાં પારંગત થયા. તેથી ગુરુ શ્રી જિનભટ્ટસૂરિએ તેમને આચાર્ય પદવી આપી. હવે તેઓ આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. આચાર્ય બન્યા પછી તેમણે જૈન પરંપરાને ખૂબ જ હોંશિયારી અને કાબેલિયતથી સંભાળી. તેમના જ્ઞાન અને બુદ્ધિથી આકર્ષાઈને ઘણાંએ જૈનધર્મ સ્વીકાર્યો. ઘણાં બધા સંસાર છોડી સાધુ બન્યા. જૈનધર્મએ તેમના વહીવટ દરમિયાન એક નવું જ પરિમાણ પ્રાપ્ત કર્યું. આચાર્ય હરિભદ્રના અનેક શિષ્યોમાં તેમની બહેનના બે દીકરા હંસ અને પરમહંસ પણ હતા. બૌદ્ધ ધર્મીઓની નબળાઈ જાણીને તેમને વાદ-વિવાદમાં હરાવી શકાય તે હેતુથી બંને ભાઈઓએ આચાર્ય પાસે બૌદ્ધ મઠમાં જવાની આજ્ઞા માંગી. પહેલાં તો આચાર્યએ તેમ કરવાની ના પાડી. પણ અંતે મંજૂરી આપી. તેઓ છુપાવેશે ગયા પણ બૌદ્ધ સાધુઓએ તેમની ચાલાકી પકડી પાડી. તેઓ ત્યાંથી નાસી છૂટ્યા પણ બૌદ્ધ સાધુઓ પાછળ પડી ગયા અને ઝપાઝપીમાં તેઓનું મૃત્યુ થયું. આચાર્ય હરિભદ્રને જ્યારે પોતાના ભાણેજોના કરુણ મૃત્યુના ખબર મળ્યા ત્યારે તેઓએ નિર્દયી ક્રૂરતા બદલ બૌદ્ધ સાધુઓને શિક્ષા કરવાનું વિચાર્યું. તેમણે વાદ-વિવાદ માટે પડકાર ફેંક્યો અને જે હારે તેને મારી નાંખવાની શિક્ષા કરવી એવું નક્કી થયું. હરિભદ્રસૂરિ ચર્ચામાં જીતી ગયા. તેમના બંને ભાણેજોના મૃત્યુના સમાચારથી ગુરુ જિનભટ્ટસૂરિ તથા સાધ્વી મહત્તરાએ ખૂબ જ દુઃખ અનુભવ્યું. છતાં તેમણે વિજયી બનેલા હરિભદ્રસૂરિને પરાજિતને મારી નાંખવાનો વિચાર છોડી દેવા કહ્યું. હરિભદ્રસૂરિને પણ સમજાયું કે હંસ અને પરમહંસ પ્રત્યેની આસક્તિને કારણે આવું હિંસક પગલું લેવાનું તેમણે વિચાર્યું હતું તેથી તેમણે ગુરુ જિનભટ્ટસૂરિ પાસે પ્રાયશ્ચિત માંગ્યું. ગુરુએ તેમને લોકોને ધર્મમાં સાચી શ્રદ્ધા થાય તેવા ગ્રંથો રચવાનું કહ્યું. હરિભદ્રસૂરિના જીવનનો આ મહત્ત્વનો વળાંક હતો. જૈન તત્ત્વજ્ઞાનને આવરી લેતાં લગભગ ૧૪૪૪ પુસ્તકો તેમણે લખ્યાં છે, પણ કમનસીબે હાલ આસરે ૧૭૦પુસ્તકો પ્રાપ્ય છે. 56. જૈન કથા સંગ્રહ Page #57 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભદ્ગરિ દશવૈકાલિક સુત્ર, તત્ત્વાર્યસૂત્ર, પંચસૂત્ર અને આવશ્યક સૂત્ર ઉપરનું તેમનું વિવેચન ખૂબ જ જાણીતા છે. ઉપરાંત તેમણે લલિત વિસ્તરા, ધર્મ સંગ્રહણી, ઉપદેશપદ, ષોડશક,પંચાશક, બત્રીશ-બત્રીશી,વિંશતિ-વિંશિકા, પંચવસ્તુ, અષ્ટક, ધર્મબિંદુ અને અનેકાંત જયપતાકા પણ તેમણે લખ્યાં છે. યોગ ઉપર લખનાર તેઓ પ્રથમ જૈન વિદ્વાન હતા. તેમણે યોગબિંદુ, યોગ વિંશિકા, યોગરાતક અને યોગદષ્ટિ સમુચ્ચય નામના ખૂબ જ અધિકૃત પુસ્તકો પણ લખ્યાં છે. જૈન સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સહુ તેમને કાયમ યાદ કરશે. હરણદ્રસૂરિનું સમગ્ર જીવન પવા જાણવાની ઉત્કૃષ્ટ ઝંખનાથી ભરેલું જણાય છે. પોતે સ્વીકૃત પ્રકાંડ બ્રાહ્મણ ખંત હોવા છતાં તેઓ એટલા જ ના હતા . કે સામાન્ય જન સાધ્વી પાસેથી શીખવા તૈર થયા. અભિમાન દૂર કરીને જ જ્ઞાન પ્રાપ્ત થાય. જેન સાગમમાં જન ધર્મના તત્ત્વાર્થ વાતો સહેલાઈથી સમજાઈ જાય તેવા ઐત બતાવી છે. જૈન ધર્મના સદ્ધાંતોને વ્યહારમાં શ્રદ્ધા અને શિસ્તબદ્ધ રીતે મૂક્વા માટે આગમોની ઊંડી સમજ જરૂરી છે. સૂક્ષ્મ છતાં તાર્કિક જ્ઞતે સચોટ અને અર્થપૂર્ણ જૈન ધર્મને સમજવામાં હરિભદ્રસૂરી સત્ય ચનાઓ ખૂબ જ મદદરૂપ થાય છે. જૈન થા સંગ્રહ 57 Page #58 -------------------------------------------------------------------------- ________________ 58 ગણઘરો અને આચાર્યો ૧૨. આચાર્ય હેમચંદ્ર ગુજરાતમાં અમદાવાદથી ૬૦ માઈલ દૂર આવેલા ધંધુકામાં ઈ. સ. ૧૦૮૮ માં મોઢ વણિક જ્ઞાતિમાં આચાર્ય હેમચંદ્રનો જન્મ થયેલો. ચાચીંગ અને પાહિની તેમના માતા-પિતા હતા. જ્યારે પાહિની ગર્ભવતી હતાં ત્યારે તેમને એક સુંદર સપનું જોયું હતું. તે સપનાનું વર્ણન તેમણે તે સમયે ધંધુકા સ્થિત આચાર્ય દેવસૂરિને કર્યું હતું. સપનાંને આધારે આચાર્યએ અનુમાન બાંધ્યું હતું કે પાહિની આધ્યાત્મિક દુનિયામાં નામ કાઢે તેવા પુત્રને જન્મ આપશે. પાહિનીએ પુત્રને જન્મ આપ્યો. જેનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. 11 આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાલના જીવનના વિવિધ પ્રસંનો જૈન ક્થા સંગ્રહ Page #59 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચંદ્ર બીજીવાર જ્યારે આચાર્ય દેવસૂરિ ધંધુકા આવ્યા ત્યારે પાહિનીને તેના દીકરા સાથે જોઈ તેઓએ પાહિનીને કહ્યું કે તારા આ અદ્વિતીય બુદ્ધિવાન દીકરાને મને આપી દે. તે મહાન ધર્મતારક બનશે. પાહિની પોતાના દીકરાને આપતાં અચકાતી હતી. આચાર્યએ તેને ખૂબ સમજાવી કે તે મહાન સાધુ થશે, અને જૈન પરંપરાને વધુ ઉવલ બનાવશે. સમાજના ઉત્થાન માટે પોતાના સ્વાર્થ અને પ્રેમનો ભોગ આપવા તેઓ તેને સમજાવે છે. અંતે પાહિની માની જાય છે, અને પોતાનો પુત્ર આચાર્યને સોપે છે. આચાર્ય તેને સાધુ બનાવે છે અને સોમચંદ્ર નામ આપે છે. સોમચંદ્ર પ્રખર બુદ્ધિશાળી હતો તેથી થોડા જ સમયમાં તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, ન્યાય, વ્યાકરણ અને બીજા કેટલાય વિષયોમાં વિદ્વત્તા પ્રાપ્ત કરી. સાથે સાથે સહનશીલતા, પવિત્રતા, સાદગી, નિર્મળ અને વિશુદ્ધ ચારિત્ર તથા ઉમદાપણું જેવા ગુણો પણ આપોઆપ આવી ગયા. એકવીસ વર્ષની નાની ઉંમરે આચાર્ય દેવસૂરિએ સોમચંદ્રને આચાર્ય પદવી આપી અને હેમચંદ્ર આચાર્ય નામ આપ્યું. ગુજરાતના રાજા સિદ્ધરાજના સહકારથી આચાર્ય હેમચંદ્રએ ઉમદા અને ઉચ્ચ પ્રકારના સંસ્કાર લોકોમાં સ્થાપિત કર્યા. સિદ્ધરાજના અવસાન પછી કુમારપાળ રાજા થયા. કુમારપાળ અને હેમચંદ્ર વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ કાયમ રહ્યો. આચાર્ય હેમચંદ્રએ સાત વર્ષ પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું કે કુમારપાળ ભાવિ રાજવી છે. હેમચંદ્રાચાર્યે એક વાર કુમારપાળનો જીવ પણ બચાવ્યો હતો. ત્યારથી કુમારપાળ તેમને ગુરુ ગણતા અને ઊંચું માન આપતા. કુમારપાળ હેમચંદ્રાચાર્યની સલાહ પ્રમાણે જ ચાલતા અને ખૂબ ટૂંકા ગાળામાં ગુજરાત અહિંસા, શિક્ષણ અને સંસ્કારની બાબતમાં મહત્ત્વનું કેંદ્ર બન્યું. હેમચંદ્રાચાર્યે કદી પોતાના વિકાસ કે ભાવિની ચિંતા નહોતી કરી. તેઓ હંમેશા પ્રજાના કલ્યાણનો જ વિચાર કરતા. કેટલાક બ્રાહ્મણો હેમચંદ્રાચાર્યના રાજા પરના પ્રભાવથી ખૂબ જ ઈર્ષ્યા કરતા, અને જૈનધર્મને તથા હેમચંદ્રાચાર્યને પછાડવા પ્રયત્ન કરતા. તેઓ રાજા કુમારપાળને મળ્યા અને હેમચંદ્રાચાર્યની ટીકા કરતા કહ્યું. “તે બહુ અભિમાની છે અને હિંદુ દેવ-દેવતાને તે માનતા જ નથી.” રાજા કુમારપાળ પોતાના ગુરુ વિરુદ્ધની વાતો માનવા તૈયાર ન હતા. પોતાની વાતની ખાતરી કરાવવા તેમણે રાજા કુમારપાળને કહ્યું કે હેમચંદ્રાચાર્યને ભગવાન શંકરના મંદિરમાં બોલાવો. તેમને ખાતરી હતી કે હેમચંદ્રાચાર્ય શંકરના મંદિરમાં આવશે નહિ અને શંકરને માથું નમાવશે નહિ. જેવા હેમચંદ્રાચાર્ય આવ્યા કે તરત જ રાજા કુમારપાળે તેમને ભગવાન શંકરના મંદિરમાં પોતાની સાથે આવવા જણાવ્યું. હેમચંદ્રાચાર્યે બિલકુલ આનાકાની વગર રાજાની વાત સ્વીકારી લીધી. બ્રાહ્મણોને લાગ્યું કે હેમચંદ્રાચાર્યને અપમાનિત કરવાનો આપણો પ્રયત્ન સફળ થશે, પણ બધાંના આશ્ચર્ય વચ્ચે હેમચંદ્રાચાર્યે ભગવાન શિવને નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે ભવચક્રને જન્મ આપનાર રાગ અને દ્વેષનો નાશ કરનાર એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. પછી તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય કે જિન હોય.” _ આચાર્ય હેમચંદ્રના આ ઉમદા કાર્યથી એ પૂરવાર થયું કે તેઓ ગમે તે ધર્મના પરમાત્માના ગુણોને પ્રણામ કરે છે. જૈનધર્મ બીજા ધર્મની સરખામણીમાં પોતાને શ્રેષ્ઠ નથી ગણાવતો પણ શાંતિપૂર્વકના સહ અસ્તિત્વમાં માને છે. આચાર્ય હેમચંદ્રના પ્રભાવથી રાજા કુમારપાળે જૈનધર્મ અંગીકાર કર્યો. હિંસા અને કોઈપણ પશુને મારવા પર પ્રતિબંધ મૂક્યો. જૈનધર્મમાં ચીંધેલા ઘણાં નિયમો અમલમાં મૂક્યા. કેવળ જૈનો જ નહિ પણ ગુજરાતની બીજી બધી પ્રજાને પણ શાકાહારી બનાવી. જૈન કથા સંગ્રહ S9 Page #60 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો આચાર્ય હેમચંદ્રએ ઘણી સાહિત્યિક પદ્ય રચનાઓ પણ કરી હતી. રાજ્યકક્ષાએ અહિંસાને અમલમાં મૂકાવનાર તેઓ પ્રથમ હતા. ગુજરાતને એક કરવાનું કામ પણ તેમણે જ કર્યું હતું. અધ્યાત્મશાસ્ત્રની શાખામાં તે યોગી હતા. યોગ ઉપરનું સુંદર વિવરણ કરતું પુસ્તક યોગશાસ્ત્ર ખૂબ જ જાણીતું છે. લોકો તેમને કલિકાલ સર્વજ્ઞ એટલે અંધકાર યુગમાં તમામ જાતના જ્ઞાનના પ્રખર વિદ્વાન કહેતા. તેમનું અવસાન ઈ. સ. ૧૧૭૩ માં ૮૪ વર્ષની ઉંમરે થયું. આચાર્ય હેમચંદ્રના પ્રભાવ અને તેમના જૈનધર્મના સાહિત્યિક કામને લીધે જૈન સમાજ અને ગુજરાત હંમેશા ઉવળ રહેશે. માં પ્રાર્થનાઍ કરેલો પૉતાના પુત્ર રૉહનો ત્યાગ ખરૅખર પ્રશંસનીય છે. જૈનધર્મને મળેલી એ મહાન ભેટ છે. હેમચંદ્ર આચાર્યના પરિચયમાં શ્રાવતાં રાજા કુમારપાલે જૈનધર્મે અંગ(કાર કર્યા. જેના પરિણામે સમગ્ર ગુજરાતમાં જૈનશ્ચમે અન્ને અહિંસાના સિદ્ધાંતના પાલન માટે શાકાહાન્ને ઉતેજન મળ્યુ. હેમચંદ્ર. આચાર્યની અસંધ્ય સાહસ્ત્રિક ૨ચનાઓ આપણો કિંમતી ખજાનો છે. કેવળ તેમના પરતકો વાંચવાથી પણ આપણે તેમને અંજલિ આપી શકીએ તેમ છીએ. 60 જૈન કથા સંગ્રહ Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૩ ભગવાન મહાવીરના સમય પહેલાની થાઓ ૪૩ A-An | HE'] Page #62 -------------------------------------------------------------------------- ________________ "Only that man can take a right decision, whose soul is not tormented by the afflictions of attachment and aversion" -Isibhäsiyam (44/1) Page #63 -------------------------------------------------------------------------- ________________ ભરત અને બાહુબલિ ૧૩. ભરત અને બાહુર્માલ ભગવાન ઋદૈવ અથવા આદિનાથ સંસારને છોડ્યા પહેલાં રાજા પભુદેવ તરીકે ઓળખાતા હતા. તેમને સુમંગલા અને સુનંદા નામે બે રાણી હતી. સુમંગલાથી ૯૯ પુત્રો થયા હતા. જેમાં ભરત સૌથી મોટો અને સુવિખ્યાત હતો તથા બ્રાહ્મી નામે એક દીકરી હતી. સુનંદાને બાહુબલિ નામે એક દીકરો અને સુંદરી નામે એક દીકરી હતી. સહુને તમામ પ્રકારના વ્યવસાય અને કળામાં યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. ભરત મહાન યોદ્ધો અને કુશળ રાજકારણી બન્યો. બાહુબલિ ઊંચો મજબૂત બાંધાનો સંસ્કારી યુવક હતો. બાહુ એટલે બાવડા અને બિલ એટલે તાકાતવાન. જેના બાવડામાં ખૂબ જ તાકાત છે તે બાહુબલિ. બ્રાહ્મી સાહિત્યિક કળામાં ખુબ જ પ્રવીણ હતી. તેણે બ્રાહ્મી નામની લિપિ પ્રચલિત કરી હતી. સુંદરી ગતિ વિદ્યામાં કાબેલ હતી. ભગવાન ઋષભદેવ સર્વજ્ઞ બન્યા એટલે બંને દીકરીએ પણ સંસારનો ત્યાગ કરી તેમની શિષ્યા થઈ ગઈ. રાજા તરીકે ઋષભદેવના માથે વિશાળ રાજ્યની જવાબદારી હતી. સર્વજ્ઞ થયા પછી વિનિતા શહેર જે પછીથી અયોધ્યા તરીકે ઓળખાતું તે ભરતને આપ્યું અને તક્ષશિલા (દિગંબર હસ્તપ્રત પ્રમાણે પોતનપુર) બાહુબલિને આપ્યું. બાકીના દીકરાઓને વિશાળ રાજ્યના જુદા જુદા ભાગો આપ્યા. ભરત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. તે આખા વિશ્વનો સમ્રાટ બનવા માંગતો હતો. આ હેતુથી તેણે સુદ્દઢ સૈન્ય વિકસાવ્યું અને યુદ્ધ માટેના આધુનિક સાધનો વિકસાવ્યા. તેની પાસે ચક્રરત્ન નામનું અલૌકિક સાધન હતું જે કદાપિ નિશાન ચૂકતું નહિ. કોઈની પાસે તેના જેવું કસાયેલું સૈન્ય ન હોવાથી તેણે એક પછી એક વિનિતાની આજુબાજુના રાજ્યો સહેલાઈથી જીતી લીધા. તેના ૯૮ ભાઈઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા સમજાવ્યા. તેઓ ભગવાન ઋષભદેવ પાસે શું કરવું તેની સલાહ માટે મળ્યા. ભગવાને સમજાવ્યું કે બહારના દુશ્મનોને જીતવાનો કોઇ અર્થ નથી, ખરી જીત તો અંદરના દુશ્મનો ઉપર મેળવવાની છે. સાચું સામ્રાજ્ય મુક્તિમાં રહેલું છે તેમ સમજાવ્યું. ભાઈ સાથેના યુદ્ધની નિરર્થકતા તેઓને સમજાઈ ગઈ, અને પોતાના તમામ રાજ્યો ભરતને સુપ્રત કરી દીધા. રાજપાટ તેમજ સંસાર છોડીને તેઓ ભગવાન ઋષભદેવના શિષ્ય બની ગયા. હવે એકલા બાહુબલિને જ જીતવાનો બાકી હતો. તે કોઈપણ સંજોગોમાં તાબે થવા તૈયાર ન હતો. પિતા તરફથી મળેલું રાજ્ય યોગ્ય રીતે ચલાવવા તેના આગવા દૃષ્ટિકોણ હતા. તેનામાં દુશ્મનો સામે લડવાની તાકાત અને શક્તિ હતાં. તેથી જ્યારે ભરત તરફથી આશ્રિત રાજવી તરીકે રહેવાનું કહેણ આવ્યું તો તે ન સ્વીકારતા યુદ્ધ કરવાની તૈયારી કરી. બંને ભાઈઓ તાકાતવાન હતા, તેથી યુદ્ધ લાંબુ ચાલશે અને મોટા પાયે લોહી રેડાશે તેવી આશંકાથી બંને પક્ષના સલાહકારોએ આ મહાન સંગ્રામ અટકાવવા ઘણાં પ્રયત્નો કર્યા પણ બેમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર ન હતા. છેલ્લા પ્રયત્ન રૂપે તેમના સલાહકારોએ સૂચવ્યું કે તમારા બેમાંથી કોણ શ્રેષ્ઠ છે એ જ જો નક્કી કરવાનું હોય તો બીનજરૂરી લોહી વહેવડાવ્યા વિના તમે બંને લડાઈ કરો અને વિજેતાને સર્વોપરિ બનાવો. બંનેને લાગ્યું કે આ ઉત્તમ વિચાર છે અને તેથી બંને સહમત થયા. દ્વંદ્વયુદ્ધથી વિજેતા સારી રીતે નક્કી થશે. જૈન થા સંગ્રહ 63 Page #64 -------------------------------------------------------------------------- ________________ 64 ભગવાન મહાવીરના સમય પહેલાની થાઓ બંનેએ દ્વન્દ્વયુદ્ધના નિયમો જાણ્યા અને કબૂલ થયા. યુદ્ધનો દિવસ આવી પહોંચ્યો. ભરતે જાતજાતના શસ્ત્રોથી બાહુબલિને હંફાવવા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ભરતને પોતાની બહાદુરીનું ખૂબ જ અભિમાન હતું. તેથી પરાજય કેટલો શરમજનક લાગશે તેવું વિચારવા લાગ્યો. જો તે હારી જશે તો આખા વિશ્વપર રાજ્ય કરવાની તેની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ નહિ થાય. તે ખૂબ જ હતાશ થઈ ગયો. તેણે તેના અલૌકિક શસ્ત્ર ચક્રરત્નનો ઉપયોગ કર્યો, અને જાણી જોઈને યુદ્ધના નિયમનો ભંગ કર્યો. પરંતુ તે શસ્ત્રની મર્યાદા હતી કે લોહીનો સંબંધ હોય તેને નુકસાન ન કરી શકે. તેથી છોડેલું ચક્ર ભરત પર પાછું આવ્યું અને બાહુબલિ બચી ગયા. ON SOS SOI C રાજા ભરત અને રાજા બાહુબલિના જીવનના પ્રસંગો દ્વન્દ્વયુદ્ધના નિયમોના ભંગ બદલ બાહુબલિ ખૂબ જ ગુસ્સે થયા. પોતાના શક્તિશાળી મુક્કાથી મોટાભાઈને છૂંદી નાંખવાનો વિચાર આવ્યો. એ હેતુથી ઉંચકાયેલી મુઠ્ઠી જોઈને લોકો ભરતના ભયાનક મૃત્યુના વિચારથી ડરી ગયા. બાહુબલિ ગુસ્સામાં આવીને મુક્કો ઉગામવા જતા હતા ત્યાં જ મનમાં વિચાર આવ્યો, “અરે! હું આ શું કરું છું? હું ગાંડો તો નથી થઈ ગયોને, જે રાજ્ય મારા પિતાશ્રીએ છોડી દીધું અને મારા બાકીના ભાઈઓએ જતું કર્યું તેને માટે હું મોટાભાઈને મારવા તૈયાર થયો છું?” ભાઈના ભયાનક મૃત્યુના વિચાર માત્રથી તે ધ્રૂજી ઊઠ્યા. તે જ ક્ષણે તેમણે વિચાર બદલ્યો. માન આપવા લાયક ભાઈને મારવાના ખરાબ ળના વિચારે મારવા માટે ઊંચી થયેલી મુઠ્ઠી નીચે કરવાને બદલે પોતાના માથાના વાળ ખેંચી લીધા. (સાધુ દીક્ષા સમયે લોંચ કરે તેમ) અને સર્વસ્વનો ત્યાગ કરીને પોતાની જાતે સાધુ થયા. પણ હજુ બાહુબલિનું અહમ્ અને અભિમાન ગયા ન હતા. જો તેઓ ભગવાન પાસે જાય તો તેમનાથી પહેલા તેમના ૯૮ નાના ભાઈઓ જે સાધુ થયા છે તેમને નમસ્કાર કરવા પડે. જે તેમને તેમના અભિમાનના કારણે મંજૂર ન હતું. તેઓએ વિચાર કર્યો કે પોતે જો કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને જો ભગવાન પાસે જાય તો પછી કોઈને પણ નમસ્કાર ન કરવા પડે. તેથી બાહુબલિ પોતાની જાતે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા જ્યાં ઊભા હતા ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે ધ્યાનમાં એવા ઊંડા ઉતરી ગયા કે કેટલો સમય પસાર થઈ ગયો તે પણ તેમને ખબર ન પડી. ભોંય પરના વેલાઓ તેમના પગ પર ચઢવા લાગ્યા. જૈન થા સંગ્રહ Page #65 -------------------------------------------------------------------------- ________________ ભરત અને બાહુબલ આમને આમ એક વર્ષ પસાર થઈ ગયું. પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ કારણ કે અભિમાન છોડ્યા વગર કેવળજ્ઞાન થાય નહિ. તેમને સાચા રસ્તે લાવવા માટે આખરે ભગવાન ઋષભદેવે બાપી અને સુંદરીને મોકલ્યાં. તેઓએ જોયું તો બાહુબલ એક ખડક જેમ અચળ ઊભા ઊભા ધ્યાન કરી રહ્યા છે. બંને બહેનોએ શાંતિથી બાહુબલિને સમજાવ્યું કે હાથી પર સવાર થવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય. તે માટે તો નીચે ઉતરવું પડે. બહેનોનો પરિચિત અવાજ કાને પડતાં જ તેણે આંખો ખોલી. તે હાથી પર તો બેઠા જ હતા નહિ. ધડીવાર તો તેમને બહેનોની વાત સમજાઈ નહિ પછી તેમને ખ્યાલ આવ્યો કે અભિમાન રૂપી હાથીની આ વાત છે. તરત જ મનમાંથી અભિમાન કાઢી નાંખ્યું અને ભગવાન ઋષભદેવ પાસે જઈ ૮ નાના ભાઈઓને વંદન કરવાનું વિચાર્યું. હવે અભિમાન ઓગળી ગયું. અને નમ્રતાએ તેનું સ્થાન લીધું. કેવળજ્ઞાનની તરત જ પ્રાપ્તિ થઈ અને તેઓ સર્વજ્ઞ બન્યા. દિગંબર પરંપરા પ્રમાણે આ યુગમાં સંસારથી મુક્તિ મેળવનારા બાહુબલિ પ્રથમ હતા. (શ્વેતાંબર માન્યતા પ્રમાણે ઋષભદેવના માતા મરુદેવીએ સૌ પ્રથમ સંસારમાંથી આ યુગમાં મુક્તિ મેળવી હતી.) શ્રવણ બેલગોડામાં બાહુબલિની મૂર્તિ જૈન કથા સંગ્રહ 65 Page #66 -------------------------------------------------------------------------- ________________ 66 ભગવાન મહાવીરના સમય પહેલાની થાઓ આ બનાવની સ્મૃતિમાં દક્ષિણ ભારતમાં બેંગલોર નજીક શ્રવણ બેલગોડામાં બાહુબલિની પ૭ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી. જેના ઉપર દર ૧૨ વર્ષે મહાઅભિષેક કરવા દેશ-પરદેશથી હજારો જૈનો ત્યાં આવે છે. આ શિલ્પ એકજ પથ્થરમાંથી બનાવેલું લગભગ ૧૦૦ વર્ષ જૂનું છે. યાત્રીઓ અને મુલાકાતીઓ આ અદ્ભુત મૂર્તિને એવા આવે છે. ખુલ્લા આકાશ નીચે હોવા છતાં હજુ આ મૂર્તિ અણીશુદ્ધ ઊભી છે. આ સમક્ષ દરમિયાન ભરત વિશ્વના ચક્રવર્તી બન્યા. આ અવસર્પિણી કાળના તે પ્રથમ ચક્રવર્તી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન પ્રજા સુખી હતી. ભારત તે સમયે ભારતવર્ષ (ભરતવર્ષ) તરીકે જાણીતું બન્યું. ભરત પણ બધી જ રીતે સુખી હતા. તેમણે ઘણો લાંબો સમય રાજ્ય કર્યું. એકવાર એમના હાવની આંગળી પરથી વીંટી ની કળીને નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી શોભતી નહોતી, જિજ્ઞાસા ખાતર તેમણે શોભા આપતા બધા જ આભૂષણો તથા રાજમુગટ કાઢી નાંખ્યા. અરીસામાં જોયું તો તે પહેલાં જેવા સુંદર નહોતા લાગતા. આથી એમના મગજમાં વિચારની હારમાળા ચાલવા લાગી, “હું મારી જાતને સુંદર અને સશક્ત માનું છું પણ એ શોભા તો આ દાગીનાના પ્રતાપે છે, જે શરીરનો ભાગ નથી અને શરીર પણ કેવળ ઘડ-માંસનું જ બનેલું છે. તો પછી એ શરીરની આટલી બધી માયા શા માટે? આ શરીર કાયમ રહેવાનું નથી. બધું પાછળ છોડી જ દેવાનું છે. કાયમ રહે એવો તો એક આત્મા જ છે.” એમણે એક મહત્ત્વનો નિર્ણય કર્યો. “આ ક્ષણભંગુર નાશવંત વસ્તુઓનો ત્યાગ કરી પિતાની જેમ શાશ્વત આત્માને જ કેમ ન આરાધું?” આમ દુન્યવી સુખો પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ. શ્વેતાંબર પરંપરા પ્રમાણે એમની વિચારધારા ઉત્તરોત્તર શુદ્ધ થતાં એમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તે જ સમયે તેમને કેવળજ્ઞાન આરીસા ભુવનમાં થયું. દિગંબર પરંપરા પ્રમાણે સંસારનો ત્યાગ કરી સાધુ થયા અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આયુષ્ય પૂરુ થતાં મુક્તિ મળી ગઈ. અહંકાર અને આત્મસાક્ષાત્કાર પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. અભિમાન અને અહંકાર માણસ નકારાત્મક કર્માં બાંધે છે અને તે આ વાર્તામાં બતાવ્યા પ્રમાણે સંહારક વર્તણૂંક કરે છે. અહંકાર ગુસ્સાનું કારણ બને છે અને તે અૌદ્ધિક કાર્યાં કરવા પ્રેરે છે. આત્મસાક્ષાત્કાર અને સર્વજ્ઞતાના માર્ગ પર અહંકાર અને અમમાન પર જય મેળવવો પડે છે. બેનધર્મનો ખાસાનો સિદ્ધાંત નમ્રતાનો ગુણ સમે કેળવવો જોઈએ. જૈન ક્યા સંગ્રહ Page #67 -------------------------------------------------------------------------- ________________ રાજા મેઘશ્ય ૧૪. રાજા મેઘરથ સ્વર્ગના દેવ ઇન્દ્રએ દેવોની સભામાં પૃથ્વી પરના રાજા મેઘરથની બહાદુરી અને દયાળુપણાની ખૂબ પ્રશંસા કરી. એમણે કહ્યું કે રાજા મેઘરથ પોતાના શરણે આવેલાને રક્ષણ આપવા માટે પોતાના પ્રાણ આપતાં પણ અચકાય નહિ. બે દેવોએ ઇંદ્રની વાતનો વિરોધ કર્યો. તેથી ઇંદ્રએ તેમને પૃથ્વીપર જઈને જાતે જ જોઈ લેવા જણાવ્યું. તેઓએ વેશપલટો કરી એકે કબૂતરનું તથા બીજાએ શિકારી બાજ પક્ષીનું રૂપ લીધું. પૃથ્વીપર રાજા મેઘરથ સભામાં તેમના રાજવી પરિવારજનો સાથે બેઠા હતા. એકાએક ખુલ્લી બારીમાંથી એક કબૂતર બેઠા હતા ત્યાં ધસી આવ્યું અને ગોળ ગોળ આંટા મારવા લાગ્યું. રાજાના આશ્ચર્ય વચ્ચે કબૂતર તેમના ખોળામાં આવીને બેસી ગયું. તે ભયનું માર્યું ખૂબ ધ્રૂજતું હતું. રાજાને લાગ્યું કે કબૂતર કોઈ ભયથી ફફડી રહ્યું છે અને મહેલમાં તે આશ્રય શોધતું આવ્યું છે. એટલામાં એક બાજ પક્ષી ઊડતું ઊડતું રાજસભામાં આવ્યું. તેણે રાજાને કહ્યું, “આ કબૂતર મારો ખોરાક છે, તે મને આપી દો.” રાજાએ તો બાજ પક્ષીની વાત સાંભળી. તેણે જવાબ આપ્યો, “આ તારો ખોરાક છે એ સાચું પણ તે અત્યારે મારી શરણમાં રક્ષણ માટે છે. હું તને આ કબૂતર નહિ આપું એના બદલામાં તારે જે જોઈએ તે ખોરાક આપું.” પક્ષીની જિંદગી બચાવવા પોતાનું માંસ સ્વીકારવાનું કહેતા રાજા મેધથ 67 જૈન કથા સંગ્રહ Page #68 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ રાજાએ ચાકરોને ટોપલા ભરીને શાકભાજી તથા ફળફળાદિ લાવવા કહ્યું. બાજ પક્ષીએ કહ્યું, “હું કાંઈ માણસ નથી કે શાકાહારી પણ નથી. મને તો ખોરાક તરીકે માંસ જ જોઈએ.” રાજા મેઘરથે કહ્યું, “કબૂતરના બદલામાં હું તને મારું માંસ આપું.” રાજાની LATA(Qaavaan a પક્ષીની જિંદગી બચાવવા પોતાની જિંદગીનું બલિદાન આપતા રાજા મેઘરથ 68 જૈન કથા સંગ્રહ Page #69 -------------------------------------------------------------------------- ________________ રાજા મેઘરથ વાત સાંભળી દરબારીઓએ રાજાના માંસને બદલે બજારમાંથી કસાઈ પાસેથી માંસ લાવવાનું સૂચવ્યું. રાજાએ મનાઈ કરી કહ્યું. કસાઈ માંસ માટે બીજા પ્રાણીને મારશે. આ કબૂતર મારા શરણે આવ્યું છે અને તેનું રક્ષણ મારી જવાબદારી છે. સાથે બીજા કોઈ પ્રાણીને ઇજા ન થવી જોઈએ. તેથી હું મારું જ માંસ આપીશ.” આટલું કહીને રાજાએ છરી હાથમાં લીધી અને પોતાની સાથળનું માંસ કાપીને બાજને આપ્યું. આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. બાજે કહ્યું, “મારે તો કબૂતરના વજન જેટલું જ માંસ જોઈએ.” રાજાએ સભામાં ત્રાજવાં મંગાવ્યાં. એક પલ્લામાં કબૂતર મૂક્યું અને બીજા પલ્લામાં રાજાનું માંસ મૂક્યું. રાજા કાપી કાપીને માંસ મૂકતા જ ગયા પણ કબૂતરનું પલ્લું ભારે જ રહ્યું. અંતે રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકવાની તૈયારી બતાવી. અજાણ્યા પક્ષી માટે રાજા પોતાના પ્રાણ આપવા તૈયાર થયા તે જોઈ આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજા તો શરણે આવેલા પક્ષીને બચાવવા પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાજા તો સામેના પલ્લામાં આંખો બંધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગયા. જેવું રાજાએ ધ્યાન શરૂ કર્યું કે કબૂતર અને બાજ તેમના અસલ દેવ સ્વરૂપમાં આવી ગયા. બંને જણા રાજાને નમી પડ્યા અને કહ્યું, “હે મહાન રાજવી, ઇંદ્રએ તમારા જે વખાણ કર્યા હતાં તે યથાર્થ જ હતા. અમે કાન પકડી કબૂલ કરીએ છીએ કે તમે મહાન દયાળુ રાજા છો.” ફરી ફરી રાજાની પ્રશંસા કરતા તેઓ રાજાને પ્રણામ કરીને ચાલ્યા ગયા. આખો દરબાર આનંદિત થઈ ગયો અને ઘોષણા કરવા લાગ્યો, “રાજા મેઘરથ ઘણું જીવો’ આ રાજા મેઘરથનો જીવ ત્રીજા ભવમાં સોળમા તીર્થંકર શાંતિનાથ બન્યા. આ વાત શીખવૅ છે કે કમનસીબ દુઃખી લોકોનું રક્ષણ કરવાની આપણી કૃષ્ણ ફરજ છે. કોઈનું દુખ દર્દ જોઈને માખણને દયા ભ્રાત્રે એટલું જ નહિ પણ તેની પીડા સ્રોછા કરવાના પ્રયત્નો કરીએ તૉ જ સાચા દયાળુ કહેવાઈએ. સાચો દયાળુ ગ?બોને આર્થિક સહાય કરૈ -અને ભૂગ્ગા તથા જરુરિયાતવાળાને ખાવાનું આપે. દયાળુ માણસ પોતાની જિંદગી બચાવવા બીજાને નુકશાન ન કરેં. પરંતુ બીજાના જીવન માટે પોતાની જિંદગીનો ભોગ આપે. 69 જૈન કથા સંગ્રહ Page #70 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ ૧૫. સાધુ નંદિષણ સાધુ નંદિષેણ મહાન જ્ઞાની અને સેવાભાવી સાધુ હતા. એમના સેવાભાવની સ્વર્ગમાં પણ પ્રશંસા થતી. એક દિવસ ઇંદ્રએ પોતાની સભામાં પોતાના દેવો સમક્ષ નંદિષણની પ્રશંસા કરી. ઇન્દ્ર દ્વારા કરાયેલી નંદિષણની પ્રશંસાથી શંકાશીલ બનેલા બે દેવોએ નંદિષણની પરીક્ષા કરવાનું નક્કી કર્યું.દૈવી શક્તિને કારણે દેવો ગમે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકતા અને ક્ષણમાં ગમે ત્યાં પહોંચી શકતા. બે દેવો, એક ઘરડા અને એક જુવાન સાધુનું રૂપ લઈને નંદિષેણના ગામની બહારની વાડીમાં આવી પહોંચ્યા. આજે નંદિષણને ઉપવાસનું પારણું હતું. તેઓ હમણાં જ ગોચરી લઈને આવ્યા હતા, અને પારણું કરવા બેસતા હતા. ત્યાં જ જુવાન સાધુએ આવીને કહ્યું, ‘‘ધર્મલાભ, ત્યાં વાડીમાં એક ઘરડા સાધુ ભૂખ તરસથી તડપી રહ્યા છે. તેઓ ખૂબ જ અશક્ત છે. તમારી મદદની જરૂર છે.” આ શબ્દો સાંભળતાં જ નંદિષણ ઊભા થઈ ગયા. સ્વચ્છ પાણી લઈને વૃદ્ધ સાધુ પાસે પહોંચી ગયા. નંદિષેણને જોતાં જ વૃદ્ધ સાધુ તાડૂકી ઊઠ્યા, “ઓ, મહાનાલાયક, હું અહીં પીડાઈ રહ્યો છું અને તું મારી કોઈ દરકાર જ નથી કરતો?” વૃદ્ધ સાધુની સેવા કરતા સાધુ નંદિપેણ જૈન કથા સંગ્રહ Page #71 -------------------------------------------------------------------------- ________________ સાધુ નંદિપેણ નંદિષણ સહનશીલ ક્ષમાવંત હોવાથી સાધુના ગુસ્સાનો કોઈ જવાબ ન આપ્યો. ખૂબ જ શાંતિથી કહ્યું, “ગુરુવર્ય, મને માફ કરો, હું આપના માટે પાણી લાવ્યો છું.” નંદિષેણે વૃદ્ધ સાધુને પાણી પાયું. તેમનું મોં, કપડાં વગેરે સાફ કર્યા અને બેસવા માટે મદદ કરી. વળી પાછા વૃદ્ધ સાધુ ગુસ્સે થયા, ‘અશક્ત છું મારાથી બેસતું નથી અને તું મને બેસાડે છે?’ નંદિષેણે કહ્યું, “હું આપને બેસવામાં મદદ કરીશ. ચિંતા ના કરશો. આપ ઇચ્છો તો હું આપને વધુ સગવડ લાગે તે માટે ઉપાશ્રયમાં લઈ જાઉં.” સાધુએ જવાબ આપ્યો, “મને પૂછવાની શી જરૂર? તને ઠીક લાગે તો મને લઈ જા.” સાધુ નંદિષેણે સાચવીને વૃદ્ધ સાધુને પોતાના ખભા પર બેસાડીને ધ્યાનપૂર્વક સંભાળીને પગલાં ભરતાં ઉપાશ્રય તરફ લઈ જવાનું શરૂ કર્યું. વૃદ્ધ સાધુ નંદિષણની વધુ પરીક્ષા કરવા ઇચ્છતા હતા તેથી તેમણે પોતાનું વજન ધીમે ધીમે વધારવા માંડ્યું. વજન વધવાને કારણે નંદિષેણ થાકી જવા લાગ્યા અને પડવા જેવા થઈ જતા. તેથી વૃદ્ધ સાધુએ ગુસ્સે થઈને કહ્યું, “શું થયું છે તને? જોઈને સંભાળપૂર્વક ચલાતું નથી? મારું આખું શરીર હલાવી નાંખે છે. માંદા માણસને આવી રીતે લઈ જવાય?” સાધુ નંદિષણના કરુણપૂર્ણ કાર્યોની પ્રશંસા કરતા દેવદૂતો જૈન કથા સંગ્રહ Page #72 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ સાધુના કડવા અને ગુસ્સાભર્યા શબ્દો સાંભળવા છતાં નંદિષેણ ખૂબ જ સ્વસ્થ રહ્યા અને કહ્યું, “માફ કરો, હવે હું ખૂબ જ ધ્યાન રાખીશ.” સાધુની ખોટી ખોટી ટીકાઓ સાંભળવા છતાં ખૂબ જ કાળજીથી નંદિષેણે ચાલવા માંડ્યું અને સાધુને કેવી રીતે સારા કરવા તે વિચારવા લાગ્યા. અંતે વૃદ્ધ સાધુને લઈને નંદિષેણ ઉપાશ્રયે આવી ગયા. આખા રસ્તે વૃદ્ધ સાધુએ જોયું કે ગમે તેટલા અપમાનિત કરવા છતાં નંદિષેણ ખૂબ જ મદદરૂપ રહ્યા. વૃદ્ધ સાધુએ પોતાનું અસલ રૂપ ધારણ કર્યું અને નંદિષણને નમી પડ્યા અને કહ્યું, “ખરેખર, તમે સાચા સાધુના ઉદાહરણરૂપ છો. ઇંદ્રએ તમારી જે પ્રશંસા કરી હતી તેને માટે તમે યોગ્ય જ હતા. હું પણ ખૂબ જ પ્રસન્ન છું. તમે જે ઈચ્છા ધરાવશો તે સર્વ તમે પ્રાપ્ત કરી શકશો.” “અરે દેવ, આ માનવ અવતાર ઘણો કિંમતી છે. માનવ અસ્તિત્વથી કિંમતી બીજું કાંઈ નથી. મને જે મળ્યું છે તેનાથી સંતોષ છે. મારે કોઈ જ ઇચ્છા નથી.” દેવ નંદિષણના પગમાં પડી ગયા અને પોતાના સ્થાને પાછા વળી ગયા. આ વાત શીખવૅ છે કે સહનશક્તિ, શરત અને સંતોષ એ જૈનધ્ધર્મના પાયાનાં મૂલ્યો છે. પહેલા અને અતિ મહત્વની વાત એ હતી કે સંત નંદષેણ પોતાની જિંદગી સાધુઑન ઍવા ૨વા માટૅ સમર્પી દીધી. આ ઉત્તમ કાર્ચ વધારૈમાં વદ્યારે ત્યાગ અને શરત માંગે છે. સંત નંદષેણાની સહનશીલતાની કસોટી ગંધર્વ કરી રહ્યા છે તે જાણસા બના તેઑ સહનt | સેવા કરતા એ મહત્વનો મુદ્દો છે. ઍનો અર્થ એ કે તેઓ સાધુના સેવામાં સંપૂર્ણ સમર્પિત હતા અને પોતે જે કરતા હતા તેમાં અતુટ શ્રદ્ધા હતો. જયા૨ે ગંધલૉઍ વરદાન માંગવાનું કહ્યું ત્યારે પણ તેમણે પોતાના જીવનમાં પૂર્ણ સંતોષ છે તેમ બતાવ્યું. આમાં પણ તેમનો અપરિગ્રહનો સિદ્ધાંત સૂચક બને છે. જૈન કથા સંગ્રહ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ અને મયણાસુંદરી ૧૭. શ્રીપાલ અને મયણાસુંદરી ચંપાનગરના રાજા સિંહરથ અને રાણી કમલપ્રભાને શ્રીપાલ નામે એક દીકરો હતો. શ્રીપાલ પાંચ વર્ષનો હતો ત્યારે રાજાનું અવસાન થયું. રાજા સિંહરથનો ભાઈ અજિતસેન મહત્ત્વાકાંક્ષી હતો, તેથી આ તકનો લાભ લઈ રાજ્ય લઈ લીધું. પોતાના રાજ્યપદ માટે શ્રીપાલ કાંટા બરાબર હતો. માતા કમલપ્રભાને અજિતસેનના ખરાબ ઇરાદાની જાણ થઈ એટલે કુંવરને લઈને રાજ છોડી જતી રહી. આ વાતની જાણ અજિતસેનને થઈ એટલે તેના વિશ્વાસુ સિપાઈઓને તેમની પાછળ દોડાવ્યા. એક સ્ત્રી બાળકને ઊંચકી દોડતી કેટલે દૂર જઈ શકે? સિપાઈઓ તેની નજીક આવી ગયા જાણીને એક કોઢીયાઓનું ટોળું જતું હતું તેમાં તેમની સાથે જોડાઈ ગઈ. તેઓએ બાળકને કોઢના રોગનો ચેપ લાગશે તેવી ચેતવણી આપી પણ બાળકને બચાવવા આટલું જોખમ તો ઉઠાવવું પડે તેમ હતું. શ્રીપાલ ઘણો બહાદુર અને દેખાવડો હતો. તેથી કોઢીયાઓ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. છતાં શ્રીપાલને પણ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. શ્રીપાલ યુવાન થયો એટલે તેને પોતાનો નેતા બનાવ્યો અને તેને ઉમરાણા નામે ઓળખવા લાગ્યા. ફરતાં ફરતાં એક દિવસ તેઓ માળવાની રાજધાની ઉજ્જયિનીમાં આવી ચઢ્યા. ઉજજયિનીમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સૌભાગ્યસુંદરી તથા રૂપસુંદરી નામે બે રાણી હતી. સૌભાગ્યસુંદરીને સુરસુંદરી અને રૂપસુંદરીને મયણાસુંદરી નામે દીકરી હતી. તે બંને ખૂબ સુંદર અને ચતુર હતી. રાજાને બંને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. બંનેના યોગ્ય અને ઉત્તમ ઘડતર માટે ખાસ સગવડ કરી હતી. બંને દીકરીઓ બધી કળામાં પારંગત થઈ ગઈ, એટલે રાજાએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું. બંનેને દરબારમાં બોલાવી રાજાએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા તેના સરસ જવાબો આપ્યા. અંતે છેલ્લા પ્રશ્નરૂપે રાજાએ પૂછ્યું કે આ બધી સાહ્યબી તથા સગવડો તમને કોના પ્રતાપે મળી? ખૂબ જ નમ્રતાપૂર્વક સુરસુંદરીએ રાજાની મહેરબાનીથી મળ્યું છે તેમ જણાવ્યું. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. પછી રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્નો પૂછી જ્ઞાનની ચકાસણી કરી અંતમાં તેને પણ પૂછ્યું કે તને કોના પ્રતાપથી આ બધું મળ્યું છે? એવા પ્રશ્નના જવાબમાં મયણાસુંદરી એ જણાવ્યું, “પિતાજી! આપને પ્રણામ! પણ મને મળેલ આ રાજવી વૈભવ મારા પૂર્વ જન્મોના પુણ્ય કર્મનું જ ફળ છે. દરેકને પોતાના ભાગ્યમાં નિર્માયેલું જ મળે છે. કોઈ કોઈને કંઈ આપી કે લઈ શકતા નથી.” રાજા તો મયણાસુંદરીનો જવાબ સાંભળીને ડઘાઈ જ ગયા. ફરી ફરી મયણાને એ સવાલ પૂછ્યો પણ મયણાએ તો નમ્રતાપૂર્વક પોતાના કર્મોનું જ ફળ છે તેમ જણાવ્યું. રાજકુંવરી તરીકેનો જન્મ પણ કર્મના પરિણામે છે તેમાં કોઈ મેખ મારી ન શકે. રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયા, કર્મ વિશે તેઓ કંઈ પણ માનવા તૈયાર જ ન હતા. તેથી મયણાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેના માણસોને તદ્દન કદરૂપો ગરીબ માણસ શોધી લાવવાનું કહ્યું. માણસો કોઢિયા ઉંમરાણાને લઈ આવ્યા અને રાજાએ વિચાર્યા | જૈન કથા સંગ્રહ 73. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ વગર જ મયણાને તેની સાથે પરણાવી દીધી. જરૂરી સાધન સામગ્રીથી સજ્જ નાનું સરખું ઘર આપી મયણાને કર્મના સહારે મોકલી દીધી. તેની માતા રૂપસુંદરી રાજાના નિર્ણયથી ખૂબ દુ:ખી થયાં. બીજી બાજુ સુરસુંદરીને શંખપુરીના રાજકુંવર અરિદમન સાથે પરણાવી. મયણા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિની હતી. ઉંમરરાણાના વેશમાં રહેલા શ્રીપાલને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો અને તેની સેવા શ્રીપાલને પરણતી રાજકુમારી મયણા કરવા લાગી. પતિ સાથે તે દેરાસરમાં ભક્તિ કરતી તથા સાધુના મુખેથી પવિત્ર ઉપદેશ સાંભળતી. એક દિવસ મયણા અને તેનો પતિ વિદ્વાન આચાર્ય મુનિચંદ્રને વંદન કરવા ગયાં, અને પોતાના પ્રશ્નો તથા પતિના કોઢની પૃચ્છા કરી. તેમણે નવપદની આયંબિલની ઓળીની આરાધના કરવા કહ્યું. સાડાચાર વર્ષ એટલે કે નવ ઓળી કરવી પડે. ઓળીના ૯ દિવસ હોય છે અને તે સમય દરમિયાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ (પંચપરમેષ્ઠી) જ્ઞાન, દર્શન (શ્રદ્ધા), ચારિત્ર અને તપ એમ નવપદની આરાધના કરવી પડે. આયંબિલ એટલે દિવસમાં એક જ વાર એકદમ સાદું-મરી-મસાલા, ઘી-દૂધ, તેલ, મીઠું વગેરેનો ત્યાગ કરી લુખ્ખું જમવાનું. વર્ષમાં ચૈત્ર અને આસો એમ બે વાર ઓળી આવે. જૈન કથા સંગ્રહ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ અને મયણાસુંદરી મયણા અને શ્રીપાલે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઓળીનું તપ શરૂ કર્યું. ઓળીમાં સળંગ નવ દિવસ સુધી એક ટાઈમ લુખ્ખો આહાર લેવાનો પરિણામ આશ્ચર્ય પમાડે તેવું હતું. શ્રીપાલની ચામડી પરથી ડાધા ધીમે ધીમે જતા રહેવા લાગ્યા. એમ કરતાં પહેલાં જેવી કાંતિમય ચામડી થઈ ગઈ. ચામડી પરના સમગ્ર ડાઘા જતા રહ્યા. હવે તે રાજકુમાર જેવો સુંદર દેખાતો હતો. મયણા પોતાના કર્મને ધન્યવાદ આપવા લાગી. નવપદની ઓળી નવ વાર થઈ જવા છતાં તેઓએ ચાલુ જ રાખી. એકવાર તેઓ દેરાસરમાં હતા ત્યાં મયણાની માતા રૂપસુંદરી તેમને અચાનક મળ્યાં. મયણાને કોઈ કોઢિયાને બદલે સુંદર રાજકુમાર સાથે જોઈને તેમને ધ્રાસ્કો પડ્યો. મયણાએ વિગતવાર બધી વાત કરી. રૂપસુંદરી વાત જાણી ખૂબ જ પ્રસન્ન થયાં. તેમણે જઈને નવપદની સચોટ આરાધના કરતા શ્રીપાલ અને મયણા રાજાને વાત કરી કે મયણાની કર્મ વિશેની વાતો સાચી ઠરી છે. રાજાએ પણ સત્ય જોયું. મનમાં ને મનમાં પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે મેં મારી લાડકી દીકરીને દુ:ખી કરી. હવે તેમણે દીકરી-જમાઈને પોતાના ઘેર આવવા તેડું મોકલ્યું. શ્રીપાલ વાસ્તવમાં કોણ છે તેની બધાંને જાણ થઈ. નસીબજોગે શ્રીપાલની માતા પણ મહેલમાં આવીને સાથે રહેવા લાગ્યાં. એકવાર રાજાની સવારી નીકળી હતી તે સમયે શ્રીપાલ પ્રજાપાલ રાજા સાથે હાથી પર બેઠો હતો. કોઈએ શ્રીપાલ તરફ હાથ કરીને જૈન કથા સંગ્રહ 75 Page #76 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ તે રાજાનો શું સગો છે તેમ પૂછ્યું. તે રાજાનો જમાઈ છે એવો જવાબ મળ્યો જે શ્રીપાલે સાંભળ્યું. સસરાના નામથી ઓળખાવું શ્રીપાલને ગમ્યું નહિ. હું મારી જાતે મારી ઓળખ ઊભી કરું. સહુની પરવાનગી લઈ તે નીકળી પડ્યો. ચારે બાજુ દૂરસુદૂર ફર્યો, ઘણાં સ્થળોની મુલાકાત લીધી. ગમે તેવી અગવડો વચ્ચે પણ નવપદની આરાધના ભૂલ્યો ન હતો. એ સમયના રિવાજ મુજબ પોતાના બુધ્ધિબળે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી, ઘણાં તેના વિચારોને અનુસર્યા - અનુયાયીઓ બન્યા. પાછા ફરીને ઉજ્જયિનીની બહાર પડાવ નાંખ્યો. સૈન્ય વિશાળ હોવાને લીધે જાણે આખા શહેરને ઘેરો ઘાલ્યો હોય તેવું લાગ્યું. રાજા પ્રજાપાલે વિચાર્યું કે કોઈ દુશ્મન ચઢી આવ્યો છે. પણ જ્યારે જાણ્યું કે તે પોતાના જમાઈ છે ત્યારે તે તેને મળવા તંબુમાં ગયા. કોઈ મહાન સન્માન સાથે તે ગામમાં પ્રવેશ્યા. તેમને જોઈને તેમની માતા તથા મયણા ખૂબ જ પ્રસન્ન થઈ ગયાં. શ્રીપાલે પોતાની અતિપ્રિય પત્ની મયણા સાથે લાંબો સમય વીતાવ્યો. હવે તેમણે પોતાનું અસલ રાજ્ય ચંપાનગર પાછું મેળવવાનો વિચાર કર્યો. એમણે કાકા અજિતસેનને રાજય પાછું સોંપી દેવાનો સંદેશો મોકલ્યો. અજિતસેને રાજ્ય પાછું સોંપવાની ના પાડી. શ્રીપાલે પોતાના વિશાળ સૈન્યની મદદથી અજિતસેનને બંદીવાન બનાવી ચંપાનગર પર વિજય મેળવ્યો. અજિતસેનને માફ કર્યો. અજિતસેન સમજી ગયા કે પોતાના દિવસો ભરાઈ ગયા છે. તેમણે સંસાર છોડવાનો નિશ્ચય કર્યો. ચંપાનગરનો રાજા બનીને શ્રીપાલે પોતાનો રાજવહીવટ સરસ રીતે ચલાવ્યો. શ્રીપાલ રાજા અને મયણાસુંદરીએ જીવનભર નવપદજીની આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું. મયણાસુંદ8ની આ વાતૉ કર્મવાદમાં શ્રદ્ધા અને નવપદ પ્રત્યેના ભક્તિ ભાવના છે. પોતાનું ભાગ્ય બદલાવાના તેના પ્રયત્નોનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. મયણા કર્મના સ્વભાવને જાણતી હતી. પોતે પોતાના ભાગ્યથી સંતુષ્ટ ન હતી. તે અને તેનો પતિ શ્રીપાલ પ્રાર્થના અને પ્રયત્નોથી પોતાની પરિસ્થિતિ બદલવા તનતોડ પ્રયત્ન કરવા લાગ્યા. અંતે તેઓને સફળતા મળી. કર્મ જ તેમને વર્તમાન પરિસ્થિતિમાં મૂક્યા હતા. તે તેમણે ૨વીકારી લીધું હતું. તેઓ જાણતા હતા કે જો તેઓ સારા કર્મો પ્રાપ્ત કરે અને ખરાબ કમનો નાશ કરે તો તેસ્ત્રો પોતાનું ભાવ બદલી | શકે. સુખ અથવા દુઃખ એ મનની સ્થિત છે. તમે જો દુઃખી છો એવું ચારશે તો તમારી જાતનૅ દુઃખી જ જુસ્સો . કમેની સત્તામાં પૂરેપૂૉ Raશ્વાસ રાખી સુખ અને સંતોષ મેળવવા જરુરી છે. ' | જૈન કથા સંગ્રહ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમ્ભાર ૧૭. ઈલાચીકુમાર ઈલાવર્ધન શહેરમાં ધનદત્ત નામનો મોટો વેપારી રહેતો હતો. તેની પત્ની ઇલાચીએ ખૂબ સુંદર પુત્રને જન્મ આપ્યો. એકનો એક દીકરો હોવાથી જીવિત રહે તેવી માન્યતાથી તેનું નામ પાડ્યું ન હતું. પણ તે ઇલાચીનો દીકરો હોવાથી સહુ તેને ઇલાચી-પુત્ર કહીને બોલાવતા. એને ખૂબ જ લાડકોડથી ઉછેરવામાં આવતો. કોઈ વાતની કમી ન હતી. સુંદર નવયુવાન બન્યો એટલે સહુ તેને ઇલાચીકુમાર કહીને બોલાવતા. તેના માતા-પિતાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું. ઇલાચીકુમારનું કુટુંબ ખૂબ જ સુખી અને ખાનદાન હતું. ઇલાચીકુમાર દેખાવે સુંદર હોવાને કારણે ઘણાં માતા-પિતા પોતાની દીકરી એની સાથે પરણાવવા ઉત્સુક હતા. સારી ખાનદાન છોકરીઓની યાદી બનાવીને પસંદગી માટે ઇલાચીકુમારને આપી, ઇલાચી માટે પસંદગીનું કામ અઘરું હતું. એક દિવસ ઇલાવર્ધનમાં નટનો ખેલ કરતી ટોળી આવી. તેઓ ખુલ્લી જગ્યામાં વાંસ ખોડીને દોરડા બાંધીને ખેલ બતાવતા. ઢોલ વગાડી પોતાના આવ્યાની અને ખેલ શરૂ થવાની જાહેરાત કરતા. આખું ગામ ખેલ જોવા ભેગું થતું. નટ વારાફરતી દોરડા પર ચઢીને ચાલતાં ચાલતાં નૃત્ય કરતાં કરતાં એક છેડેથી બીજા છેડે પહોંચતા. તેમની એ કળા જોઈને સહુ પ્રેક્ષકવર્ગ આફરીન પોકારી ઊઠતો. ઇલાચીકુમાર પણ આ ખેલ જોવા ગયો. નટના સરદારની ખૂબ જ સુંદર અને સરસ નૃત્ય કરતી છોકરી ઇલાચીકુમારને ખૂબ જ ગમી ગઈ. તેની નજર તેના પર જ ચોંટી ગઈ હતી. ખેલ પૂરો થયા પછી નટ દોરડા, વાંસ વગેરે સંકેલીને ત્યાં ભેગા થયેલા લોકો પાસેથી પૈસા ઉઘરાવતા. સારી એવી રકમ ભેગી કરીને તેઓ તેમના તંબુમાં રાત રોકાતા. ખેલ પૂરો થતાં સહુ પોતપોતાને ઘેર ગયા. ઇલાચીકુમાર પણ સ્વગૃહે પાછો ફર્યો. પણ તેના મગજમાંથી નટની સુંદર છોકરી ખસતી ન હતી. રાત્રે જમવાના સમયે પણ તે સૂનમૂન બેસી જ રહ્યો. પિતાએ ઘણું પૂછ્યું પણ તેણે કંઈ જ જવાબ ન આપ્યો. છેવટે રાત્રે તેની માતાએ ખૂબ જ પ્રેમપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે નટની છોકરી સાથે લગ્ન કરવા છે તેવું જણાવ્યું. તેની માતાને આ સાંભળી આઘાત લાગ્યો. આપણા સમાજમાંથી ઉચ્ચ કોમની ખાનદાન ખૂબ જ સુંદર અને સુશીલ છોકરી સાથે તને પરણાવીશું. તે હલકા કુળની છોકરીને તું ભૂલી જા. પણ ઇલાચીકુમાર પોતાના વિચારોમાં મક્કમ હતો. જ્યારે ધનદત્તે આ વાત જાણી તો તેમને પણ આઘાત લાગ્યો. ધનદત્તે ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે ન થયો. ધનદત્ત ખૂબ જ સમજુ હતા. પોતાની આબરૂના ભોગે પોતે દીકરાને ગુમાવવા તૈયાર ન હતા. તેથી નટના નાયકને બોલાવી ઇલાચીકુમાર માટે તેની દીકરીનો હાથ માંગ્યો. પોતાની જાતિની બહાર લગ્ન ન કરી શકાય એવો નિયમ હોવાથી નટે પોતાની દીકરીના લગ્ન ઇલાચીકુમાર સાથે કરવાની ના પાડી. ધનદત્તને લાગ્યું કે તેને દીકરીના બદલામાં પૈસા જોઈતા હશે એટલે માંગે તે આપવા તૈયાર થયા પણ નટ માન્યો નહિ. ધનદત્તે તેમની જાતિનો રિવાજ પૂળ્યો. નટે જણાવ્યું કે અમારી જાતિમાં છોકરો રાજાને પોતાની નટને લગતી અવનવી કળાથી પ્રસન્ન કરે અને રાજા પ્રસન્ન થઈ એને ઇનામ આપે તો જ અમે તેને અમારી દીકરી પરણાવી શકીએ. અને એ ઇનામના પૈસાથી જૈન કથા સંગ્રહ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ અમે નાત જમાડીયે. ધનદત્ત નિરાશ થઈ ગયા કારણ કે પોતાનો દીકરો એવી કોઈ કળા જાણતો જ નથી. ધનદત્તે પત્નીને બધી વિગતવાર વાત કરી. તેમણે દીકરાને સમજાવ્યું કે પારંગત નટ જ એ છોકરીને પરણી શકે માટે તું એને ભૂલી જા . ઇલાચીકુમાર ઉપરથી શાંત હતો પણ તેના મગજમાં તો વિચારના ઘોડા દોડતા હતા. એ છોકરી વિના પોતે સુખી નહિ જ થઈ શકે માટે જે ભોગ આપવો પડે તે આપવા તે તૈયાર થયો. તેના મૌનનો માતા-પિતાએ ખોટો અર્થ ઘટાવ્યો. લાગ્યું કે સમય જતાં તે ભૂલી જશે. તેઓ તેનું મન બીજે વાળવા પ્રયત્ન કરવા લાગ્યા. ઇલાચીકુમારે ઉપર ઉપરથી તેમને સહકાર આપતો હોય તેવો દેખાવ કર્યો પણ મનથી તે મક્કમ હતો. નટની મંડળીએ જ્યારે ઇલાવર્ધન છોડીને જવાનું નક્કી કર્યું ત્યારે ઇલાચીકુમારે માતાપિતાથી છાનામાના ઘર છોડી દીધું અને નટની ટુકડીમાં ભળી ગયો. એણે નટનો પહેરવેશ અપનાવી લીધો. નટવિદ્યા શીખવાની શરૂ કરી. નટની છોકરી પણ ઇલાચીકુમારના પ્રેમમાં ગળાડૂબ હતી તેથી તે પણ ઇલાચીકુમારને મદદ કરવા લાગી. અંતે તે કુશળ નટ બની ગયો. જયારે તેઓ બેનાતટ નગરમાં ગયા ત્યારે ઈલાચીકુમારે છોકરીના પિતાને કહ્યું કે મને તમારા રાજા પાસે હાજર કરો. હું મારી કળાથી તેમને ખુશ કરીશ. નટના નાયકે રાજાને વિનંતી કરી કે જુવાન નટના ખેલ જોઈને તેને શિરપાવ આપો. રાજા કબૂલ થયા અને યોગ્ય સમયે આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. તેમને નમસ્કાર કરી ઇલાચીકુમાર દોરડા પર ચઢી ગયો. કૂદકા ભરતો નૃત્ય કરતો તે દોરડા પર ખૂબ જ સિફતથી સરકી રહ્યો હતો. જોખમી ખેલ દ્વારા પ્રેક્ષકોનું મન જીતી લીધું. ઇલાચીકુમારને લાગ્યું કે એણે યોગ્ય મહેનત દ્વારા પોતાની કળા સારી રીતે રજૂ કરી છે. નીચે ઊતરી રાજાને નમસ્કાર કરી યોગ્ય ઇનામની જાહેરાત કરવા વિનંતી કરી. આ સમય દરમિયાન રાજાનું ધ્યાન ઇલાચીકુમારના જોખમી ખેલ કરતાં તે સુંદર છોકરી તરફ વધારે હતું. તે ઇલાચીકુમારને પ્રેમથી પ્રોત્સાહન આપ્યા કરતો હતો. નટના નાયકે રાજાને ઇલાચીકુમારની કલાથી આનંદ આવ્યો કે કેમ તે પૂછ્યું. રાજાએ ઢોંગ કરી ખોટેખોટું કહ્યું કે રાજ્યના અનેક પ્રશ્નોમાં મારું મન એટલું વ્યગ્ર હતું કે મેં બરાબર ખેલ જોયો જ નથી. તેણે ઇલાચીકુમારને ફરીવાર ખેલ કરવા જણાવ્યું, ઈલાચીકુમારે ફરીવાર બમણા ઉત્સાહથી અવનવા ખેલ કરી રાજાને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યા. ફરીવાર પણ રાજાએ ખોટું બહાનું કાઢી ફરી ખેલ કરવા કહ્યું. ઇલાચીકુમારને ગળે રાજાની વાત ન ઊતરી. તેને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, છતાં તે સુંદર છોકરીને પામવાની ઇચ્છાથી તે ફરી પોતાના ખેલ બતાવવા તૈયાર થયો. જ્યારે તે ફરી ખેલ કરવા દોરડા પર ચડ્યો ત્યારે તેણે ચારેબાજુ નજર દોડાવી. તેણે જોયું કે સામેના મકાનમાં એક સુંદર યુવાન સ્ત્રી યુવાન સાધુને ગોચરીમાં મીઠાઈ વ્હોરાવી રહી છે. આશ્ચર્ય વચ્ચે ઇલાચીકુમારે નોંધ્યું કે તે સાધુ નીચી નજરે ઊભા છે અને તે સ્ત્રીની સુંદરતા સામે નજર પણ કરતા નથી. તેનાથી પોતાની જાતની સરખામણી થઈ ગઈ. એક સુંદર છોકરી ખાતર તેણે પોતાની આખી જિંદગી બદલી નાંખી અને આ સાધુ આવી સુંદર સ્ત્રી સામે હોવા છતાં વિચલિત થતા નથી, જોતાં પણ નથી. સાધુનો આત્મસંયમ અને તે સ્ત્રી તરફની ઉપેક્ષાવૃત્તિ તે જોઈ જ રહ્યો. સાધુના મોં પર પરમ શાંતિ હતી. સાધુની આવી વૃત્તિ ઇલાચીકુમારના મનને સ્પર્શી ગઈ. “શા માટે હું આ સુંદર છોકરીની ઉપેક્ષા નથી કરી શકતો?” વળી વિચારવા લાગ્યો કે રાજા શા માટે વારંવાર ખેલ જૈન કથા સંગ્રહ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીકુમાર કરવાનું કહે છે? ચોક્કસ રાજા આ સુંદર છોકરીથી આકર્ષાયો છે, અને હું દોરડા પરથી પડી જાઉં તેની જ રાહ જુએ છે. “હું દોરડા પરથી પડી જાઉં તો હું ખૂબ જ ઘવાઈ જાઉં અને ફરી આવા ખેલ કરવા શક્તિમાન ન રહ્યું અને એ સંજોગોમાં હું આ સુંદર છોકરીનેજેના ખાતર મેં મારા માતાપિતા તથા સમાજધર્મને છોડ્યા-પરણી ન શકું.” એ સમજી ગયો કે તે જેને સુખ માને છે તે એક ભ્રમણા છે. એને પોતે આચરેલા ધર્મના સિદ્ધાંતો યાદ આવ્યા. શરીરમાં રહેલો આત્મા અને તેની અનંત શક્તિની વાત એ સારી રીતે સમજતો હતો. નટ તરીકેની કુશળતા અને આંતરિક શક્તિને કારણે જ પ્રાપ્ત થઈ હતી. સાધુ આ બધાથી પર રહી શક્યા કારણ કે તેઓ ખૂબ જ જાગ્રત અને સાવધ હતા. નટ તરીકે પણ દોરડા પર ચાલતા મારે ખૂબ સાવધ રહેવું પડે છે નહિ તો ઊંચેથી પડી જવાય અને કદાચ મૃત્યુ પણ આવે. તો શા માટે આવી જાગૃતિ રાખીને આધ્યાત્મિક વિકાસ માટે પ્રાણ ન આપું? આ ભવ પહેલાંની જિંદગીમાં તેણે ઘણો આધ્યાત્મિક વિકાસ સાધ્યો હતો. તે સંસ્કાર ઊંડે ઊંડે આત્મામાં સંઘરાયેલા હતા. સાધુએ ઉદ્દીપકનું કામ કર્યું. તે GS " N સાધુના હાવભાવ જોઈન માયાનું મિથ્યાપણું સમજી જતા ઈલાચીકુમાર સંપૂર્ણ જાગ્રત થઈ ગયા. અને આત્માને ઉદ્ધારે તે જ સાચું બાકી બધું ભ્રામક છે એમ સમજાઈ ગયું. દોરડા પર ચાલતાં ચાલતાં જ તે પોતાના આત્મામાં ઊંડા ઊતરી ગયા અને ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. થાંભલા પરથી નીચે ઊતરી સહુની વિદાય લઈને તે સ્થાન છોડી ચાલ્યા ગયા. આ વાત વૈરાગ્યના સિદ્ધાંતને કેંદિત કરૅ છે. ભૌતિક ચીજો, માણસો અથવા તેમના પ્રત્યેના રાગનું આકર્ષણ જ આપણા માટે કે બીજા માટે દુઃખનું કારણ બને છે. બાહ્ય દુનયા પ્રત્યેનું આપણું આકર્ષણ ઓછું કરવાના પ્રયત્ન કરવા જોઈએ અને આપણા આત્મ પ્રત્યે માખણું ધ્યાન કેંદ્રિત કરવું. આભ સાક્ષાત્કારના માર્ગમાં મોહ-માયા નડતર છે. સાધુનું સુંદર સ્ત્રી સામે નજર સુદ્ધાં ન કી એ ઈલાચીકુમા૨ને સાચા રસ્તે દોરૅ છે. 79 જૈન કથા સંગ્રહ Page #80 -------------------------------------------------------------------------- ________________ 80. ભગવાન મહાવીરના સમય પહેલાની થાઓ ૧૮. મુનિ હૂગડુ જૂના સમયમાં ધનદત્ત નામનો ખૂબ જ ધાર્મિક વૃત્તિનો વેપારી હતો. તેનો દીકરો પણ તેના જેવો જ ધાર્મિક હતો. એ ગામમાં એક દિવસ મોટા આચાર્ય ધર્મોષસૂરિ પધાર્યા. ધનદત્ત અને તેનો દીકરો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. આચાર્યની વાતોથી ધનદત્તનો દીકરો ખૂબ જ પ્રભાવિત થયો અને તેમના શિષ્ય બનવાનું નક્કી કર્યું, બધું જ છોડીને એ યુવાન સાધુ બની ગયો. એ આચાર્ય આ જુવાન જૈન સાધુમાં રહેલી અગાધ શક્તિને ઓળખી ગયા અને તેને કલાગુરુ એવું નામ આપ્યું, ત્યાંની ગ્રામ્યભાષામાં તેને કૂરગડુ (ઘડો ભરીને ભાત ખાનાર) કહેવા લાગ્યા. ફૂગડુએ બધા પવિત્ર ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો અને તેના સારને યોગ્ય રીતે પુસ્તકરૂપે ઉતાર્યા. માનવજીવનમાં કર્મની સત્તા મહત્ત્વનો ભાગ ભજવે છે એ તેને સાચા અર્થમાં સમજાઈ ગયું. તેથી તે ઉચ્ચ જીવન જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સાધુના તમામ ગુણો તેમનામાં જોવા મળતા, પણ એક મૂંઝવણ તેમને કાયમ સતાવતી. તે ભૂખ્યા ન રહી શક્તા અને તેથી તે ઉપવાસ કરી ન શકતા. દિવસમાં એકવાર તો ખાવા જોઈએ જ. પર્યુષણ પર્વના દિવસોમાં પણ તે એકાદ ઉપવાસ પણ ન કરી શકતા. તે પોતે પોતાની જાતને ઉપવાસ ન કરી શકવા બદલ ઠપકો આપ્યા જ કરે. આ બધું પોતાના કોઈ કર્મોનો જ ઉદય હોય તેમ લાગતું. અન્ય સાધુ ઉપવાસ કરે તો તે તેમની સેવા ઉત્તમ રીતે કરતા અને મનમાં વિચારતા કે કો'ક દિવસ પોતે પણ આ પ્રમાણે ઉપવાસ કરી શકશે. એકવાર ચોમાસાના દિવસોમાં એવો બનાવ બન્યો કે તેમની પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. ચોમાસામાં જૈન સાધુ પ્રવાસ ન કરતાં એક જ સ્થાનમાં રહે છે. પર્યુષણ પણ આ જ દિવસોમાં આવે. તે સમયે આચાર્ય ધર્મધોષસૂરિ પોતાના કૂગડુ સહિત અનેક શિષ્યો સાથે શહેરમાં હતા. ઘણા શિષ્યો લાંબા ઉપવાસ કરતા. કોઈક તો મહિનાના ઉપવાસ કરતા. પોતે એક પણ ઉપવાસ કરી નથી શકતા તેનું કૂરગડુને ખૂબ જ દુઃખ હતું. સંવત્સરીના દિવસે તેમણે ઉપવાસ કરવાનું નક્કી કર્યું. મનમાં પસ્તાવો કરતા રહ્યા, ઉપવાસ કરવાનો તેમણે પ્રયત્ન પણ કર્યો, પણ બપોર થતાં થતાં તો તીવ્ર ભૂખથી પીડાવા લાગ્યા અને તેમને લાગ્યું કે હવે ભૂખ્યા નહિ જ રહેવાય. મનમાં પસ્તાવો કરતા રહ્યા કે એવા તે કેવા પોતાના ગાઢા ચીકણા કર્મો છે કે એક ઉપવાસ પણ ન કરી શકાય? ખચકાટ સાથે તેમણે ગુરુ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માંગી. ગુરુએ ખૂબ જ સમજાવ્યા. ફૂગડુએ કહ્યું કે હું પણ ઉપવાસ કરવા ઇચ્છું છું અને મારી ઉપવાસ નહિ કરી શકવાની શક્તિને કારણે હું પણ ઘણું દુ:ખ અનુભવું છું. ગુરુને તેના ભાગ્ય પર દયા આવી અને ગોચરી માટે જવાની રક્ત આપી. કૂરગડુ જે કંઈ મળ્યું તે વ્હોરીને પાછા આવ્યા. આવીને નમ્રપણે સાધુના નિયમ પ્રમાણે ગુરુને ગોચરી બતાવી અને વાપરવાની આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી પણ બીજા સાધુઓ તેની ટીકા કરવા લાગ્યા કે સંવત્સરીના દિવસે પણ પોતે ખાઈ રહ્યા છે અને મોટું કર્મ બાંધી રહ્યા છે . બીજા સાધુઓ ઘૃણાની દ્રષ્ટિથી જોઇ રહ્યા કે જાણે તે સાધુ બનવાને લાયક નથી. ફૂગડુ ચૂપચાપ આ બધું સાંભળી રહે છે અને એક ખૂણામાં જઈને ગોચરી વાપરવા બેસી જાય છે. કેટલાક તપસ્વી સાધુ તિરસ્કારથી તેમના પાત્રમાં થૂંક્યા તો પણ સમતા રાખી તેમના તપની પ્રશંસા કરવા લાગ્યા. કૂરગડુ પોતાની આ અશક્તિથી દુ:ખી થાય છે અને તેને માટે તે પોતાના કોઈક જન્મના કર્મનો દોષ ગણે છે, પોતાના આત્માના જૈન થા સંગ્રહ Page #81 -------------------------------------------------------------------------- ________________ મુનિ સૂક ગુણોથી પોતે વાકેફ છે એટલે તે સમજે છે કે આ કર્મી પણ એક દિવસ પૂરા થઈ જશે. તેમણે મનમાં દઢ નિર્ધાર કર્યો કે મારે આ જીવનમાં જ મારાં કર્મો ખપાવી દેવાં છે. શરીરની અને મનની કમજોરીના દુઃખને પાર કરીને તેઓ આત્માના વિચારમાં લીન થઈ ગયા અને ધીમે ધીમે તેમના કર્મોનો ક્ષય થવા લાગ્યો. ભોજન લેતાં લેતાં જ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા મુનિ કરવુ જ્યારે કોઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સ્વર્ગના દેવો તેને વંદન કરવા પધારે છે. સ્વર્ગના દેવોને આવતા બીજા સાધુઓએ જોયા ત્યારે તેઓ એમ માનવા લાગ્યા કે અમારી આકરી તપશ્ચર્યાને બિરદાવવા આવી રહ્યા છે. જૈન કથા સંગ્રહ 81 Page #82 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ પણ તેઓ તો કૂરગડુ પાસે ગયા, અને તેમને વંદન કરવા લાગ્યા. સર્વ સાધુ સમુદાય મૂંઝવણમાં મૂકાઈ ગયો. પોતે આટલી આકરી તપશ્ચર્યા કરે છે તો અમને તેનું કોઇ જ ફળ નહિ, દેવો દ્વારા વંદન નહિ અને તે કૂરગડુ કંઈ જ કરતા નથી છતાં દેવો વંદન કરે અને એમને પૂર્ણ જ્ઞાન મળે!. આવી મૂંઝવણ અનુભવતા તેઓ આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે શું બન્યું તે જાણવા ગયા. આચાર્યએ કહ્યું કે તમને બધાંને તમારી આકરી તપશ્ચર્યાનું અભિમાન હતું અને કૂરગડુને ઉપવાસ નહિ કરી શકવાને કારણે બીનજરૂરી ઉતારી પાડતા હતા. પણ આ બધું પાછલા કોઈ કર્મનું જ પરિણામ છે એમ તે સમજતા હતા. ક્ષમાગુણ હોવાને કારણે બધું જ સહન કરી લેતા હતા. વર્તમાન જીવનમાં ઉદયમાં આવેલાં કર્મો ખપાવવા, તે આત્માને જાગૃત કરવા જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તમે બધાએ કૂરગડુને ખોટી રીતે મૂલવ્યા છે. પોતાના પૂર્વના કર્મોનો કોઈપણ પ્રકારનું બંધન વધાર્યા વગર નાશ કરવામાં તેઓને આ સમતા મદદરૂપ બની. તેઓ ધર્મના હાર્દને સમજ્યા છે. પૂર્વેના સંચિત કર્મો તેમની તપશ્ચર્યામાં બાધારૂપ બન્યા હતા. તેઓને તે અંગે દુઃખ હતું. ઉદયમાં આવેલ કર્મોને નિષ્ઠાપૂર્વકના પશ્ચાત્તાપથી ખપાવ્યા છે. તે કર્મો બદલ દિલગીરી હોવા છતાં તે કર્મોની અસર તરફ તેઓ સમતાવાળા હતા. ઉદયમાં આવેલા કર્મોને વધાવીને તેઓને સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને આખરે નવા કર્મો ન બાંધતા અને જૂના કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બદ્યા જ સાઘુૉ સમજી ગયા કે સાચું જ્ઞાન મૅળવવા પોતાનું બીનજરૂ? મથ્યાભિમાન નડતરરૂપ હતું. આચાર્યએ પણ સમજાવ્યું કૅ આત્માને શાશરિક સ્થિતિ કે પ્રવૃતિ જોડે કાંઈ લેવા-દેવા નથી. શર્સર તો બાંધેલા શર્માને ભોગવવા માટે મળેલું છે. કર્મના સાચા રવભાવને જાણવા માટે કેવળ એક સાધન તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ. તેનો યોગ્ય ઉપયોગ થાય તો તે અસરકારક સાધન છે. આત્માનું સાચું ૨વશ્વપ સમજી લેવું એ ધર્મનો સાર છે. અને જ એક માત્ર આ જીવનમાં કરવા યોગ્ય છે. કોઈ સંયમ ઠે પ્રાયશ્ચિત ન કરી શકતાં હોય અથવા ધમૅના સિદ્ધાંતોને પાળી ન શકતા હોય તેચ્યો તરફ અણગમો કરવાની જરૂર નથી. આવા માણસોને નીચા પાડચા વિના તેમને પ્રાયશ્ચિત માર્ટેની સહાનુભૂતિપૂવૅક હિંમત આપવી જોઈએ. જેથી તેને સમજાય કે પોતાના કર્મોને કારણે તે કંઈ ક8 શકતો નથી. તપશ્ચર્યા ક૨ના૨ે કદી પોતાની તપશ્ચયોનું અભિમાન ન કરવું. જૈન કથા સંગ્રહ Page #83 -------------------------------------------------------------------------- ________________ ભાગ – ૪ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ( f વધારો છે ; in કિolan Page #84 -------------------------------------------------------------------------- ________________ "That Which subdues passions, leads to bliss and fosters friendliness is called knowledge" - Mulächär (5171) Page #85 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામી અને મોવાળ ૧૯. મહાવીરસ્વામી અને ગોવાળ એક વખત મહાવીરસ્વામી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા ત્યારે તેઓ એક ઝાડ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે સમયે એક ગાયોનો ગોવાળ એની ગાયો સાથે ત્યાં આવ્યો. એને કોઈ કામ માટે જવાનું હોવાથી તેની ગાયોનું કોઈ ધ્યાન રાખે તે જરૂરી હતું. તેણે ધ્યાનસ્થ ઊભેલા મહાવીરસ્વામીને થોડો સમય પોતાની ગાયોનું ધ્યાન રાખવાનું કહ્યું, પણ મહાવીરસ્વામી ધ્યાનમાં હોવાથી તેને કોઈ જવાબ આપ્યો નહિ. ગોવાળે માની લીધું કે મેં કહ્યું છે એટલે તે ગાયોને સાચવશે. ગાયો ઘાસની શોધમાં આગળ-પાછળ ફરવા લાગી. થોડા સમય પછી ગાયોનો ગોવાળ પાછો આવ્યો અને જોયું તો તેની ગાયો ત્યાં હતી જ નહિ. તેણે મહાવીરસ્વામીને પૂછ્યું, “મારી ગાયો ક્યાં ગઈ? તમે તેનું શું ધ્યાન રાખ્યું?” મહાવીરસ્વામી તો હજુ પણ ધ્યાનમાં જ હતા તેથી તેમણે કોઈ જવાબ ન આપ્યો. ગોવાળે ચારે બાજુ તપાસ કરી પણ ગાયો ક્યાંય ન મળી. એ ગાયોને શોધવા ગયો હતો તે દરમિયાન ગાયો મહાવીરસ્વામી જ્યાં ધ્યાન ધરતા હતા ત્યાં પાછી આવીને ઊભી રહી ગઈ. ગોવાળ ચારે બાજુ રખડી રખડીને પાછો આવ્યો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે ગાયો ત્યાં જ ઊભી હતી. ગોવાળ મહાવીરસ્વામી પર ખૂબ જ ગુસ્સે થયો કારણ કે તેણે એવું માન્યું કે તેમણે ગાયોને ક્યાંક સંતાડી દીધી હતી. ગુસ્સામાં તેણે પોતાનું દોરડું હાથમાં લીધું અને મહાવીરસ્વામીને મારવા જ દોડ્યો. એટલામાં સ્વર્ગમાંથી એક દેવદૂત આવ્યો અને તેનું દોરડું પકડી લીધું અને ઠપકો અભણ ગોવાળના ત્રાસથી ભગવાન મહાવીરનું રક્ષણ કરતા ઇન્દ્ર આપતાં કહ્યું, “તું જોઈ નથી શકતો કે મહાવીરસ્વામી ઊંડા ધ્યાનમાં છે” ગોવાળે કહ્યું, “પણ તેણે મને છેતર્યો છે.” દેવદૂતે કહ્યું, એ ઊંડા ધ્યાનમાં છે માટે તેં જે કંઈ કહ્યું હશે તે તેમણે સાંભળ્યું જ નથી. એ સાધુ બન્યા પહેલાં રાજકુંવર વર્ધમાન હતા. એમને તારી ગાયોનું કોઈ કામ નથી. એમને મારીને તું ભારે કર્મો બાંધીશ.” ગોવાળને ખ્યાલ આવી ગયો કે પોતે મોટી ભૂલ કરી રહ્યો હતો. તેણે મહાવીરસ્વામીની માફી માંગી અને ચાલ્યો ગયો. જૈન કથા સંગ્રહ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ દેવદૂતે મહાવીરસ્વામીને નમસ્કાર કર્યા અને વિનંતી કરી, “હે ભગવાન, તમારી આ આધ્યાત્મિક સફર દરમિયાન મને તમારી સેવામાં રહેવા દો.” મહાવીરસ્વામીએ જવાબ આપ્યો, “આધ્યાત્મિક પ્રગતિમાં કોઈ કોઈને મદદ ના કરી શકે અને કેવળજ્ઞાન પણ ન પામી શકે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા અને અરિહંત બનવા માટે જાતે જ પુરુષાર્થ કરવો પડે અને તો જ સર્વજ્ઞ બનાય અને મુક્તિ મળે.” ભગવાન ઇન્દ્રને રક્ષણ કરતા રોકે છે મહાવીરસ્વામીને તેમની મુશ્કેલીમાં મદદરૂપ થયાના સંતોષ સાથે દેવદૂત સ્વર્ગમાં પાછા ફર્યા. મહાવીરસ્વામીને ગોવાળ પર તો શું કોઈના પર પણ દુર્ભાવ ન હતો. આપણે ક્યારૈય ઉતાવળે કોઈ નિર્ણય ન કરવો કારણ છે શ્રાપણે ક્યાંક ખોટા પણ હોઈએ. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં ચારૈ બાજુનો ત્રચાર 83ૉ. બીજું આપણે ક્યારૅય કોઈ કારણસર કોઈને દુઃખ ન પહોંચાડવું પણ ગુસ્સે થયા ત્રના ક્ષમા આપવી જોઈએ. આ સંતે આપણે આપણા સ્માત્માને લાગતા ખરાબ કર્મોને શૈકી શકીઍ. 86. જૈન કથા સંગ્રહ Page #87 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિક ૨૦. ચંડકૌ8િ ભગવાન મહાવીર જયારે સાધુ હતા ત્યારની આ વાત છે. તેઓ ઉપવાસ કરતા, ધ્યાન ધરતા અને તપ કરતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે તથા એક ગામથી બીજે ગામ ખુલ્લા પગે જ જતા. એક વાર તેઓએ વાચાલા ગામે જવાનું નક્કી કર્યું. ત્યાં જવા માટે તેમને જંગલ પસાર કરવાનું હતું. તે જંગલમાં મહા ઝેરી ચંડકૌશિક સાપ રહેતો હતો. તે કોઈ માણસ કે પ્રાણી સામે નજર કરે તો પણ તેનું તાત્કાલિક મૃત્યુ થતું તેવું કહેવાતું. તે જંગલ પાસેના ગામના લોકો ભયભીત બનીને જીવતા હતા. ગામના લોકોએ જ્યારે જાણ્યું કે ભગવાન મહાવીર આ જંગલના રસ્તેથી જવાના છે તો તેઓએ ભગવાન મહાવીરને જંગલ છોડીને લાંબા રસ્તેથી જવાનું સૂચવ્યું, પણ ભગવાન મહાવીરને તો કોઈ પ્રકારનો ડર ન હતો. તેઓને કોઈના પ્રત્યે તિરસ્કાર ન હતો. કારણ કે ભય અને તિરસ્કારને તેઓ હિંસા ગણતા. તેઓ અહિંસામાં માનનારા હતા. તેઓ પોતે શાંત હતા અને બીજા પ્રત્યે શાંતિ રાખનારા હતા. તેમના મુખ પર દયા અને શાંતિના ભાવ જ દેખાતા, તેથી તેમણે ગામલોકોને ગભરાવવાનું કોઈ કારણ નથી ચંડકૌશિકને ઉપદેશ આપતા ભગવાન મહાવીર જૈન કથા સંગ્રહ Page #88 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરન્ના સમયની જીવન કથાઓ તેમ સમજાવ્યું. અને જંગલના રસ્તેથી જ જવાનું નક્કી કર્યું. થોડે આગળ ગયા અને બળેલું ઘાસ દેખાયું. જંગલ આખું રણ જેવું લાગતું હતું. ઝાડ તથા છોડવા સૂકાઈ ગયા હતા. ભગવાન મહાવીરને લાગ્યું કે ચંડકૌશિક આટલામાં નજીકમાં જ હોવો જોઈએ. ભગવાન મહાવીર ત્યાં ધ્યાન માટે રોકાયા. ભગવાન મહાવીરના હૃદયમાં દરેક માટે શાંતિ, દયા અને કરુણાના ભાવ જ રહેતા. ચંડકૌશિકને ખ્યાલ આવ્યો કે પોતાના દર નજીક કોઈક આવ્યું છે એટલે તે દરમાંથી બહાર આવ્યો. તેના આશ્ચર્ય વચ્ચે કોઈ માણસ ત્યાં ઊભો હતો. તે ગુસ્સે થયો અને વિચારવા લાગ્યો, “અહીં મારી જગ્યામાં આવવાની તેની હિંમત કેમ ચાલી?” ચંડકૌશિક ભગવાન મહાવીરને ગભરાવવા ફંફાડા મારવા લાગ્યો. તેને ભગવાન મહાવીરની સ્વસ્થતાની ખબર ન હતી. તે ગુસ્સે થયો. નજીક આવીને ફેણ ચડાવીને તેમને ડંખ મારવા તૈયાર થયો. તેણે જોયું કે આ માણસ તો ગભરાતો પણ નથી કે નાસી પણ નથી જતો, તેથી તે વધુ ગુસ્સે થયો અને ત્રણ વાર ઝેરી ડંખ માર્યા. ભગવાન મહાવીરને તેના ઝેરની કોઈ અસર ન થઈ કે ન તો તેઓ ધ્યાનભંગ થયા. હવે ચંડકૌશિક વધુ અકળાયો અને તેમના અંગૂઠે ડંખ માર્યો. ફરીથી તેણે તે માણસ તરફ નજર કરી તો તેના આશ્ચર્ય વચ્ચે એણે જોયું કે તે માણસને કંઈ જ થયું નથી. બલ્ક તેના અંગૂઠામાંથી લોહીને બદલે દૂધ નીકળવા લાગ્યું. મહાવીરસ્વામીના મુખ પર ભય કે ગુસ્સો ન હતાં, પણ કરુણા હતી. તેમણે આંખ ઉઘાડી ચંડકૌશિક સામે જોયું અને કહ્યું, “હે ચંડકૌશિક શાંત થા, શાંત થા, તું શું કરે છે તે સમજ.” આ શબ્દોમાં પ્રેમ અને લાગણી હતાં. ચંડકૌશિક શાંત થયો અને મનમાં જાણે પ્રકાશ થયો કે આવા જ સાધુ એણે પહેલાં ક્યાંક જોયા છે. અને તેને અચાનક પોતાના પાછલા બે ભવ યાદ આવ્યા. તેને જીવનનું સત્ય સમજાયું અને ગુસ્સો તથા અભિમાનને કારણે થયેલું નુકસાન યાદ આવ્યું. તેણે મહાવીરસ્વામીને ખૂબ જ આદર સાથે માથું નમાવ્યું. ચંડકૌશિક શાંતિથી પોતાના દરમાં જતો રહ્યો. લોકોએ જાણ્યું કે ચંડકૌશિક હવે કોઈને નુકસાન કરે તેવો નથી રહ્યો. તેઓ જિજ્ઞાસાથી પ્રેરાઈને તેને જોવા આવ્યા. તેને શાંતિથી પડેલો જોયો. કેટલાક તેને દૂધ તથા ખોરાક આપીને તેની પૂજા કરવા લાગ્યા. જેના સગાંઓને તેણે મારી નાંખ્યા હતા તેઓ હજુ પણ તેના પર ગુસ્સે હતા, અને પથ્થર તથા લાકડી વડે તેને મારતા હતા. લોહી, ખોરાક તથા દૂધને કારણે ત્યાં કીડીઓ ઉભરાઈ છતાં ચંડકૌશિક ગુસ્સે થયા વિના, હાલ્યા ચાલ્યા વિના એમ જ શાંત પડી રહ્યો. થોડા દિવસ બાદ તે મરણ પામ્યો. જાત ઉપરના તથા ક્રોધ ઉપરના કાબૂને કારણે તેના ખરાબ કર્મોનો નાશ થયો અને તે સ્વર્ગમાં ગયો. ભય, ત૨૨8ાર અને અહમ્ ઐ અન્ય પ્રત્યે નઈ પણ પોતાના પ્રત્યેની હિંસા છે. પોતાના પાછલા ભવમાં કરેલો ગુસ્સો અને અભિમાનનૉ હૂબહુ ચિતાર ચંડલીકના વર્તમાન જીવનમાં જોવા મળે છે. ભગવાન મહાવીરે તેને જે -આત્મજ્ઞાન કરાવ્યું તેનાથી તેને પોતાની ભૂલ સમજાઈ. સ્ત્રને પોતાનાં કાર્યો માર્ટ પતાવો થયો. તેના ખરાબ કર્મોનો નાશ થયો. અને તેને વર્ગ તરફ દોશ ગયા. આ વાતમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે ગુસ્સો ત્યજીને શાંત રહેવું જોઈઍ. ગભરાયા વગર તેના તરફ સચ્ચક વલણ દાખવવું જોઈએ. 88 જૈન કથા સંગ્રહ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા ૨૧. ચંદનબાળા ભારતના બિહાર રાજ્યમાં આવેલ ચંપાપુરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની વસુમતી નામે સુંદર દીકરી હતી. એક દિવસ કૌશંબી પાસે રાજા દધિવાહન અને પાડોશી રાજા શતાનિક વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં રાજા દધિવાહન હારીને નાસી ગયા. જ્યારે રાણી ધારિણી અને કુંવરી વસુમતીને આ હારની ખબર પડી તો તેઓ પણ નાસી છૂટ્યા. તેઓ મહેલથી થોડે દૂર ગયા ત્યાં તો દુશ્મનના સૈનિકે તેમને પકડી લીધા. બંને ગભરાઈ ગયા. હવે તેઓનું શું થશે તેની ચિંતા કરવા લાગ્યા. સૈનિકે ધારિણીને પોતાની સાથે લગ્ન કરી લેવા કહ્યું અને વસુમતીને વેચી દેવા તૈયાર થયો. આ સાંભળીને રાણી તો ત્યાં જ આઘાતથી મૃત્યુ પામ્યાં. તે સૈનિક વસુમતિને લઇને કૌશાંબી ગયો. તે વસુમતીને વેચવા બજારમાં ઊભો હતો તે સમયે ધનાવહ નામના શેઠ ત્યાંથી પસાર થયા. તેમણે વસુમતીના ભોળા તથા ગભરાયેલા મુખને જોઈ વિચાર્યું કે આ કોઈ ખાનદાન ઘરની છોકરી છે. કોઈ ગુલામ કન્યા નથી. આ ચોક્કસ તેના માતા-પિતાથી છૂટી પડી ગઈ હશે. તેને ગુલામ તરીકે વેચી દેવાશે તો તે અત્યંત દુઃખી થશે આ લાગણીથી પ્રેરાઈને ધનાવહે વસુમતીને પોતે ખરીદી લીધી અને પોતાને ઘેર લઈ આવ્યો. રસ્તામાં તેણે વસુમતીને તે કોણ છે? તેના માતાપિતા કોણ છે? વગેરે વિગતો પૂછી પણ વસુમતીએ કોઈ જવાબ ન આપ્યા, ધનાવહે તેને હિંમત આપીને ગભરાવાનું કોઈ કારણ નથી તેમ સમજાવ્યું. ધનાવહ શેઠે ઘેર જઈને તેની પત્ની મૂલાને કહ્યું, “પ્રિયે, આ છોકરીને હું આપણા ઘેર લાવ્યો છું. બહુ પૂછવા છતાં તેણે પોતાના વિશે કંઈ કહ્યું નથી. તેને દીકરી ગણીને રાખજે.” વસુમતીને શાંતિ થઈ. ખૂબ જ આદરથી તેણે તે વેપારી તથા તેની પત્નીનો આભાર માન્યો. વેપારીનું કુટુંબ તેનાથી ખૂબ જ ખુશ હતું. વસુમતિએ પોતાનું સાચું નામ કહ્યું ન હતું તેથી તેઓએ તેનું નામ ચંદનબાળા રાખ્યું. ચંદનબાળા તે વેપારીના ઘરમાં તેની પુત્રીની જેમ જ રહેવા લાગી. ચંદનબાળાના આવવાથી વેપારી ધનાવહ ખૂબ જ ખુશ હતો. બીજી બાજુ મૂલાને ચંદનબાળા અને પોતાના પતિની વર્તણુંક પર શંકા રહેતી. તે ખૂબ જ સુંદર હોવાને કારણે ધનાવહ કદાચ તેની સાથે લગ્ન કરશે તેથી ચંદનબાળાનું ઘરમાં હોવું તેને રુચતું ન હતું. UUUUUUUU એકવાર ધનાવહ કામધંધેથી ઘેર આવ્યા ત્યારે તેના પગ ધોવડાવનાર નોકર હાજર ન હતો. તેથી પિતાતુલ્ય ધનાવહ શેઠના પગ ધોવડાવવા ચંદનબાળા આવી. તે નીચી નમી પગ ધોવડાવતી હતી ત્યારે તેના વાળ નીચે સરી પડતા હતા. ધનાવહ શેઠે એ જોયું કે આના આવા સુંદર લાંબા વાળ નીચે પડીને મેલા થશે એટલે પકડીને ઊંચા કર્યા. મૂલાએ આ જોયું અને તે ઝનૂને ભરાઈ. તેને લાગ્યું કે તેની શંકાઓ સાચી જ છે. જેમ બને તેમ જલદી ચંદનબાળાથી છૂટકારો મેળવવો જોઈએ. એકવાર ધનાવહ શેઠ વેપાર અર્થે ત્રણ દિવસ બહારગામ ગયા ત્યારે મૂલાએ આ તક ઝડપી લીધી. એણે હજામને બોલાવીને ચંદનબાળાના સુંદર વાળ કપાવી નાંખ્યા ચંદનબાળાના નિર્દોષ કાર્યને શંકાની નજરે જોતી મૂલા જૈન કથા સંગ્રહ 89. Page #90 -------------------------------------------------------------------------- ________________ 90 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ અને મૂંડન કરાવી નાંખ્યું. ભારે સાંકળોથી તેના પગ બાંધીને તેને મકાનના ભોંયરામાં પૂરી દીધી. નોકરોને કડક સૂચના આપી કે ધનાવહ શેઠ આવે ત્યારે ચંદનબાળા ક્યાં છે તે તમારે નહિ કહેવાનું. નહિ તો તમારા હાલ પણ ચંદનબાળા જેવા થશે. મૂલા તરત જ પોતાના પિયર ચાલી ગઈ. ધનાવહ જ્યારે પ્રવાસેથી પાછા આવ્યા ત્યારે તેમણે ચંદનબાળા કે મૂલાને ન જોયાં. તેમણે નોકરોને પૂછ્યું ત્યારે નોકરોએ મૂલા પિયર ગઈ છે એમ જણાવ્યું, પણ મૂલાની બીકે ચંદનબાળા ક્યાં છે તે કહ્યું નહિ. ચિંતાતુર વદને તેમણે નોકરોને વારંવાર પૂછા કર્યું. “મારી દીકરી ચંદનબાળા ક્યાં છે? મને તમે જે જાણતા હો તે સત્ય કહો.'' છતાં કોઈએ એક હરફ સુદ્ધાં ન કહ્યો. તેઓ ખૂબ ખિન્ન થઈ ગયા અને શું કરવું તે વિચારવા લાગ્યા. એક ઘરડી નોકરબાઈ વિચારવા લાગી, “હું તો ઘરડી થઈ છું. લાંબુ જીવવાની નથી, મૂલા કરી કરીને મને શું કરશે? બહુ તો મને મારી નાંખશે.” આમ વિચારી ચંદનબાળા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને મૂલાએ ચંદનબાળા સાથે શું કર્યું અને અત્યારે ચંદનબાળા ક્યાં છે તે વિગતવાર કહ્યું. તે શેઠને ચંદનબાળાને જ્યાં પૂરી હતી ત્યાં લઈ ગઈ. ધનાવહે ભોંયરાના તાળાં ખોલ્યાં અને ચંદનબાળાને જોઈને તેમને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે ચંદનબાળાને કહ્યું, "મારી વહાલી દીકરી, હું તને અહીંથી બહાર કાઢીશ, તું ખુબ ભૂખી તરસી હોઈશ, પહેલાં મને તારા માટે ખાવાનું લાવવા દે.” તેઓ રસોડામાં ગયા પણ ત્યાં કંઈ જ ખાવાનું ન હતું. એક વાસણમાં બાફેલા અડદ હતા. તે લાવીને ચંદનબાળાને ખાવા આપ્યા. તેની બેડીઓ તોડાવવા માટે તેઓ લુહારને બોલાવવા ગયા. ચંદનબાળા વિચારવા લાગી કે તેનું જીવન કેવું બદલાઈ ગયું છે. ભાગ્ય માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે? ક્યાં હું સુખી ઘરની રાજકુમારી અને ક્યાં મારી આ અસહાય દશા? તેણે કોઈ સાધુ કે સાધ્વીને પોતાને મળેલ ભોજનમાંથી કંઈક વહોરાવ્યા બાદ જ પોતે ખાશે તેવું વિચાર્યું. તે ઊઠી, બારણાં પાસે ગઈ અને એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર રાખીને બેઠી. તેના આશ્ચર્ય વચ્ચે ભગવાન મહાવીરસ્વામીને તેની તરફ આવતા જોયા. તેમને શ્વેતાંજ ચંદનબાળા ભાવવિભોર થઈ અને તેની આંખમાં આંસુ આવી ગયાં. આંખમાં આંસુ સાથે તેણે કહ્યું, “હે પૂજ્ય ગુરુવર્ય, મારા આ બાકુળા સ્વીકારો.” ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો હતો. તે અભિગ્રહ પ્રમાણેની વ્યક્તિ પાસેથી જ ગોચરી વહોરી શકે. તેમનો અભિગ્રહ હતો કે – ખોરાક વહોરાવનાર રાજકુંવરી હોવી જોઈએ તેને માથે મુંડન હોવું જોઈએ * તેના પગમાં બેડીઓ હોથી જેઈએ એક પગ ઉંબરની બહાર અને એક પગ બરની અંદર રાખી આ દ લઈને બેઠી હોય તે જ વહોરાવે તેની આંખમાં આંસુ હોવા જોઈએ ભગવાન મહાવીરે જોયું કે પોતાના અભિગ્રહ પ્રમાણે બધું બરાબર છે. અભિગ્રહની તમામ શરતો પૂર્ણ થતાં મહાવીરે ખુશ થઈને ચંદનબાળાના બાકળા વહોર્યા. અભિગ્રહને કારણે મહાવીરને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ થયા હતા. પારણું થવાથી સ્વર્ગના દેવી-દેવતા પણ ખુશ થયા. ત્યાં જ ચમત્કાર થયો અને ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. માથાના વાળ ઊગી ગયા અને રાજકુંવરી જેવાં વસ્ત્રોમાં શોભીરહી. દૈવદુંદુભિનાનાદથી રાજાશતાનિકવિચારમાં પડ્યા. તે પોતાનારાજપરિવારતથા ગામલોકો સાથે જૈન ક્થા સંગ્રહ . Page #91 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા ચંદનબાળાને મળવા આવ્યા.પોતાનાપિતાનાસમયના ચાકરેસમ્પલે ચંદનબાળાને ઓળખી. તે ચંદનબાળા પાસે ગયો અને નમસ્કાર કરી રડી પડ્યો. રાજાએ પૂછ્યું, “અરે ભાઈ, તું શા માટે રડે છે?” ત્યારે સમ્પલે જવાબ આપ્યો. “રાજાજી, આ ચંપાપુરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની દીકરી વસુમતી છે.” રાજા રાણી હવે એને ઓળખી ગયા અને પોતાની સાથે રહેવા બોલાવી. જ્યારે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે તે સમયે ચંદનબાળાએ દીક્ષા લીધી અને પ્રથમ સાધ્વી બન્યા. શ્રાવિકાઓના જૈનસંઘના તેઓ મુખ્ય વડા સાધ્વી બન્યા. પાછળથી તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને જન્મમરણના ફેરામાંથી મુક્તિ મેળવી. ચંદનબાળા પાસેથી ગોચરી સ્વીકારતા ભગવાન મહાવીર આ વાતૉ દ્વારા અૉક સા? વર્તણૂકો બર્શ શીખવા મળે છે. મૂલાના મનમાં ભારૉભાર અદેખાઈ ભરૅલી છે તેથી તે ચંદનબાળાનું ર્દશ તસડૅના વર્તણૂક સમજી ના શકી અને તેના પતિ જૈનાવહ શેઠનો પિતા તન્નનો પ્રેમ ઑળખી ના શકી તેથી તેણે ચંદનબાળાને ભયંકર ત્રાસ આપ્યો. તેણે નીચ 8મ બાંધ્યા. આ ઉપરથી આપણે ઇર્ષ્યાના બનાશકા? શક્તિ જૉઈ શકીઍ છીઍ. અને તેનાથી દૂર રહેવું જોઈએં તેમ સમજાય છે. વળી | નઃસ્વાર્થભાવૈ વૃદ્ધ દાસીએ ધ્રુનાવણને જે કંઈ બન્યું તે જણાવ્યું. તેણે આ કેવળ દયા ભાવથી પ્રેરાઈને જ કર્યું. જેના કારણે મૂલાના હાથં તેને ઘણું સહન કરવું પડયું હતું. આ સારું કાર્ચે તૈના આત્માને સા૨ા 8મથી ભરે છે જેને પુણય કહાઍ જે જૈનધર્મનો મહત્વનો સિદ્ધાંત છે. તે જ પ્રમાણે ઘનાબહનો દયાભાવ અને ચંદનબાળાને પિતૃભાવથી આધ્યારૂ અાપવૉ તથા અનાથને મદદ કરવાની ઇચ્છા આપણને તેવા દયા રાખવા જણાવ્યે છે. છેલ્લે ચંદનબાળાનો પોતાની દયાજનક સ્થિત હોવા છતાં ભગવાન મહાવીરસ્વામીન્ને ભક્ષા ઋાખવી એ અંત૨માંથી પ્રગટૅલો નઃસ્વાર્થ જન્મ ભાવ છે. જૈનધર્મના મા સિદ્ધાંતૉનું પાલન ચંદનબાળાને મોક્ષના માર્ગ લઈ ગયા. જૈન કથા સંગ્રહ Page #92 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૨. કાનમાં ખીલા ઠોક્યા – છેલ્લો ઉપસર્ગ ભગવાન મહાવીરે બાર વર્ષ ધ્યાન અને તપમાં સફળતાપૂર્વક પસાર કર્યા. તેમનું જીવન ઉદાહરણરૂપ હતું. એમણે સત્ય, અહિંસા, ક્ષમા, દયા, નિર્ભયપણું, યોગ અને સાચા જ્ઞાનને ઉદાહરણરૂપે અપનાવ્યા. તેરમા વર્ષમાં એક નવી આફત આવી. છમ્માણિ ગામ પાસે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા. તે સમયે એક ગાયોનો ગોવાળ પોતાના બળદો તેમની દેખરેખ નીચે મૂકીને ગામમાં કામે ગયો. ભગવાન મહાવીર તો ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેઓએ તે ગોવાળને કાંઈ પણ જવાબ આપ્યો ન હતો. ગામમાં ગયેલો ગોવાળ મોડેથી પાછો આવ્યો. બળદો ચરતાં ચરતાં ક્યાંક દૂર જતા રહ્યા હતા. તેના બળદ નહિ મળવાથી તેણે મહાવીરસ્વામીના કાનમાં લાકડાના ખીલા ઠોકતો ગોવાળ સાધુને પૂછ્યું, “એય સાધુ, મારા બળદ ક્યાં ગયા?'' ભગવાન મહાવીર તો ઊંડા ધ્યાનમાં હતા, તેથી આ બધાથી સાવ અજાણ હતા. ગોવાળે ફરી પૂછ્યું પણ ફરી પણ કોઈ જવાબ ન મળ્યો. તે અકળાયો અને ઘાંટો પાડીને પૂછવા લાગ્યો, “હે ઢોંગી સાધુ, તું બહેરો છે કે તને કંઈ સંભળાતું નથી?’ ભગવાન મહાવીરે હજુ પણ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ગોવાળ ખૂબ જ ગુસ્સે થયો. “હે ઢોંગી સાધુ, તારા બંને કાન નકામા થઈ ગયા લાગે છે. જરા વાર થોભ, તારા બંને કાનનો ઉપાય કરું છું.” બાજુમાં પડેલા ઘાસની અણીદાર શૂળો-કાનમાં-પથ્થરથી ઊંડે સુધી ઠોકી દીધી. કોઈ કાઢી ના શકે માટે બહારનો ભાગ કાપી નાંખ્યો. આવા તીવ્ર કષ્ટદાયક પ્રસંગે પણ મહાવીર તેમની ધ્યાનસ્થ અવસ્થામાં જ રહ્યા. એમણે ન તો પીડાનો અનુભવ કર્યો કે ન તો ધ્યાનમાંથી જાગ્રત થયા. 92 જૈન કથા સંગ્રહ Page #93 -------------------------------------------------------------------------- ________________ કાનમાં ખીલા ઠોક્યા - છેલ્લો ઉપસર્ગ ધ્યાન પૂર્ણ કરી તેઓ ગોચરી માટે ગામમાં ગયા. તેઓ સિદ્ધાર્થ નામના વેપારીને ઘેર ગયા. તે સમયે વેપારી સાથે તેમના વૈદ્ય મિત્ર બેઠેલા હતા. બંનેએ મહાવીરસ્વામીને ગોચરી વહોરાવી. વૈદ્ય સિદ્ધાર્થને કહ્યું, “મિત્ર, સાધુના મુખ પર દૈવી તેજ હતું પણ દુ:ખની છાયા પણ હતી. કોઈ અંદરનું દુ:ખ તેમની આંખોમાં દેખાતું હતું. આ મહાન સાધુ કોઈ દર્દથી પીડાય છે.” સિદ્ધાર્થે જવાબ આપ્યો. “આવા મહાન સાધુને કોઈ દર્દ હોય તો આપણે તરત જ ઉપાય કરવો જોઈએ.” કાનમાંથી પીલા દૂર કરાતા થતી વેદનાને શાંતિથી સહન કરતા મહાવીરસ્વામી ગોચરી લઈને ભગવાન મહાવીરસ્વામી પાછા ફર્યા. વૈદ્ય અને સિદ્ધાર્થ તેમની પાછળ પાછળ તેઓ જ્યાં ઉતર્યા હતા ત્યાં ગયા. તેમને તપાસતાં તેમના કાનમાં ઘાસની અણીદાર શૂળો ખોસેલી જોઇ. તેમણે જરૂરી દવાઓ તથા ઉપચારના સાધનોની સગવડ કરી. અને શૂળો કાઢવામાં સરળતા રહે તે માટે ભગવાનને તેલથી ભરેલાં કૂંડામાં બેસાડી તેલથી આખા શરીરે માલીશ કરીને કાનની શૂળો ખેંચી કાઢી. અસહ્ય વેદનાને કારણે મહાવીરથી ચીસ પાડી દેવાઈ. વૈદ્ય ઘા પર દવા લગાવી. ભગવાન મહાવીર ત્યાં જ તરત જ શાંતિથી અને સ્થિરતાથી ઊંડા ધ્યાનમાં ચાલ્યા ગયા. મુસીબતના દરેક પ્રસંગે શારીરિક કષ્ટ અને ખાંડા ઉપર મહાવીરના મન અનૅ અાત્માનો જય દેખાય છે. તેમનું ધ્યાન અને પ્રાયશ્ચિત તેમના આત્માને શુદ્ધ કરે છે. આને લીધે તેઓ પોતાની જાતને ભૌતિક ક્ષણભંગુર ચીજોથી અલગ કરી શાશ્વત ઍવા આત્માની મુક્તિ ઉપર પોતાનું ધ્યાન કેંદ્રિત કરે છે. જૈન કથા સંગ્રહ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૩. મેઘદુમાર ભારતના બિહાર રાજયમાં આવેલા મગધ પ્રાંતમાં રાજા શ્રેણિક તેની સુંદર પત્ની ધારિણી સાથે રાજ્ય કરતો હતો. એક વખત રાણી ધારિણી સૂતા હતાં ત્યારે એને તેના મોંમાં સફેદ હાથી પ્રવેશ્યો તેવું સપનું આવ્યું. તે તરત જ જાગી ગઈ અને તેણે રાજાને પોતાને આવેલા સપનાની વાત કરી. રાજા શ્રેણિક જાણતા હતા કે તે માંગલિક સપનું હતું. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સપનાંનો અર્થ કરાવ્યો. તેઓએ જણાવ્યું કે થોડા જ સમયમાં રાણી સુંદર અને હોંશિયાર પુત્રને જન્મ આપશે. રાજા અને રાણી આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા. ગર્ભાવસ્થાના ત્રણ માસ પછી રાણીને આકાશમાં વાદળો છવાયેલાં હોય, વીજળીના કડાકા થતા હોય અને વરસાદ પડતો હોય તેવા વાતાવરણમાં રાજાની સાથે હાથી પર બેસીને ફરવાની તીવ્ર ઇચ્છા થઈ. ભારતમાં લગભગ જૂનથી ઓક્ટોબર દરમિયાન ચોમાસુ હોય છે અને તે દિવસોમાં વરસાદ પડતો હોય છે. ધારિણીને ઇચ્છા થઈ ત્યારે ચોમાસાની ઋતુ ન હતી. તેથી તેની ઇચ્છા પૂર્ણ કરી શકાય તેમ ન હતું. ગર્ભવતી રાણીની ઇચ્છા ન સંતોષાય તો તેની અસર તેના તબિયત ઉપર અને ન જન્મેલા બાળક ઉપર થાય તેટલા માટે રાજયના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળતા મોટા દીકરા અભયકુમારને તેના ઉકેલ માટે કહ્યું. અભયકુમારનો એક મિત્ર ચમત્કાર કરી જાણતો હતો. મિત્રએ ધારિણીની ઇચ્છા મુજબનું વાતાવરણ ઊભું કર્યું અને ધારિણી રાજા સાથે હાથી પર સવારી કરી શકી. S! યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. વરસાદને મેઘ પણ કહેવાય છે. રાણીને ગર્ભાવસ્થા દરમિયાન વરસાદમાં હાથી પર ફરવાની ઇચ્છા થઈ હતી તેથી તેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષની રાણી ધારિણીની હાથી પર સવારી ઉંમરે તેને નિશાળે બેસાડવામાં આવ્યો. યુવાન થતાં થતાં તે ૭૨ જાતની કળાઓ તથા ઉદ્યોગોમાં કુશળ થયા. યોગ્ય ઉંમરે તેના લગ્ન થયા અને દુનિયાના તમામ સુખો આનંદપૂર્વક ભોગવવા લાગ્યા. એક વખત મહાવીરસ્વામી મગધની રાજધાની રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉપાશ્રયમાં પધાર્યા. શહેરના લગભગ બધા જ લોકો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. મેઘકુમાર પણ મહાવીરસ્વામીના દર્શને ગયા. મેઘકુમાર પર તેમના ઉપદેશની ઊંડી અસર થઈ. આ દુનિયાના ક્ષણભંગુર સુખોને છોડી દેવાનું નક્કી કર્યું. તેમના માતા-પિતા તેમની ઇચ્છા જાણીને ખૂબ દુ:ખી થયા. દુનિયાના સુખોનો ત્યાગ કરવાના તેમના નિર્ણયને અટકાવવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા. પણ તે મક્કમ હતા. માતા-પિતાને સંતોષ આપવા માટે તે ફક્ત એક દિવસ માટે રાજા થવા તૈયાર થયા, અને રાજ્યાભિષેકની તમામ વિધિ કરી તાજ પહેરી રાજા બન્યા. તરત જ બધું છોડીને જગતના તમામ સુખોનો ત્યાગ કરીને તે ભગવાન મહાવીરના શિષ્ય બની સાધુ થયા. એક રાતે તે નવદીક્ષિત નાના સાધુ હોવાથી તેમને બારણાં પાસે સૂવાની જગ્યા મળી. રાત દરમિયાન બીજા સાધુઓ લઘુશંકાજવા માટે તેમને કૂદીને જતા. ઉપાશ્રયમાં રાતે દીવો ન હોવાથી જનાર સાધુના પગ તેમને અડી જતા. વૈભવમાં ઉછરેલા મેઘકુમાર 94 જૈન કથા સંગ્રહ Page #95 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર આખી રાત ઊંધી ના શક્યા. તેમનું શરીર અને સંચારો ધૂળથી ભરાઈ ગયાં. તેમને લાગ્યું કે તે આવી કઠોર જિંદગી પોતે જીવી નહિ શકે, અને તેથી સાધુપણું છોડી દેવાનું વિચાર્યું. સવારે તેઓ ભગવાન મહાવીર પાસે ઘેર પાછા જવાની આજ્ઞા માંગવા ગયા. રાતના મેઘકુમારને પડેલી તકલીફોથી ભગવાન માહિતગાર હતા તેથી તેમણે કહ્યું, “મેઘકુમાર, તમને યાદ નથી પણ પાછલા ભવમાં તમે ધણી તકલીફો વેઠી છે.” “પાછલી જિંદગીમાં તમે મેરુપ્રભુ નામે હાથીઓના રાજા હતા. એકવાર જંગલમાં ભયંકર આગ લાગી હતી ત્યારે તેમાંથી તમે પાછલા જન્મમાં હાથીના અવતારે સસલાનો જીવ બચાવતા મેઘકુમાર મહામહેનતે છટકી શક્યા હતા. તમે વિચાર્યું કે જંગલમાં ફરી આગ લાગે તો બધા પ્રાણીઓને આશરો મળે તેવું કરવું જોઈએ આના માટે તમે જંગલની ઘણી બધી જમીન પરથી ઝાડ-પાન દૂર કરી દીધા. ત્યાં આજુબાજુ ઉગેલું ઘાસ પણ કાઢી નાંખ્યું.’ “એક વાર જંગલમાં ફરી ભયાનક દાવાનળ ફાટી નીકળ્યો. બધાં પ્રાણીઓ દોડીને તમે સાફ કરેલી જગ્યા પર આશરો લેવા આવી પહોંચ્યા. તમે પણ ત્યાં જ હતા. તે સમયે તમે પગ પર ખણજ આવવાથી પગ ઊંચો કર્યો. તે જ સમયે એક સસલું તમારા પગ નીચેની જમીન પર આશરો લેવા દોડી આવ્યું. સસલાને રક્ષણ આપવા તમે તમારો પગ ઊંચો જ રાખ્યો. બે આખા અને ત્રીજા અડધા દિવસ બાદ આગ બુઝાઈ. આ બધા જ સમય દરમિયાન તમે પગ ઊંચો રાખીને જ ઊભા રહ્યા.” “આગ બુઝાઈ ગયા પછી બધા પ્રાણીઓ પાછા ફર્યા ત્યારે તમે પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ પગ એવો અકડાઈ ગયો હતો કે તમે તમારું સંતુલન ન ાળવી શક્યા અને પડી ગયા. અસહ્ય વેદનાને કારણે તમે ઊભા ના થઈ શક્યા. ત્રણ દિવસ અને રાત તમે અસહ્ય પીડામાં પડી રહ્યા. એમને એમ તમારું મૃત્યુ થયું. સસલા પ્રત્યેની દયાને કારણે રાજા શ્રેણિકના પુત્ર તરીકે જન્મ્યા. એક સસલા માટે તમે આટલું બધું સહન કર્યું તો બદલામાં આ જન્મે કિંમતી માનવ અવતાર મળ્યો, તો પછી અજાણતાં જ સાથી જૈન કથા સંગ્રહ 95 Page #96 -------------------------------------------------------------------------- ________________ 96 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ હાથીનો મૃત્યુબાદ રાજકુંવર મેઘકુમાર રૂપે જન્મ સાધુઓનો પગ લાગી જવો કે ધૂળ આવી જવી કેમ સહન નથી કરી શકતા? આ દુનિયાના સુખોનો ત્યાગ કરી સાધુ બનવું એ મુક્તિ તરફનું પહેલું પગલું છે. દુઃખ સહન કરવા કે સુખ પ્રાપ્ત કરવું એ આપણા કર્મોનું પરિણામ છે. આ સુખ દુ:ખ તો ક્ષણિક છે. કાયમી સુખ તો મુક્તિમાં રહેલું છે.” મેઘકુમાર મંત્રમુગ્ધ બનીને ભગવાનની વાણી સાંભળી રહ્યા. તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. એમણે ભગવાનને વિનંતી કરી કે સંસારમાં પાછા જવાની તીવ્ર ઇચ્છા પ્રગટ કરીને મેં સાધુત્વની પ્રતિજ્ઞા તોડી છે તો ફરી મને સ્વીકારી જ્ઞાન આપો. ભગવાન મહાવીરે તેમની ઇચ્છાને પૂર્ણ કરી. ત્યારથી તેઓ મેધમુનિ તરીકે ઓળખાયા અને તેઓ કડકપણે અતિ સંયમી જીવન જીવ્યા. પોતાના કર્મો ખપાવવા ઘણા દિવસો સુધી ધ્યાનમાં જ રહેતા અને તેથી તમને ઘણા દિવસોનાં ઉપવાસ થયા. આમ કરતાં તેઓ ખૂબ જ અશક્ત થઈ ગયા. તપ કરવાની કોઈ શક્તિ ન રહી ત્યારે મૃત્યુ પર્યંત ઉપવાસ જ કરવાનું નક્કી કર્યું. આને સંલેખના વ્રત કહે છે. રાજગૃહી નજીક આવેલા વૈભારગિરિ પર્વત ઉપર તેઓ ઉપવાસી થઈ બેસી ગયા. મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જન્મ્યા. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું કે સ્વર્ગીય જિંદગી પૂરી થશે એટલે એ ફરી માનવ તરીકે જન્મ લેશે અને પછી મુક્તિ મેળવશે. આ વાર્તા કરૂણાનું એક ઉત્તમ ઉદાહરણ છે. નાના જીવને બચાવવા હાથી અગવડ તથા કષ્ટ સહન કરે છે. આપણે વધુ શિત અને વધુ બુદ્ધિશાળી છીએ તો એક બીજાને મદદરૂપ થવાનું આ પ્રાણી પાસૅથી શીખવું જોઇએ. વધારેમાં કૉઈ સાધુ જ્વન સ્ક્વવાનાં પ્રતિજ્ઞા કરે તો તેને દુન્યવી સુખોમાં પાશ લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈઍ. સુખ ભોગનો ત્યાગ કરનારણ જીવન ઠોર અને કષ્ટદાયક હોય છે જેનાથી તે આત્માના સાચા સ્વરૂપને સમજી શકે છે. આ સાચું સ્નાન પ્રાપ્ત કરવા માટે દુનિયાના સુખોને કાયમ માટે એક બાજુ મૂકી દેવાં પડે કારણ કે તે વસ્તુને તપે રજુ કરે છે. મુશ્કેલીઓ આવશે કારણ કે પાછલા કર્યાં નડશે તેથી સમતાપૂર્વક સહન કરવાં જોઈએ. અને તે સમયે આપણાં દષ્ટિ માત્માનો સાક્ષાત્કાર ઉપર જ કેત છવી જોઈએ. જૈન થા સંગ્રહ Page #97 -------------------------------------------------------------------------- ________________ અઈમુત્તા મુનિ ૨૪. અઈમુત્તા મુનિ એક વખત ભારતના પોલાસપુર ગામની શેરીમાં છ વર્ષનો અઇમુત્તા તેના મિત્રો સાથે રમતો હતો. તે રાજા વિજય અને રાણી શ્રીમતિનો કુંવર હતો. રમતાં રમતાં તેણે સાધુ જોયા. તેઓ મહાવીરસ્વામીના શિષ્ય ગૌતમસ્વામી હતા. તેમને માથે મુંડન અને ખુલ્લે પગે હતા. તેઓ ગોચરી માટે એક ઘેરથી બીજા ઘેર જતા હતા. તેણે દોડતા જઈને સાધુને કહ્યું કે જો આપ મારા મહેલમાં ગોચરી માટે પધારશો તો મને તથા મારી માતાને આનંદ થશે. ગૌતમસ્વામી કબૂલ થઈ તેના મહેલમાં ગયા. અઇમુત્તાની માતા રાણી શ્રીમતિ બાલ્કનીમાં ઊભા ઊભા બગીચો જોતા હતાં. તેમણે અઇમુત્તાને તથા ગૌતમસ્વામીને પોતાના મહેલ તરફ આવતા જોયા અને ખૂબ ખુશ થતી તેમને આવકારવા ગઈ. ભક્તિભાવથી તેમનો સત્કાર કર્યો અને કહ્યું, “મર્થેણ વંદામિ.” તેમણે અઇમુત્તાને પોતાને ભાવતા ખોરાક ગૌતમસ્વામી માટે લઈ આવવા કહ્યું, તે લાડુ લઈ આવ્યો. અને ગૌતમસ્વામીના પાત્રામાં મૂકવા જ માંડ્યા. ગૌતમસ્વામીએ કહ્યું કે આટલા બધા લાડુની જરૂર નથી. અઇમુત્તા સાધુને ગોચરી વહોરાવવાથી ખુશ થયો. ગૌતમસ્વામી ત્યાંથી પાછા ફર્યા ત્યારે અઇમુત્તાએ કહ્યું, “આપની ઝોળી બહુ ભારે છે. મને ઉંચકવા દો.” ગૌતમસ્વામીએ કહ્યું, ‘અઇમુત્તા, એ હું કોઈને ઊંચકવા માટે ન આપી શકું સિવાય કે જેણે દીક્ષા લીધી હોય અને સાધુ થયા હોય તે જ ઊંચકી શકે.” તેણે પૂછ્યું, “દીક્ષા એટલે શું?” ગૌતમસ્વામીએ સમજાવતાં કહ્યું કે જેણે જગતના તમામ સુખો, કુટુંબ તથા સગાંવહાલાં તેમજ સામાજિક અને વ્યાપારી સંબંધોનો ત્યાગ કર્યો હોય તે જ દીક્ષાનો સંકલ્પ કરી શકે, અને તો જ તે સાધુ થઈ શકે. લોકો પોતાના જૂના કર્મો ખપાવવા અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવવા દીક્ષા લે છે. રોજિંદા જીવનમાં માણસ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ દ્વારા કર્મ બાંધે છે. બીજી બાજુ સાધુ તથા સાધ્વી આવી કોઈ પ્રવૃત્તિઓ ન કરતા હોવાથી તેઓ નવા કર્મો બાંધતા નથી.” અઇમુત્તાને જિજ્ઞાસા થઈ અને તેણે પૂછ્યું, “ગુરુદેવ! તમે પાપ કરતા જ નથી? તમારે ખાવા જોઈએ, રહેવા જોઈએ, આ બધી પ્રવૃત્તિથી તમે ખરાબ કર્મો બાંધો જ છો.” બાળકની વધુ જાણવાની ઉત્કંઠા જોઈને ગૌતમસ્વામી ખુશ થયા. તેમણે કહ્યું, “અમે ખોરાક લઈએ ખરા પણ ખાસ જ અમારા માટે બનાવ્યો હોય તેવો ખોરાક અમે લેતા નથી. અમે ઉપાશ્રયમાં રહીએ ખરા પણ તે અમારી માલિકીનો ન હોય. અને ત્યાં અમે થોડા જ દિવસ રહી શકીએ. અમે પૈસા પણ ન રાખીએ અને કોઈ ધંધાકીય વ્યવસ્થામાં અમે ભાગ ન લઈએ. આમ એક સાધુ પાપ થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે.” અઇમુત્તાએ કહ્યું, “ગુરુદેવ, તો તો મારે દીક્ષા લેવી છે.” અઇમુત્તા અને ગૌતમસ્વામી જ્યાં મહાવીરસ્વામી ઉપદેશ આપતા હતા ત્યાં પહોંચી ગયા. અઇમુત્તા જયાં બીજા સાંભળવા બેઠા હતા ત્યાં બેસી ગયો. ઉપદેશમાં મહાવીરે સમજાવ્યું કે જીવન શું છે અને કોઈ કેવી રીતે જીવનના દુઃખોનો ત્યાગ કરી શકે. અઈમુત્તાએ પોતાની સાધુ થવાની ઇચ્છા મહાવીરસ્વામી પાસે પ્રગટ કરી. મહાવીરસ્વામીએ કહ્યું, “તારા માતા-પિતાની આજ્ઞા વિના અમે તને દીક્ષા ન આપી શકીએ.” અઇમુત્તાએ કહ્યું, “આ તો બહુ સહેલી વાત છે. હું ઘેર જઈને તેઓની આજ્ઞા લઈ આવું છું.” અઇમુત્તા ઘેર ગયો. તેણે તેની માતાને કહ્યું, “મા, હું દીક્ષા લેવા ઇચ્છું છું. તમે જ કહેતા હો છો કે આપણી ઘરેલુ જિંદગી અનેક જૈન કથા સંગ્રહ Page #98 -------------------------------------------------------------------------- ________________ 98 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ પાપો તથા હિંસાચારથી ભરેલી છે. ગૌતમસ્વામી અને મહાવીરસ્વામી પણ તેમ જ કહે છે. મારે પાપમાંથી મુક્ત થવું છે તેથી મહેરબાની કરીને મને દીક્ષા લેવાની અનુમતિ આપો.” અર્ધમુત્તાની માતા આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. પોતે ધાર્મિક વૃત્તિની હોઈને આઇમુત્તાનો પાપનો ડર અને દીક્ષા લેવાની ઇચ્છા જાણી મનથી ખુશ થઈ. દીક્ષા લેવી એનો અર્થ તે બરાબર સમજ્યો છે કે કેમ તે તેઓ ચકાસવા માંગતા હતા. તેથી તેમણે કહ્યું, “દીકરા, દીક્ષા લેવી એ ઘણી અઘરી વાત છે. ત્યાં બહુ શિસ્તબદ્ધ જીવન જીવવું પડે. ત્યાં તારી સારસંભાળ લેવા માતાપિતા નહિ હોય. બધાં કષ્ટો તું કેવી રીતે સહન કરીશ ?” અઇમુત્તાએ કહ્યું, “માતાજી, આ ઘરેલુ જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. સાધુ થવાથી જે કંઈ તકલીફો પડશે તે કર્મોનો નાશ કરશે અને મુક્તિ તરફ લઈ જશે.” આ સાંભળીને તેની માતા ખુશ થઈ, છતાં તેના દીક્ષા લેવાના નિર્ણયને વધુ ચકાસવા માંગતા હતા. તેમણે કહ્યું, “દીકરા, શા માટે દીલા લેવાની ઉતાવળ કરે છે, થોડાં વર્ષો થોભી જા. અમારા ધડપણને સાચવ અને તારા પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખવું પડશે ને!" અઇમુત્તાએ કહ્યું, “માતાજી, મહાવીરસ્વામીના ઉપદેશમાંથી હું શીખ્યો છું કે કોઈ જુવાન નથી કે કોઈ ઘરડું નથી. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. કોણ પહેલું મરશે કે પછી મરશે તે પણ ખબર નથી. તો પછી શા માટે રાહ જોઈને મને આજે મળેલી તક જવા દેવી?’ હવે માતાને ખાત્રી થઈ ગઈ કે દીકરાને દીક્ષા લેવાનો અર્થ બરાબર ખબર છે, અને તેથી તેઓ ખુશ થયાં. તેમણે દીકરાને કહ્યું, “દીકરા, ખૂબ અભિનંદન! મને તારા માટે ગર્વ થાય છે. તું સારો સાધુ બની શકીશ. તારું ધ્યેય મુક્તિ છે તે તું ભૂલીશ નહિ. આખી જિંદગી અહિંસાનું પાલન કરજે. હું તને દીક્ષા લેવાની અનુમતિ આપું છું.” અઇમુત્તાએ કહ્યું, “પૂજ્ય માતાજી, આપે મને અનુમતિ આપી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારી સોનેરી સલાહ હું કાયમ યાદ રાખીશ.” અર્ધમુત્તાના માતાએ તેમને આશીર્વાદ આપ્યા, અને નવા જીવનની સફળતા ઇચ્છી. પછી તેમણે પિતાશ્રી રાજા વિજય પાસેથી પણ અનુમતિ અપાવી. અઇમુત્તા યોડા દિવસ પછી દીક્ષા લઈ તે સાધુ બન્યા. સહુ તેમને બાલમુનિ અર્ધમુત્તા કહેતા હતા. એક દિવસ બાલમુનિ અઇમુત્તાએ કેટલાક છોકરાઓને ખાબોચિયામાં કાગળની હોડી બનાવી રમતા જોયા. તેને રમવાની તીવ્ર ઇચ્છા થઈ. તે ભુલી ગયો કે સાધુ થઈને પાણી સાથે રમાય નહિ. તે દોડતો છોકરાઓ પાસે ગયો અને રમવાની ઇચ્છા પ્રગટ કરી. બાળકો પણ એક સાધુ પોતાની સાથે રમવા આવ્યા છે તે જાણી ખુશ ખુશ થઈ ગયા. એમણે એમના પાત્રાનું ઢાંકણ ખોલી નાંખ્યું. અને એ જાણે કે હોડી હોય તેમ રમવા લાગ્યા. તેમણે બધાને કહ્યું, “જુઓ, મારી હોડી પણ તરે છે.’’ એટલામાં બીજા સાધુઓ ત્યાં આવ્યા અને જોયું તો બાલમુનિ પાણી સાથે રમતા હતા. તેમણે કહ્યું, “બાલમુનિ! આ શું કરો છો? સાધુ થઈને પાણીથી ન રમાય તે ભૂલી ગયા? પાણી સાથે રમવાથી પાણીના જીવોને દુઃખ થાય. સાધુ તરીકે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે કોઈપણ જીવને દુઃખ નહિ આપું. તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો અને ખરાબ કર્મો બાંધ્યાં." બાલમુનિ અઇમુત્તાને પોતાની ભૂલ સમજીઈ. એમણે તરત જ પ્રાયશ્ચિત્ત કરવા માંડ્યું, “અરે! મેં આ શું કર્યું? મેં મારી માતાને વચન આપ્યું હતું કે પાપ લાગે એવું કોઈ કાર્ય હું નહિ કરું, આ સાધુઓ ધણા દયાળુ છે કે મને મારું કર્તવ્ય યાદ કરાવ્યું, જો આ સાધુઓ ન આવ્યા હોત તો મારું શું થાત?” તેને પોતે જે કંઈ કર્યું તેનું સાચું પ્રાયશ્ચિત્ત કર્યું. તે બીજા સાધુઓ સાથે ઉપાશ્રયમાં પાછા ફર્યા. સાધુ બહારથી પોતાના ઉપાશ્રયમાં પાછા ફરે ત્યારે તેમને રસ્તામાં થયેલી જીવહિંસાના પ્રાયશ્ચિત્ત માટે ઇરિયાવહિયં જૈન ક્થા સંગ્રહ Page #99 -------------------------------------------------------------------------- ________________ અઈમુત્તા મુનિ સૂત્ર કરવું પડે. આ બનાવ અઇમુત્તાની સાત વર્ષની ઉંમરે બન્યો હતો. ત્યારપછી તેમણે વડીલ મુનિઓ પાસે અગિયાર અંગ આગમનો અભ્યાસ કર્યો અને તેર વર્ષની ઉંમરે એક વખત ઇરિયાવહિ કરતાં બોલતાં બોલતાં તેઓ પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસા...ઉનિંગ, પણગ...દગ....મટ્ટી.... બોલતા દગ શબ્દ ઉપર વિચાર કરતાં પૂર્વના પ્રસંગનું સ્મરણ થતાં વિચારવા લાગ્યા જો મેં કોઈપણ પાણી, લીલોતરી અથવા માટીમાં જીવંત જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ છું. પાણીમાં રસ્મતા બાલમુનિ અઈમુત્તા તેના પ્રાયશ્ચિત્તનો કોઈ છેડો ન હતો. પોતે જે કંઈ કર્યું હતું તેને માટે તેઓ દુ:ખી હતા. તેઓ વિચારવા લાગ્યા, “મેં આ શું કર્યું? કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવોને દુ:ખ પહોંચાડ્યું? હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશ ? હે જીવો, હું તમારા દુ:ખનું નિમિત્ત બન્યો છું. મારા પાપો માટે મને માફ કરો. ફરી આવા પાપ હું ક્યારે ય નહિ કરું.” સાચા દિલના પ્રાયશ્ચિત્તને કારણે તેમના બધા જ ખરાબ કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. હવે તેઓ કેવલીમુનિ કહેવાયા. પછી કેવલી અઇમુત્તા મુનિ મહાવીરસ્વામીની સભામાં ગયા અને જ્યાં કેવલી સાધુઓ બેઠા હતા ત્યાં બેસવા ગયા. કેટલાક વડીલ જૈન ક્યા સંગ્રહ Page #100 -------------------------------------------------------------------------- ________________ 100 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ સાધુઓએ આ જોયું અને કહ્યું, “ઓ અઇમુત્તા, તું ક્યાં જાય છે? એ જગ્યા તો કેવલી મુનિ માટે છે. માટે જ્યાં બીજા સાધુઓ બેઠા છે ત્યાં જઈને બેસો.’’ મહાવીરસ્વામીએ તરત જ કહ્યું, “સાધુઓ, કેવલી મુનિનું તમે અપમાન ન કરો. અઇમુત્તા મુનિ હવે કોઈ સામાન્ય સાધુ નથી. જ્યારે ઇરિયાવહીયા કરતા હતા ત્યારે જ તેમના ઘાતી કર્મોનો નાશ થયો છે અને તેઓ કેવલી બન્યા છે.’’ સાધુઓને તેમની ભૂલ સમજાઈ તેમને વંદન કરવા લાગ્યા. અને વિચાર્યું “કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો. અંતે બાલમુનિ અઇમુત્તાને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી. જૈન ધર્મ સમજ્જા અને તેના પાલન માટે ઉંમરની કૉઈ માઁદા નથી. પણ તેને માટે સાચી શ્રદ્ધા, સમજ અને જૈનધર્મના સિદ્ધાંતો સમજ્જા અને અમલમાં મૂકવા માટેની ધીરજ મહત્વના છે. આપણે ભૂલો કરીએ છીએ અને ખોટાં કર્મો બાંધીએ છીએ. તે ભૂલો પછી સહેતુક હોય કે અજાણતાં થત હોય. એ શક્ય છે કે કર્માંના લીધે અજાણતાં થયેલી ભૂલોને સાચા અને હૃદયપૂર્વકના પ્રાયશ્ચિતથી સુધારી શકીએ. ગમે તેમ પણ પાછળથી પ્રાયશ્ચિત કરી ભૂલો સુધારીશું તેમ માનીને કૉઈએ જાણી જોઈને સહેતુક ભૂલો ન કરવી જોઈએ. આવું પ્રાયશ્ચિત વ્યર્થ છે. જૈન ક્થા સંગ્રહ Page #101 -------------------------------------------------------------------------- ________________ આનંદ શ્રાવક ૨૫. આનંદ શ્રાવ ભારતના વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ જ ગામમાં આનંદ નામે એક સમૃદ્ધ સુખી ગૃહસ્થ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. એની પાસે ચાલીસ લાખ સોનાના સિક્કા, એટલું જ નગદનાણું, ધંધામાં રોકેલી એટલી જ મૂડી, દર દાગીના અને બીજી ઘણી બધી સ્થાવર જંગમ મૂડી હતી. તેની પાસે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) ગાયો પણ હતી. રાજા તથા વાણિજય ગામની પ્રજા તેને ખૂબ માન આપતા હતા. એક દિવસ ભગવાન મહાવીરસ્વામી તે ગામમાં ઉપદેશ આપવા પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળ્યા પછી આનંદે જૈનધર્મ સ્વીકારી શ્રાવકના બાર વ્રતોનો નિયમ કર્યો. આનંદે આ નિયમો ચૌદ વર્ષ સુધી પાળ્યા. અને તે દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરી. એક દિવસ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની આગવી શક્તિ તપ, સંયમ અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થઈ. એને મળેલું અવધિજ્ઞાન અન્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા સામાન્ય માણસ કરતાં વધુ શુદ્ધ અને શક્તિશાળી હતું. આ સમયે ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વગેરે તેમના શિષ્યો સહિત તે શહેરમાં વિચરતા હતા. જ્યારે ગૌતમસ્વામી ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે જોયું કે લોકો અવધિજ્ઞાન પ્રાપ્ત કરેલ આનંદ શ્રાવકને વંદન કરવા જતા હતા. એમણે આનંદ શ્રાવકની મુલાકાતે તમસ્વામી જૈન કથા સંગ્રહ Page #102 -------------------------------------------------------------------------- ________________ 102 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ પણ એની મુલાકાત લેવાનું નક્કી કર્યું, આનંદ પોતાના આધ્યાત્મિક ગુરુ ગૌતમસ્વામીને જોઈ ખુશ થયા. તપને કારણે તે ખૂબ જ અશક્ત હોવા છતાં ગૌતમસ્વામીને પ્રેમથી આવકાર્યા. ગૌતમસ્વામીએ તેને શાતા પૂછી. પછી તેને મળેલ ખાસ આગવી અવધિજ્ઞાનની શક્તિ વિશે પૂછ્યું, આનંદે ખૂબ વિવેકથી જવાબ આપ્યો, “આદરણીય ગુરુદેવ, મને જે આગવી શક્તિ મળી છે તેને આધારે હું ઉપર સૌથી પહેલું સ્વર્ગ અને નીચે સૌથી પહેલું નર્ક જોઈ શકું છું.” ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું, “સામાન્ય માણસ અધિજ્ઞાનની આગવી શક્તિ મેળવે તો પણ ખાટલું વ્યાપક જોઈ ન શકે, માટે આવા વિશાળ દર્શનની કલ્પના તું કરે છે પણ સત્ય ન હોય માટે તારે પ્રાયશ્ચિત્ત કરવું પડે." આનંદ મુંઝાયો, પોતે સમજે છે કે એણે જે કહ્યું છે તે સત્ય જ છે, છતાં ગુરુદેવ તેના સત્ય પર વિશ્વાસ નથી કરતા અને પ્રાયશ્ચિત્ત કરવાનું કહે છે. તેણે ફરી ખૂબ જ ના ભાવે ગૌતમસ્વામીને પૂછ્યું, “કોઈએ સત્ય બોલવા માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે?" ગૌતમસ્વામી પણ મૂંઝાયા અને જવાબ આપ્યો,’’ સત્ય બોલવા માટે કોઈએ પ્રાયશ્ચિત્ત ન જ કરવાનું હોય.” તેઓ આનંદના ઘરેથી નીકળીને ભગવાન મહાવીરસ્વામીને પૂછવા માટે ચાલ્યા. '' ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરસ્વામી પાસે આવીને વંદન કરીને આનંદની આગવી શક્તિ વિશે પૂછ્યું. ભગવાન મહાવીરે જણાવ્યું. “ગૌતમ, આનંદ સાચું જ કહે છે. એણે સાચા અર્થમાં વ્યાપક સ્વરૂપમાં અવધિજ્ઞાન મેળવ્યું છે. સામાન્ય માણસ ભાગ્યે જ આવી શક્તિ અને જ્ઞાન મેળવી શકે માટે તારે તારી ભૂલ માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે. ’ ગૌતમસ્વામીએ પોતાની ગોચરી એક બાજુ મૂકીને તરત જ આનંદ પાસે તેની પ્રમાણિકતા અને સચ્ચાઈ માટે શંકા કરી તેની માફી માગવા પાછા ગયા. જૈનધર્મની એવી ખાસિયત છે કે ગુરુ પણ શિષ્ય પ્રત્યે ભૂલ કરે તો શિષ્યની માફી માંગે અને સાધુ સામાન્ય માણસ પ્રત્યે ભૂલ કરે તો તેણે સામાન્ય માણસની પણ માફી માંગવી પડે. પાછલી જિંદગીમાં મૃત્યુ ન આવે ત્યાં સુધી આનંદ ઉપવાસ પર જ રહ્યા. મૃત્યુ બાદ સ્વર્ગમાં સૌધર્મ દેવલોકમાં જન્મ્યા. સ્વર્ગની અવિધ પૂરી કરશે એટલે તે ફરી માનવ અવતાર લેશે અને મુક્તિ મેળવશે. જૈન ધર્મનાં સાચાના નચમૉ પ્રમાણે માનવજીવનમાં આપણૅ આ વ્રતનું પાલન કરવું જોઈએ, ગૃહ, શ્રમો સર્ભમાં રહેલી ૩ શ્રદ્ધાની આ વાર્તા છે, વા આ વાર્તા બતાવે છે કે ગૌતમસ્વામી ભગવાન મહાવીરના સાદા, નમ્ર અને સાચા અા હતા. જ્યરે ભગવાન તેમના ખૂણ બતાવી ત્યારે સહેજ પણ દઉચ્ચાટ અનુભવ્યા વગર તે આનંદ ખાસે ગયા અને પોતે મહાવાર સ્વામીના ખટ્ટ શિષ્ય હૉવા છતાં આણંદ શ્રાવકની માત્ર મી. ભગવાન મહાવીર પણ કેટલા બેખાવત હતા તે પણ આ વાત પણ નહીં શકાય છે. કારણ કે ગૌતમામાં એમના પદ વ્ય હોવા છતાં તેમની ભૂલોને છાવરતા નથી. પણ સત્યનો પક્ષ લઈ ગૌતમસ્વામીને ઍમની ભૂલ સમજાય છે. જૈન ક્થા સંગ્રહ Page #103 -------------------------------------------------------------------------- ________________ પુણિયા શ્રાવક ૨૬. પણિયા શ્રાવક પુણિયા શ્રાવક તથા તેની પત્ની ખૂબ જ ગરીબ હતાં. તેઓ એક ગામડામાં માટી અને ઘાસથી બનાવેલી ઝૂંપડીમાં રહેતા હતાં. પુણિયાએ નિયમ કર્યો હતો કે જીવવાને માટે ઓછામાં ઓછી જરૂરિયાત જેટલું જ કમાવું. એ સમયે બાર દોકડા (લગભગ રૂપિયાનો આઠમો ભાગ) એક દિવસ માટે જોઈએ જે તે રૂ કાંતીને વેચીને કમાઈ લેતો. બીજો એવો નિયમ હતો કે કોઈ સદ્ગુણી માણસને રોજ જમાડવો. રોજ જમાડવાની શક્તિ ન હોવાથી એક દિવસ તે ઉપવાસ કરે તો બીજે દિવસે તેની પત્ની ઉપવાસ કરે. ગરીબ હોવા છતાં તેઓ સાધર્મિકની મહેમાનગતિ કરતાં. આ રીતે આ દંપતિ જરૂરિયાતવાળાને મદદ કરતાં. પુણિયા શ્રાવક દરરોજ સામાયિક (૪૮ મિનિટનું ધ્યાન, સમતા અને મનની શાંતિ) કરતા. એક દિવસ સામાયિક દરમિયાન તેઓ બરાબર ધ્યાન ન ધરી શક્યા. શા માટે ધ્યાનમાં રહેવાતું નથી તેનો બહુ વિચાર કર્યો પણ કારણ ન શોધી શક્યા. એટલે તેણે તેની પત્નીને પૂછ્યું, “આજે એવું તે શું બન્યું કે હું બરાબર ધ્યાન ન ધરી શક્યો?” પહેલાં તો તેની પત્ની કંઈ જ વિચારી ન શકી. બહુ વિચારતાં તેને ખ્યાલ આવ્યો કે બજારમાંથી પાછા ફરતાં શેરીમાંથી રસોઈ કરવા માટે છાણાં લાવ્યા હતાં. આ વિશે તેણે પુણિયાને વાત કરી. પોતાના રોજ કમાયેલા પૈસામાંથી જ કંઈપણ લાવવું જોઈએ. એ સિવાય આપણે કંઈ પણ ન લઈ શકીએ. શેરીમાં પડેલા સુકાઈ ગયેલા ગાયનાં છાણની કોઈ કિંમત નથી અને તેની માલિકી પણ કોઈની ન હોય છતાં આપણે તેને લઈ ન શકીએ. આ રીતે આપણા ઘરમાં મફત આવેલ વસ્તુના હિસાબે મારાથી ધ્યાન બરાબર ન થઈ શક્યું. પુણિયાના જીવન ધોરણો ખૂબ જ ઉચ્ચ હોવાથી તે સાચું સામાયિક કરી શકતો હતો. મહાવીરસ્વામી પણ પોતાના વ્યાખ્યાનમાં પુણિયાના વિધિપૂર્વકના સામાયિકની પ્રશંસા કરતા. શ્રેણિક રાજાએ આવતા જનમમાં નરક જવાનું કર્મ બાંધેલ હતું. બીજા જન્મમાં નરકની યાતનાઓ ન ભોગવવી પડે તે માટે પોતાના ખરાબ કર્મો બદલવા માટે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરસ્વામીને જણાવ્યું - મારે બીજા જન્મમાં નરકની યાતના ભોગવવી ન પડે તે માટે હું મારું સમગ્ર રાજ્ય આપી દેવા તૈયાર છું. પરંતુ આયુષ્ય કર્મનો સિદ્ધાંત એવો છે કે બાંધેલું આયુષ્ય કર્મ કોઈપણ સંજોગોમાં બદલી શકાતું નથી તેથી ભગવાન મહાવીરસ્વામીએ આ વાત રાજાને બરાબર સમજાવવા માટે કહ્યું, “તમારે પુણ્ય કર્મ એટલે કે સારી ગતિવાળા કર્મ કમાવવા હોય તો પુણિયા શ્રાવકના m પુણિયા થાવકના સામાયિકના પુણ્ય પાસે રાજા શ્રેણિકની સંપત્તિ તુચ્છ છે જૈન કથા સંગ્રહ 103 Page #104 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરન્ના સમયની જીવન કથાઓ સામાયિકને ખરીદો અને તો જ તમે તમારા આયુષ્ય કર્મને બદલી શકો. રાજા શ્રેણિક પુણિયા શ્રાવકને ઘેર ગયા અને પુણ્ય કર્મ માટે તેમને કરેલ એક સામાયિકનું પુણ્ય કર્મ આપવા વિનંતી કરી. બદલામાં શ્રેણિક રાજા પોતાનું આખું રાજય આપવા તૈયાર હતા. પુણિયા શ્રાવકે કહ્યું, “રાજાજી, મારે કોઈ પૈસા નથી જોઈતા. અમારી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તમે આપી છે. હું મારી માલિકીનું બધું જ મારા જીવન સહિત આપને આપવા તૈયાર છું. તમે ખૂબ જ મહાન દયાળુ રાજા છો. પણ પુપ્રિયા શ્રાવક પાસે સામાયિકના પુણ્યની માંગણી કરતા રાજા શ્રેણિક મારા સામાયિકનું પુણ્યકર્મ આપને કેવી રીતે આપવું તે હું જાણતો નથી. સારાં કર્મો ખરીદી શકાતા નથી, તે તો દરેકે જાતે જ કરવાં પડે છે.” રાજા શ્રેણિક સમજી ગયા કે પોતાની ગમે તેટલી સંપત્તિ પણ પુણિયા શ્રાવકના સામાયિક દ્વારા મળતા પુણ્ય કર્મને મેળવવા શક્ય નથી. પોતાના રાજ્યમાં પોતે સહુથી ગરીબ માણસ છે એવું તે અનુભવવા લાગ્યા. રાજા શ્રેણિક નિરાશ થવા છતાં પુણિયાની શ્રધ્ધાની અનુમોદના કરતા ત્યાંથી ચાલ્યા ગયા. અને મનમાં દઢ સંકલ્પ કર્યો કે પુણિયા જેવી ધર્મશ્રદ્ધા હું પણ કેળવીશ. આ વાત બતાવૈ છે કે મદત આવકમાં પણ સંતોષથી જીવી શકાય. અણહકનું આાપણાથી કંઈપણ ગ્રહણ કશ શકાય નહીં. જીવવા માટે જ૨ ક૨તાં વઘુ પૈસાનો સંગ્રહ ન કäૉ. સંક૯પો કે ધર્મ સંબંધી 6યાસ્મો આધ્યાત્મિક ઉન્નતિ માટે હોય છે. નહીં કે આર્થિક લાભ માટૅ. સામાણિક અને ધ્યાનની બીજી દવાઓ તથા સંયમ દ્વારા મળતા લાભ સ્વંતરાત્માનું પ્રેરકબળ છે. નહીં હૈં સંઘર્ષ તરફ પ્રેરે તેવા ઉદ્દેશ્યો તરફ. 104. જૈન કથા સંગ્રહ Page #105 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર ૨૭. શાલિભટ્ટ એક ગરીબ સ્ત્રી તેના દીકરા સાથે એક ગામમાં રહેતી હતી. એક વાર કોઈ મોટા ઉત્સવ નિમિત્તે પેલા ગરીબ છોકરા સહિત ગામના બધા જ છોકરા સાથે રમતા હતા. રમી રહ્યા પછી ગરીબ છોકરા સિવાય બધા જ છોકરાઓ ઘેરથી લાવેલી ખીર ખાવા બેઠા. ગરીબ છોકરા પાસે ખાવા માટે ખીર ન હતી. તેને બહુ જ ખરાબ લાગ્યું અને તે તેની મા પાસે દોડી ગયો. માને કહેવા લાગ્યો કે બીજા છોકરાઓ ખીર ખાય છે તેવી તમે પણ મને ખીર બનાવી આપો. માએ કહ્યું કે બેટા, આપણે ખીર બનાવી શકીએ તેમ નથી. મેં જે રાંધ્યું છે તે તું ખાઈ લે. ખીર નહિ મળવાને લીધે તે રડવા લાગ્યો. તેની મા તેને રડતો જોઈ ન શકી. તેથી તે પાડોશી પાસેથી ઉછીનું દૂધ, ખાંડ અને ચોખા લાવી અને દીકરા માટે ખીર બનાવી. ખીર ઠંડી કરવા વાડકામાં કાઢી તે કૂવે પાણી ભરવા ગઈ. છોકરો જેવો ખીર ખાવાની તૈયારી કરતો હતો ત્યાં જ ‘ધર્મલાભ' (જૈન સાધુ-સાધ્વી ગોચરી માટે જાય ત્યારે આશીર્વાદ સૂચક આવા શબ્દો બોલે) શબ્દો તેના કાને પડ્યા. તેણે જોયું તો બારણામાં જૈન સાધુ ઊભા હતા. તરત જ તે ભૂખ્યા છોકરાએ સાધુને ઘરમાં આવકાર્યા અને ખીર લેવાનો આગ્રહ કર્યો. તેણે પોતાના વાડકાની બધી જ ખીર સાધુના પાત્રામાં વહોરાવી દીધી. પોતાને માટે જરા પણ ખીર ન રાખતાં સાધુને બધી જ ખીર વહોરાવીને તે છોકરો ખૂબ જ ખુશ થયો. તેનો ઉમદા હેતુ અને પવિત્ર કાર્યને કારણે તેણે સારા કર્મો બાંધ્યાં. બીજા જન્મમાં તે શ્રીમંત કુટુંબમાં શાલિભદ્ર નામે જન્મ્યો. સુખ તો જાણે સ્વર્ગમાં હોય તેવું હતું. તેના માતા-પિતા ભદ્રા શેઠાણી અને ગોભદ્ર શેઠ હતા. શાલિભદ્ર યુવાન થયો ત્યારે તેના પિતા સંસાર છોડી સાધુ થયા હતા. તેની માતા તેને સંપૂર્ણ સુખ સાહ્યબીમાં રાખતા. તેમને ડર હતો કે આ પણ ક્યાંક તેના પિતાની જેમ સાધુ ન થઈ જાય તેથી તેને મહેલની બહાર ક્યાંય જવા ન દેતા. સ્વર્ગના દેવતાઓને પણ શાલિભદ્રના સુખની અદેખાઈ આવતી. યોગ્ય ઉંમરે તેના બત્રીસ સુંદર છોકરીઓ સાથે લગ્ન થયાં. સાધુને આનંદથી ખીર વહોરાવતો બાળક એકવાર નેપાળના વેપારીઓ કિંમતી હીરા જડેલી શાલો વેચવા નગરમાં આવ્યા. તેઓ શ્રેણિક રાજાના દરબારમાં શાલો વેચવા માટે ગયા. પણ રાજાએ આવી કિંમતી શાલ ખરીદવાની અશક્તિ દર્શાવી. વેપારીઓ ખૂબ જ નિરાશ થઈ ગયા. રાજાએ આટલી કિંમતી શાલો ખરીદવાની અશક્તિ દર્શાવી તો લોકો પાસે તો આ ખરીદવાની સંપત્તિ ન જ હોય. તેથી આ શહેરમાંથી કોઈ આ શાલ ખરીદી નહિ શકે એમ માની પાછા ફરવાનું નક્કી કર્યું. જૈન કથા સંગ્રહ 105, Page #106 -------------------------------------------------------------------------- ________________ 106 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ભદ્રા શેઠાણીએ આ બીના જાણી તો તેમણે માસ મ વીને વેપારીઓને પોતાને ઘેર તેડાવ્યા. તેઓની જવાની જરા પણ ઇચ્છા ન થઈ કારણ કે તેઓ વિચારવા લાગ્યા કે જો રાજા આવી કિંમતી શાલ ન ખરીદી શક્યા તો ગામનો સામાન્ય માણસ તો કેવી રીતે ખરીદી શકે? તેઓ જ્યારે ભદ્રા શેઠાણીને ઘેર પહોંચ્યા ત્યારે શેઠાણીએ પૂછ્યું, “તમારી પાસે કેટલી શાલ છે?” વેપારીએ જણાવ્યું કે સોળ શાલ છે. શેઠાણીએ કહ્યું, “બસ સોળ જ છે! મારે તો બત્રીસ શાલ જોઈએ. કારણ કે મારે બત્રીસ પુત્રવધૂઓ છે.” વેપારીઓને લાગ્યું કે આ મશ્કરી કરે છે, એક ખરીદે તો પણ સારું. શેઠાણીએ કહ્યું, “જાઓ, શાલ લઈ આવો. તેમણે સહેજ પણ વિચાર્યા વિના સોળે સોળ શાલ ખરીદી લીધી. વેપારીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. આથી વધુ નવાઈ તો એમને ત્યારે થઈ જ્યારે શેઠાણીએ દરેક શાલના બે કકડા કરી નાંખ્યા, અને દરેક પુત્રવધુને તેમના પગ લુછવા આપ્યા. વેપારીઓ તો આકાર્યથી દિગ્મૂઢ થઈ ગયા. પણ રાજી થતા થતા ચાલ્યા ગયા. પુત્રવધૂઓએ પગ લૂછી તે કટકા ફેંકી દીધા. પોતાની વહુઓ માટે કિંમતી શાલ ખરીદતા ભદ્રા શેઠાણી શાલિભદ્રના મહેલના નોકરોમાંથી એક નોકરાણી રાણીને જાણતી હતી. તેથી શાલનો એક કટકો રાણી માટે લઈ લીધો. એક બાજુ રાણી મુઝાયાં પણ સાથે પોતાના રાજ્યમાં આવા શ્રીમંતો પણ છે તે જાણી આનંદ થયો. તેમણે રાજા શ્રેણિકને શાલ વિશેની વાત કરી અને રાજા પણ પોતાના રાજ્યમાં આવા સુખી માણસો વસે છે જેનાથી રાજ્યની કીર્તિ વધે તે જાણી ગર્વ અનુભવ્યો. તેમણે શાલિભદ્રને બિરદાવવા પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. ભદ્રા શેઠાણીએ જાણ્યું તો તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે મારો દીકરો ખૂબ શરમાળ પ્રકૃતિનો છે માટે આપ અમારા મહેલે પધારો, શ્રેણિક રાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને શાલિભદ્રના મહેલ પર ગયા. શ્રેણિક રાજાએ શાલિભદ્રનો મહેલ જોયો તો તેમને લાગ્યું કે આની સરખામણીમાં મારો મહેલ તો કંઈ જ નથી. ભદ્રા શેઠાણીએ તેમને બેસવા જણાવ્યું અને શાલિભદ્રને નીચે આવી રાજાને માનપાનથી આવકારવા જણાવ્યું. શાલિભદ્રને તો રાજા કે રાજ્ય વિશે કંઈ જ ખબર ન હતી. એટલે એને તો એમ થયું કે કોઈ વેપારી આવ્યો હશે અને તેનો માલ જોવા મને બોલાવે છે એટલે એણે કહ્યું, “મારે કંઈ જોવું નથી તમને યોગ્ય લાગે તો તમે ખરીદી લો.” તેની માતાએ કહ્યું, “આ કોઈ વેપારી નથી. તે આપણો રાજા છે. આપણા માલિક છે, એટલે તારે નીચે આવવું જોઈએ. તેમને માનથી આવકારવા જોઈએ.” જૈન થા સંગ્રહ Page #107 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર માલિક’ શબ્દ એના કાનમાં ગુંજવા લાગ્યો. તેને નવાઈ લાગી. “મારા ઉપર વળી મારો માલિક કેમ? હું જ મારી જાતનો માલિક છું.” આવું વિચારતાં વિચારતાં તે નીચે આવ્યો. રાજાને માનથી બેસાડ્યા. પણ તે લાંબો સમય ત્યાં ઊભા ન રહ્યા. તેના માથે રાજા અને માલિક છે એવું જાણતાં એના મગજમાં ‘હું સ્વતંત્ર વ્યક્તિ નથી’ એ જ વિચારો ચાલવા લાગ્યા. એને એના પિતાનો વિચાર આવ્યો (જે સાધુ બન્યા હતા, અને જિંદગીનો સાચો અર્થ સમજાયો. એમણે એ જ ક્ષણે સાધુ બનવાનું નક્કી કર્યું અને પોતાના કુટુંબને પોતાના નિર્ણયની જાણ કરી. એમની માતાએ અને પત્નીઓએ તેને થોડો વધુ સમય રોકાઈ જવા સમજાવ્યો. તેમણે સંસાર છોડવાનું તો નક્કી કર્યું જ હતું, પણ પોતાના કુટુંબનો તાત્કાલિક ત્યાગ કરવાને બદલે બત્રીસ પત્નીઓ સાથે એકએક દિવસ રહેવાનું નક્કી કર્યું. બત્રીસમા દિવસ પછી તે સાધુ બની જશે. એ જ દિવસથી તેમણે તેનો અમલ શરૂ કરી દીધો. શાલિભદ્રને સુભદ્રા નામની બહેન હતી જે ધન્ના શેઠને પરણી હતી. ધન્ના શેઠને આઠ પત્નીઓ હતી. એક દિવસ સુભદ્રા ધન્ના શેઠને સ્નાન કરાવતી હતી. એકાએક ધન્નાશેઠના શરીર પર સુભદ્રાના આંસુ પડ્યા. શા માટે રડે છે? એમ પૂછતાં સુભદ્રાએ કહ્યું કે મારો ભાઈ બધું છોડીને સાધુ થવાનો છે. એ દરેક પત્ની સાથે એક એક દિવસ પસાર કરીને બત્રીસમા દિવસે સાધુ થશે. ધન્નાએ મશ્કરી કરી અને સુભદ્રાને કહ્યું, “તારો ભાઈ કાયર અને ડરપોક છે. એને સાધુ થવું જ છે તો શા માટે બત્રીસ દિવસની રાહ જોવી?” આ સાંભળીને સુભદ્રા દુઃખી થઈ અને તેના પતિને કહ્યું, “કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.” આ સાંભળીને ધન્નાના મગજમાં ઝબકારો થયો અને પોતાની પત્નીને કહ્યું, “હું આ ક્ષણે જ આઠે ય પત્નીઓનો ત્યાગ કરીને સાધુ થઈ જાઉં છું” સુભદ્રાને નવાઈ લાગી, તેને લાગ્યું કે તેનો પતિ મશ્કરી કરે છે. ધન્નાએ કહ્યું, “હવે ઘણું મોડું થાય છે, મેં સાધુ થવાનું મક્કમપણે નક્કી કર્યું જ છે. તમારે પણ મારી સાથે જોડાવું હોય તો બહુ આનંદની વાત છે.” ધન્ના શેઠની મક્કમતા જોઈને સુભદ્રા તથા બીજી સાત પત્નીઓ પણ સાધ્વી થવા તૈયાર થઈ. ધન્ના શેઠ પછી ત્યાંથી તેના સાળા શાલિભદ્રના મહેલે ગયા અને પડકારતાં કહ્યું, “હે શાલિભદ્ર, જો તું તારા કુટુંબને અને અન્ય વસ્તુઓને છોડવા માંગતો હોય તો શેની રાહ જુએ છે! કાળનો ભરોસો ન રાખ ચાલ મારી સાથે જોડાઈ જા.” શાલિભદ્રએ તેની વાત સાંભળી અને તેનો પડકાર સ્વીકારી લીધો. એણે એની પત્નીઓને તથા કુટુંબના અન્ય સભ્યોને કહ્યું, “હું તમારા બધાંનો ત્યાગ આજે જ કરું છું.” તે નીચે ગયો અને તેના બનેવી સાથે નીકળી પડ્યો. તેની પત્નીઓ પણ તેની સાથે થઈ. બધાં મહાવીરસ્વામી પાસે ગયા. દીક્ષા લઈ સાધુ સાધ્વી બની ગયા. સાધુ તરીકે આકરી તપશ્ચર્યા કર્યા બાદ ધન્ના અને શાલિભદ્રનો નવો જન્મ સ્વર્ગમાં થયો. ત્યાંનો સમય પૂરો થતાં ફરી નવો માનવ જન્મ ધારણ કરશે અને મુક્તિ મેળવશે. ન:૨વાર્થ સેવા હંમેશા સાચું સુખ આપે છે. પાડૉશીને મદદ ઍ સમાજની સેવા દરકાર છે. દયા તથા પૉપકારનો ગુણ જીવનમાં એ નાના બાળકને (શાલભદ્રના ) અન્નેકગણો બદલો માખે છે. પરિણામૈ તે સહેલાઈથી બધું છૉડી શઠે છે. સત્યાર્થી હંમેશા આપણા સ્માત્મા ઉપર પોતાની છાપ અંકિત કરૂં છે. સત્કાર્યો અને પ્રાયશ્ચિત આત્માને મુક્તિ ભણી લઈ જાય છે. | જૈન કથા સંગ્રહ 10) Page #108 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨L. ૨ાજા શ્રેણિક અને રાણી ચેલા આ ભગવાન મહાવીરના સમયની વાત છે. તે વખતે વૈશાલીનો રાજા ચેટક હતો. તેને ચેલણા નામે સુંદર રાજકુંવરી હતી. એક વખત એક ચિત્રકારે ચેલણાનું ચિત્ર દોર્યું અને મગધના રાજા શ્રેણિકને બતાવ્યું. ચેલણાની સુંદરતા જોઈને શ્રેણિક તેના પ્રેમમાં પડી ગયો. એક વખત ચેલણા મગધ આવી હતી. જ્યાં તેણે શ્રેણિકને જોયો અને તે પણ તેના પ્રેમમાં પડી ગઈ. બન્નેના બહુ જલદી લગ્ન પણ થઈ ગયાં. રાણી ચેલણા જૈનધર્મને બહુ ચુસ્ત રીતે માનતી હતી. જયારે શ્રેણિક બૌદ્ધ ધર્મને માનતો હતો. આમ તો રાજા ઉદાર અને વિશાળ હૃદયનો હતો છતાં કોણ જાણે કેમ તેને ચેલણા જૈન સાધુઓ પ્રત્યે ભક્તિ રાખતી તે ગમતું નહિ. જૈન સાધુઓ ઢોંગી હોય છે તેવું ચેલણાને સાબિત કરી આપવા રાજા ઇચ્છતા હતા. રાજા શ્રેણિક દૃઢપણે માનતા હતા કે જૈન સાધુ જૈન તત્ત્વજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે જાત પરનો સંયમ તથા અહિંસાનું પાલન પૂર્ણરૂપે કરી શકતા જ નથી. તેઓનો મનની શાંતિ અને સ્થિતપ્રજ્ઞ જેવો વ્યવહાર ઉપર છલ્લો જ હોય છે. ચેલણા રાજાના આ વલણથી ખૂબ વ્યથિત રહેતી. જૈન સાધુની સમદષ્ટિ અને સૌમ્યતાની કસોટી કરતા રાજા શ્રેણિક એકવાર રાજા શ્રેણિક શિકાર કરવા ગયા હતા. ત્યાં તેમણે જૈન સાધુ યમધરને ઊંડા ધ્યાનમાં જોયા. શ્રેણિકે પોતાના શિકારી કૂતરા યમધર પાછળ છોડ્યા પણ તેઓ તો શાંત અને ઊંડા ધ્યાનમાં જ રહ્યા. સાધુની સ્વસ્થતા અને શાંતિ જોઈને કૂતરા પણ શાંત થઈ ગયા. રાજા શ્રેણિક ગુસ્સે થયા અને વિચારવા લાગ્યા કે સાધુએ કોઈ જાદુ કર્યો લાગે છે તેથી તેમણે સાધુ તરફ તીર છોડવા માંડ્યા પણ તીર ધાર્યા નિશાન પર જતા ન હતાં, તેથી રાજા શ્રેણિક બહુ અસ્વસ્થ થયા. અંતે મરેલા સાપ યમધરના ગળા ફરતે ભરાવીને તેઓ મહેલમાં પાછા આવી ગયા. રાજાએ મહેલ પર આવીને રાણી ચેલણાને આખો બનાવ વિગતવાર કહ્યો. રાણીને યમધર માટે | 108 જૈન કથા સંગ્રહ Page #109 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રેણિક અને રાણી ચેલણા બહુ દુઃખ થયું. તેઓ જ્યાં યમધર સાધુ ધ્યાન ધરતા હતા ત્યાં રાજાને લઈ ગયા. મરેલા સાપને કારણે કીડીઓ અને બીજા જીવજંતુ સાધુના શરીર પર ચઢી ગયા હતા પણ સાધુ સહેજ પણ ડગ્યા ન હતા. એ દંપત્તિ સાધુની અમર્યાદિત સહનશક્તિના સાક્ષી બન્યા. રાણીએ ખુબ સાચવીને સાધુના શરીર પરથી કીડીઓ વગેરે દૂર કર્યા અને તેમના શરીર પરથી મરેલા સાપને દૂર કર્યો. કીડીઓને કારણે લાગેલા ઘા સાફ કર્યા. ચંદનનો મલમ લગાવ્યો. થોડા સમય પછી યમધરે આંખો ખોલી અને બન્નેને આશીર્વાદ આપ્યા. પોતાને તકલીફ આપનાર રાજા કે પોતાના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરનાર રાણી બન્ને વચ્ચે કોઈ ભેદભાવ ન જોયો. આ જોઈ K ધ્યાનસ્થ અવસ્થામાં પીડાની અવગણના કરતા જૈન સાધુ રાજા શ્રેલિક તેમનાથી ખુબ જ પ્રભાવિત થયા અને કબૂલ થયા કે જૈન સાધુ કોઈપણ પ્રકારના બંધન કે ગમા-અણગમાથી પર હોય છે. આમ રાણી ચેલણા સાથે રાજા શ્રેણિક પણ જૈનધર્મ અને ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા. જો ઉચ્ચકક્ષાની તમ અને ભક્તિ નહી શક્તા હોય તો જે વધુ ધર્મિષ્ઠ છે તેના મનોબળ અને ભક્તિમાં શંકા ન કરવી જોઈએ. ખરેખ૨ તો આવી વ્યક્તિ પ્રત્યે ઊંચો આદરભાવ હોવો જોઈએ. આવા માણસોને ખકા અને તકો આપવા છતાં તેમના સેવા કરવી તથા મદદરુપ થવું મહત્ત્વનું છે. આ કાર્યો તમાગ ખરાબ કર્મીને અટકાવશે. બીજાના સદ્ગુણોને સ્વીકારે અને તેની કદર કરશે. જૈન કથા સંગ્રહ 109 Page #110 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૯. અભયઝુમાર અને રોહિણેય યોગ્ય મહાવીરસ્વામીના સમયમાં લોહખુર નામનો ઘરફોડ ચોર હતો. રાજગૃહી નગરમાં વૈભારગિરિ પર્વતની ખૂબ દૂર દૂરની ગુફામાં તે રહેતો હતો. તે પોતાના ધંધામાં ખૂબ જ પાવરધો હતો. ચોરી કર્યા પછી પાછળ કોઈ નિશાન છોડતો નહિ. તે અને તેની પત્ની રોહિણીને રોહિણેય નામે દીકરો હતો. તે જેમ મોટો થતો ગયો તેમ તે પણ તેના પિતાનો ધંધો શીખી ગયો અને ઘરફોડ ચોરીમાં હોંશિયાર બની ગયો. ચબરાકપણું અને ચતુરાઈમાં તે તેના પિતા કરતાં પણ સવાયો નીકળ્યો. તે ગુપ્ત વેશમાં હોય તો તેને ઓળખવો પણ અઘરો પડતો. કોઈ તેનો પીછો કરે તો તે ક્યાંય ભાગી જતો. એ સુખી અને સમૃદ્ધ માણસોને લૂંટતો અને કોઈ અજાણી અગમ્ય જગ્યાએ ખજાનો છૂપાવી દેતો. તેણે પ્રાપ્ત કરેલી મૂડીથી તે ગરીબોને મદદ કરતો. ઘણાં બધાં તેનો ઉપકાર માનતા અને તેનાથી ખુશ રહેતા, અને રાજ્ય સરકારને રોહિણેયને પકડવામાં મદદ ન કરતા. લોહખુર હવે ઘરડો થયો હતો. તેને પોતાની જિંદગીનો અંત નજીક દેખાતો હતો. મરણપથારીએ પડેલા લોહખુરે રોહિણેયને બોલાવીને કહ્યું કે આપણા ધંધામાં તારી હોંશિયારી અને બાહોશી જોઈને મને ખૂબ જ સંતોષ થાય છે. પોતે પોતાની જિંદગીમાં સફળ થયો હોઈ તેણે તેના દીકરાને શિખામણ આપી કે ક્યારેય મહાવીરસ્વામીનો ઉપદેશ સાંભળવા ના જઈશ કારણ કે તેમની વાતો આપણા ધંધાની વિરુદ્ધની હોય છે. રોહિણેયે પિતાને વચન આપ્યું કે હું તમારી શિખામણ બરાબર પાળીશ. લોહખુરના મરી ગયા પછી રોહિણેયે પોતાનો ચોરીનો ધંધો એટલો વિસ્તારી દીધો કે સુખી માણસોને જો તેઓ ક્યાંય બહારગામ જાય તો પોતાની સંપત્તિની સલામતી ન લાગતી. તેઓ સતત ભયથી ફફડતા રહેતા કે આપણી ગેરહાજરીમાં રોહિણેય આપણા ઘેરથી દરદાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ ચોરી જશે. કેટલાક લોકો રોહિણેયની ચોરીથી બચવા માટે રક્ષણ મેળવવા રાજા શ્રેણિક પાસે ગયા. મોટા મોટા પોલિસ ઓફિસરો પણ કંઈ ન કરી શક્યા. તેથી રાજાએ પોતાના બાહોશ મુખ્યમંત્રી અભયકુમારને રોહિણેયને પકડવાનું કામ સોંપ્યું. એકવાર રોહિણેય છાનો-છૂપાતો રાજગૃહી તરફ જતો હતો ત્યાં રસ્તામાં મહાવીરસ્વામીનું સમવસરણ આવતું હતું. તેને મહાવીરસ્વામીના ઉપદેશ ના સાંભળીશ તેવી પિતાની શિખામણ યાદ હતી. તેણે તેના કાન પર હાથ દાબી દીધા. એ જ વખતે તેનો પગ અણીદાર કાંટા પર પડ્યો, અને કાંટો પગમાં ઊંડે સુધી ખૂંપી ગયો. એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઈ લેવા પડ્યા. આટલા સમય દરમિયાન તેણે ભગવાન મહાવીરનો નીચે જણાવેલ ઉપદેશ સાંભળ્યો. બધી જ જિંદગીમાં માનવ જીવન ઉત્તમ છે. માણસ તરીકે જ મુક્તિ મેળવી શકાય. કોઈ પણ માણસ જાત, ધર્મ કે રંગના ભેદભાવ વિના મોક્ષ મેળવી શકે છે. સારાં કાર્યોથી માણસ સ્વર્ગ મેળવી શકે છે. જ્યાં જીવનના તમામ સુખો મળે છે.” સ્વર્ગના દેવતા ચાલે તો તેમના પગ ધરતીને ના અડે, તેમનો પડછાયો ના પડે, તેમની આંખો પલકારા ન કરે અને તેમના ગળાની ફૂલોની માળા કરમાતી નથી. સ્વર્ગની જિંદગી મોક્ષ અપાવતી નથી એટલે જ સ્વર્ગના દેવતા પણ માનવ જીવનઝંખે છે.” આ સમય દરમિયાન રોહિણેયે પગનો કાંટો કાઢી નાંખ્યો હતો અને ફરીથી કાન બંધ કરી દીધા અને શહેર તરફ ચાલવા લાગ્યો. (110 જૈન કથા સંગ્રહ Page #111 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર અને રોહિણેય ચોર ભગવાન મહાવીરના ઉપદેશને આકસ્મિક રીતે સાંભળતો ચોર રોહિોય ! અભયકુમારે છુપાવેશમાં લશ્કરી માણસોને શહેરના બધા દરવાજે ગોઠવી દીધા હતા. પોતે પણ દેખરેખ રાખી રહ્યા હતા. રોહિણેય છૂપા ખેડૂતના વેશમાં હતો છતાં કેળવાયેલા સૈનિકો તેને તરત જ ઓળખી ગયા. સૈનિકોએ અભયકુમારને સંદેશો મોકલ્યો કે કોઈ અજાણ્યો માણસ શહેરમાં પ્રવેશ્યો છે. અભયકુમાર સજાગ થઈ ગયા. છૂપાઈને ઊભેલા અભયકુમારે પસાર થતા રોહિણેયને જોઈ લીધો. છૂપા વેશમાં હોવા છતાં તે ઘરફોડચોરને તે ઓળખી ગયા. તેના માણસોને રોહિણેયને ઘેરી લેવા કહ્યું. ચબરાક એવો રોહિણેય આવેલા ભયને ઓળખી ગયો. તે કિલ્લાની દીવાલ બાજુ દોડ્યો. કમનસીબે ત્યાં સૈનિકો હાજર જ હતા. તેને પકડી લીધો અને જેલમાં પૂરી દીધો. બીજે દિવસે તેને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યો. ગુપ્તવેશે હોવાથી તે જ રોહિણેય છે તે નક્કી કરવું અઘરું હતું. અભયકુમારને ખાત્રી હતી કે તે રોહિણેય છે પણ ચોક્કસ પૂરાવા વિના તેની ઓળખ થાય નહિ અને તેને સજા પણ ન કરાય. જ્યારે રાજાએ તેને તેની ઓળખ આપવા કહ્યું ત્યારે તેણે જણાવ્યું કે પોતે શાલિગ્રામ ગામનો દુર્ગાચંદ્ર નામનો ખેડૂત છે. તે રાજગૃહીની મુલાકાતે આવ્યો હતો અને અત્યારે તે પાછો ફરતો હતો ત્યારે ચોકીદારોએ મને પકડી લીધો. રોહિણેયે ગામના લોકોને પોતાની નવી ઓળખાણ માટે શીખવાડી રાખ્યું હતું. જ્યારે શાલિગ્રામ તપાસ અર્થે માણસો મોકલ્યા તો ગામના લોકોએ રોહિણેયે જે કહ્યું હતું તે જ કહ્યું. પરંતુ રોહિણેય પાસેથી તેની ચોરીની કબૂલાત કરાવવા અભયકુમારે એક છટકું ગોઠવ્યું. રોહિણેય દારૂ પીવાનો ખૂબ શોખીન હતો. તેથી તેને હદ કરતાં વધારે શરાબ પીવડાવવામાં આવ્યો. વધારે પડતા દારૂના સેવનથી તે ભાન ભૂલવા લાગ્યો. હવે તેને ચોખ્ખો કરી સરસ ખુમ્બોદાર કપડાં પહેરાવી કિંમતી દાગીનાથી શણગારી તૈયાર કર્યો. તેને પાછું ભાન આવ્યું ત્યારે તેને એમ લાગ્યું કે પોતે સ્વર્ગમાં છે. શ્વાસ થંભી જાય તેવું સુંદર દૃશ્ય આજુબાજુ હતું. દિવાલ, છત અને જમીન જાણે સ્ફટિકની બનેલી હોય તેવું લાગે. સુંદર દાસીઓ હીરા જડેલા પંખા વડે સુગંધિત હવા નાંખતી હતી. પાછળથી ખૂબ જ મધુર ધીમું સંગીત વાગતું હતું. પરી જેવી સુંદર છોકરીઓ સંગીતના તાલે નૃત્ય કરતી હતી. દૈવી સંગીત સમ્રાટો સંગીતના જલસા માટે તૈયાર હતા. રોહિણેયને જૈન કથા સંગ્રહ 111 Page #112 -------------------------------------------------------------------------- ________________ 112 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ઘડીભર તો થયું કે પોતે ક્યાં છે? એણે એક છોકરીને પૂછ્યું કે પોતે ક્યાં છે અને શા માટે બધાં મારી સેવામાં હાજર છો? છોકરીએ જવાબ આપ્યો કે આ સ્વર્ગ છે, અને એ એમનો નવો રાજા છે. એને બધી ય સ્વર્ગીય સગવડો પૂરી પાડવામાં આવશે, જે હવે તેની પોતાની જ છે, અને સ્વર્ગના રાજવી ઇંદ્ર જેવું જીવન તે સ્વર્ગની તરુણીઓ સાથે આનંદથી જીવી શકશે. એણે એની જાતને પૂછ્યું, “એક ચોર માટે આ બધું સત્ય હોઈ શકે?' પછી તેને યાદ આવ્યું કે તે ગરીબો અને જરૂરતમંદોને મદદરૂપ થતો હતો તેથી તેને લાગ્યું કે ભગવાન બધું કરી રહ્યા છે. પછી એણે વિચાર્યું કે આ કદાચ “અભયકુમારની કોઈ યોજના તો નહિ હોય ને?” ખરેખર સત્ય શું છે તે નક્કી કરવું તેના માટે અઘરું થઈ પડ્યું. એણે વિચાર્યું કે સારો રસ્તો શું થઈ રહ્યું છે તેની રાહ જોવાનો છે. અભયકુમારની આભાસી સ્થમંરચના થોડીવારમાં સુંદર વસ્ત્રોમાં સજ્જ માણસ એક હાથમાં પુસ્તક અને સોનાનો દંડ લઈને આવ્યો. અને તરુણીઓને પૂછ્યું, “તમારા નવા સ્વામી જાગ્યા કે નહિ?” તરુણીએ જવાબ આપ્યો, “તેઓ હમણાં જ ઊઠ્યા છે અને તેઓ સ્વર્ગમાં આવ્યા તેના માનમાં જૈન થા સંગ્રહ Page #113 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર અને રોહિણેય ચોર અમે દૈવી ઉત્સવ કરવાના છીએ.” “એમના આગમન અંગે તમે જે તૈયારીઓ કરી છે તે બરાબર છે કે નહિ તે મને ચકાસી લેવા દો. તેમની પાસેથી સ્વર્ગના અધિકારીઓને જોઈતી માહિતી જાણી લેવા દો.” આટલું કહીને તેઓ રોહિણેય પાસે આવ્યા. ચોપડી. ખોલીને રોહિણેયને સ્વર્ગની પરમ શાંતિ ભોગવવા પાછલી જિંદગીમાં કરેલા કાર્યો કહેવા કહ્યું. રોહિણેય ચારે બાજુ જોયા કરતો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તેનો પગ કાંટા ઉપર પડ્યો હતો ત્યારે મહાવીરસ્વામીના ઉપદેશમાં સ્વર્ગના દેવો કેવા હોય તે તેણે સાંભળ્યું હતું. અત્યારે તે વાતો તે સમજવા મથી રહ્યો હતો. એણે જોયું કે આ બધા તો જમીન પર જ ચાલે છે. તેમના શરીરનો પડછાયો પડે છે. અને તેમની આંખો સામાન્ય માણસની જેમ પલકારા મારે છે. એ તરત જ સમજી ગયો કે આ સ્વર્ગ નથી પણ અભયકુમારે મારા ચોરીના પુરાવા ભેગા કરવા ભ્રમણાથી ઊભું કરેલું સ્વર્ગ છે. તેથી તેણે જવાબ આપ્યો કે પાછલી જિંદગીમાં મેં યોગ્ય કામ માટે પૈસાનું દાન કર્યું છે, મંદિરો બંધાવ્યા છે, પવિત્ર તીર્થસ્થળોની યાત્રા કરી છે અને જરૂરિયાતવાળાને મદદ કરી છે. જે માણસ તેની વાતોની નોંધ કરતા હતા તેઓએ કહ્યું કે કોઈ ખોટું કામ કર્યું હોય તે પણ જણાવ. રોહિણેયે કહ્યું કે હું કાળજીપૂર્વક ખોટાં કામથી દૂર રહેતો હતો. અને તેથી જ હું સ્વર્ગમાં જન્મ્યો છું. આમ અભયકુમારની તેને પકડવાની યોજના સફળ ન થઈ. રોહિણેયને નિર્દોષ ખેડૂત માનીને છોડી મૂકવામાં આવ્યો. રોહિણેય છૂટી તો ગયો પણ ખરેખર જે બન્યું તે અંગે તેને સતત વિચારો આવ્યા કરતા. એને સમજાઈ ગયું કે આકસ્મિક રીતે સાંભળેલ મહાવીરસ્વામીના શબ્દોએ તેને બચાવી લીધો તો પછી પિતાએ આપેલી શિખામણમાં પિતા સાચા કેવી રીતે ઠરે? મહાવીરસ્વામી ખરેખર મહાન વ્યક્તિ છે. આકસ્મિક સાંભળેલા શબ્દો જો આટલી મદદ કરે તો વિચારો કે તેમનો ઉપદેશ શું ન કરે? મહાવીરસ્વામીનો ઉપદેશ ન સાંભળીને તેણે પોતાનાં વર્ષો વેડફી નાંખ્યા છે. લાંબી લાંબી વિચારણાના અંતે તેણે નક્કી કર્યું કે મહાવીરસ્વામીના ચરણોમાં જ રહેવું. તે તેમની સભામાં પહોંચી ગયો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું. સાધુ થવાની પોતાની ઇચ્છા જણાવી, મહાવીરસ્વામીએ કહ્યું, “તું તારી સાચી ઓળખ જણાવ અને સંસાર છોડતાં પહેલાં રાજા પાસે જઈને ભૂતકાળમાં કરેલા પાપોની કબૂલાત કર.” પોતાની સાચી ઓળખ સભામાં હાજર રહેલા રાજાને આપી. યોગ્ય શિક્ષા કરવા કહ્યું. તેણે અભયકુમારને વિનંતી કરી કે ચોરી દરમિયાન પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ તેઓ સ્વીકારી લે. રોહિણેયે પોતાની બધી ચોરી કબૂલ કરી છે અને જે કંઈ મેળવ્યું છે તે પાછું આપવા પણ તૈયાર છે તે જોઈ રાજાએ તેને માફ કર્યો, અને સાધુ થવા માટે મંજૂરી આપી. રોહિણેયને ખરેખર પોતે જે કંઈ ભૂતકાળમાં કર્યું હતું તેનો ખૂબ જ પસ્તાવો થતો હતો. પોતાનાં ખોટાં કાર્યો દ્વારા પ્રાપ્ત કરેલાં કર્મોને ખપાવવા તેણે તપ કરવાનું શરૂ કર્યું. વૃદ્ધાવસ્થામાં એણે મહાવીરસ્વામીની આજ્ઞા લઇ સંલેખના (ખોરાક છોડી દઈને મૃત્યુ પર્યત ધ્યાનમાં જ રહેવું) વ્રત લીધું. મરીને તે સ્વર્ગમાં ગયો. જૈન કથા સંગ્રહ 113 Page #114 -------------------------------------------------------------------------- ________________ 114 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ પ્રામાણતા અને અાર્યના સિદ્ધાંતો આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. કોઈનું ચોરીને તે ધન ગરીબોને સખાવત રૂપે આપવું ન જોઈએ ભલે તમે ધનનો અન્ય ક્ષેત્રમાં સાગ કામ રૂપે ઉપયોગ કરો તો પણ ખોટું તે ખોટું જ છે. બાબ કર્મોનો ક્ષય કરવા માટે પસ્તાવો જરૂરી છે અને પછી આચા બદલવાનું. બીજી વાત આ વાર્તામાં જણાય છે કે માનવ અવતારમાં જ મોક્ષ શક્ય છે. સ્વર્ગીય દેવોને પણ મોક્ષ મેળવવા માનવ અવતાર લેવો પડે છે. માનવ તીકે જન્મ્યા એટલા આપણે નસીબદાર છહેવાઈએ અને તેથી તેનો સાચો ઉપયોગ ઠી શલ્ક્ય તેટલાં ખરાબ કર્મોનો ક્ષય કવા પ્રયત્નો કરવાં જોઈએ. ભગવાન મહાવીના ઉપદેશની શક્તિ પણ જુૉ. ઉપદેશના થોડા શબ્દોએ પણ Àહણેચના આખા જીવનને બદલી નાંખ્યું. તો તેના સંપૂર્ણ ઉપદેશને સાંભળો તો? દુર્ભાગ્યે આપણે તેમના ઉપદેશને તેમના મુખે સાંભળી શકતા નથી પણ આ ઉપદેશ આપણે આગમ દ્વારા મેળવી શઠીએ છીએ. શલ્ક્ય એટલો આગમનો અભ્યાસ હશે. અને તેને સમજ્વા પ્રયત્ન હશે. જેથી ોહણેયની જેમ આપણે પણ આપણું જીવન વધુ સારું કરી શકીએ છીએ. જૈન ક્થા સંગ્રહ Page #115 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૫ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ IFTTTTTI | HD, AND HIMA આશિત દાણા Page #116 -------------------------------------------------------------------------- ________________ "Those who are ignorant of the supreme purpose of life will never be able to attain liberation Winspite of their observance of the vows (Vrat) and rules (Niyam) of religious conduct and practice of celibacy (Sheel) and penance (Tap)" Samayasar, (153) Page #117 -------------------------------------------------------------------------- ________________ થકુમાર 30. વજ્રકુમાર તુંબીવન શહેરમાં ધનગિરિ નામનો પૈસાદાર બ્રાહ્મણ રહેતો હતો. તેને સુનંદા નામે સુંદર પત્ની હતી. તેઓ ખૂબ જ આનંદથી જીવતા હતા. સુનંદા જ્યારે ગર્ભવતી હતી ત્યારે એણે એક સુંદર સ્વપ્ન જોયું હતું. તેના વિદ્વાન પતિને તેણે સ્વપ્નાની વાત કરી. તેના પતિએ કહ્યું કે તું સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપશે. એક દિવસ સિંહગિરિ નામના જૈન આચાર્ય તે શહેરમાં આવ્યા. ધનગિગિર અને તેની પત્ની સુનંદા તેમનું વ્યાખ્યાન સાંભળવા નિયમિતપણે જતા. આચાર્યનો ઉપદેશ સાંભળીને ધનગિરિનો આત્મા જાગ્રત થઈ ગયો અને તેને સંપત્તિ, કુટુંબ તથા જગતના તમામ સુખોમાંથી રસ ઊઠી ગયો. તેો સંસાર છોડીને સાધુ થવાનું નક્કી કર્યું. તેણે પોતાની પત્નીને પોતાનો નિર્ણય જણાવ્યો, તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે પોતાના પતિને સાથે જ રહીને જિંદગી વિતાવીએ તેમ સમજાવવા પ્રયત્ન કર્યો. આપણને જ્યારે બાળક આવવાનું છે તો આપણે બંને સાથે જ બાળકનો ઉછેર કરીએ. પણ ધનગિરિ કોઈ હિસાબે પોતાના નિર્ણયમાં બાંધછોડ કરવા તૈયાર ન હતા. તેણે પોતાના કુટુંબને આર્થિક મુશ્કેલી ના પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી. સુનંદા ધર્મિષ્ઠ વેપારી ધનપાલની દીકરી હતી તેથી તેને ધર્મમાં ઊંડી સમજ હતી, તેથી તેને ધનગિરિનો નિર્ણય સ્વીકારી લીધો. પોતે એક સદ્ગુણી માણસની પત્ની હતી તેમ માની પોતાની જાતને આશ્વાસન આપ્યું. થોડા સમય બાદ સુનંદાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તે ખૂબ જ હસમુખો હોવાથી સહુને વહાલો હતો. જોતાવેંત જ સહુને ગમી જતો. સુનંદાએ તેનો જન્મ પ્રસંગ આનંદથી ઊજવ્યો. દીકરાને ઉછેરવાનું સુખ તેને મળ્યું પણ લાંબો સમય ના ટક્યું. એક વાર પાડોશમાંથી મળવા આવેલી સ્ત્રીઓ તેના પતિ વિશે વાતો કરવા લાગી. એક સ્ત્રીએ કહ્યું, “જો ધનગિરિએ દીક્ષા ન લીધી હોત તો પુત્રજન્મની ઊજવણી ધામધૂમથી કરી હોત.' ભાળક નાનો હતો પણ 'દીક્ષા' શબ્દ સાંભળતાં વિચારમાં પડી ગયો. એને એમ લાગ્યું કે ‘દીક્ષા’ રાબ્દ પહેલાં ક્યાંક સાંભળ્યો છે. વિચાર કરતાં કરતાં એકાએક તેને તેનો પાછલો ભવ યાદ આવ્યો. એને સમજાયું કે તે સાચા આધ્યાત્મિક માર્ગ પર છે. તેણે નક્કી કર્યું કે મને માનવ અવતાર મળ્યો છે તો એનો હું મારા આત્માના ઉદ્ધાર માટે પૂરેપૂરો ઉપયોગ કરીશ. એ પણ એના પિતાની જેમ સાધુ થશે. પોતાની માતા તેને દીક્ષા નહિ લેવા દે એ પણ એને સમજાઈ ગયું, કારણ કે એ જ એનું સર્વસ્વ હતો, તેથી માતાની આજ્ઞા મેળવવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યો. અંતે એણે એવું નક્કી કર્યું કે માતા તેને મનથી હા નહિ પાડે તો તે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે તે તેનાથી કંટાળીને તેને જવા દે, તે પારણામાં સુતો નાનો બાળક હતો અને એ વિચારવા લાગ્યો, “હું સતત રડ્યા જ કરીશ તો મારાથી કંટાળી જશે અને છુટકારો મેળવવા પ્રયત્ન કરશે.” તેણે પોતાનો વિચાર બીજી જ પળે અમલમાં મૂક્યો. તેણે જોરજોરથી રડવાનું શરૂ કર્યું. તેની માતાએ આવીને તેને શાંત કરવા માંડ્યો પણ તે છાનો ન જ રહ્યો. તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. તે તેને વૈદ્ય પાસે લઈ ગઈ. પણ તેમની દવાથી પણ ફેર ન પડ્યો. બાળકની યુક્તિ કારગત નિવડી. બાળકને ખૂબ પ્રેમ કરતા પાડોશીઓ પણ બાળકના રડવાથી કંટાળી ગયા. તેની માતા બાળકનું શું કરવું તે નક્કી ન કરી શકી. બાળક છ મહિનાનું હતું ત્યારે સાધુ ધનિંગર (બાળકના પિતા) અને આચાર્ય સિંહગિરિ ફરી તે નગરીમાં આવ્યા. સુનંદાએ જ્યારે જાણ્યું ત્યારે તેણે બાળક તેના પિતાને આપવાનું વિચાર્યું. રોજના ગોચરીના સમય પ્રમાણે ધનગિરિ મુનિએ ગોચરી માટે આચાર્યની આજ્ઞા માંગી. આચાર્ય સિંહગિરિએ કહ્યું, “ધનગિરિ આજે કોઈ તમને જીવંત વસ્તુ આપે તો પણ તમે સ્વીકારજો.’’ આચાર્ય પાસે અગમ્ય શક્તિ હતી અને તેમને ખબર હતી કે ધનિગિર શું વહોરીને લાવશે. રોજ જુદા જુદા ઘરે ગોચરી લેવા જતાં આજે સુનંદાના ઘરે પહોંચ્યા, 'ધર્મલાભ’ (તમને યોગ્ય ધર્મનો લાભ થાઓ કરીને ઊભા રહ્યા. સુનંદા અવાજને ઓળખી ગઈ. તેમણે મુનિ ધનગિરિને આવકાર્યા અને આનંદ વ્યક્ત કર્યો અને ગોચરી માટે ઘરમાં પધારવા કહ્યું. જૈન કથા સંગ્રહ 117 Page #118 -------------------------------------------------------------------------- ________________ 118 ભગવાન મહાવીરના સમય પછીની ક્થાઓ એ નાના છોકરાએ પણ મુનિ ધનગિરિનો ‘ધર્મલાભ' શબ્દ સાંભળ્યો. તેણે વિચાર્યું કે પોતાની યુક્તિ માટે આ ઉત્તમ સમય છે. તેથી તેણે જોરજોરથી રડવા માંડ્યું. આ રડવાના અવાજથી તેની માતા અકળાઈ ગઈ અને સાધુને કહ્યું, “તમે તમારા આત્માના ઉદ્વાર માટે નસીબદાર છો પણ હું તમારા આ દીકરાથી કંટાળી ગઈ છું. તે રડવા સિવાય કંઈ જ કરતો નથી. તે મને આરામ પણ કરવા દેતો નથી. હું તો ખૂબ દુઃખી થઈ ગઈ છું. મહેરબાની કરીને તમે આને સ્વીકારો તો ઘરમાં શાંતિ થાય.’” બાળકે આ શબ્દો સાંભળ્યા અને મનથી ખૂબ જ પ્રસન્ન થયો. મુનિ તેની માતાની દરખાસ્ત સ્વીકારશે તેવી તેને આશા બંધાઈ. ગોચરી સમયે તેઓ જ્યારે ગુરુની આજ્ઞા લેવા ગયા હતા ત્યારના ગુરુના શબ્દો તેમને યાદ આવ્યા. હવે ગુરુનો ઇરાદો તેમને સમજાયો. તેમણે કહ્યું, “સુનંદા, તું ખરેખર આ બાળકને મને આપી દેવા માગતી હોય તો હું એનો સ્વીકાર કરીશ પણ બરાબર વિચારી લે. એકવાર મને વહોરાવી દઈશ તો તું પાછો નહિ મેળવી શકે. પછી એ બાળક પર તારો કોઈ હક્ક દાવો રહેશે નહિ.” આ સાંભળતાં વળી બાળક જોરજોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું, “આ એનો રડવાનો અવાજ હવે મારે સાંભળવો નથી. હું તેનાથી ખૂબ જ કંટાળી ગઈ છું. હવે એને હું મારી આજુબાજુ પણ ઇચ્છતી નથી. તમે ખુશીથી એને લઈ જાઓ.” તેણે બાળકને ઉંચકીને મુનિની ઝોળીમાં નાંખી દીધું. બાળક જેવું મુનિની ઝોળીમાં પડ્યું કે તરત જ રડવાનું બંધ કરીને હસવા લાગ્યું. સુનંદાને બહુ જ નવાઈ લાગી અને તે બાળકને જોઈ જ રહી, પણ તેણે તેને આપી દેવાનું જ નક્કી કર્યું હતું. મુનિ બાળકને લઈને ઉપાશ્રય (જ્યાં સાધુ રહે તે જગ્યા પહોંચી ગયા. આચાર્ય સિંહગિરિએ જોયું કે મુનિ ધનગિરિ કંઈક વજનદાર વસ્તુ લાવ્યા હોવાને કારણે આચાર્યએ તેનું નામ ‘વજ્રકુમાર’ રાખ્યું. આચાર્ય સિંહગિરિએ કોઈ ચુસ્ત જૈન શ્રાવકને (ગૃહસ્થને) એ જૈનધર્મના સિદ્ધાંતો બરાબર શીખવશે એવી ખાત્રી સાથે વજ્રકુમારની દેખરેખનું કામ સોંપ્યું. જેથી તેનામાં રહેલી ભાવિ આચાર્ય થવાની સુષુપ્ત શક્તિ વિકસે. શ્રાવકે વજ્રકુમારને પોતાને ઘેર લઈ જઈ પોતાની પત્નીને સોંપી આચાર્યની ઇચ્છા જણાવી. તે પણ ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી તેથી આચાર્યની આજ્ઞાને ખુશીથી સ્વીકારી. તે બાળક અને એટલો બધો વહાલો હતો કે એને એકલો ક્યાંય જવા ન દેતી. તે દરરોજ તેને ઉપાયે સાધ્વીજીને વંદન કરવા લઈ જતી. તે ખૂબ જ નાનો હોવા છતાં સાધ્વીજી જે સૂત્રો બોલતાં તે બધા તે યાદ રાખી લેતો. તે ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે અગિયાર અંગ આગમ શીખી લીધાં. તે બહુ વિવેકી અને ચબરાક હતો. એક દિવસ સુનંદાની સખી એના ઘેર આવી અને કહ્યું, “તારો જે દીકરો આખો દિવસ રહ્યા જ કરતો હતો તે તેના દિવસનો મોટા ભાગનો સમય અમારા ઉપાશ્રયમાં પસાર કરે છે. મેં એને ક્યારેય રડતો જોયો નથી. એ બહુ વહાલો અને પ્રેમાળ છોકરો છે.” શરૂઆતમાં તો સુનંદાએ સખીની વાતને ગંભીરતાથી ન લીધી પણ અંતે તો એ વજ્રકુમારની મા હતી. તેને પણ દીકરાને ફરી જોવાની ઇચ્છા હતી. તે વિચારવા લાગી, “મેં વળી આવી ભયંકર ભૂલ કેમ કરી? મેં મારા વહાલા દીકરાને મુનિને કેમ આપી દીધો? ગમે તેમ પણ તે મારું બાળક છે. મારે તેને પાછો મેળવવો જોઈએ.” થોડા દિવસ પછી આચાર્ય સિંહગિરિ અને ધનગિરિ ફરીથી તુંબીવન શહેરમાં આવ્યા. તે ઉપાશ્રયે ગઈ અને ધનગિરિને મળી અને કહ્યું, “મહેરબાની કરી મને મારો દીકરો પાછો આપો. હું એના વિના હવે રહી શકતી નથી.” મુનિ ધનગિરિએ કહ્યું, “મેં તમને એ જ સમયે કહ્યું હતું કે એકવાર આપ્યા પછી તમને એ પાછો નહિ મળે. યાદ કરો. તમે કહ્યું હતું કે મારે કોઈ સંજોગોમાં એ જોઈતો નથી. એકવાર અમે લીધેલું પાછું ન આપી શકીએ.” સુનંદાએ કહ્યું, “મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું હતું? હું મારા દીકરા વિના નથી રહી શકતી તે મને પાછો મળે તેવો રસ્તો શોધો.’ આચાર્ય સિદ્ધગિરિ અને મુનિ ધનગિરિએ તેને સમજાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે તો પુત્રને પાછો મેળવવા મક્કમ હતી. જૈન થા સંગ્રહ Page #119 -------------------------------------------------------------------------- ________________ વજ્રકુમાર અંતે તે રાજા પાસે ગઈ અને વિનંતી કરી, “મહેરબાની કરીને મને મારો દીકરો પાછો મેળવવા મદદ કરો. મારા પતિ સાધુ થઈ ગયા છે, અને હું એકલી જ છું. એ મારું એકનું એક સંતાન છે. તેમને કહો કે મારો દીકરો મને પાછો આપે.” રાજાએ સુનંદા પાસેથી આખી વાત સાંભળી. તેણે કહ્યું, “શું બન્યું છે તે મને જાણવા દો. હું તમને થોડા સમયમાં જણાવીશ.’’ રાજાએ પરિસ્થિતિની તપાસ કરી તો જાણવા મળ્યું કે પોતાનો દીકરો સતત રડ્યા કરતો હતો તેથી સુનંદાએ પોતાની ઇચ્છાથી પોતાનું બાળક આપી દીધું હતું. રાજાએ સુનંદાને બોલાવી અને કહ્યું, “સુનંદા, જ્યારે મુનિ ધનગિરિ તારે ઘેર ગોચરી માટે આવ્યા હતા ત્યારે તેં તારી પોતાની ઇચ્છાથી જ બાળક આપી દીધું હતું, કારણ કે તું તારા બાળકથી કંટાળી ગઈ હતી. એકવાર તમે આપી દીધેલી વસ્તુ પાછી ના મળે.’ સુનંદાએ કહ્યું, ''અરે રાજાજી, આમ વાત નથી, આ મારું પોતાનું લોહી માંસ છે અને તે એક જ મારી આશા છે. કંઈક કરો અને મને મારું બાળક પાછું અપાવો. હું તેના વિના રહી નહિ શકું.” રાજા તેના અવાજમાં રહેલી માની મમતા તથા નિષ્ઠા સમજી શકતા હતા. એ પણ ગુંચવાઈ ગયા. અંતે તેમણે સુનંદાને કહ્યું, “હું તને અને મુનિ ધનિગરને દરબારમાં બોલાવીશ. વજ્રકુમારને જેની સાથે રહેવું હશે તે તે જ નક્કી કરશે. બરાબર છે ને?” સુનંદાએ કહ્યું, “હા સરકાર.” Punya గోకు 35 મુનિ ધનચિરિને પોતાના બાળકને વહોરાવતી સુનંદા જૈન થા સંગ્રહ ' ' 119 Page #120 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ બીજા દિવસે દરબાર હકડે ઠઠ ભરાઈ ગયો હતો. સહુને બાળકનું શું થશે તે જાણવાની ઇંતેજારી હતી. સુનંદા વજકુમારને આકર્ષવા રમકડાં, મીઠાઈ તથા અવનવી અનેક વસ્તુઓ લઈને આવી. રાજા અને તેના પ્રધાનો પણ આવી ગયા. મુનિ ધનગિરિ બીજા સાધુઓ સાથે આવી ગયા. દરબારમાં રહેલા રાજા સહિત તમામ દરબારીઓએ સાધુને પ્રણામ કર્યા. વજકુમાર પણ આવ્યો. રાજાએ વજકુમારને કહ્યું, “વજકુમાર, તમે ખૂબ નાના છો પણ ખૂબ ચતુર છો.” એની મા તરફ આંગળી ચીંધીને કહ્યું, “પેલી તમારી માતા છે. તે ઘણી માયાળુ અને પ્રેમાળ છે. એની પાસે તમારા માટે ઘણાં બધાં રમકડાં, મીઠાઈ તેમ જ સુંદર કપડાં છે. એ તમને પાછા એમની સાથે લઈ જવા ઇચ્છે છે.” બીજી તરફ સાધુ ધનગિરિ તરફ આંગળી ચીંધીને કહ્યું, “ત્યાં એક સાધુ છે જેણે સંસાર છોડી દીધો છે. તેણે પોતાની તમામ વૃત્તિઓને સંયમમાં રાખી જિંદગીના સુખોનો ત્યાગ કર્યો છે. તે સદ્ગુણી અને વંદનને લાયક છે. એ પણ તમને પોતાની પાસે રાખી આધ્યાત્મિક જીવનની તાલીમ આપવા ઇચ્છે છે. હવે તારે નક્કી કરવાનું છે કે તું તારી માતા સાથે જવા માંગે છે કે સાધુ સાથે?” ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હતી. દરેક જણ વજકુમાર શું નિર્ણય જાહેર કરે છે તે સાંભળવા ઉત્સુક હતા. તે ઊભો થઈને ચાલવા માંડ્યો. તેણે એક નજર માતા સામે નાંખી તો એક નજર મુનિ ધનગિરિ સામે કરી. સુનંદા મોટેથી બોલાવવા લાગી “દીકરા, આમ આવ, જો હું તારા માટે રમકડાં, મીઠાઈ, નવાં કપડાં બધું લાવી છું. મહેરબાની કરીને મારી પાસે આવી જા.” આ બાજુ મુનિ ધનગિરિ પાસે ઓઘા (ચાલવાના સમયે રસ્તાના જીવજંતુને બચાવવાનું સાધન) સિવાય કશું ન હતું. તેઓ તેને ઓઘો બતાવવા લાગ્યા. વજકુમારે ઓઘો લઈ લીધો અને તેનાથી હસતો હસતો નૃત્ય કરવા લાગ્યો. તેણે મુનિ ધનગિરિ સાથે બેસી જવાનું નક્કી કર્યું. આનંદિત ચહેરે ચારે તરફ જોવા લાગ્યો. દરબારમાં હાજર રહેલા સહુ કોઈ રાજા તથા સુનંદા પણ બાળકની મોજશોખની જિંદગીને બદલે સાધુત્વની દુનિયાની પસંદગી જાણી અચંબામાં પડી ગયા. સુનંદાએ વજકુમારનો નિર્ણય વધાવી લીધો, અને સફળતાના આશીર્વાદ આપ્યા. તેણે આનંદ અને ઉત્સાહથી વજકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. પાછળથી વજકુમાર મોટા આચાર્ય બન્યા. ગમે તે ઉંમરૈ મનુષ્યનો આત્મા ધર્મના ઉચ્ચ મૂલ્યો તથા શ્રદ્ધા ધરાવતા શક્તિમાન છે. વજકુમા૨ની વાર્તા આપણને સતે સમજાવે છે કે ધર્મના સાસ્ત્રો તથા ધર્મના મહત્તા શીખવા માટે ઉંમરનો બાંધ ક્યારૈયા આવતો નથી. 120 જૈન કથા સંગ્રહ Page #121 -------------------------------------------------------------------------- ________________ સંપ્રતિ રાજા ૩૧. સંપ્રતિ રાજા ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીના પાછલા ભાગમાં અને બીજી સદીની શરૂઆતમાં મહાન જૈન રાજા સંપ્રતિ થઈ ગયા. તે મહાન રાજા અશોકનો પૌત્ર અને રાજા કુણાલનો પુત્ર હતો. જૈન ઇતિહાસ તેમના જીવનની કેટલીક વિગતો આપે છે. બૌદ્ધ સાહિત્ય તેમનો ઉલ્લેખ પ્રાકૃત નામ સંપદીથી કરે છે. તેમના નામનો ઉલ્લેખ કેટલાક હિંદુ પુરાણોમાં પણ મળે છે. જ્યાં તેમનું નામ સંપ્રતિ, સંપતિ અને સપ્તતિ વગેરે મળે છે. વળી ચલણી સિક્કા પર તેમનું નામ અને અર્ધચંદ્રાકાર મળે છે. સિક્કા ઉપરની અર્ધચંદ્રાકાર છપ જૈનધર્મનું સિધ્ધશિલાનું પ્રતીક છે. નીચે આપેલ ત્રણ ટપકાં જૈનધર્મના પ્રતીકાત્મક સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર સૂચવે છે. કેટલાક સિક્કા ઉપર ત્રણ ટપકાંની નીચે સાથિયો જોવા મળે છે. આ એમનો જૈન રાજા હોવાનો નક્કર પૂરાવો છે. રાજા સંપ્રતિનો ઉછેર અને અભ્યાસ અવંતિ નગરીમાં થયા હતા. ઇ.સ.પૂર્વે ૨૩૨માં તેઓ અતિ નગરના રાજા થયા. એ રાજકુમાર હતા ત્યારે એમણે જૈન પરંપરાના મુખ્ય આચાર્ય સુહસ્તિસૂરિ દ્વારા દોરવાતો જૈન વરઘોડો જોયો હતો. આચાર્યને જોઈને રાજા સંપ્રતિને લાગ્યું કે પહેલાં મેં ક્યાંક એમનજોયા છે. બહુ વિચારને અંતે તેમને જ્ઞાન થયું કે મારા પહેલાના ભવમાં આ આચાર્ય મારા ગુરુ હતા. રાજા સંપ્રતિએ ગુરુને વંદન કર્યા અને તેમને પૂછ્યું કે આપ ગયા ભવમાં મારા ગુરૂ હતા તે આપ જાણો છો ? થોડીવાર વિચારીને આચાર્યને યાદ આવ્યું કે રાજા સંપ્રતિ ગયા ભવમાં તેમના શિષ્ય હતા. રાજા સંપ્રતિના જીવનના વિવિધ પ્રસંગો આચાર્ય સુહસ્તિસૂરિ જ્યારે કૌસંબીમાં હતા ત્યારે ભયંકર દુકાળ પડ્યો હતો. દુકાળ દરમિયાન જૈન સાધુને ગોચરી મેળવવામાં બહુ તકલીફ પડતી હતી. જૈન ગૃહસ્થો સાધુને ગોચરી મળી રહે તેનું ખાસ ધ્યાન રાખતા. તે સમયે એક ખૂબ જ ગરીબ માણસ ભૂખે જૈન કથા સંગ્રહ 121 Page #122 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ મરતો હતો. એણે જોયું કે આવા ભયંકર દુકાળમાં પણ સાધુને પૂરતું ખાવાનું મળી રહે છે. તેણે પોતાના ખોરાક માટે આચાર્યને વિનંતી કરી, એ માણસ પછીના ભવમાં બહુ મોટો જૈન શ્રાવક થશે તેવી તેની શક્તિ છે એવું જાણતાં તેમણે તેને સાધુ થાય તો ખાવા મળે તેમ કહ્યું. ગરીબ માણસ તો તરત જ તૈયાર થઈ ગયો. નિયમ પ્રમાણે એને દીક્ષા આપી અને તેને ખાવાનું મળ્યું. કેટલાય દિવસનો ભૂખ્યો હોવાથી તેણે ભૂખ કરતાં વધારે ખાધું. તરત જ તેને પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. વધુ પડતું ખાવાને લીધે તે પોતાની જાતને શાપવા લાગ્યો. બીજા સાધુઓએ તેની ખૂબ જ ચાકરી કરી પણ દુખાવો ઓછો ન થયો. બલ્ક વધતો જ ગયો. અને અંતે તે નવદીક્ષિત સાધુ તે જ રાત્રે મરણ પામ્યા. સાધુત્વને કારણે તેમણે પોતાની જાત પર સંયમ રાખીને દર્દ શાંતિથી સહન કર્યું તેથી તે મહાન રાજા અશોકના પૌત્ર તરીકે જન્મ્યો. આચાર્યએ આ આખો બનાવ તેને કહી સંભળાવ્યો. એ સાંભળીને સંપ્રતિ ખૂબ ખુશ થયા. થોડા સમય માટે પણ જૈનધર્મ સ્વીકારવાથી થયેલા લાભને સમજી શક્યા. એમણે શ્રદ્ધાથી આચાર્યને પોતાના ગુરુ બનાવીને જૈનધર્મ સ્વીકાર્યો. જ્યારે તે રાજા થયા કે તેમણે પોતાનું આખું રાજ્ય ગુરુને ચરણે ધર્યું કારણ કે તેમની કૃપાને કારણે તેને આ બધું મળ્યું હતું. જૈન સાધુ પોતાની માલિકીનું કશું રાખે નહિ તેથી આચાર્યએ તે સ્વીકારવાની ના પાડી. તેમણે જણાવ્યું કે રાજા તરીકે સંપ્રતિએ જૈનધર્મને પોતાના રાજ્યમાં ફેલાવવો જોઈએ અને લોકોને તે ધર્મ પાળવા પ્રોત્સાહિત કરવા જોઈએ. કે રાજા તરફ મળ્યું હતું - જ્યારે તે રાજ સંપ્રતિએ આચાર્યની સલાહ માની લીધી. એ ચુસ્ત જૈન બની ગયા. તે ખૂબ જ બળવાન રાજા હોવાથી તેણે દક્ષિણમાં વિંધ્યાચલ સુધી અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી પોતાના રાજયનો ફેલાવો કર્યો. તેમણે ઘણાં જૈન મંદિરો બંધાવ્યા એટલું જ નહિ પણ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્ય પ્રદેશના રાજાઓને મંદિરો બાંધવા પ્રોત્સાહિત કર્યા. જૈન પરંપરા જણાવે છે કે પોતાના શાસનકાળ દરમિયાન તેમણે સવા કરોડ આરસની તથા એક લાખ કરતાં વધુ તીર્થંકરની ધાતુની પ્રતિમાઓ ભરાવી અને છત્રીસ હજાર જેટલા મંદિરો કાં તો બંધાવ્યા અથવા જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ધર્મકાર્યના ફેલાવા માટે તેમણે પોતાના સેવકોને અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બર્મા તથા ચીન મોકલ્યા. રાજા અશોકે પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો આ રીતે કર્યો હતો. તેથી ઇતિહાસકાર - વિન્સેટ સ્મિથ સંપ્રતિને જૈન અશોક કહે તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. એ જૈનધર્મીઓ પ્રત્યે ખૂબ જ ઉદાર ભાવ રાખતા, અને તેમને બધી રીતે મદદરૂપ થતા. તેમને સ્પષ્ટપણે પોતાના આગલા ભવનો ભૂખમરો યાદ હોવાથી તે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખતા અને તેમને ભૂખ્યા ન રહેવું પડે તેનું ખાસ ધ્યાન રાખતા. તેમણે સાતસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી જ્યાંથી લોકોને મફત જમવાનું મળતું. સંપ્રતિને કોઈ સંતાન ન હતું. આને પણ તે પોતાના આગલા કર્મોને કારણભૂત માનતા. જૈનધર્મના બધા જ સિદ્ધાંતોને બરાબર અનુસરીને ત્રેપન વર્ષ વિશાળ રાજ્ય પર રાજ કર્યા બાદ ઈ. સ. પૂર્વે ૧૭૯ માં તેમનું અવસાન થયું. પછી તેઓ સ્વર્ગમાં જન્મ્યા અને ત્યાંથી મનુષ્ય ભવમાં થઈ મોક્ષે જશે. બીજાના સૈવા કરવી એ જૈન ધ્રહ્મને અનુસરવાની ઉત્તમમાં ઉત્તમ રીત છે. અને રાજા સંપ્રતિઍ આ ગુણ બતાવ્યો છે. તેમૉ મંદિરૉના જીર્ણોદ્ધાર કર્યા છે નવા મંદિર બંધાવ્યા અથવા મંદરૉમાં તીર્થકૉની પ્રતિમાઓ ભરાવી છે એટલું જ નહિ, પણ ગ{બોને તેમના દુઃખ દર્દ દૂર 8૨વામાં પણ મદદઢપ થયા છે. આપણે બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈઍ. થોડા સમય માટે પણ કરેલા ધાર્મિક કાર્યો અર્નેકગણું પરિણામ આપે છે. તેનું એમના જીવન દ્વારા જાણવા મળે છે. વધારામાં તે સારા કાવ્યોની હારમાળાનું સર્જન કરે છે જે પરિણામ તરફ દોરી જાય છે. 122 જૈન કથા સંગ્રહ Page #123 -------------------------------------------------------------------------- ________________ દેલવાડાનાં મંદિરો ૩૨. દેલવાડાનાં મંદિરો રાજસ્થાનમાં પર્વતની ટોચ પર માઉન્ટ આબુ નામનું સુંદર શહેર આવેલું છે. શહેરની બાજુમાં બે ભવ્ય ભભકાદાર દેલવાડાનાં જૈન દેરાસર આવેલાં છે. આ બંને દેરાસરોની કોતરણી શ્વાસ થંભાવી દે તેવી છે. મંદિરની આરસની છતની કોતરણી એવી બારીક અને ગુંચવણ ભરેલી છે કે એની નકલ કાગળ પર કરવી પણ અઘરી છે. આ દેરાસરો ‘આરસમાં કાવ્ય” તરીકે ઓળખાય છે. વિમલશાએ પહેલું મંદિર ઈ.સ.ની ૧૧ મી સદીમાં ૧૮૦૦ લાખ રૂપિયા ખર્ચીને બંધાવેલું. બીજું જે લુણિગ વસહી તરીકે ઓળખાય છે તે વસ્તુપાલ તેજપાલ નામના બે ભાઈઓએ તેમના મોટા ભાઈ લુણિગની સ્મૃતિમાં ઈ.સ.ની ૧૩ મી સદીમાં ૧૨૦૦ લાખ રૂપિયા ખર્ચે બંધાવેલું. આ બંને મંદિરના નિર્માતાઓની વાર્તા અહીં રજુ કરવામાં આવી છે. વિમલશા - ભારતના ગુજરાત રાજ્યમાં જ્યારે રાજ્યની સત્તા અને સંપત્તિ એની ટોચ પર હતા ત્યારે એ સોલંકી યુગનો સુવર્ણયુગ હતો. ગુજરાતની આ સ્થિતિનો જશ મુખ્યત્વે તે સમયના રાજાના સલાહકાર અને સેનાપતિ જેઓના હાથમાં આ પરિસ્થિતિનું સુકાન હતું તેઓને જાય છે. તે સમયના ઘણા બધા સલાહકારો અને સેનાપતિઓ જૈન હતા. વિમલશા કેટલેક અંશે એક શક્તિશાળી સમર્થ, અને પ્રસિદ્ધ સેનાપતિ હતા. તે સમયના સોલંકી યુગના રાજા મુળરાજના સલાહકાર વીર મહત્તમ હતા. તેની પત્નીનું નામ વીરમતી હતું. તેમને નેધ, વિમલ અને ચાહિલ એમ ત્રણ સંતાન હતા. તેઓ ત્રણે નાના હતા ત્યારે જ તેમના પિતા આ સંસારના સુખો છોડી સાધુ થયા હતા. તેથી તેની માતા પોતાના પિયર ચાલી ગઈ હતી અને ત્યાં જ ત્રણે દીકરાઓનો ખૂબ કાળજીથી ઉછેર કર્યો. નેધ ખૂબ ચતુર અને ડહાપણવાળો હતો. જ્યારે વિમલ બહાદુર અને ચબરાક હતો. એને ઘોડેસવારી અને તીરંદાજીનો શોખ હતો. એ કલાઓમાં તે પાવરધો થયો અને પ્રખ્યાત જૈન કથા સંગ્રહ 123 Page #124 -------------------------------------------------------------------------- ________________ 124 ભગવાન મહાવીરના સમય પછીની ક્થાઓ 包 Jejeres Triv DELWARA JAIN TEMPLES-MT. ABU નિપુણ તીરંદાજ બન્યો. દીકરાઓ મોટા થતાં તેમની માતા તેમને રાજધાની પાટણમાં પાછા લઈ આવ્યા. જેથી તેઓ તેમની પસંદગી પ્રમાણે કામ કરી શકે. પોતાના રસ પ્રમાણે નૈધ રાજદરબારમાં અને વિમલ સૈન્યમાં જોડાયા. બંને ખૂબ ઝડપથી પોતાની કુશળતાથી ખૂબ આગળ આવી ગયા અને તેમની આગવી આવક માટે ખુબ જાણીતા બન્યા. વિમલ ખૂબ સુંદર અને બહાદુર હોવાથી પાટણના ધનિક શેઠ જેમને શ્રીદેવી નામે સુંદર દીકરી હતી, તેઓ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે વિચાર્યું કે શ્રીદેવી માટે વિમલ બિલકુલ યોગ્ય પતિ છે. શ્રીદેવી-વિમલના લગ્ન થઈ ગયા. નસીબ બંને ભાઈઓ પર મહેરબાન હતું. ઈ. સ. ૧૦૨૧ માં ભીમદેવ ગાદી પર આવ્યા. તેના રાજ્યકાળ દરમિયાન નેધ રાજાનો સલાહકાર અને વિમલ સેનાપતિ બન્યો. વિમલ નસીબદાર હતો કે નાની ઉંમરમાં જ સુંદર પ્રેમાળ પત્ની પામ્યો અને સૈન્યમાં પણ ખૂબ ઊંચી પદવી પામ્યો વળી તેના મળતાવડા સ્વભાવને લીધે તે સહુને પ્રિય થઈ પડ્યો. અને તે વિમલશા નામથી જાણીતો થયો. કેટલાક વિઘ્નસંતોષી લોકોને વિમલશાની પ્રતિ સહન ન થઈ. તેની ઈર્ષા કરવા લાગ્યા. અને તેના દૂષણો શોધવા લાગ્યા. તેમણે જોયું કે વિમલશા કોઈને નમન કરતો નથી – રાજાને પણ નહિ. કેવળ સર્વજ્ઞ એવા જૈન તીર્થંકરને જ નમન કરે છે. તેઓએ ભીમદેવના કાન ભંભેરવા માંડ્યા કે વિમલશા બહુ ઉદ્ધત થઈ ગયા છે. તે રાજાને પણ નમન કરતા નથી. એની મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નથી. કદાચ તે આપનું રાજ્ય પણ છીનવી લે. ભીમદેવ એ લોકોની વાર્તામાં આવી ગયા અને વિમલા પ્રત્યે શંકાશીલ રહેવા લાગ્યો. જૈન ક્થા સંગ્રહ જ્યારે વિમલશાએ રાજાનો અસંતોષ જાણ્યો તો તેણે પાટણ છોડવાનું નક્કી કર્યું. તેણે માઉન્ટ આબુ (જે તે સમયે ચંદ્રાવતી નામે જાણીતું હતું) પોતાના સાથીદારો સાથે જવાનું નક્કી કર્યું. ત્યાં જઈને તેને ખબર પડી કે ચંદ્રાવતીનો રાજા ધંધુક સર્વશ્રેષ્ઠ રાજા ભીમદેવથી સ્વતંત્ર થવાની ઇચ્છા રાખે છે. વિમલશાએ પોતાના સાથીદારો સાથે હુમલો કર્યો અને ધંધુક સામનો ન કરી શક્યો અને હારી ગયો. આમ વિમલશાએ ચંદ્રાવતી મેળવી લીધું. તેને રાજા બનવાની કોઈ મહત્ત્વાકાંક્ષા ન હતી તેથી ચંદ્રાવતી તેણે રાજા ભીમદેવના નામ પર લીધું અને તે ત્યાંનો ગવર્નર બનીને રહ્યો. Page #125 -------------------------------------------------------------------------- ________________ દેલવાડાનાં મંદિરો વિમલશા ચંદ્રાવતીમાં પોતાની પત્ની સાથે સુખેથી રહેતો હતો. શ્રીદેવી ઘણી લાગણીશીલ સ્ત્રી હતી અને વિમલશાને બધી રીતે સુખી કરતી હતી. તેમને કોઈ બાળકો ન હતા. ધાર્મિક પ્રકૃતિના હોઈ તેઓ તેને પોતાના કર્મોનું ફળ માનતા. એક વખત તેઓ એ સમયના જાણીતા આચાર્ય ધર્મઘોષસૂરિને મળ્યા. વિમલશા નિયમિતપણે તેમનું વ્યાખ્યાન સાંભળવા જતા અને તેથી તેઓ વધુ ધાર્મિકવૃત્તિના બન્યા. ભૂતકાળમાં લડેલા યુદ્ધો યાદ કરતાં તેઓ પોતાની જાતને હિંસા અને પાપ માટે ગુનેગાર માને છે. સાચા દિલથી તે પ્રાયશ્ચિત્ત કરે છે. સાચા પ્રાયશ્ચિત્તરૂપે આચાર્યએ તેને ચંદ્રાવતીમાં જૈન મંદિરો બંધાવવા કહ્યું જેથી ચંદ્રાવતી મોટું યાત્રાધામ બને. આ સૂચન સાંભળીને વિમલશા પ્રસન્ન થયા અને એણે ભવ્ય દેરાસર બંધાવવાનું નક્કી કર્યું. તેઓ ભગવાન શ્રી નેમિનાયની સેવામાં રહેતા તેમજ અંબિકાદેવીના પણ ચુસ્ત ભક્ત હતા. તેમના આશીર્વાદ માટે તેમણે તેમનું આવાહન કર્યું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દેવીએ તેમને શું જોઈએ છે તે પૂછ્યું. તેમણે દીકરો માંગ્યો અને ચંદ્રાવતીમાં મંદિરના નિર્માણ માટેની શક્તિ માંગી. દેવીએ બેમાંથી એક જ પસંદ કરી માંગવા કહ્યું. વિમલશાએ મંદિરની પસંદગી કરી અને દેવીએ તેમની ઇચ્છા મંજૂર કરી. પછી વિમલશાએ પર્વતની ટોચ પર મંદિર માટે જગ્યા પસંદ કરી અને ૪,૫૩,૬૦,૦૦૦ સોનાના સિક્કા આપી ખરીદી લીધી. પૂર્ણ શ્રદ્ધાથી પાયાના પથ્થર મૂક્યા. ગમે તેમ પણ મંદિર નિર્માણનું કામ સરળ ન હતું. મહાભારત કામ હતું. સ્થાનિક કારીગરો મળતા ન હતા. તળેટીથી ટોચ પર જવા માટે કોઈ રસ્તા પણ ન હતા. આરસ ઘણે દૂરથી લાવવાનો હતો. આ કામ ગમે તે ભોગે પાર પાડવા વિમલશા મક્કમ હતા. માલસામાન પર્વતની ટોચ પર પહોંચાડવા માટે તેમણે વાહન-વ્યવહારની સગવડ કરી અને દેશના ખૂણેખૂણેથી કારીગરો તથા સ્થપતિઓ એકઠા કર્યા. કારીગરોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની શક્ય એટલી દરકાર કરવામાં આવતી તથા હાથમાં લીધેલા કામમાં કોઈ મુશ્કેલી દેલવાડાના દેરાસરની છતની બારીક કોતરણી જૈન થા સંગ્રહ 125 Page #126 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની સ્થાઓ ન આવવી જોઈએ. ૧૪ વર્ષે મંદિર નિર્માણનું કામ ૧૮,૫૩,00,000 સોનાના સિક્કાની કિંમતે પૂર્ણ થયું. ધર્મઘોષસૂરિ, વર્ધમાનસૂરિ તેમજ અન્ય આચાર્યોની દોરવણી હેઠળ મંદિરમાં પ્રભુપ્રતિષ્ઠાની વિધિ મોટા આનંદ અને ઉત્સાહ વચ્ચે કરવામાં આવી. તે વિશાળ આરસનું ભવ્ય મંદિર છે. તેનાં ગુંબજ, કમાનો તથા દીવાલો પર સુંદર કારીગરી કરેલી છે. એનું સ્થાપત્ય ઉત્તમ છે. જે ઝીણવટ અને ચોકસાઈ જોવા મળે છે તે મીણમાં પણ અશક્ય લાગે તેવી છે. કલાકારોએ જે કોતરણી આરસમાં કંડારી છે તે અદ્ભુત છે અને મુલાકાતીઓને તત્કાળ સાનંદાશ્ચર્ય ધ્યાન ખેંચે છે. એના જેવી કોતરણી આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. એવું કહેવાય છે કે વિમલશા એ કલાકારોને કોતરણી દરમિયાન આરસની જે ભૂકી અને કરચો પડતી તેનું વજન કરીને તેના બદલામાં તેટલું સોનું આપતા. તેમની ઉદારતા અને મંદિરના સૌંદર્યએ વિમલશાને અમર બનાવી દીધા. તે ખરેખર દુનિયાની એક અજાયબી છે. પછીથી વિમલશા પાલીતાણાના શત્રુંજય પર્વત પર જૈન સંઘને ૪૦૦ લાખ સોનાના સિક્કા ખર્ચીને લઈ ગયા. ત્યાં તેમણે વિમલવસહી મંદિર બંધાવ્યું. પર્વતના મુખ્ય મંદિરમાં જવાના રસ્તા પર તે આવેલું છે. તે નાનું પણ ખૂબ જ ભવ્ય મંદિર છે. તે ભૂલભૂલામણી મંદિર તરીકે જાણીતું છે. ગુજરાતની ઉત્તર સરહદે આવેલ આરાસુર ટેકરીઓ પર ખૂબ જાણીતું કુંભારિયાજીનું દેરાસર પણ બંધાવ્યું. રાજધાની પાટણમાં પણ ખૂબ સુંદર મંદિરો બંધાવ્યાનો જશ એમને જ છે. a totogB* એક સફળ પણ ટૂંકી બોધદાયક વાર્તા તેમની પાછલી જિંદગી સાથે સંકળાયેલી છે. એવું કહેવાય છે કે શ્રીદેવીના સ્વપ્નામાં દેવી આવ્યા હતાં. દેવીએ શ્રીદેવીને તેના પતિ સાથે ખાસ દિવસે અડધી રાતે મંદિરમાં જઇ જે જોઇએ તે માંગવા કહ્યું હતું. બંને જણાને એક દીકરાની ખૂબ ઇચ્છા હતી. ત્યાં પહોંચીને તેઓ અડધી રાતની પ્રતીક્ષામાં બેઠા હતા. ત્યાં તેઓને તરસ લાગી વિમળશા બાજુમાં આવેલા કૂવામાંથી પાણી લેવા ગયા. કૂવાની અંદર પાણી સુધીના પગથિયાં હતાં. તે પગથિયા ઊતરીને પાણી માટે જઈ રહ્યા હતા ત્યાં કોઈકે તેને પાણી માટે જકાત આપવા કહ્યું. વિમળશાને એ સાંભળી આશ્ચર્ય થયું અને પીવાના પાણી માટે જકાત કેમ માંગે છે એમ પૂછ્યું. આ કૂવો બંધાવનારનો હું વંશજ છું. પોતે ગરીબ હોવાને કારણે કૂવાનું પાણી વાપરનાર પાસેથી જકાત લે છે. આ સાંભળીને વિમળશા પાછા ફર્યા. તેણે પોતાની જાતને પૂછ્યું, “એક દિવસ મારા પોતાનો વંશજ પણ મેં દેવી અંબિકાની ભક્તિ કરતા શ્રીદેવી અને વિમલશા 126 જૈન કથા સંગ્રહ Page #127 -------------------------------------------------------------------------- ________________ દેલવાડાના મંદિરે બંધાવેલા મંદિર માટે જકાત લેશે તો શું થશે?” આ વિચાર માત્રથી તે કંપી ઊઠ્યા. તેમણે મનોમન નક્કી કર્યું કે આવા સંજોગોમાં બાળક ન હોય તે જ સારું. તે ઉપર ગયા અને પત્નીને આ બનાવની જાણ કરી. તે પતિના વિચારો સાથે સહમત થઈ. અડધી રાત્રે જ્યારે દેવીએ આવીને તેમને શું જોઈએ છે તેવું પૂછ્યું તો શ્રીદેવીએ તેઓને હવે બાળક નથી જ જોઈતું તેમ જણાવ્યું. વિમળશાએ પોતાને કૂવામાં જે અનુભવ થયો તે વર્ણવ્યો અને કહ્યું, આ જ કારણે તેઓ નિઃસંતાન રહેવા ઇચ્છે છે. વસ્તુપાલ અને તેજપાલ - ગુજરાતના રાજા વીર ધવલના દરબારમાં વસ્તુપાલ-તેજપાલ નામના બે ભાઈઓ હતા. તેજપાલ સૈન્યનો ખૂબ જ જાણીતો સૈનિક હતો. બંને ભાઈઓએ પોતાના પરાક્રમ અને નિષ્ઠાથી નામના મેળવી હતી. તેઓ રાજાને દુશ્મનોને જીતવા માટે તથા રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરતા હતા. તેજપાલની પત્ની અનુપમાદેવી ખૂબ ડાહી અને બાહોશ સ્ત્રી હતી. તે હંમેશા તેના પતિને કુટુંબની વાતોમાં મદદરૂપ થતી. તે મીઠાબોલી હતી. તે ધાર્મિક પ્રકૃતિની અને દયાળુ સ્વભાવની હતી. તેજપાલ હંમેશા તેની વાત માનતો હતો. એકવાર બંને ભાઈઓનું કુટુંબ તથા બીજા ઘણા બધા યાત્રાએ નીકળ્યા. તેઓ એક નાના ગામમાં આવ્યા. યાત્રાળુઓ માટે આ રસ્તો સલામત ન હતો. ચોર-ડાકુઓ અવારનવાર ત્રાટકતા હતા. પોતાને પણ રસ્તામાં ચોર-ડાકુ મળી જાય તો? એવા વિચારથી પ્રેરાઈને બંને ભાઈઓએ પોતાની સાથેની સંપત્તિને ક્યાંક છુપાવવા અથવા ક્યાંક દાટી દેવાનું વિચાર્યું. યોગ્ય સ્થળે તેઓએ ખોદવાનું શરૂ કર્યું. તો તેમના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી ઝવેરાત તથા સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો. આ મળેલા ધનનું શું કરવું તે તેઓને સમજાયું નહિ. તેજપાલે અનુપમાદેવીને આ જંગી સંપત્તિનું શું કરવું તે અંગે પૂછ્યું. ક્ષણનો પણ વિચાર કર્યા વગર અનુપમાદેવીએ જણાવ્યું કે જમીનની અંદરથી મળેલા ધનનું સ્થાન પર્વતની ટોચ પર છે. આનાથી જૈનધર્મનો પ્રભાવ ફેલાશે. આમ તે ધન પર્વતની ટોચ પર વાપરવું એવું નક્કી કર્યું. ભાઈઓએ માઉન્ટ આબુ પર મંદિરો બંધાવવાનું નક્કી કર્યું. તે મંદિરો લુણિગ વસહીના મંદિરો તરીકે ઓળખાય છે. તીર્થંકર ભગવાન નેમિનાથના સમવસરણની રચના પણ ત્યાં કરવામાં આવી છે. તેજપાલે બંને ભાઈઓની પત્નીઓની યાદગીરી માટે સુંદર ગોખલા બનાવવાનું નક્કી કર્યું. આ ગોખલા ‘દેરાણી-જેઠાણીના ગોખલા’ તરીકે ઓળખાય છે. બાવન દેવ કુલિકા(બાવન જિનાલય) પણ મુખ્ય દેરાસરની આજુબાજુ બનાવવામાં આવી જેમાં તીર્થકરની મૂર્તિ રાખવામાં આવી છે. માઉન્ટ આબુ પર આરસ પહોંચાડવા માટે હાથીનો ઉપયોગ થતો. મંદિર બાંધવામાં હાથીઓનો મહત્વનો ફાળો હતો તે બતાવવા મંદિરના પરિસરમાં હસ્તિશાળા બાંધવામાં આવી હતી. તેમણે ઘણાં મંદિરો બંધાવ્યા પણ હાલમાં ફક્ત દેલવાડાનાં દેરાં (મંદિરો) અને ગિરનાર પરનું નેમિનાથનું દેરાસર અસ્તિત્વમાં છે. Exમલશા, વરતુપાલ અને તેજપાલે જૈન મંદૉની બાંઘતિમાં આપેલો ફાળો ખૂબ જ પ્રેરણાદાયી છે. પોતાના ધર્મ પ્રત્યેનો સમર્પણ ભાવ, તેમની ધીરજ અને નમ્રતા ધરૅખર પ્રશંસાને પાત્ર છે. જૈન મંદૉની બાંધણીને કારણે તેમનો આ ફાળો આપણો અમૂલ્ય વારસો છે. જૈન કથા સંગ્રહ | 127 Page #128 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ 33. ઉલ્યન મંત્રી અને તેના દીકરા આંબS અને બાહS ઉદયન મંત્રી સોલંકી યુગના રાજા કુમારપાળના રાજયકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સમૃદ્ધિ સર્વોચ્ચ શિખર પર હતી. તે તેનો સુવર્ણયુગ હતો. રાજ્યને આ કક્ષાએ પહોંચાડવામાં તેના મંત્રીઓનો ફાળો મહત્ત્વનો હતો. સોલંકી યુગના મંત્રીઓ મોટે ભાગે જૈન હતા. રાજા કુમારપાળના રાજ્યની વૃદ્ધિ અને સફળતામાં ઉદયન મંત્રી અને તેના બે દીકરા આંબડ અને બાહડનો ફાળો કિંમતી હતો. ઉદયન રાજસ્થાનના ઝાલોર શહેરની બાજુમાં આવેલા વાઘરા ગામનો સામાન્ય વેપારી હતો. તેની જિંદગી બહુ તકલીફો વચ્ચે પસાર થઈ હતી. બે છેડા માંડમાંડ ભેગા થતા. તેની પત્ની સુહાદેવીએ વેપારની દૃષ્ટિએ વિકસિત હોય તેવા સ્થળે રહેવા જવા સૂચવ્યું. એ સમયે ગુજરાતમાં સિદ્ધરાજનું રાજ હતું, અને તેની જાહોજલાલી કૂદકે ને ભૂસકે વધી રહી હતી. ઉદયને ગુજરાતમાં જવાનું વિચાર્યું. એ સમયે સિદ્ધરાજે ગુજરાતમાં પોતાના પિતા કર્ણદેવની સ્મૃતિમાં કર્ણાવતી (અમદાવાદ) નામનું નવું શહેર વસાવ્યું હતું. કર્ણાવતી ઝડપથી વિકસતું શહેર હોઈ ઉદયને ત્યાં જવાનું વિચાર્યું. તે ત્યાં કોઈને ઓળખતો ન હતો તેથી ત્યાંના જૈન મંદિરમાં તે ગયો. ઉદયન ત્યાં ગયો ત્યારે ધાર્મિક વૃત્તિવાળી લચ્છી નામની સ્ત્રી ત્યાં ભક્તિ કરતી હતી. તે મંદિરની બહાર આવી ત્યારે અજાણ્યા દંપતિને જોઈ તેઓ ક્યાંથી આવ્યા છે તેવી પૂછપરછ કરી. ઉદયને જણાવ્યું કે તે ધંધાર્થે રાજસ્થાનથી આવ્યો છે. લચ્છી દયાળુ સ્ત્રી હતી. આવનાર દંપતિ જૈન છે એમ જાણતાં સાધર્મિક ભક્તિ માટે બે-ચાર દિવસ માટે તેમને પોતાને ઘેર લઈ ગયા. તેમને રહેવા માટે પોતાનું જૂનું ઘર આપ્યું. ઉદયને ત્યાં રહી નાનો સરખો ધંધો શરૂ કર્યો. નીતિથી ધંધો કરતાં ટૂંકા ગાળામાં જ તેનો ધંધો સારો ચાલ્યો અને થોડી બચત થતાં જૂના ઘરનું સમારકામ કરાવ્યું. ઘરની જમીન ખોદાતી હતી ત્યારે જમીનમાંથી દાટેલું ધન મળ્યું. તે ખૂબજ પ્રામાણિક હોવાથી તે ધન લઈને તે ઘર લચ્છીનું હોવાથી તેને આપવા ગયો. હવે તે મિલકત ઉદયનની હોવાથી તે ધન પણ ઉદયનનું જ ગણાય એમ કહી લચ્છીએ તે ધન લેવાની ના પાડી. ઉદયન પાસે હવે મોટી મૂડી ભેગી થવાથી મોટો ધંધો શરૂ કર્યો. ધંધામાં તે ઘણું કમાયો અને કર્ણાવતીનો સૌથી ધનિક માણસ ગણાવા લાગ્યો. રાજાએ પણ તેને કર્ણાવતીના પહેલા નાગરિકનો દરજ્જો આપ્યો. તેણે પણ કર્ણાવતીના લોકોની ઉત્તમ સેવા કરી. એ સમયે ખંભાત (અમદાવાદથી ૯૦ કી.મી. દૂર) પશ્ચિમ ભારતનું ખૂબ જ મહત્ત્વનું ઉપયોગી બંદર હતું. રાજકારણીઓ તે શહેરના ગવર્નર થવા પડાપડી કરતા. ઈ. સ. ૧૧૨૦ ની સાલમાં ઉદયનની યોગ્યતા અને શક્તિ જોઈને તેમને ખંભાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. ઉદયને ઘણાં લાંબા સમય સુધી તે પદ સારી રીતે શોભાવ્યું. તેમના સેવાકાળ દરમિયાન બે મહત્ત્વના બનાવો શહેરમાં બન્યા ૧. રાજમાતા મીનળદેવીના સૂચનથી ભોલાદનો યાત્રાળુ કર માફ કર્યો. ૨. પાંચ વર્ષના ચાંગદેવ નામના બાળકને જેનામાં મહાન સાધુ થવાની સુષુપ્ત શક્તિ હતી તેને દીક્ષા અપાવવામાં દેવચંદ્રસૂરિ મહારાજને સહાય કરી. (પાછળથી ચાંગદેવ જૈન આચાર્ય હેમચંદ્ર બન્યા.) ( 128 જૈન કથા સંગ્રહ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉલ્યન મંત્રી અને તેના દીકરા - આંબડ અને બાહડ જૈન શ્રાવકને મદદ કરતી શ્રાવિકા લચ્છી રાજા પ્રત્યેની ઉદયનની નિષ્ઠા નિર્વિવાદ હતી. તેથી રાજા સિદ્ધરાજથી ગામેગામ છુપાતા ફરતા કુમારપાળને મદદ કરવામાં તેમને દ્વિધા હતી. છતાં જ્યારે આશ્રયની શોધમાં કુમારપાળ ખંભાત આવ્યા તો હેમચંદ્ર આચાર્યએ ઉદયનને મદદ કરવા કહ્યું. આચાર્ય પ્રત્યેના અહોભાવને લીધે તેમણે કુમારપાળને પોતાના ઘરના ભોંયરામાં છુપાવી દીધા. થોડા જ સમયમાં સિદ્ધરાજનું અવસાન થયું અને કુમારપાળ ગુજરાતના રાજા બન્યા. રાજા કુમારપાળે ઉદયનને એમની જગ્યા પર જ ખંભાતના રાજ્યપાલ તરીકે ચાલુ રાખ્યા. અને થોડા જ વખતમાં પાટણમાં (ગુજરાતની રાજધાની) પોતાના અંગત સલાહકાર તરીકે નીમ્યા. પોતાના ખરાબ વખતમાં સહાય આપનાર પોતાના જૈન ધર્મને ઉદયન ભૂલ્યા ન હતા, તેથી જૈનધર્મની પ્રભાવના કરવા માટે તેમણે પોતાની પદવી અને પૈસાનો ઉપયોગ કર્યો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રૂપે તેમણે કેટલાક જૈન મંદિરો બંધાવ્યાં. તેમાંના ત્રણ તો જૈન ઇતિહાસમાં નોંધાયેલા છે. એક તો કર્ણાવતીમાં આવેલું ઉદયન વિહાર, બીજું ઉદાવસહી ધોળકામાં (કર્ણાવતીની નજીકમાં આવેલું) અને ત્રીજું ખંભાતમાં હતું. જિંદગીના પાછલા ભાગમાં કુમારપાળ ઉદયનને સૌરાષ્ટ્રના તોફાની હુમલાખોર સુમવારને પકડવા મોકલ્યા. આ કામ માટે તેમણે પાલીતાણામાંથી પસાર થવું પડે. તેમણે શત્રુંજય પર્વત પર આવેલા તીર્થધામોના દર્શને જવાનું નક્કી કર્યું. તીર્થધામમાં પોતાની જૈન કથા સંગ્રહ 129 Page #130 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ જાત્રાની સ્મૃતિ રૂપે એક ઊંટ પર બેસાડેલું પોતાનું પૂતળું દેરાસરના મુખ્ય સંકુલમાં જવાના રસ્તામાં મૂકાવ્યું. હાલમાં તે પાપપુણ્યની બારી તરીકે ઓળખાય છે. તે સમયે પર્વત પર લાકડાનું મંદિર હતું. જ્યારે ઉદયન ત્યાં ભગવાનની ભક્તિ કરવા બેઠા હતા ત્યારે એક ઉંદર સળગતી રૂની વાટ મોમાં લઈને આજુબાજુ ઘૂમ્યા કરતો હતો. તેમણે ઉંદરના મોંમાંથી વાટ તો લઈ લીધી પણ તેમને થયું કે કો'ક દિવસ આ ઉંદરને કારણે આગ લાગે, તેથી તેમણે ત્યાં નવું આરસનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. સુમવારને પકડવામાં તેઓ સફળ થયા પણ ઝપાઝપીમાં તેઓ બહુ જ ખરાબ રીતે ઘવાયા અને મોત સામે ઝઝૂમ્યા. મરણ પથારીએ પડેલા ઉદયને પોતાના દીકરાઓને શત્રુંજયની ટેકરીઓ પર આવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કહ્યું. તેઓએ પિતાને તેમની ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું. પોતાની ઇચ્છા પરિપૂર્ણ થશે એમ જાણતાં ઉદયનનું ખૂબ જ શાંતિથી મૃત્યુ થયું. આંબડ અને બાહડ – ઉદયનને ચાર દીકરા હતા. આંબડ, બાહડ, ચાહડ અને સોલ્લક. આંબડ કવિ અને બહાદુર યોદ્ધો હતો. તે રાજા કુમારપાળનો અમલદાર બન્યો. એણે શત્રુંજયની ટેકરીના પશ્ચિમ વિભાગે પગથી (રસ્તો) બનાવી, જે આજે ઘેટીની પાગ તરીકે ઓળખાય છે. એણે ધોળકામાં આવેલા ઉદાવસહી દહેરાસરનો વિસ્તાર કર્યો, અને ભરુચમાં આવેલા શુકનિકા વિહારનો જીર્ણોદ્ધાર કર્યો. આંબડે રાજા કુમારપાળને વચન આપ્યું હતું કે રાજ્યની સેવા નિષ્ઠા અને નીતિથી કરીશ. રાજા પછી તેના વારસદાર રાજા અજયપાલ ગાદી પર આવ્યા. તેણે રાજા કુમારપાલની તમામ નીતિઓ બદલી નાંખી. અજયપાલે આંબડને તાબે કરવા ટુકડી મોકલી. આંબડ અજયપાલને તાબે ન થયો, અને લડતાં લડતાં મૃત્યુ પામ્યો. બીજો દીકરો બાહડ (જે વાહદ તરીકે પણ ઓળખાતો) મુત્સદી અને રાજકારણી હતો. તેણે પહેલા રાજા સિદ્ધરાજ સાથે કામ કર્યું. અને રાજા કુમારપાળના અમલ દરમિયાન તેમનો વિશ્વાસુ જમણો હાથ બનીને રહ્યો. જ્યારે કુમારપાળે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું તો આખું કામ બાહડને સોંપવામાં આવ્યું જે એણે ખૂબ જ સફતપૂર્વક પાર પાડ્યું. પિતાએ આપેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા તેણે શત્રુંજય પર્વત પર દેરાસર બંધાવવાનું કામ, ઈ. સ. ૧૫૫૫ માં શરૂ કર્યું. એકવાર તીવ્ર વંટોળિયાને કારણે દેરાસરનો એક ભાગ તૂટી પડ્યો. બાહડે ભવિષ્યમાં ગમે તેવો વંટોળ આવે તો પણ તૂટી ન પડે તે પ્રમાણે મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરના બાંધકામ પાછળ એક રસિક ટૂંકી વાર્તા સંકળાયેલી છે. બાહડે જ્યારે મંદિરનું કામ હાથમાં લીધું ત્યારે ઘણાં લોકો તેમનો ફાળો આ કામમાં આપવા માંગતા હતા. સખાવત કરનારની યાદી તૈયાર કરવામાં આવી. એ સમયે ભીમ નામનો ઘી વેચતો ગરીબ માણસ તે ગામમાં રહેતો હતો. જ્યાં યાદી બનતી હતી તે જગ્યાએ એક દિવસ તે પહોંચી ગયો. તેને પણ આ કામમાં ફાળો આપવાની તીવ્ર ઇચ્છા હતી, પણ એ દિવસે તેને ફક્ત એક જ સિક્કો મળ્યો હતો. લોકો જ્યાં લાખો સિક્કા આપતા હોય ત્યાં પોતાના એક સિક્કાની કિંમત શું? બાહડ તેની ઉત્કંઠા જાણી ગયો. તેને એક બાજુ બોલાવ્યો. એણે ખૂબ જ નમ્રતાથી એ જે કંઈ આપવા ઇચ્છે તે આપવા કહ્યું. ભીમને ખૂબ જ સંકોચ થયો. છતાં તેણે કહ્યું, “આજના દિવસે એ જે સિક્કો કમાયો છે તે ફાળામાં આપવા ઇચ્છે છે.” બાહડે સિક્કો સ્વીકાર્યો એટલું જ નહિ પણ ભીમનું નામ દાતારની યાદીમાં ટોચ પર લખ્યું. બીજા બધાએ તેમ કરવાનો ખુલાસો માંગ્યો તો બાહડે જણાવ્યું કે બીજા ફાળો આપનાર - પોતે સુદ્ધાં – પોતાની મૂડીનો થોડો ભાગ આપે છે જ્યારે ભીમે તો એની સમગ્ર મૂડી આમાં આપી છે. ( 130 જૈન કથા સંગ્રહ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉયન મંત્રી અને તેના દીકરા - આંબડ અને બાહક ભીમ ઘેર ગયો ત્યારે તેની પત્નીએ ગાયને બાંધવા માટે લાકડાનો થાંભલો લગાવવા કહ્યું. તે ખોદી રહ્યો હતો ત્યાંથી જમીનમાંથી દાટેલી લાકડાની પેટી મળી. તેણે પેટી ખોલી તો તેમાં સોનાના સિક્કા અને બીજી કિંમતી વસ્તુઓ હતી. તેણે વિચાર્યું કે મેં મંદિરમાં ફાળો આપ્યો તેનું પરિણામ છે. તે ખજાનો ભરેલી પેટી બાડ પાસે લઈ ગયો અને મંદિરના નિર્માણમાં આપી દીધી. મંદિર નિર્માણનું કામ ઈ. સ. ૧૧૫૭ માં ૨ કરોડ ૯૭ લાખ સિક્કાના ખર્ચે પૂર્ણ થયું, અને તેનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્યશ્રી હેમચંદ્રની હાજરીમાં ઉજવવામાં આવ્યો. Aug બ ધર્મિષ્ઠ, સખત મહેનતુ શ્રાવક ઉઞાની વાર્તા સહુતૅ પ્રણા આપે તેવી છૅ, તે ખૂબ જ નમ્ર હતા અને પોતાના પર ઉપકાર કરનારને ક્યાસ ભુલતા નહીં. સાંબડ અને બાહક નામે ખૂબ જ ગુઅલ બેન સંધના હીરા જેવા, બે શોને તેમણે ઉધે. મન ઉદારતા પણ ખુબ જ વખાણવા લાયક હ. દાતાઓની માર્ટીમાં ભીંસનું નામ સૌથી ઉપર મૂકવાનું ભાહકનું કામ બિન ખાખા" નૅતૃત્વ અને ધર્મની સામ્ય સમજ સૂય છે. જૈન કથા સંગ્રહ 131 Page #132 -------------------------------------------------------------------------- ________________ 132 ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ ૩૪. સવચંદ અને સોમચંની ખાનદાની જૈનોના તીર્થધામોમાં શત્રુંજય પર્વત ઘણો જ પવિત્ર ગણાય છે. ગુજરાતના અમદાવાદથી લગભગ ૨૪૦ કી. મી. દૂર આવેલા પાલીતાણા શહેરમાં તે આવેલો છે. તે તેની નવ ટૂંક માટે જાણીતો છે. તેમાંની એક પર્વતની ટોચ પર ચૌમુખજીની ટૂંક આવેલી છે. અહીં ત્યાં બંધાયેલા મંદિરોની રસપ્રચુર વાર્તા રજૂ થાય છે. ૧૯ મી સદીની વાત છે. જ્યારે મોગલ સમ્રાટ અકબર ભારત પર રાજ્ય કરતો હતો ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વેંચી નામના નાના શહેરમાં સવચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો. તેનો વેપાર ઘણો મોટો હતો. ઇન્ડોનેશિયા અને બીજા દેશોમાં માલની નિકાસ કરવા ઘણાં વહાણોનો ઉપયોગ કરતો. મુસાફરી દરમિયાન એક દેશમાંથી માલ ખરીદતો અને બીજા બંદરે સારા નફાથી વેચનો . કિંમતી માલ-સામાન સાથે એક વખત તેમનો બાર વહાણનો કાફલો નીકળ્યો. તેમના માણસોએ પરદેશના બંદરે બધો માલ વેચી દીધો અને પાછા ફરતાં એવો જ કિંમતી માલ ખરીદતા આવ્યા. પાછા ફરતાં સમુદ્રના પ્રચંડ તોફાનમાં તેઓ ફસાયા અને એક ટાપુ પર રોકાઈ જવું પડ્યું. એ સમય દરમિયાન ચોમાસુ બેસી જવાથી તે ટાપુ પર મહિનાઓ સુધી તેઓને રોકાઈ જવું પડ્યું. લાંબા સમય સુધી વહાણો પાછા ન ફરવાને લીધે સવચંદના વહાણ વિભાગના પ્રતિનિધિએ વહાણો ક્યાં અટવાયાં છે તેની તપાસ શરૂ કરી. ઘણાં પ્રયત્નો કરવા છતાં વહાણનો કાફલો ક્યાં છે તે જાણી નહિ શકવાથી તેમણે વહાણો ગુમ થયા તેની જાણ સવચંદને કરી. સવચંદને આ ઘણું મોટું નુકસાન હતું. તેણે પરદેશના વેપાર માટે ઘણી મોટી મૂડી રોકી હતી અને વહાણો પાછા ફરતાં મોટો વેપાર કરી સારું એવું ધન મેળવીને આવશે એવી આશા હતી. વહાણોને કારણે જે નુકસાન થયું તે ધણું મોટું હતું. તેને પૈસાની તંગી । વર્તાવા લાગી. લેણદારોને પૈસા પાછા આપવાની પણ મુશ્કેલી પડવા લાગી. વહાણો ગુમ થયાના સમાચાર લોકોમાં ફેલાયા તેની સાથે લોકો સવચંદે બધું ગુમાવી દીધું છે તેવી વાતો કરવા લાગ્યા, અને પોતાની મૂડી ન ડૂબે તે હેતુથી કડક ઉઘરાણી કરવા લાગ્યા. સવચંદ ખૂબ જ પ્રામાણિક અને ધાર્મિક પ્રકૃતિનો માઇસ હતો. તેની પાસે જે કંઈ બચ્યું હતું તેમાંથી શક્ય એટલાને તેમની મૂડી પાછી આપવાના પ્રયત્નો કર્યા. વંથળીની નજીક આવેલા માંગરોળનો રાજકુમાર પણ તેમાંનો એક હતો. તેણે રૂ।. એક લાખ સવચંદને ત્યાં મૂક્યા હતા. આ ઘણી મોટી મૂડી કહેવાય કારણ કે ત્યારનો એક રૂપિયા બરાબર આજના રૂ।. ૨૫૦ થાય. ન જ્યારે રાજકુંવરે સવચંદના વહાણો ડૂબી ગયાનું જાણ્યું ત્યારે તે પણ અધીરો થઈ ગયો અને પોતાની મૂડી પાછી માંગી. સવચંદ આવડી મોટી રકમ તાત્કાલિક આપી શકે તેમ ન હતો. એણે રાજકુમારને પોતે પૈસા મેળવી શકે ત્યાં સુધી થોભવા કહ્યું. પણ રાજકુમારને તો તાત્કાલિક પૈસા જ જોઈતા હતા. સવચંદનું નામ અને આબરૂ અત્યારે દાવ પર હતાં. પોતાની આબરુ બચાવવા એણે રાજકુમારને પૈસા આપવાનો રસ્તો શોધવાનો હતો. તે સમયે અમદાવાદમાં સોમચંદ અમીચંદ નામનો સાધર્મિક વેપારી રહેતો હતો. સવચંદને એની સાથે કોઈ ધંધાદારી સંબંધ ન હતો. પણ તેણે સોમચંદની પેઢી વિશે અને તેની ખાનદાની વિશે સાંભળ્યું હતું. તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. રાજકુમારને સોમચંદની પેઢીના નામે એક હૂંડી લખી આપવી જેથી રાજકુમારને શાંતિ થાય. રાજકુમાર તો આ રીતે પણ પૈસા મળતા હોય તો કબુલ હતો. સોમચંદની મંજૂરી વગર તેણે રાજકુમારને સોમચંદની પેઢીના નામે હૂંડી લખી આપી. કોઈ ધંધાદારી સંબંધ ન હોવાને કારણે સવચંદને એવો કોઈ હક્ક ન હતો તેથી તે ખૂબ ઉદાસ થયો અને તેની આંખોમાંથી આંસુ નીકળીને ગાલ પર રેલાવા લાગ્યા. જૈન ક્થા સંગ્રહ Page #133 -------------------------------------------------------------------------- ________________ સવચંદ અને સોમચંદની ખાનદાની વર્ષ અને નાની આંસુનાં થોડાં ટીપાં લખેલી હુંડી પર પડીને ફેલાયા. ભારે હૈયે સવચંદે તે હૂંડી રાજકુમારના હાથમાં આપી અને સોમચંદની પેઢી પર જઈને વટાવવા કહ્યું. રાજકુમાર ઘડીનો પણ સમય બગાડ્યા વગર પહોંચી ગયો, અને સોમચંદની પેઢી પર હૂંડી વટાવવા માટે આપી. ખજાનચીએ હૂંડી હાથમાં લઈને હાથ નીચેના કારકુનને સવચંદનો હિસાબ જોવા કહ્યું. માણસે આખો ચોપડો ઉથલાવી જોયો પણ ક્યાંય સવચંદના નામનું ખાતું ન હતું. કારકુને જણાવ્યું કે સવચંદને કોઈ ધંધાદારી સંબંધ નથી. ખજાનચી સોમચંદ પાસે ગયો અને જણાવ્યું કે વંથળીના સવચંદે હૂંડી લખીને વટાવવા મોકલી છે પણ આપણે તેમ કરી શકીએ તેમ નથી. આ જાણીને સોમચંદ મૂંઝવણમાં પડી ગયો. સવચંદ વંથલીનો બહુ મોટો વેપારી છે અને તેનું નામ બહુ મોટું છે એવું તે જાણતો હતો. સવચંદને મારી પેઢી સાથે કોઈ ધંધાકીય સંબંધ ન હોવાછતાં આટલી મોટી રકમની હૂંડી કેમ લખી હશે તે તેને સમજાતું નથી. એણે હૂંડી હાથમાં લઈને જોયું તો સવચંદના આંસુથી અક્ષરો ખરડાયેલા હતા. આંસુના ટીપાં પડવાથી તે સમજી ગયા કે સવચંદ કોઈ મોટી મુસીબતમાં હશે અને બહુ શરમજનક સ્થિતિમાં નિરાશ બનીને આ હૂંડી લખી હશે. કા મથકના મીન કે નથp RK WALA પંહનીપ્રીત જી પરમ 2 સંવત : લતાબાદી ની AMાક થાન પંચક Sawan n g સવચંદે મારામાં આંધળો વિશ્વાસ મૂકીને આ હૂંડી લખી છે તેવું સોમચંદ સ્પષ્ટપણે સમજી ગયા. હવે મારે એ વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવવાનો છે. આવી આપત્તિમાં આવી પડેલા ખાનદાન માણસને મદદ કરવા માટે મારી મૂડી કામ ન આવે તો તે મારી સંપત્તિ શા કામની? એણે મદદ કરવાનું નક્કી કર્યું અને ખજાનચીને હૂંડીના નાણાં ચૂકવી આપવા કહ્યું. ખજાનચી મૂંઝાયો. સવચંદનું ખાતું તો હતું નહિ તો આ મૂડી કયા ખાતામાં ઉધારવી? સોમચંદે પોતાના વ્યક્તિગત ખાતામાં એ મૂડી ઉધારવા કહ્યું. સવચંદના જીવનના વિવિધ પ્રસંગો હૂંડી સ્વીકારાઈ અને રાજકુમારને તેમના પૈસા મળી ગયા. ખરેખર તો રાજકુમારને પૈસાની અત્યારે કોઈ જરૂરિયાત જ ન હતી પણ સવચંદની આર્થિક સદ્ધરતામાં શંકા પડવાથી જ આમ કર્યું હતું. એને સવચંદની આબરુ માટે જે શંકા કરી તેનો પસ્તાવો થવા લાગ્યો. ઘેર જતાં રસ્તામાં સવચંદની પેઢી પર જઈ પોતાની મૂડી અમદાવાદથી મળી ગઈ છે તે જણાવ્યું. સવચંદે ખરા હૃદયથી સોમચંદનો આભાર માન્યો. | જૈન કથા સંગ્રહ 133 Page #134 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ આ બાજુ વર્ષાઋતુ પૂરી થતાં વહાણનો કાફલો બધા માલસામાન સાથે પાછો ફર્યો. સવચંદ ઘણો જ ખુશ થયો અને નિરાંતનો શ્વાસ લીધો. એ માલસામાન વેચીને એણે મોટી મૂડી ઊભી કરી. વહાણો ગુમ થયા પૂર્વે જે આબરુ હતી તેના કરતાં પણ તેની આબરુ અનેકગણી વધી ગઈ. સોમચંદને પૈસા પાછા આપવાનો હવે એનો સમય હતો. આ હેતુથી તે અમદાવાદ ગયો અને એક લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા વાળ્યા. સોમચંદના ચોપડામાં સવચંદના ખાતે કોઈ પણ રકમ બાકી બોલતી ન હતી તેથી તેણે તે પૈસા સ્વીકારવાની ના પાડી. દેવું ચૂકવ્યા વિના ઘેર પાછા પણ કેમ જવાય? એણે સોમચંદને ખૂબ દબાણ કરીને તે જે રકમ કહેશે તે આપવાની તૈયારી બતાવી. વધુમાં કહ્યું કે જો તે આપવામાં નિષ્ફળ જશે તો હૂંડી લખ્યાનો અફસોસ થશે. સોમચંદે જવાબ આપ્યો કે આંસુના બદલામાં તો હૂંડી ખરીદી હતી. એ આંસુના બે ટીપાંવાળો માણસ રૂા. બે લાખ કરતાં પણ વધુ કિંમતી હતો. મેં તો રાજકુમારને રૂા. એક લાખ જ આપ્યા હતા, બાકી રૂા. એક લાખ આપવાના તો હજુ બાકી છે. પણ સવચંદ એ કેમ સ્વીકારી શકે? સોમચંદે પોતાની હૂંડી સ્વીકારી પોતાના પર કૃપા કરી છે તેથી તે તેનો ઋણી હતો. સોમચંદ કહે તેટલી રકમ તે આપવા તૈયાર હતો. રકમ સ્વીકારવાને બદલે સોમચંદ તો સામેથી રૂા. એક લાખ તેને હજુ આપવા માંગતો હતો. સવચંદ વારંવાર હૂંડીની રકમ સ્વીકારવા કાલાવાલા કરતો હતો. તો સોમચંદ કહેતો કે મારા ચોપડામાં તમારા નામની બાકી રકમ છે જ નહિ તો હું કેમ સ્વીકારું? એક રીતે જોઈએ તો સોમચંદ સાચો હતો કારણ કે હૂંડીની રકમ એણે પોતાના વ્યક્તિગત ખાતામાંથી આપી હતી. રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જયારે રામ અને ભરત બંનેમાંથી કોઈ રાજ્ય સ્વીકારવા તૈયાર નથી ત્યારે બંને એકબીજાને રાજ્ય સ્વીકારવા સમજાવે છે. એના જેવો જ ઘાટ અહીં સવચંદ અને સોમચંદ વચ્ચે થયો છે. બંને જણા બહુ મોટી રકમ એક બીજાને આપવા ઇચ્છે છે પણ બેમાંથી કોઈ તે સ્વીકારવા તૈયાર નથી. સવચંદે તો હૂંડીની રકમ સ્વીકારવાની વાત સતત ચાલુ રાખી તો સોમચંદે ના તો પાડી પણ હવે તો બાકીના એક લાખ રૂપિયા પણ સવચંદે સ્વીકારી જ લેવા જોઈએ તેવી જિદ્દ કરી. છેવટે જૈનસંઘને લવાદ તરીકે નીમી તે જેમ કહે તેમ કરવું તેવું નક્કી કર્યું. અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓએ બંનેને સાથે જ બોલાવ્યા. બંનેને શાંતિથી સાંભળ્યા પછી નક્કી કર્યું કે બંનેમાંથી કોઈને તે રકમ સ્વીકારવી નથી તો તે પૈસા સારા ઉમદા કામમાં વાપરવા જોઈએ. બંને જણા સહમત થયા અને તે રકમમાં સારી એવી રકમ ઉમેરી શત્રુંજય પર્વત પર મંદિરો બંધાવવા. વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ કરવાનું નક્કી કર્યું. મંદિરોનું કામ પૂર્ણ થતાં ઈ. સ. ૧૬૧૯ માં ખૂબ ધામધૂમથી તેની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. તેમની સ્મૃતિમાં તે મંદિરો આજે પણ સવા-સોમની ટૂંક તરીકે ઓળખાય છે. જીવનમાં તેમ જ વૈતારમાં પ્રમાણિકતા ઘણું વળતર આપે છે. સોમચંદના ઉદા૨તા પ્રશંસાને પાત્ર છે. દુઃખમાં ફસાઢેલા માણસનો તે ખોટો લાભ નથી ઉઠાવતા. આખેલું કશું જ પાછું મેળવવાની અપેક્ષા રાચ્ચા બના અજાયા 'માણસને પણ તેઓ મદદશ્યપ થતા. 134 જૈન કથા સંગ્રહ Page #135 -------------------------------------------------------------------------- ________________ લાગ – ૬ સમકાલીન જૈન વિભૂતિ દલિઝ ને Page #136 -------------------------------------------------------------------------- ________________ ) 2 HABER CHOO SE GEOVANN NEGARA e as SISE "Jain religion is not blind faith, Nor is it emotional worship inspired by fear or-wonder. It is the intuition of the inherent purity of consciousness, will and bliss of the self.” - Dr. Nathmal Tatia Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર 3૫. શ્રીમદ્ રાજચંદ્ર (ઈ. સ. ૧૮૬૯ – ૧૯૦૧ ) શ્રીમદ્ રાજચંદ્ર મહાન દ્રષ્ટા અને આધુનિક યુગના એક સુપ્રસિધ્ધ સંત હતા. તેઓએ જૈન તત્ત્વજ્ઞાન તથા સાહિત્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ મહાન તત્ત્વવેત્તા, ઝળહળતા કવિ, સમાજ સુધારક, વિચારક અને આત્મસાક્ષાત્કાર કરનાર સંત હતા. મહાત્મા ગાંધીજી શ્રીમના આધ્યાત્મિક જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. શ્રીમદ્રનું લખાણ તેમના આત્મ અનુભવનો સાર હતો. અત્યારે પણ આધ્યાત્મિક જાગૃતિ અને આત્મ સાક્ષાત્કારની શોધમાં ઘણાં જૈન અને હિંદુ સાધકો તેમના ઉપદેશને અનુસરે છે. જન્મ અને બાળપણ - શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ નવેમ્બર ૧૦, ૧૮૬૭ એટલે કે વિક્રમ સંવત ૧૯૨૪ ના કારતક મહિનાની પવિત્ર પૂનમ (દેવ-દિવાળી)ને દિવસે ગુજરાતમાં આવેલા મોરબી જીલ્લાના વવાણીયા ગામમાં થયો હતો. તેમના પિતા રવજીભાઈ અને માતા દેવબા હતાં. જન્મનું તેમનું નામ લક્ષ્મીનંદન હતું પણ ચાર વર્ષ પછી તેમનું નામ બદલીને રાયચંદ રાખ્યું. પાછળથી તેઓ રાજચંદ્રના નામથી જાણીતા બન્યા. રાજચંદ્રના પિતા તથા દાદા વૈષ્ણવ (હિંદુ) ધર્મ પાળતા હતા. તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હતા. તેમના માતા દેવબા જૈન કટુંબના હતા. આમ બાળક રાજચંદ્ર જૈન અને હિંદુ એમ બેવડા સંસ્કારથી મોટા થયા. બાળવયમાં રાજચંદ્રને જાતજાતના પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. એક વખત તેમણે જૈન પ્રતિક્રમણ સૂત્ર વાંચ્યું. તેમાં વર્ણવવામાં આવેલી પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણાની ભાવના તથા રોજની પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન તેમ જ પર્યુષણ દરમિયાન ખરા હૃદયની ક્ષમાની ભાવનાની વાતો તેમને બહુ અસર કરી ગઈ. જૈનધર્મ આત્મજ્ઞાન, સંયમ, પરમશાંતિ, ત્યાગ કરવો, દુનિયાના સુખોથી દૂર રહેવું તથા ધ્યાન કરવું એવી ક્રિયાઓ પર ભાર મૂકે છે. તેથી તેમની જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધી ગઈ. પૂર્ણ સત્યની શોધમાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન તથા સંસ્કાર જ અંતિમ સત્ય તથા પરમ શાંતિ અપાવશે એમ શ્રીમને સમજાઈ ગયું. સાત વર્ષની ઉંમરે એવો બનાવ બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એક પ્રૌઢ અંગત પરિચયવાળા ભાઈ શ્રી અમીચંદભાઈ સાપ કરડવાથી અવસાન પામ્યા. બાળક રાજચંદ્રએ પોતાના દાદાને પૂછ્યું, “મરી જવું એટલે શું?” તેના વ્હાલા દાદાએ સમજાવ્યું, તેમનો આત્મા તેમનું શરીર છોડી ચાલ્યો ગયો. હવે તે ખાઈ શકે નહિ કે હાલી ચાલી પણ ન શકે. તેમના શરીરને ગામ બહાર લઈ જઈને બાળી મૂકવામાં આવશે.” રાજચંદ્ર ચૂપચાપ સ્મશાને પહોંચ્યા અને મૃત શરીરને બળતું જોયું. તેઓ ઊંડા ચિંતનમાં પડી ગયા. અચાનક જાણે મન પરના પડળો ખસી ગયા અને પાછલા જન્મના ભવો યાદ આવવા લાગ્યા. એક જીવનથી બીજા જીવનના જન્મ મરણના ફેરાનો તેમને સાક્ષાત્કાર થયો. આ બનાવ તેમની આધ્યાત્મિક જાગૃતિનું નિમિત્ત બન્યો અને તેમણે કર્મના બંધન તથા દુઃખ અને ભવબંધનના ફેરામાંથી જીવનને મુક્ત કરવાનું નક્કી કર્યું. સાત વર્ષની ઉંમરે તેઓ નિશાળે ગયા. જોયેલું, સાંભળેલું કે વાંચેલું અક્ષરશઃ યાદ રાખવાની તેમની આગવી શક્તિના બળે શાળાનો સાત વર્ષનો અભ્યાસ લગભગ બે વર્ષમાં પૂરો કર્યો. ગામની શાળામાં તો સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હોવાથી તેમના શાળાકીય શિક્ષણનો અંત આવ્યો. પણ તેમણે પોતાની જાતે ચોપડીઓ વાંચીને શીખવાનું ચાલુ રાખ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેમણે તેમના પિતાનો ધંધો પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરવા માંડ્યો. એમણે આઠ વર્ષની ઉંમરે પ્રથમ જૈન કથા સંગ્રહ ( 137 Page #138 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈન વિભૂતિ કાવ્ય રચના કરી પછી તેમણે સામાજિક બનાવોને સ્પર્શતા કાવ્યો લખ્યા અને તે કાવ્યો સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયા. ઉંમરમાં નાના હોવા છતાં તેમણે સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા. ઘણી નાની ઉંમરે ભવિષ્યમાં શું બનશે તે જોવાની અલૌકિક શક્તિ તેમને હતી. તેથી ઘણાં લોકોને આવી પડનારી તકલીફોમાં મદદ કરી હતી. ૧૮ વર્ષની ઉંમરે તેઓ નિષ્ણાત જ્યોતિષી બન્યા. તેઓ ચોપડીને ખાલી અડીને ઓળખી બતાવતા તથા રસોઈ ચાખ્યા વિના તેના સ્વાદ વિષે કહી શકતા. આવી બધી અસામાન્ય શક્તિઓના વિકાસની સાથે સાથે તેઓ પ્રાણીમાત્ર તરફ દયાળુ અને અહિંસાના ચુસ્ત આગ્રહી બન્યા. કુટુંબ - ૨૦વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૮૮ માં (વિ. સં. ૧૯૪૪)માં રાજચંદ્રના લગ્ન ઝબકબેન સાથે થયા. ઝબકબેન રાજચંદ્રના ધંધાદારી ભાગીદાર શ્રી રેવાશંકરભાઈના મોટાભાઈ પોપટલાલ જગજીવનદાસની દીકરી હતાં. રાજચંદ્રને ચાર સંતાનો હતાં. બે દીકરા શ્રી છગનલાલ અને શ્રી રતિલાલ તથા બે દીકરીઓ શ્રીમતી જવલબેન અને શ્રીમતી કાશીબેન, શ્રીમદ્ ને મનસુખભાઈ નામે નાનો ભાઈ હતો. ૨૦ વર્ષની ઉંમરે (ઈ. સ. ૧૮૮૮) શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈમાં હીરાના ધંધામાં ભાગીદાર થયા. ધંધાના તમામ વ્યવહારમાં તેઓ બિલકુલ નૈતિક, પ્રમાણિક અને દયાળુ હતા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો. સત્ય માટેનું માન, નૈતિક મૂલ્યો માટેની પ્રીતિ તથા યોગ્ય હોય તે કરવાની મક્કમતાએ બીજાને પણ તેમ કરવાની પ્રેરણા આપી. ઈ. સ. ૧૮૯૯ (વિ. સં. ૧૯૫૫) માં ૩૧ વર્ષની ઉંમરે તેમણે ધંધામાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ લીધી. એવધાન-શક્તિ – ૧૭ વર્ષની ઉંમરે શ્રીમદે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ જોયો જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને બાવન અવધાન એક સાથે કરવા શક્તિમાન બન્યા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે મુંબઈના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા મહાનુભાવોની હાજરીમાં તેમને અવધાનના પ્રયોગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે ૧OO અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે. ૧૦૦ અવધાનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે પાનાં રમવા, ચેસ રમવી, ઘંટના અવાજ ગણવા, ગણિતના સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરવા, જુદા જુદા વિષયો પર કાવ્યો રચવા, અંગ્રેજી, ગ્રીક, લેટીન, એરેબિક જેવી ૧૬ જુદી-જુદી ભાષાઓના શબ્દો ગોઠવવા વગેરેનો સમાવેશ થતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે શ્રીમદે પ્રાથમિક શાળાના ગુજરાતી સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. આ એક માની ન શકાય તેવી મોટી સિદ્ધિ હતી, અને મુખ્ય સમાચાર પત્રો જેવા કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, પાયોનીયરમાં તેમની સિદ્ધિની જાહેરાત થઈ. શ્રીમદ્રને પોતાની અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો કારણ કે જૈનધર્મના ધોરણો પ્રમાણે ત્યાં રહેવું અઘરું પડે અને આધ્યાત્મિક પ્રગતિનો પોતાનો મુખ્ય હેતુ માર્યો જાય. ૨૦વર્ષના થતાં થતાં તો તેમની કીર્તિ આખા ભારતમાં ફેલાઈ ગઈ, પણ તેમને સમજાયું કે પોતાની આગવી શક્તિને કારણે તેઓ જે મેળવી રહ્યા છે તે કેવળ સ્થૂળ લાભ જ છે જે તેઓનું ધ્યેય ન હતું. તેમણે આ બધી પ્રવૃત્તિ સદંતર છોડી દીધી. અને આત્મસંયમ, દુનિયાદારીના સુખોનો ત્યાગ, ચિંતનમનન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન પર જ મનને સ્થિર કર્યું જેથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી શકાય. (138 જૈન કથા સંગ્રહ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્ય – તેમના શરૂઆતના વર્ષોમાં શ્રીમદે કાવ્યો લખ્યાં અને સામાજિક સુધારણા માટે લેખો લખ્યાં, જેનાથી દેશપ્રેમ જાગૃત થાય. તેમણે ૧૪ વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ વર્ષની ઉંમરે એમણે “મોક્ષમાળા’ લખી અને એનો જ સંક્ષિપ્ત ગ્રંથ ’ભાવના-બોધ' લખ્યો, જેનો સાહિત્યિક અર્થ “મુક્તિનો હાર’ એવો થાય. તેના નામ પ્રમાણે જ એ મુક્તિના માર્ગે જવાની સમજ આપે છે. તે સાદી સરળ ભાષામાં લખાયેલ છે પણ જૈનધર્મની સંપૂર્ણ માહિતી આપે છે. તેમણે માત્ર ત્રણ દિવસમાં જ તેના ૧૦૮ પાઠની રચના કરી હતી. અમદાવાદ પાસેના નડિયાદમાં તેઓ નિવૃત્તિ અર્થે રોકાયા હતા ત્યારે તેઓએ સ. ૧૯૫૨ ના આસો વદ-૧ ના રોજ સાંજના સમયે ૧, ૨૨-૧૦-૧૮૯૬ શ્રી આત્મસિધ્ધિનું અવતરણ ગુરુવાર સં. ૧૯૫૨ નડિયાદ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરતા શ્રીમદ રાજચંદ્ર - ચિત્રમાં ડાબેથી શ્રી લઘુરાજસ્થામી, શ્રી સોભાગભાઈ અને શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ સાથે) આત્મસિટિશાસ' જેવા શાસશિરોમણિ મહાકાવ્યની રચના કરી હતી, એક પવિત્ર સાંજે દ લ્થ મિનિટમાં તેમણે આત્મસિદ્ધિ શાસ્ત્રના ૧૪૨ શ્લોકની રચના એકી બેઠકે કરી હતી. શ્રીમરે આવું વિસ્તીર્ણ છતાં બધું જ સમાવી લેવાય તેવું કામ ટૂંકા સમયમાં કર્યું તે જ તેમની આધ્યાત્મિક શક્તિનો પરચો આપે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિષય આત્માના છ શાસ્રીય લક્ષણો છે - આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કર્તા છે, આત્મા કર્મોનો ભોક્તા છે, આત્માની કર્મથી મુક્તિ છે અને કર્મોથી આત્માની જૈન કથા સંગ્રહ 139 Page #140 -------------------------------------------------------------------------- ________________ 140 સમકાલીન જૈન વિભૂત્તિ મુક્તિના ઉપાય છે. તે જૈનધર્મના તત્ત્વજ્ઞાનને વિસ્તીર્ણ રીતે વર્ણવે છે અને જૈનધર્મનો અનેકાંતવાદ અન્ય ભારતીય દર્શનને કેવી રીતે સમાવી લે છે તે બતાવે છે. ‘અપૂર્વ-અવસર’ એ એમનું અતિ મહત્ત્વનું કાવ્ય છે. એ દૈવી કાવ્યમાં અંતિમ મુક્તિ માટેની આધ્યાત્મિક પ્રગતિના ૧૪ ક્રમા પગથિયાં વર્ણવ્યાં છે. અપૂર્વ-અવસર કાવ્યને મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમની પ્રાર્થનાની આશ્રમ ભજનાવલી ચોપડીમાં સમાવી લેવામાં આવ્યું છે. શ્રીમદ્નું સંપૂર્ણ સાહિત્ય ૩૫ થી વધુ કાવ્યો તથા તેમના પરિચયમાં આવેલા મહાનુભાવોને લખેલા લગભગ ૯૫૦ પત્રોમાં સમાયેલું છે, જે ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત‘ નામે ઓળખાય છે. તેમના લખાણમાં ઊંચી કક્ષાની આધ્યાત્મિકતા જોવા મળે છે. કોઈ તેમના સાહિત્યમાં ઊંડા ઉતરીને જુએ તો જણાશે કે એમનું લખાણ આત્મસાક્ષાત્કાર દ્વારા મુક્તિનું ઉત્તમ સંભાષણ છે. મહાત્મા ગાંધી શ્રીમદ્ રાજચન્દ્રના દૈવી ગુણોથી ભરેલા જવનથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે શ્રીમદ્ રાજચન્દ્રને પુરા માન અને આદર સાથે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માન્યા હતા. જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાંના તેમના ખ્રિસ્તી તથા મુસ્લિમ મિત્રોએ તેમના ધર્મને અપનાવવા ખૂબ દબાણ કર્યું હતું. તેમણે માર્ગદર્શન માંગતો શ્રીમને પત્ર લખ્યો. શ્રીમદ રાજચન્દ્રે તેમને પોતાનો હિંદુ ધર્મ જ આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ રહેશે તે સમજાવ્યું. ગાંધીજીએ ખૂબ જ આદરપૂર્વક શ્રીમદ્ વિશે પોતાની આત્મકથામાં લખ્યું છે, અને ઘણે પ્રસંગે તેમનો મહિમા વધારતી અંજલિ આપી છે, અને વારંવાર કહ્યું છે કે દયા અને અહિંસા વિશે એમને શ્રીમદ્ પાસેથી જ શીખવા મળ્યું છે. ગાંધીજીના જીવન પર શ્રીમદ્નું આધ્યાત્મિક જીવન અને તેમના આધ્યાત્મિક લખાણે ટોલસ્ટોય અને રસ્કીન કરતાં વધુ અસર કરી છે. આધ્યાત્મિક વિકાસ – શ્રીમદ્ રાજચન્દ્રના જીવનમાં તેમના કોઈ આધ્યાત્મિક ગુરુ ન હતા. સાત વર્ષની ઉંમરે જ્યારે તેઓને પોતાની પાછલી જિંદગીના ભવ યાદ આવી ગયા ત્યારે ભગવાન મહાવીરસ્વામી સાથેનો તેમનો સમાગમ તેમને સ્પષ્ટ યાદ આવ્યો. ઈ. સ. ૧૮૯૧ માં (વિ. સં. ૧૯૪૭) ૨૩ વર્ષની ઉંમરે શ્રીમદ્ન સમ્યગ્ દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો. પોતાની પ્રગતિ સાધવા માટે ધીમે ધીમે દુન્યવી દુનિયાથી દૂર થઈ ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા, સદ્ગુણો કેળવતા, દુનિયાના સુખોને ઓછા કરતા અને લાંબા સમય સુધી ધ્યાનમાં જ રહેતા. મહિનાઓ સુધી મુંબઈથી દૂર એકાંત જગ્યામાં જઈને રહેતા. શરૂઆતમાં પોતાના માર્ગમાં ઘણી મુસીબતો આવતી કારણ કે ઘર તથા ધંધા તરફની કેટલીક જવાબદારીઓ હજુ ઊભી હતી. ઈ. સ. ૧૮૯૦ માં (વિ. સં. ૧૯૫૨) તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઇંડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખુબ જ થોડી ઊંધ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. ૨૮ વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ ધંધામાંથી ૩૧ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૯૯ માં (વિ. સં. ૧૯૫૫ માં) સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા. માતા પાસે સંસારને કાયમ માટે છોડીને સાધુ થવાની આજ્ઞા માંગી પણ પ્રેમ અને લાગણીને લીધે માએ ના પાડી. બે વર્ષ સુધી માને ઘણું દબાણ કર્યું અને તેમને આશા હતી કે મા સાધુ થવાની પરવાનગી આપશે પણ એ સમય દરમિયાન તેમની તબિયત બગડતી જતી હતી અને તે વધુને વધુ બગડતી ગઈ. ઈ. સ. ૧૯૦૧ માં ચૈત્ર વદ ૫ સં. ૧૯૫૭ માં ૩૩ વર્ષની નાની ઉંમરે રાજકોટમાં એમનું અવસાન થયું. જૈન થા સંગ્રહ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજન અનુયાયીઓ – શ્રીમદે તેમની આધ્યાત્મિક જિંદગી બધાથી અંગત રાખવા પ્રયત્ન કર્યો હતો છતાં તેમને ઓળખી જનાર ઘણાં લોકો અંતિમ મુક્તિ માટે તેમને તેમના માર્ગદર્શક માનતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. તેમના કેટલાક અંગત અનુયાયીઓ નીચે પ્રમાણે હતા. શ્રી સોભાગભાઈ - ૯૫૦ પત્રોમાંથી ૩૫૦ પત્રો તો શ્રીમદ્ રાજચંદ્રે શ્રી સોભાગભાઈને જેઓ તેમનાથી ૪૦ વર્ષ મોટા હતા તેમને લખ્યા હતા. પહેલી જ મુલાકાતમાં સોભાગભાઈએ શ્રીમને આત્મજ્ઞાની માણસ તરીકે ઓળખ્યા હતા અને તેમને સાચા ગુરુ માન્યા હતા. તેઓ વર્તનમાં બહુ સાદા હતા અને ભક્તિમાં ખૂબ જ ગંભીર હતા. તેઓ રાજકોટ નજીક આવેલા સાયલાના રહેવાસી હતા. એમની વિનંતીને માન આપીને શ્રીમદ્દે ગેય મહાકાવ્ય આત્મસિદ્ધિ શાસની રચના કરી હતી. જેથી તે યાદ કરવું ખૂબ સરળ બને. તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સમાધિ અવસ્થામાં જ તેમનું મૃત્યુ થયું. શ્રી લઘુરાજ સ્વામી – શ્રી લઘુરાજ સ્વામી સ્થાનકવાસી જૈન સાધુ હતા અને શ્રીમના ઘણાં ભક્તોમાંના એક અનુયાયી હતા. તેઓ સાધુ હોવાને કારણે સંસારી શ્રીમદ્ પ્રત્યેની ભક્તિના લીધે જૈન સમુદાય તરફથી તેમને ઘણાં મોટાં પ્રશ્નો ઉભા થયા હતા. શ્રીમદ્ રાજચંદ્રની હાજરીમાં જ એમને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું અને વડોદરાની નજીક અગાસ આશ્રમની તેમણે સ્થાપના કરેલી. શ્રીમદ્ રાજચંદ્રના બધા લખાો સાચવવાનો અને મોટા પાયે લો કો સુધી પહોંચાડવાનો જશ આ આશ્રમને જાય છે. શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ માટે અગાસ મહત્ત્વનું સ્થાન છે. આજે પણ ભારતમાં અને ભારતની બહાર શ્રીમદ્ રાજચંદ્રના પચાસ કરતાં પણ વધુ આશ્રમો છે. જ્યાં શ્રીમદ્ રાજચંદ્રના અનુષાથીઓ ભક્તિ કરે છે. અને શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો અભ્યાસ કરે છે. શ્રી અંબાલાલભાઈ ખંભાતના રહેવાસી શ્રી અંબાલાલભાઈ એકનિષ્ઠ શિષ્ય હતા. જેઓએ પોતાની ઝળહળતી વકીલાત શ્રીમદ્ રાજચંદ્રની સેવા માટે છોડી દીધી. શ્રીમદ્ રાજચંદ્રે તેમને તેમની અસામાન્ય યાદશક્તિને કારણે ધર્મગ્રંથોની નકલ કરવાનું તથા પોતાના પત્રોના ઉતારાનું કામ સોંપ્યું હતું. તેઓ અને શ્રીમદ્ રાજચંદ્રના નાના ભાઈ મનસુખભાઈ શ્રીમદ્ રાજચન્દ્રના પત્રો, સાહિત્ય ભેગું કરતા અને તેને છપાવવાનું કામ સંભાળતા. શ્રીમદ્ પછી ચાર વર્ષે ઈ. સ. ૧૯૦૫ (વિ. સં. ૧૯૬૧) માં અંબાલાલભાઈને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને સમાધિ અવસ્થામાં જ નાની ઉંમરે મૃત્યુ પામ્યા. શ્રી જાભાઈ – શ્રીમદ્ રાજચંદ્રના દૈવીતત્ત્વને પીછાણનાર સૌ પ્રથમ જૂઠાભાઈ હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રને તેમના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. તેઓના સંબંધો ગાઢ હતા. જૂઠાભાઈ ઈ. સ. ૧૮૯૦ (વિ. સં. ૧૯૪૬) માં ૨૩ વર્ષની નાની ઉંમરે શ્રીમદ્ભા આશ્રયે પોતાનું આત્મક્લ્યાણ સાધી સમાધિ મૃત્યુને વર્ષા. શ્રીમદ્ રાજચંદ્રનો ઉપદેશ અને તેમનું પ્રદાન - શ્રીમદ્ રાજચંદ્રનું તમામ સાહિત્ય ભગવાન મહાવીરના ઉપદેશ પર આધારિત છે. તેમણે આ ઉપદેશ કાવ્ય અને ગદ્યના રૂપમાં જૈન કથા સંગ્રહ 141 Page #142 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈન વિભૂતિ સરળ ગુજરાતી તથા હિંદી ભાષામાં રજુ કર્યો છે. આપણે શ્રીમદ્ રાજચંદ્રના લખાણોનો ઊંડો અભ્યાસ કરીશું તો જણાશે કે તેમણે સાચી આધ્યાત્મિકતાને નવો પ્રકાશ આપવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. અંધ વિશ્વાસ દૂર કરી સાચી આધ્યાત્મિક જાગૃતિ લાવવામાં તેઓ સફળ પણ થયા હતા. | ( હતા. ક્ષર ) શ્રીમદ રાજચંદ્ર બાહ્ય વર્તન અને પહેરવેશ પરથી જ કોઇને ગુરુ માનવા તે ભૂલ છે એવું લોકોને સમજાવ્યું. આ જ તેમનું મોટું યોગદાન હતું. આધ્યાત્મિક સફર અયોગ્ય ગુરુના માર્ગદર્શન દ્વારા થતાં શિષ્ય જિંદગીના ચક્ર વધારીને દુ:ખ અને પીડા જ પામે છે. તો બીજી બાજુ સાધક સદ્ગુરુ દ્વારા અપાતા ઉપદેશને જાણીને, સમજીને સાચી સ્વતંત્રતા અને મોક્ષ મેળવી શકે છે. 142 જૈન કથા સંગ્રહ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર (૧) નૈતિકતા સારી રીતભાત, સારી પ્રવૃત્તિઓ અને સારી વર્તણૂંક પવિત્રતાનું મૂળ છે. દરેક જીવંત વ્યક્તિ સમાન છે. તેથી કોઈ આત્માને દુઃખ ન પહોંચાડો. દરેક આત્માની ક્ષમતા અને તાકાતથી વધુ કામ ન લેવું. (૨) માનવજીવન જીવંત અસ્તિત્વ ધરાવતા તમામ જીવ કાયમી સુખને ઝંખે છે. એમાં કોઈ અપવાદ નથી. આ ઇચ્છા કેવળ માનવ જીવનમાં જ પૂર્ણ કરી શકાય. છતાં માનવી દુ:ખની જ પસંદગી કરે છે. મોહનીય કર્મના ઉદયને કારણે તે દુન્યવી ઇચ્છાઓ અને માલિકીપણામાં સુખ જુએ છે જે ખરેખર તેનો ભ્રમ છે. (૩) દુન્યવી સુખોથી વિમુખ થવું - વૈરાગ્ય દુન્યવી અને ભૌતિક સુખો તથા કૌટુંબિક સંબંધોથી વિમુખ થવું તેને વૈરાગ્ય કહે છે. જે શાશ્વત સુખ માટે ખૂબ જ મહત્ત્વનું છે. સાચો ત્યાગ આત્માના સાચા જ્ઞાનથી જ પ્રગટે છે. તે વિના આત્મજ્ઞાન મળવું અસંભવ છે. કોઈ સર્વસ્વ ત્યાગમાં જ અટકીને આત્મજ્ઞાનની ઇચ્છા જ ન રાખે તો તેનો માનવઅવતાર વેડફાઈ જાય છે. (૪) જ્ઞાન અને ડહાપણ યોગ્ય જ્ઞાન દ્વારા આપણે દુનિયાના પદાર્થોના ગુણ અને બદલાતા પર્યાય જાણી શકીએ છીએ. જૈન ધર્મગ્રંથ 'ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે કે “જ્ઞાન એ દોરો પરોવેલી સોય (સસૂત્ર) જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેવી જ રીતે ધર્મને રસ્તે ચાલનાર જ્ઞાની મનુષ્ય (સસૂત્ર) આ દુનિયામાં ખોવાતો નથી.” સાચું જ્ઞાન એ જ છે જે બાહ્ય લાગણીઓ પર કાબૂ રાખે, કુટુંબ જીવન તથા દુનિયાના સુખો તરફનો લગાવ ઘટાડે, અને સાચું સત્ય પ્રગટાવે. જો તમે તમારી જાતને જાણો તો આખા જગતને જાણી શકો. પણ જો તમારી જાતને ન જાણો તો તમારું જ્ઞાન અર્થહીન છે. ઉપસંહાર – શ્રીમદ્ રાજચંદ્ર મહાન સંત હતા, અને આત્મસાક્ષાત્કાર પામેલ ગુરુ હતા. આગવા શિક્ષણવિદ્ હતા, જન્મજાત કવિ હતા, તેમની યાદશક્તિ અદ્વિતીય હતી, સમાજસુધારક હતા, અહિંસાના ઉપાસક અને પ્રચારક હતા, અને સર્વધર્મ પ્રત્યે સમભાવવાળા હતા. બીજા મહાન પુરુષોની જેમ જ શ્રીમદ્ રાજચંદ્રની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા. કારણ કે તેમણે જૈન સમાજની યોગ્ય સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ. આધ્યાત્મિક વિકાસ અને આખરી મોક્ષ માટે જીવનમાં સદ્દગુરુની જરૂરિયાત પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. શ્રીમદ્ હંમેશા માનતા હતા કે તેઓએ દીક્ષા ગ્રહણ કરેલ ન હોવાથી મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માટે તેઓ અધિકારી નથી. તેથી પોતાનામાં વિશાળ જ્ઞાન હોવા છતાં તેઓ લોકોને ઉપદેશ આપતા નહિ. તેમને આશા હતી કે પાછલી જિંદગીમાં તેઓ સાધુ બનશે અને યોગ્ય સમય આવ્યે જૈન સમુદાયને યોગ્ય ઉપદેશ આપશે. જૈનધર્મમાં પ્રવેશેલા અયોગ્ય ક્રિયાકાંડને તિલાંજલિ આપવા સમજાવશે. જૈન કથા સંગ્રહ ( 143 Page #144 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈન વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનું પોતાના અંગત સત્સંગી પ્રત્યે લખેલું લખાણ તથા વ્યક્તિગત ટિપ્પણીમાં જૈનધર્મનું સત્ત્વ જોવા મળે છે. પત્ર, નિબંધ અને કાવ્યો તથા મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર અને બીજા ઘણાં આધ્યાત્મિક લખાણો તેમની અમૂલ્ય ભેટ છે. ટૂંકમાં ૩૩ વર્ષની ઉંમર દરમિયાન તેમણે શાશ્વતનો મહિમા સમજાવતો આધ્યાત્મિક સંદેશ આપ્યો. ભગવાન મહાવીરના ઉપદેશને સરળ વાણીમાં સમજાવ્યો. તેમનો આ ઉપદેશ સામાન્ય માનવી સહેલાઈથી મેળવી શકે છે. આપણને સાચા આત્મસાક્ષાત્કાર પામેલા માનવીને સમજવાની અદ્વિતીય તક તેમના લખાણો દ્વારા પ્રાપ્ત થઈ છે. 144 જૈન કથા સંગ્રહ Page #145 -------------------------------------------------------------------------- ________________ વીરચંદ આર. ગાંધી 3. શ્રી વીરચંદ આ૨. ગાંધી જીવન અને કવન (ઓગસ્ટ ૨૫,૧૮૬૪ થી ઓગસ્ટ ૭, ૧૯૦૧) સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩ નો એ યાદગાર દિવસ હતો. શિકાગોના કલા સંસ્થાનો (આર્ટ ઇસ્ટીટ્યુટ ઓફ શિકાગો) કોલંબસ હોલ જુદા જુદા દેશ અને ધર્મના લગભગ 3000 પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલો હતો. જગતના ધર્મોની પરિષદનો એ ઉદ્ધાટનનો દિવસ હતો. માનવ ઇતિહાસમાં આવી પરિષદ આ પ્રથમ વખત જ ભરાઈ હતી. આ પરિષદનો હેતુ જગતના જુદા જુદા ધર્મોનું જ્ઞાન ફેલાવવાનો અને અનુયાયીઓ વચ્ચે ભાઈચારાની ભાવના વિકસાવી જગતની શાંતિ કાયમ રાખવાનો હતો. આ પરિષદ ૧૭ દિવસ ચાલી હતી. આ બધામાં તેમના ભારતીય પોષાક અને પાઘડી પહેરેલા બે જુવાન માણસો ખાસ આકર્ષણનું કેંદ્ર હતા. તેમાંથી એક જગ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ જેઓએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બીજા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેઓએ જૈનધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે યુ. એસ. એ. ની પરિષદ દરમિયાન ધર્મસભામાં પોતાના વક્તવ્ય અને વ્યક્તિત્વથી સહુને પ્રભાવિત કર્યા અને તેથી તેમને યુ. એસ. એ. માં વધુ રોકાઈને જુદા જુદા શહેરોમાં ભાષણ યોજવા જણાવ્યું. ત્યાં હાજર રહેલા સભાસદો ૨૯ વર્ષના યુવાન શ્રી વીરચંદ ગાંધીના વક્તવ્યથી જ પ્રભાવિત થયા એટલું જ નહિ પણ તેમના જ્ઞાનથી પણ પ્રભાવિત થયા. જૈનધર્મનો સમગ્ર દૃષ્ટિકોણ અને તે રજૂ કરવાની વાકછટાથી સભાસદો ચકિત થઈ ગયા. અમેરિકન છાપામાં છપાયું કે “પૂર્વીય તમામ વિદ્વાનોમાં જૈનધર્મની શ્રદ્ધા અને રીતરસમ અંગેના આ યુવાનનું ભાષણ ખૂબ જ રસ અને ધ્યાનથી સાંભળવામાં આવ્યું.” શ્રી વીરચંદ ગાંધી ઓગસ્ટ ૨૫, ૧૮૬૪ માં ગુજરાતમાં ભાવનગરની નજીક આવેલા મહુવામાં જન્મ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂરું કર્યા બાદ તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા. તેમણે બી. એ. ઓનર્સની ડીગ્રી મુંબઈ યુનિ. માંથી ઈ.સ. ૧૮૮૪ માં મેળવી. સમગ્ર જૈન સમાજમાં તેઓ પ્રથમ જ ગ્રેજયુએટ હતા. તેઓ બૌદ્ધધર્મ, વેદાંત, તત્ત્વજ્ઞાન, યોગ, ખ્રિસ્તી ધર્મ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના સંપૂર્ણ જાણકાર હતા. તેમણે ઘણાં બધાં ધર્મના તત્ત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો જેને લીધે જુદા જુદા વિષયો પર ખૂબ જ પ્રભુત્વ અને વિશ્વાસથી ભાષણ આપી શકતા. તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત, ફ્રેંચ જેવી ચૌદ ભાષાનો અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૮૮૫ માં ૨૧ વર્ષની ઉંમરે શ્રી વીરચંદ આર. ગાંધી સર્વ પ્રથમ જૈન ધર્મસભાના માનદ્ મંત્રી બન્યા. મંત્રી તરીકે તેઓએ પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાતમાં આવેલા પાલીતાણા પાસેના શત્રુંજય પર્વત પર લેવામાં આવતા યાત્રાળુ વેરાને નાબૂદ કરાવ્યો. એ દિવસોમાં શાસનકર્તા સામે વિરોધ નોંધાવવો એ આકરી સજાને પાત્ર અથવા મૃત્યુને આમંત્રણ આપવા સમાન ગણાતું. તેમણે સમાધાન માટે શરતો નક્કી કરી. તે સમયના મુંબઈ રાજયના ગવર્નર લોર્ડ રે તથા સરકારી અધિકારી વોટસન સાથે નક્કર દલીલો દ્વારા યાત્રાળુઓ તથા ધાર્મિક સ્થળની સુરક્ષા પેટે વાર્ષિક ચોક્કસ રકમ રૂ૧૫000 ના બદલામાં માથાદીઠ વેરો તેમણે માફ કરાવ્યો. ઈ. સ. ૧૮૯૧ માં બોડમ નામના એક અંગ્રેજે ભારતના બિહાર રાજ્યમાં આવેલા કલકત્તા નજીકના પવિત્ર તીર્થધામ સમેતશિખર પર્વત પર ડક્કરને મારીને તેમાંથી ચરબી કાઢવાનું કારખાનું શરૂ કર્યું. શ્રી વીરચંદ ગાંધી પવિત્ર યાત્રાના સ્થળ પરના કારખાનાને જૈન કથા સંગ્રહ ( 145 Page #146 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈન વિભૂતિ બંધ કરાવવા કલકત્તા પહોંચ્યા. તેઓ ત્યાં છ મહિના રોકાયા, બંગાળી શીખ્યા અને કારખાનાં વિરુદ્ધ કેસ તૈયાર કર્યો અને ચુકાદો મેળવ્યો. “સમેતશિખર એ જૈનોનું પવિત્ર યાત્રાનું સ્થળ છે અને ત્યાં કોઈની કોઈ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરી ન શકાય” અંતે કારખાનું બંધ કરાવ્યું. વીરચંદ ગાંધી ખૂબ નાની ઉંમરે તેઓ સામાજિક સુધારક બન્યા. ૨૨ વર્ષની નાની ઉંમરે એમણે સમાજના દૂષણો દૂર કરતો લાંબો લેખ લખ્યો અને ખોટા રિવાજો સામે સતત લડતા રહ્યા. કેટલાક રિવાજોને તો સંપૂર્ણપણે નાબૂદ કર્યા. ઈ. સ. ૧૮૯૩ માં વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા અમેરિકા સ્વામી વિવેકાનંદ સાથે ગયા. ધર્મ પરિષદ પત્યા પછી પણ તેઓ અમેરિકામાં લગભગ બે વર્ષ રહ્યા અને શિકાગો, બોસ્ટન, ન્યુયોર્ક, વોશિંગ્ટન જેવા શહેરોમાં ભાષણો આપ્યા. તેમણે ઇંગ્લેંડ, ફ્રાંસ, જર્મની અને યુરોપના બીજા દેશોની મુલાકાત પણ લીધીપરદેશમાં તેઓ લાંબો ઝભ્ભો પહેરતા, ખભા પર સફેદ શાલ નાંખતા, સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી અને દેશી બૂટ પહેરતા. આ પહેરવેશમાં તેમની ભારતીયતાની છાપ ઉપસી આવતી હતી. તેમણે જૈનધર્મ, યોગ, ભારતીય તત્ત્વજ્ઞાનની શાખાઓ, ભારતીય સંસ્કૃતિ, તંત્રવિદ્યા તથા આધ્યાત્મિકતાના વિષયો પર લગભગ ૫૩૫ થી વધુ ધાર્મિક પ્રવચનો આપ્યાં. લંડનની કોર્ટે તેમને બેરિસ્ટરની ડીગ્રી આપી પણ પૈસા કમાવવા માટે તેમણે ક્યારેય તેનો ઉપયોગ ન કર્યો. 146 જૈન કથા સંગ્રહ Page #147 -------------------------------------------------------------------------- ________________ વીરચંદ આર. માંથી શ્રી વીરચંદ ગાંધી જૈનધર્મના સિદ્ધાંતોને એવી સરસ અને સરળ રીતે સમજાવતા કે ત્યાંના છાપાંવાળાંઓ તેમના ભાષણને સંપૂર્ણપણે છાપતા. જૈનધર્મના અઘરામાં અઘરા પારિભાષિક શબ્દો તેઓ ખૂબ જ સરળ રીતે સમજાવતા. તેમની પાસે પોતાની વાતને સુસંગત અને તાર્કિક રીતે સમજાવવાની આગવી રાક્તિ હતી જેથી પરિષદમાં જૈનધર્મના સિદ્ધાંતોને ટૂંકમાં છતાં સ્પષ્ટ રીતે રજૂ કરતા. તેમણે જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, જૈનધર્મની જીવન જીવવાની રીત તથા જૈનધર્મના સિદ્ધાંતોને બહુ જ સ્પષ્ટપણે સમજાવ્યા. શ્રી વીરચંદ ગાંધીના જૈનધર્મના ભાષણોની આગવી ઢબ હતી કે તેઓ બીજા કોઈ ધર્મની ટીકા કરતા નહિ. સાંપ્રદાયિકતાના ગમા અણગમાથી પર રહીને પોતાના વિચારોને બિન પક્ષપાતી રીતે વ્યક્ત કરવાથી તેઓ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતવાદ આચરનાર એક આદર્શ જૈનની પ્રતિભા પ્રગટ કરતા હતા. જૈનધર્મની પ્રમાણભૂત અને બૌદ્ધિક ધાર્મિક પરંપરાઓને તેઓ જાગ્રત અમેરિકનો આગળ રજૂ કરતા અને તેની પ્રતિતી તેઓ પોતાના વક્તવ્યોમાં ઉત્તમ રીતે કરાવતા. તેમના ભાષણો શહેરના આગળ પડતા છાપાઓમાં ખાસ જગ્યા શોભાવતા. શ્રી વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મહાન પથદર્શક હતા. જૈનધર્મના પ્રકાંડ પંડિત હતા. ધર્મ પરિષદમાં એમણે આપેલા ભાષણોમાં ભારતની સંસ્કૃતિનો સાચો પડધો ોવા મળતો. અમેરિકામાં એવી છાપ હતી કે ભારત તો વાધ, સાપ, જાદુગરો તથા રાજાઓનો દેશ છે. ખ્રિસ્તી પાદરીઓએ પણ ભારતનું બેહૂદું ચિત્ર લોકો સમક્ષ દોર્યું હતું. શ્રી વીરચંદ ગાંધી અને સ્વામી વિવેકાનંદે પરદેશમાં ભારતનું સાચું ચિત્ર રજૂ કરવાના પ્રયાસો કર્યા. પરદેશીઓને ભારતીય સંસ્કૃતિની સમજ આપતા કહ્યું કે, “પરદેશીઓએ વારંવાર ભારત પર હુમલા કર્યા છે. છતાં તેનો સામનો કરતાં ભારતની પ્રજાનો આત્મા જીવંત અને સાવધાન છે. તેની વર્તણૂંક અને ધર્મ સલામત છે. આખી દુનિયા ભારત તરફ મીટ માંડીને બેઠી છે એ આશ્ચર્યજનક સત્ય છે.’ શ્રી વીરચંદ ગાંધી હઠાગ્રહી વ્યક્તિ ન હતા. તેઓ જૈન તરીકે ભાષણ આપતા પણ પરિષદમાં વિદેશીઓના પ્રહારથી હિંદુ ધર્મનો બચાવ કરતા કારણ તેઓ જૈન કરતાં પ્રથમ ભારતીય હતા. તેમણે અમેરિકા અને બીજા દેશોમાં ક્લબ, સાહિત્યિક અને ધાર્મિક મંડળ, તત્ત્વજ્ઞાનની શાળાઓ અને આધ્યાત્મિક સંગઠનો દ્વારા શ્રેષ્ઠ કદરદાની અને પ્રેમાળ આવકાર પ્રાપ્ત કર્યો. પોતાના ભાષણોમાં પશ્ચિમના લોકોને ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓનું જ્ઞાન આપ્યું. ભારતની આઝાદીના પાંચ દાયકા પહેલાં વીરચંદ ગાંધીને ભવિષ્યદર્શન થયેલું. તેમણે તેમના એક ભાષણમાં કહ્યું હતું, "મારા ભાઈઓ અને બહેનો તમે જાણો છો કે આપણું રાષ્ટ્ર સ્વતંત્ર નથી આપણે મહાન રાણી વિક્ટોરીયાના તાબા હેઠળ છીએ. પણ આપણી પોતાની જ સરકાર અને પોતાના જ શાસનકર્તા હોય તો આપણે આપણા કાયદા અને સંસ્થાઓનો મુક્ત અને સ્વતંત્રપણે વહીવટ કરી શકીએ. તો હું ખાત્રી આપું છું કે આપણે જગતના તમામ રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધો સ્થાપી શકીએ.” વીરચંદ ગાંધી માત્ર તત્ત્વજ્ઞાની વિચારક જ ન હતા પણ દિલથી રાષ્ટ્રના હિતચિંતક પણ હતા. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે ઈ. સ. ૧૮૯૯ માં ભારતમાં દુકાળ પડ્યો હતો. તે સમયે રૂ।. ચાલીસ હજારનું અનાજ વહાણમાં ભરીને અમેરિકાથી ભારત મોકલ્યું હતું. અમેરિકામાં વીરચંદ ગાંધીએ જુદા જુદા મંડળો શરૂ કર્યા હતા. (૧) શ્રી ગાંધી તત્ત્વજ્ઞાન મંડળ. (૨) પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન શાળા. (૩) ભારતીય સ્ત્રીઓનું શિક્ષણ મંડળ. જૈન થા સંગ્રહ 147 Page #148 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈન વિભૂતિ મિ. હાવર્ડ આ સંસ્થાઓના મંત્રી હતા જેઓ શુદ્ધ શાકાહારી હતા. રોજ સામાયિક કરતા અને જૈન ધર્મના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરતા. તેમણે ઇંગ્લેંડમાં જૈન સાહિત્ય મંડળની શરૂઆત કરી અને જૈનધર્મ શીખવ્યો. મિ. હાર્બર્ટ વોરન નામના ઉત્સાહી ધર્મ પ્રચારકે શુદ્ધ શાકાહારને અપનાવ્યો અને જૈનધર્મ સ્વીકાર્યો. એમણે વીરચંદ ગાંધીના ભાષણોનો સારાંશ કાઢી પુસ્તક રૂપે પ્રસિદ્ધ કર્યા જે 'હર્બર્ટ વોરનનો જૈનધર્મ' નામથી પ્રસિદ્ધ થયો. તેઓ જ્યારે ઇંગ્લેંડમાં હતા ત્યારે એકાએક એમની તબીયત બગડી. તેઓ ભારત પાછા ફર્યા. ઓગસ્ટ ૭, ૧૯૦૧ માં ૩૭ વર્ષની નાની ઉંમરે મુંબઈમાં વીરચંદ ગાંધીનું અવસાન થયું. પશ્ચિમના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર તેમણે ઉત્તમ પ્રકારે કર્યો. તેઓ તેજસ્વી, સંપૂર્ણ આશાવાન, ધર્મ અને સમાજની સેવા કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવનાર હતા. તેમનું નામ ભારતીય સંસ્કૃતિ અને જૈનધર્મના પ્રબળ પ્રચારક તરીકે સદાય અમર રહેશે. વીરચંદ ગાંધીનું સાહિત્ય | | | | | | ' શીર્ષક જૈિન તત્ત્વજ્ઞાન કર્મનું તત્ત્વજ્ઞાન યોગનું તત્ત્વજ્ઞાન ભારતીય દર્શનો વી.આર.ગાંધીના ચૂંટેલા પ્રવચનો જૈનધર્મ અને તત્ત્વજ્ઞાન નિબંધ - ૨ડવા કૂટવાની હાનિકારક પ્રકાશનનું વર્ષ ૧૯૦૭ ૧૯૧૩ ૧૯૧૨/૧૯૯૩ | ૧૯૭૦/૧૯૯૩ ૧૯૬૩ ૧૯૯૩ ભાષા અંગ્રેજી અંગ્રેજી | અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી ગુજરાતી | પાના | ૩૭૫ | ૨૨૧ ૩૦૯ | | | ૧૮૮ | ૮૫ | ૨૬૪ | | - ૧૮૮૬ કાળ ચાલ ધ્યાન – ૧૨ ભાષણ જીસસ ક્રાઇસ્ટની અજ્ઞાત જિંદગી સવીર્ય ધ્યાન હર્બર્ટ વોરનનો જૈનધર્મ | | ૧૯૧૬ ૧૮૯૪ ૧૯૦૨/૧૯૮૯ ૧૯૬૧/૧૯૮૩ | | અંગ્રેજી અંગ્રેજી ગુજરાતી અંગ્રેજી || | | | ૬૪ ૧૨૮ ૧૫૮ ૧૬૪ 148 જૈન કથા સંગ્રહ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૭ બોધ કથાઓ JU ઈMBBS, Page #150 -------------------------------------------------------------------------- ________________ "Meditation is the best way of regression from all transgressions" - Niyamasära (65) Page #151 -------------------------------------------------------------------------- ________________ રાજા હંસ ૩૭. રાજા હંસ રાજપુર નામના શહેરમાં હંસ નામે અતિસુંદર રાજા રાજ્ય કરતો હતો. તેની સત્ય અને અહિંસા પ્રત્યેની ભક્તિને કારણે તે લોકોમાં જાણીતો હતો. રાજપુર શહેરથી બહુ જ દૂર આવેલ રત્નશૃંગ પર્વતની ટોચ પર બનાવેલું સુંદર જૈન મંદિર જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને અર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનાની પૂનમે લોકો દૂર દૂરથી તે મંદિરમાં પૂજા માટે આવતા. એક વાર રાજાએ તે મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પોતાની લાંબી ગેરહાજરીના કારણે તેમના પ્રધાનોને રાજ્યની દેખભાળ રાખવાનું સોંપ્યું. અને આધ્યાત્મિક હેતુસર તેઓ રાજવી પરિવાર સાથે ઊપડી ગયા. રાજા હંસને ગયાને થોડા દિવસ થયા ને પાડોશી રાજ્યના રાજા અર્જુને રાજ્ય પર હુમલો કર્યો. જોરદાર મુકાબલો કરવા છતાં રાજા હંસનું સૈન્ય હારી ગયું. મોટા મહારથીઓ યુદ્ધમાં માર્યા ગયા. અર્જુને રાજ્ય અને પ્રજા પર પોતાની સત્તા સ્થાપી દીધી. અર્જુને રાજ્ય સિંહાસન મેળવી લીધું, સમમ રાજ્ય પર તેની આણ વર્તાવા લાગી. મંદિર જતાં રસ્તામાં રાજા હંસે પોતાના સૈન્યના હારના સમાચાર જાણ્યા. રાજાના સલાહકાર નિરાશ થઈ ગયા અને પાછા ફરવાની સલાહ આપી. રાજાએ કહ્યું, “હવે મેં રાજ્ય તો ગુમાવી દીધું છે. આપણે આધ્યાત્મિક હેતુસર જઈ રહ્યા છીએ તો આપણે તે અંગે વિચારવું જોઈએ. તેથી આપણે પૂજા માટે મંદિરે જ જઈએ.” રાજાના નિર્ણયથી બધા દરબારી નિરાશ થયા અને પોતાના કુટુંબીજનોની સલામતીની ચિંતા કરવા લાગ્યા. એક પછી એક બધા દરબારી વિખૂટ પડવા લાગ્યા. છેવટે એકલો છત્ર પકડનાર સેવક જ રાજા સાથે રહ્યો. મંદિર જવા માટે રસ્તામાં ભયાનક જંગલમાંથી પસાર થવું પડતું. રાજાએ તેનો રાજવી પોષાક તથા અલંકારો ઉતારી કાઢવા અને નોકરને આપી દીધા. જંગલમાંથી પસાર થતી વખતે નોકર પણ રાજાથી છૂટો પડી ગયો. રસ્તામાં રાજાને એક હરણ દેખાયું અને દોડીને અદશ્ય થઈ ગયું. એક શિકારી હાથમાં ધનુષબાણ લઈ દોડતો ત્યાં આવ્યો અને રાજાને હરણ વિશે પૂછવા લાગ્યો. રાજા સમજતા હતા કે જો તેઓ સત્ય કહેશે તો શિકારી હરણને પકડીને મારી નાંખશે. એણે મનમાં નક્કી કર્યું કે તે શિકારીને કોઈ જવાબ આપશે નહિ. શિકારી સાથે અસંબંધ વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું પોતે રાજપુરથી આવે છે. શિકારીએ એની વાત સાંભળ્યા વગર ફરીથી હરણ વિશે પૂછવા માંડ્યું. તેણે જવાબ આપ્યો પોતે રાજા છે. શિકારી શિકારીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી હરણનું રક્ષણ કરતા રાજા હંસ જૈન થા સંગ્રહ 151 Page #152 -------------------------------------------------------------------------- ________________ બોધ કથાઓ રાજાના જવાબોથી ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં જ ચાલ્યો ગયો. એ દરમિયાન રાજા ખૂબ જ થાકી ગયા હોવાથી એક ઝાડ નીચે આરામ કરવાનો વિચાર કર્યો. ત્યાં ઝાડીમાંથી તેમણે લૂંટારાઓનો વાર્તાલાપ સાંભળ્યો કે આ રસ્તેથી બે દિવસ દરમિયાન પસાર થનાર સાધુઓને તેઓ લૂંટી લેશે. આ વાત સાંભળી રાજા સાધુઓની સલામતી માટે ચિંતિત થયો. રાજા પોતે આમાં શું કરી શકે તે વિચારતો હતો તે દરમિયાન સૈનિકો ત્યાં આવ્યા. ગુંડા જેવા લાગતા કોઈ માણસો જોયા છે કે કેમ તે પૂછવા લાગ્યા. તેમણે કહ્યું, “એ માણસો ખૂબ ખતરનાક છે અને રસ્તેથી પસાર થતા પવિત્ર માણસોને હેરાન કરે છે તેથી અમે તેઓને ઝાડની ઘટામાં ચોરોને વાતો કરતાં સાંભળી જતા રાજા હંસ પકડવા આવ્યા છીએ. જરૂર પડશે તો પવિત્ર માણસના રક્ષણ માટે તેઓને ગોળીથી ઉડાડી દઈશું.” રાજાને ફરી એકવાર સત્ય કહેવું કે ના કહેવું તે અંગે દ્વિધા થઈ. રાજાએ વિચાર્યું કે જો તે પોલીસોને લૂંટારાઓ અંગે સાચું કહેશે તો તેઓ તેમને પકડીને સજા કરશે અને નહિ કહે તો લૂંટારાઓ સાધુને હેરાન કરશે. રાજાએ વિચાર્યું કે જો સત્ય કહેવાથી કોઈને નુકશાન થવાનું હોય તો સત્ય એ સાચી પસંદગી નથી. સત્ય રક્ષણ માટે છે, કોઈને નુકશાન કરવા માટે નથી, તેણે પોલીસોને કહ્યું, “મિત્રો, તમે સાધુને રક્ષવા માંગો છો તો લૂંટારાઓની ચિંતા કર્યા વગર સાધુઓને બચાવવા એમની સાથે જ રહો.” પોલીસો તેની વાત સાથે સહમત થયા અને સાધુઓ સાથે જોડાઈ ગયા. ઝાડીમાં છુપાયેલા લૂંટારાઓએ આ બધી વાત સાંભળી. આ અજાણ્યા માણસે બતાવેલી દયાથી તેઓને નવાઈ લાગી. તેઓ ઝાડીમાંથી બહાર આવ્યા અને પોતાની જિંદગી બચાવી તેથી આભાર માન્યો, કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું. રાજાએ કહ્યું, “મિત્રો, લોકોને ત્રાસ આપવાનું છોડી દો. આ નાસ-ભાગની જિંદગી કરતાં સારા નાગરિક બનીને રહો.” લુંટારુઓએ સાધુઓને કોઈ રીતે હેરાન નહિ કરે તેની ખાત્રી આપી અને સારા નાગરિક બનવાનું વચન આપ્યું. આટલું પૂરતું ન હોય તેમ કેટલાક સૈનિકો ત્યાં આવ્યા અને રાજા હંસ અંગે તેને પૂછવા લાગ્યા. રાજાએ પૂછ્યું, “તમારે રાજા હંસનું શું કામ છે?” તેમણે કહ્યું, “અમે રાજા અર્જુનના વિશ્વાસુ માણસો છીએ અને જો અમે રાજા હંસને પકડીએ કે મારી નાંખીએ તો અમને ઘણો મોટો બદલો મળે.” રાજા હંસે ક્ષણવાર વિચાર કર્યો અને કહ્યું, “હું જ રાજા હંસ છું. તમારા રાજાએ કહ્યા પ્રમાણે 152 જૈન કથા સંગ્રહ Page #153 -------------------------------------------------------------------------- ________________ રાજા હંસ પોતાના સિદ્ધિના બળથી સત્યને ખુલ્લુ પાડતાં રાજા હંસ તમે તમારી ફરજ બજાવો.” આટલું કહીને તે આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં નવકાર મંત્રનું સ્મરણ કરતા ઊભા રહી ગયા. એટલામાં એક દેવદૂત આવ્યો અને કહ્યું, “હે રાજા, તારા જેવા સત્યવાદી અને દયાળુથી હું જિતાઈ ગયો છું, રાજા અર્જુનને બંદીવાન બનાવીને મેં પકડી લીધો છે. તમારું રાજ્ય તમારા પ્રધાનોને પાછું સોંપી દીધું છે. ભગવાનની પ્રાર્થના માટે આજનો દિવસ ઉત્તમ છે પણ મંદિર અહીંથી દૂર છે અને ત્યાં તમે સમયસર પહોંચી શકો તેમ નથી. મારો રથ તમારી સેવામાં હાજર છે તેમાં તમને ત્યાં લઈ જઈશ.” રાજા હંસ આ ચમત્કારિક બનાવથી આશ્ચર્યમાં મૂકાઈ ગયા. રત્નશૃંગ પર્વતની ટોચ પર આવેલા મંદિરમાં તે દેવની સાથે સમયસર પહોંચી ગયા. પછી દેવે રાજા હંસને તેમના રાજ્યમાં પહોંચાડી દીધા. રાજા હંસે અર્જુનને માફ કરી દીધો અને તેના સૈનિકોને મુક્ત કરી દીધા. દેવદૂતે રાજા હંસની અને તેના રાજ્યની સલામતી માટે ચાર પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા અને પછી તે ચાલ્યા ગયા. રાજા હંસે ફરીથી રાજપુર પર રાજ્ય કર્યું અને લોકોને સુખી કર્યા. સત્ય અને અહિંસા અને તેમની વચ્ચેના સંબંધનું મહત્ત્વ સમજાવવાનો જૈન દર્શનનો સિદ્ધાંત આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. કેટલીક વાર એક જૈન સિદ્ધાંતનો જડપણે અમલ કરતાં બીજા સિદ્ધાંતને હાન પહોંચાડીએ છીએ. જેનો રાજા હંસને સામનો કરવો પડ્યો. દરેક પરિસ્થિતિનો કાળજીપૂર્વક પ્રચાર કરીને બીજા કોઈ સિદ્ધાંતને કે બીજા કોઈને હાનિ ન પહોંચે તે રીતે સુંદર રચનાત્મક સારો અને લાભ થાય તેવો ઉઠેલ તેઓ મેળવતા. આમાંથી આપણને તેમની જૈનધર્મ પરની ભક્તિ અને સિદ્ધાંતોને વળગી રહેવાપણું જોવા મળે છે. છેલ્લે જ્યારે અર્જુનના સૈનિકોનો સામનો કરવો પડયો ત્યારે સત્ય બોલવાથી જીવ જોખમમાં હોવા છતાં કોઈ ન ક શકે તેવું સત્યનું પાલન કર્યું. તેમને કદાચ તેઓ માત્ર પણ નાંખે છતાં સત્ય બોલવાના જેન સિદ્ધાંતને તેઓ વળગી રહ્યા. જૈન થા સંગ્રહ 153 Page #154 -------------------------------------------------------------------------- ________________ બોધ કથાઓ 3L. કમલસેન એકવાર શ્રીપત શેઠ અને તેમના પત્ની સુંદરી આચાર્ય શ્રી શીલંધરસૂરિને વંદન કરવા ગયા. આચાર્યએ તે બંનેને કહ્યું, “તમે નમસ્કાર મહામંત્ર ગણવાનું, નવકારશી કરવાનું સૂર્યોદયથી ૪૮ મિનિટ પછી જ ખાવું) તથા દરરોજ સામાયિક કરવાનો (૪૮ મિનિટનું ધ્યાન) નિયમ કરો,” તેઓએ તેમ કર્યું પણ તેમનો દીકરો કમલસેન આમાનું કંઈ કરતો નહિ. કમલસેનના માતા-પિતા દીકરાની ભક્તિ અને આધ્યાત્મિકતાની શ્રદ્ધા ન હોવાને કારણે દુ:ખી હતા. તેમણે આચાર્યને પોતાના દીકરાને શિખામણ આપવા કહ્યું. જેથી તે આ જન્મમાં તો સુખી થાય પણ પછીનો જન્મ પણ સારો જાય. સાધુએ તેમ કરવાની તૈયારી બતાવી. ઘેર ગયા પછી વેપારીએ પોતાના દીકરાને કહ્યું, “મારા ડાહ્યા દીકરા, સાંભળ, આપણા શહેરમાં બહુ મહાન ગુરુ આવ્યા છે એ ખૂબ જ વિદ્વાન છે અને તેમના પ્રવચનો સાંભળવા જેવા છે.” બીજા દિવસે તેઓ દીકરાને સાથે લઈને ગુરુનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યને વંદન કર્યા પછી તેઓ તેમને સાંભળવા બેસી ગયા. આચાર્યએ સ્વર્ગ, નરક, દયા, દુઃખ તથા કેવળજ્ઞાન વિશે ખજાનો ભરેલો ઘડો સંતાડતા કુંભારને જોઈ નિહાળતા કમલસેના 154 જૈન કથા સંગ્રહ Page #155 -------------------------------------------------------------------------- ________________ કમલસેન વાતો કરી. માતા-પિતાએ કમલસેનને આચાર્યના વ્યાખ્યાન વિશે પૂછ્યું. કમલસેને જવાબ આપ્યો, “હું તો આચાર્યનું ગળું કેટલું ઉંચુંનીચું થતું હતું તે જોતો હતો.” તેના માતા-પિતા નાહિંમત થયા અને નિરાશ થઈ ઘેર ગયા. થોડા દિવસ પછી મહાન સંત આચાર્ય ગુણસાગરસૂરિ શહેરમાં આવ્યા અને કમલસેન તથા તેના માતા-પિતા ગુરુને વંદન કરવા તથા તેમનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યએ શ્રોતાઓને બહાદૂરી, હાસ્ય, દુઃખ તથા કુટુંબને સ્પર્શતી વાર્તાઓ ધાર્મિક સંદેશા સાથે કહી. કારણકે આવી વાર્તા લોકોને જલ્દી આકર્ષી શકે. કમલસેનને આચાર્યની વાર્તાઓમાં રસ પડ્યો તેથી તે દરરોજ તેમને રસપૂર્વક સાંભળવા જવા લાગ્યો. થોડા દિવસ પછી આચાર્યએ શહેર છોડીને જવાની તૈયારી કરી. કમલસેન અન્ય લોકોની સાથે તેમને વિદાય આપવા પહોંચી ગયો. ઘણાં માણસો આચાર્ય પાસેથી કોઈને કોઈ નિયમ લેતા હતા. આચાર્યએ કમલસેનને પણ કોઈ નિયમ લેવા કહ્યું, તેણે કહ્યું, “હું દિવસ કે રાત સિવાય જૂઠું નહિ બોલું. હું આખું તડબૂચ નહિ ખાઉં, ગાયનું છાણ નહિ ખાઉં.” કમલસેનના નિયમ અર્થહીન હતાં. એટલે ગુરુએ બીજો કોઇ નિયમ લેવાનું કહ્યું. તેણે કહ્યું, “હું ગામના ટાલિયા કુંભાર સીમલાને જોયા વિના જમીશ નહિ.” નિયમ વિચિત્ર હતો છતાં આચાર્ય ખુશ થયા. એકવાર સીમેલો જંગલમાં માટી લેવા ગયો હતો. કમલસેન તેની માતા સાથે જમવા બેસતો હતો. માતાએ તેને તેનો નિયમ યાદ કરાવ્યો. એ તુરત જ ટાલિયા સીમેલાને શોધવા જંગલ તરફ દોડ્યો. તેણે જોયું કે તે જમીન ખોદી રહ્યો હતો. ખોદતાં ખોદતાં તેને કિંમતી રત્નો અને હીરા ભરેલો ચરુ મળ્યો. જેવો કમલસેન ત્યાં આવી પહોંચ્યો કે સીમેલાએ તરત જ માટીથી તે ચરુ સંતાડવાનો પ્રયત્ન કર્યો, તેને જોઈ કમલસેને મોટેથી કહ્યું, “હું જોઈ ગયો છું.” (ખરેખર તેણે ટાલિયા કુંભારને જોયો છે એમ કહ્યું હતું.) કુંભારને એમ લાગ્યું કે તે કિંમતી રત્નોથી ભરેલો ચરુ જોઈ ગયો છે. તે કોઈને ચસમાંથી ભાગ આપવા રાજી ન હતો. એટલે તેણે કમલસેનને કહ્યું કે આ ચરુ અંગે કોઈને કશું કહીશ નહિ. આપણે બંને અડધા ભાગે વહેંચી લઈશું. શરૂઆતમાં તો સીમેલો શું કહે છે તેની કમલસેનને કંઈ સમજ ના પડી, પણ પછી તેને સમજાઈ ગયું. તેથી ખજાનાનો અડધો ભાગ લઈ લીધો. અને ઘેર પાછો આવી ગયો. ઘેર પાછા આવીને તે ઊંડા વિચારમાં પડી ગયો. “એક સાદો નિયમ જે કેવળ મજાકમાં જ લીધો હતો તેનાથી પણ મને આટલી બધી સંપત્તિ મળી. જો મેં ગંભીરતાપૂર્વક કોઈ નિયમ લીધો હોત તો મને વધુ મોટો લાભ થયો હોત.” આ બનાવથી કમલસેનની આખી જિંદગી બદલાઈ ગઈ, પછી તો તેણે ઘણાં નિયમો લીધા અને તે ખૂબ સુખી થયો. જયારૅ કૉઈ કંઈક કરવાની પ્રતિજ્ઞા કરે છે તો તેને પાર પાડવા ત્યારૈ જૈન ધર્મ-દર્શનને સુસંગત સાચી ભક્તિ અને શરત જરૂરી છે. વળી જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ત્યાગ કરવાની તૈયારી જોઈએ. ધર્મ સંગત ન હોય તેવા કાર્યાની પ્રતિજ્ઞા 840 અર્થહીન છે. પ્રતિજ્ઞા લેવી અને તેનું યોગ્ય સતૈ પાલન કરવું કોઈના આત્માના લાભાર્થ છે. આ લાભ કદાચ ઝા જન્મમાં પણ મળે અથવા આગળના કોઈ બીજા ભવમાં પણ મળે. ગમે તેમ પણ કરેંet પ્રતિષશાસ્ત્રો તમારા વર્તમાન જીવનને શરતબદ્ધ બનાÒ છે. જૈન કથા સંગ્રહ 155 Page #156 -------------------------------------------------------------------------- ________________ બોધ કથાઓ ૩૯. વિપુલ અને વિજન પ્રતિષ્ઠાનપુરના જંગલમાં એક પ્રખ્યાત વનવાસી સંન્યાસી રહેતા હતા. તેઓ ભવિષ્યના બનાવો વિષે કહી શકતા હતા. ઘણી વખત ગામના લોકો તેની આજુબાજુ ભેગા થઈ જતા અને તેમના જીવનમાં હવે શું બનવાનું છે તે પૂછતા. જો કે તે સંન્યાસી હંમેશા તેમની જિજ્ઞાસાને સંતોષી શકતા નહિ. તે સંન્યાસી લોકોથી બચવા જંગલમાં ખૂબ દૂર ગયા. બે મિત્રો - વિપુલ અને વિજન - પ્રતિષ્ઠાનપુરના જંગલમાં ભૂલા પડ્યા. અંધારું થવાને લીધે તેમને મોતનો ડર લાગવા માંડ્યો. આશ્રય માટે આજુબાજુ જોવા લાગ્યા. મોડી રાતે તેમને દૂર એક ઝૂંપડી દેખાઈ અને ગભરાતા ગભરાતા ત્યાં પહોંચ્યા. તેમણે ઝૂંપડીમાં ડોકિયું કર્યું અને જોયું તો સંન્યાસી ધ્યાનમાં બેઠેલા હતા. તેમણે માન્યું કે આ એ જ સંન્યાસી લાગે છે જે તેમના ભવિષ્યકથન માટે જાણીતા છે. તેઓ તેમનું ધ્યાન પૂરું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા અને પછી જંગલમાં ભૂલા પડ્યાનો આખો બનાવ કહ્યો. સંન્યાસીએ તેમની વાત સાંભળી અને તેમને ખાવા માટે ફળફળાદિ આપ્યા. દયાળુ સંન્યાસીએ તેમને આરામ કરવા કહ્યું. બીજે દિવસે સવારે તે સંન્યાસીએ તેમના એક શિષ્યને તેઓને ગામનો રસ્તો બતાવવા મોકલ્યા. વિપુલ અને વિજને જતાં જતાં બે હાથ જોડીને સંન્યાસીને પોતાનું ભવિષ્ય કથન કહેવા વિનંતી કરી. સંન્યાસીએ ખૂબ જ નમ્રતાથી જણાવ્યું કે ભવિષ્ય જાણવું એ ડહાપણભર્યું નથી. વળી કોઈવાર ભવિષ્યકથન ખોટું પણ પડે. છતાં બંને મિત્રોએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે સંન્યાસીએ તેમનું ભવિષ્ય કહ્યું. તેમણે વિપુલ સામે જોયું અને કહ્યું કે એકાદ વર્ષમાં તું રાજા બનીશ. જ્યારે વિજન સામે જોઈને કહ્યું કે એ જ સમય દરમિયાન કોઈ ક્રૂર માણસના હાથે તારું મોત થશે. ઋષિ મુનિને પોતાના ભવિષ્ય વિશે પૂછતા વિપુલ અને વિજન 156 જૈન કથા સંગ્રહ Page #157 -------------------------------------------------------------------------- ________________ વિપુલ અને વિજન કુદરતી રીતે જ જંગલની બહાર નીકળતાં વિપુલ આનંદથી પાગલ થઈ ગયો જ્યારે વિજન ખુબ જ નિરાશ અને ખિન્ન થઈ ગયો. શહેરમાં પાછા આવ્યા બાદ વિપુલ ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો, અને બધાંને કહેવા લાગ્યો કે જો તમે કોઈ અશિષ્ટ વર્તન કરશો તો જ્યારે હું રાજા થઈશ ત્યારે તમારું માથું છૂંદી નાંખીશ. ગામના બધા જ લોકો તેનાથી ગભરાવા લાગ્યા. તે સમય દરમિયાન શિક્ષક બનેલો વિજન તેનો સમય ભક્તિભાવથી પ્રાર્થના કરવામાં તથા સમાજના કામોમાં પસાર કરવા લાગ્યો. તે બધા પ્રત્યે ખૂબ જ નમ્ર રહેતો અને દાસીમાંથી બહાર આવવા પ્રયત્ન કરતો . તે મોતથી ગભરાતો ન હતો. હવે પોતાની જાતને નસીબને ભરોસે રાખી હતી. વિજનના સારાં કર્મો અને વિપુલના ખોટા કર્મો તેમના ભાવિને બદલી નાંખે છે છ મહિના પછી વિપુલે વિજનને પોતાના મહેલ માટે જગ્યા પસંદ કરવા મદદ કરવા જણાવ્યું. તેઓ કોઈ ઉજ્જડ પ્રદેશને જોઈ તપાસી માપતા હતા તે દરમિયાન વિપુલને અનાયાસે સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો. તે ખૂબ જ આનંદમાં આવી ગયો અને વિજનને કહ્યું આ સિક્કાથી પોતે તાજ ખરીદશે. તરત જ તે ચરુ ઝૂંટવી લેવા ઝાડની ઘટા પાછળથી લૂંટારાઓ કૂદી પડ્યા. વિજન પોતાના મિત્રને છોડાવવા ગયો. લૂંટારાઓએ કટારથી તેના પર હુમલો કર્યો. વિજન બચાવ કરવાની યુક્તિઓ જાણતો હોવાથી લૂંટારાઓને ભગાડી મૂક્યા. પણ લૂંટારાઓ તેના ખભા પર કટારનો ઘા કરતા ગયા. પોતાને બચાવ્યો તેથી આભારવશ થઈ વિપુલે ચરુમાંથી અડધા ભાગના સિક્કા વિજનને આપવાનું નક્કી કર્યું, પણ વિજને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું મોત નજીક છે. તેથી સોનાની મારે કોઈ જરૂર નથી. વિપુલે મળેલા ધનને ગમે તેમ ખાવા-પીવામાં વેડફવા માંડ્યું. એક આખું વર્ષ પસાર થઈ ગયું પણ ન તો વિપુલ રાજા થયો કે ન તો વિજન મર્યો. બંને મિત્રો પાછા જંગલમાં તે વનવાસી સંન્યાસી પાસે ખુલાસો માંગવા ગયા. સંન્યાસી ધ્યાનમાં હતા. તેમણે વિપુલને કહ્યું, “તારા જૈન કથા સંગ્રહ 157 Page #158 -------------------------------------------------------------------------- ________________ 158 બોધ કથાઓ વર્ષ દરમિયાનના વિચાર્યા વગરના કાર્યોથી તારું ભાગ્ય બદલાઈ ગયું. જે તાજ તારા માટે જ નિર્માયો હતો તે કેવળ જમીનમાંથી મળેલા સોનાનો ચરુ બનીને રહી ગયો.” તેણે વિજનને કહ્યું, “તારી પ્રાર્થનાઓ, માનવતા અને ધર્મ પ્રત્યેના વિશ્વાસને કારણે તારું ભાગ્ય પણ બદલાઈ ગયું જે ખૂનીને હાથે તારું મોત થવાનું હતું તે નાના સરખા ઘાથી પૂરું થઈ ગયું. બંને મિત્રો પોતાના કાર્યો તથા તેના પરિણામનો વિચાર કરતાં જિંદગીનો હેતુ સમજીને ગામમાં પાછા ફર્યા. દરેકના ભાગ્યને તેમનું કર્મ ચલાવે છે. અથવા આ મમાં કે પાછલા કૉઈ જન્મમાં કરેલા સાશં કાર્યાં અને ઉમદા હ્રચાશે તમારા કર્મને ચલાવે છે. પોતાનું ભાત્ર જાણીને વિપુલ તથા વ્રજને તેમનું વર્તન બદલી નાંખ્યું એકની વર્તણુંક ખરાબ થઈ તૉ બીજાની સારી થઈ. ઉદ્ધતાઈ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગને કારણે પુલના ખરાબ કર્મો બંધાયા. જેથી તેની અવળી ગતિ થઈ. સામે પક્ષે માનવતા, પ્રાર્થના અને દૈવી તત્ત્વમાં વિશ્વાસને કારણૅ વજનના સાશં કર્માં બંધાયા. જેને લીધે તેનું ભાત્ર સારું બન્યું. આપણે સહુ સારી વર્તણુંક દ્વારા વર્તમાન તથા ભવિષ્યને ઉજળું કરી શકીએ. જૈન ક્થા સંગ્રહ Page #159 -------------------------------------------------------------------------- ________________ બે દેડકાં ૪૦. બે દેડકાં દેડકાંની એક ટુકડી ખેતરમાં રમતી હતી. તોફાન મસ્તી કરતાં તેમાંના બે દેડકાં દૂધ ભરેલા ઘડામાં પડી ગયા. પોતાના સાથીદારોને બહાર કાઢવા શું કરી શકાય તે વિચારતા બાકીના દેડકાંઓ ઘડાની આસપાસ ભેગા થઈ ગયા. તેમણે જ્યારે જાણ્યું કે ઘડો ઘણો ઊંડો છે અને તેમને બચાવવા અશક્ય છે એટલે તેઓ નિરાશ થઈ ગયા અને બંને દેડકાંને કહ્યું કે હવે તમે તમારા ભાગ્યના ભરોસે બેસી રહો કારણ કે મૃત્યુ લગભગ નિશ્ચિત છે. પોતાના ક્રૂર ભાગ્યને સ્વીકારવા તેઓ તૈયાર ન હતા. પોતાની બધી તાકાત એકઠી કરી તેઓ બહાર નીકળવા કૂદકા મારવા લાગ્યા. પહેલેથી જ જવાબદારીપૂર્વક ધ્યાન રાખ્યું હોત તો આવી દશા ન થઈ હોત. હવે કૂદાકૂદ કરવી એ વ્યર્થ છે. એમ ઘડામાં માં નાંખી કેટલાંક દેડકાં બૂમો પાડીને કહેવા લાગ્યા. કૂદાકૂદ કરવાને બદલે પોતાની શક્તિ બચાવી જેટલું જીવાય તેટલું જીવવા પ્રયત્ન કરવો કારણ કે મૃત્યુ નિશ્ચિત જ છે. એમ બીજા દેડકાંઓએ દુ:ખી બની બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. પણ બંને દેડકાંએ પોતાની તમામ તાકાત એકઠી કરી કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. એમ કરતાં થોડીવારમાં તેઓ થાકી ગયા. અંતે એક થાકેલો દેડકો પોતાના સાથી મિત્રોની વાત સાંભળી શાંતિથી પોતાના નસીબને ભરોસે બેસી રહ્યો અને ઘડાના તળિયે ડૂબીને મરી ગયો. છે A/ જૈન કથા સંગ્રહ 159 Page #160 -------------------------------------------------------------------------- ________________ બોધ કથાઓ બીજા દેડકાએ પોતાનામાં જેટલી શક્તિ હતી તે એકઠી કરીને કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. તેનું શરીર પણ થાકથી દુ:ખવા લાગ્યું. ફરી તેના સાથીદારો તેને પોતાના ભાગ્યને ભરોસે મોતની રાહ જોઈ બેસી રહેવા કહ્યું, પણ થાકેલો દેડકો જીવવાની ઇચ્છાથી વધુને વધુ તાકાતથી કૂદકા મારવા લાગ્યો. અને કૌતુક થયું કે તેની આ કૂદાકૂદને કારણે દૂધનું માખણ થઈ ગયું. દેડકો હવે માખણના થર પર ઊભો રહી શક્યો. હવે બહાર નીકળવાની આશા જણાઈ. છેલ્લે તેણે પૂરી તાકાતથી જોરદાર ઊભો કૂદકો માર્યો અને તે ઘડાની બહાર ફેંકાઈ ગયો. બધા આશ્ચર્યથી દંગ રહી ગયા. બીજા દેડકાઓએ તેની મુક્તિ આનંદથી વધાવી તેઓ તેને પૂછવા લાગ્યા, “અમે તને બહાર નીકળવું અશક્ય છે એમ કહેતા હતા છતાં તે કૂદકા કેમ માર્યા કરતો હતો?” આશ્ચર્યથી દેડકાએ તેઓને સમજાવ્યું કે તે બહેરો હતો. એણે તેઓની ઘાંટા પાડવાની ચેષ્ટાઓ જોઈ તો તે એમ સમજયો કે સહુ તેને તેના પ્રયત્નો માટે બિરદાવે છે. જેને તે પ્રેરણા સમજ્યો હતો એનાથી જ તેને વધુને વધુ જોર કરી કૂદકા મારવાની હિંમત મળી અને ખરેખર અંતે સફળતા મળી. એક કહેવત છે કેં ‘પર્વે ચર્ડ જીભ વડે જ માનવી? તમારા પ્રેરણાદાયી વચનો કૉઈનું જીવંત ઊંચે લઈ જાય અને દવસ સુધાન્ન દે. તમારા બનાશક શબ્દો કોઈના હૃયૉ ઊંડું દુઃખ આપ્ટે, તે શત્રની ગરજ સાર્વે અને તેમના જીવનને પાયમાલ બનાવૈ. તમાત્ર બેદરકારીથી બોલાયેલા શબ્દો માણસને બીજાની નજરમાંથી ઉતારી પાડે છે. બીજા ઉપર તેમના કોઈ સારી છાપ રહેતી નથી. સમજી વિચારીને બોલો. તમનૅ મળતા દરૅકની સાથે પ્રોત્સાહનથી વાત કૉં. તમારૈ બીજાને ઉદારતાના, પ્રશંસાના તથા પ્રેરણાત્મક શબ્દો કહેતા હોય તો આજે જ કહો. તમારા અંતર-સ્માત્માને સાંભળો અને તે મુજબ વ. 160 જૈન કથા સંગ્રહ