________________
ગણધરો અને આચાર્યો
આત્માના અસ્તિત્વ વિશે શંકા છે. બરાબર ને!” વિવિધ પ્રકારના દાખલા દલીલોથી ભગવાન મહાવીરે તેની શંકાનું સમાધાન કરી આપ્યું અને ઇન્દ્રભૂતિ પોતાના શિષ્યો સાથે મહાવીરના અનુયાયી બની ગયા.
ગણધર સુધમસ્વિામી
ઘણો સમય પસાર થવા છતાં ઇન્દ્રભૂતિ પાછા ન આવ્યા તેથી વારાફરતી તેમના ભાઈઓ અગ્નિભૂતિ, વાયુભૂતિ તથા ચોથા પંડિત વ્યક્ત ભગવાન મહાવીર પાસે ગયા. ભગવાન મહાવીરે તે બધાને નામ દઈને આવકાર્યા અને આત્મા તથા કર્મ વિશેની તેમની શંકાઓ દૂર કરી આપી. બધાને ભગવાન મહાવીરના જ્ઞાનથી સંતોષ થયો અને પોતાના શિષ્યો સાથે તમામ ભગવાન મહાવીરના અનુયાયી બની ગયા.
હવે પાંચમા પંડિત સુધર્માનો વારો હતો. સુધર્મા માનતા હતા કે માણસ મરીને ફરી માણસ તરીકે જ જન્મે છે. તેઓ માનતા કે
જૈન કથા સંગ્રહ