________________
40
ગણધરો અને આચાર્યો
જૈન અને હિંદુ પંચાંગ પ્રમાણે દીપાવલીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને નવા વર્ષના પહેલા દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું.
ગૌતમસ્વામી સર્વજ્ઞ બન્યા
ગૌતમસ્વામી જન્મે બ્રાહ્મણ હતા અને પ્રકાંડ પંડિત હતા. જ્યારે તેઓ ભગવાન મહાવીને મળ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પોતાના કરતાં તેઓ વધુ જ્ઞાની અને આધ્યાત્મિક દૃષ્ટિએ વધુ આગળ છે. પોતાનું અભિમાન છોડીને તેઓ તેમના શિષ્ય બની ગયા. સામાન્ય શ્રાવક આનંદ અંગે તેમણે જે કંઈ ટીહા કરી હતી તે માટે તેમણે માડી માંગી. તેઓ ભગવાન મહાવીરના પ્રથમ અને પટ્ટશિષ્ય હતા. બીજા અન્ય શિષ્યો તેમનાથી પહેલા સર્વજ્ઞ બન્યા. તેઓ ઘણા લાંબા સમય બાદ સર્વજ્ઞ બન્યા. આમ બનવાનું કારણ મહાવીરસ્વામી પ્રત્યેનો તેમનો રાગ હતો. જૈન ધર્મ પ્રમાણે કૉઈને માટેની લાગણી ગ ગણાય. સર્વજ્ઞ બનવા માટે આ રાગમાંથી મુક્ત થઈ વીતરાગી થવું પડે. ગૌતમસ્વામીને જ્યારે આવું જ્ઞાન થયું અને તેમણે આસક્તિ છોડી ીધી ત્યારે અંતે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
જૈન થા સંગ્રહ