________________
ગણધર સુધર્માસ્વામી . ગણધર સુધમસ્વામી
તીર્થંકરના પ્રથમ શિષ્યો ગણધરો કહેવાય છે. ભગવાન મહાવીરને અગિયાર ગણધર હતા. ભગવાન મહાવીરના સાધુઓ આ અગિયાર ગણધરમાં વહેંચાયેલા હતા. ભગવાન મહાવીર જયારે નિર્વાણ પામ્યા ત્યારે બે જ ગણધર -પહેલા ગણધર ગૌતમસ્વામી અને પાંચમા ગણધર સુધર્માસ્વામી જીવિત હતા. બાકીના નવ ગણધર કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામેલ હતા.
ભગવાન મહાવીરના નિર્વાણના બીજે દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્વેતાંબર જૈન પરંપરા પ્રમાણે કેવળજ્ઞાની સાધુ કે સાધ્વી ધ્યાનસ્થ અવસ્થામાં જ રહે. કોઈ સાધુ સમુદાયમાં વડા તરીકે ન રહે તેથી ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામી પ્રથમ શિષ્ય હોવા છતાં સુધર્માસ્વામીને કેવળજ્ઞાન ન થયેલ હોવાથી તેઓ તમામ સાધુ સમુદાય તથા જૈનસંઘના વડા બન્યા.
સુધર્માસ્વામી બિહારમાં આવેલા કોલ્લાગના વિદ્વાન બ્રાહ્મણ ધમ્મિલ તથા ભદીલાના દીકરા હતા. પુત્ર મેળવવા તેઓ બંનેએ મા સરસ્વતી દેવીની ખૂબ જ શ્રદ્ધાથી ભક્તિ કરી હતી. ભદ્દીલાની ભક્તિથી પ્રસન્ન થઈ મા સરસ્વતી દેવીએ બત્રીસ લક્ષણો પુત્ર જન્મશે એવું વરદાન આપ્યું. ત્યાર પછી ભદ્દીલા ગર્ભવતી થઈ અને ઈ. સ. પૂર્વે ૬૦૭ માં સુધર્મા નામે પુત્રને જન્મ આપ્યો. જે ભગવાન મહાવીરથી ૮ વર્ષ મોટા હતા.
માતા-પિતાની પ્યારભરી દેખરેખ નીચે મોટા થતા સુધર્માને વેદ, ઉપનિષદ અને તમામ હિંદુ ગ્રંથોના અભ્યાસ માટે આશ્રમમાં મોકલ્યા. તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. તેઓ વિદ્વાન પંડિત તરીકે લોકપ્રિય હતા. એમણે મહાશાળાની સ્થાપના કરી, જયાં પંડિતો જ્ઞાન મેળવવા આવતા. આખા રાજ્યમાંથી લગભગ ૫00 વિદ્યાર્થીઓ તેમના શિક્ષણનો લાભ લેતા.
બિહારમાં આવેલા પાવાપુરીમાં સોમિલ નામે સમૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા. તેમણે ખૂબ મોટા યજ્ઞની યોજના કરી હતી. એમણે ખૂબ જાણીતા પ્રકાંડ પંડિતોને યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું. ઇન્દ્રભૂતિ ગૌતમને યજ્ઞના મુખ્ય ગુરુ પદે સ્થાપ્યા હતા. તેમના ખૂબ જ વિદ્વાન ભાઈઓ નામે અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ તેમની સાથે સામેલ હતા. સુધર્માને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
યજ્ઞની જવાળાઓ જેવી આકાશમાં જવા લાગી તે સમયે સ્વર્ગના દેવ-દેવીઓ પૃથ્વી તરફ આવવા લાગ્યા. ઇન્દ્રભૂતિ અને બીજા યજ્ઞ કરાવનારા માનવા લાગ્યા કે યજ્ઞથી પ્રસન્ન થઈ સ્વર્ગના દેવી-દેવતા આપણા યજ્ઞમાં હાજરી આપવા આવી રહ્યા છે, પણ તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ તેમના યજ્ઞના સ્થાને ન રોકાતા આગળ મહાસન વન તરફ જવા લાગ્યા.
ખરેખર તેઓ તો પાવાપુરીમાં પધારેલા ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન મહાવીર જૈનધર્મ પ્રસ્થાપિત કરવા માટે પહેલું વ્યાખ્યાન જન સમુદાયને આપવાના હતા.
ઇન્દ્રભૂતિના મનમાં એવું અભિમાન હતું કે ભગવાન મહાવીર કરતાં હું અનેક ગણો વધુ જ્ઞાની છું. તેઓ મને વાદ-વિવાદમાં હરાવે તો ખરા. આવું વિચારી તેમના શિષ્યો સાથે ભગવાન મહાવીર જયાં વ્યાખ્યાન આપતા હતા ત્યાં આવ્યા. તેને જોતાં જ ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને નામથી બોલાવી આવકાર્યો. ઇન્દ્રભૂતિને ખૂબ જ આશ્ચર્ય થયું. ભગવાન મહાવીરે કહ્યું, “તને
જૈન કથા સંગ્રહ