SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર સુધર્માસ્વામી જેમ સફરજનનું ઝાડ સફરજનના બીજ પેદા કરે તેમ જ દરેક જીવ ફરી તેજ યોનીમાં જન્મ લે છે. ભગવાન મહાવીરે તેને પણ આવકાર્યો. ખૂબ જ શાંતિથી અને ધીરજથી સમજાવ્યું કે માણસ મરીને ફરી માણસ પણ બને, દેવ પણ બને અને પ્રાણી પણ બને, પણ તેનો બધો આધાર તેના કર્મો પર રહેલો છે. સુધર્માની બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું અને કર્મનો સિદ્ધાંત બરાબર સમજાવ્યો. સુધર્મા પણ તેમના પ00 શિષ્યો સાથે ભગવાન મહાવીરના શિષ્ય થઈ ગયા. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. ત્યાર પછી બાકીના છ બ્રાહ્મણ પંડિતો પણ ભગવાન મહાવીરના ગણધર થયા. અંતે સોમિલે યજ્ઞ કરવાનું માંડી વાળ્યું અને બધા પ્રાણીઓને છોડી મૂક્યા. આ સમયે ભગવાન મહાવીર ૪૨ વર્ષના હતા, અને ત્યારે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. બીજા ૩૦ વર્ષ સુધી મહાવીર જુદા જુદા સ્થળોએ ફર્યા અને દયાનો સંદેશો ફેલાવ્યો તથા સહુને મુક્તિનો માર્ગ સમજાવ્યો. આ તમામ સમય દરમિયાન સુધર્માસ્વામી તેમની સામે બેસી ભગવાન મહાવીરની વાણી બરાબર ધ્યાનપૂર્વક સાંભળતા અને તેને શાસ્ત્રબદ્ધ આલેખન કરી જે આગમને નામે ઓળખાઈ. ઈ. સ. પૂર્વે પ૨૭ માં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી ૧૨ વર્ષ સુધી જૈન સમુદાયનું નેતૃત્વ સુધર્માસ્વામીએ સંભાળ્યું. ભગવાન મહાવીરના સંદેશાને વ્યાપક પ્રમાણમાં દૂર સુધી ફેલાવ્યો. શ્વેતાંબર પરંપરા માને છે કે સુધર્માસ્વામીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભગવાન મહાવીરના ઉપદેશોને સુત્રરૂપે ગોઠવ્યા જે ૧૨ આગમ તરીકે જાણીતા છે. આ મૂળ સુત્રો દ્વાદશાંગી તરીકે પણ ઓળખાય છે. મોટા ભાગના આગમમાં જંબુસ્વામીની સુધર્માસ્વામી સાથેની પ્રશ્નોત્તરી છે જે ભગવાન મહાવીરની વાણી છે. સુધર્માસ્વામી ઈ. સ. પૂર્વે ૫૧૫ માં સર્વજ્ઞ બન્યા. એટલે ધર્મની વ્યવસ્થાનું કામ તેમના મુખ્ય શિષ્ય જંબુસ્વામીએ સંભાળ્યું. સર્વજ્ઞ તરીકે સુધર્માસ્વામી ૮ વર્ષ જીવ્યા અને ઈ. સ. પૂર્વે ૫૦૭ માં ૧૦૦ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈન ધર્મનાં શાસ્ત્રોને અાગમ કહેવામાં આવૅ છે. તેમાં શઋસ્માતના ૧૨ પુરતકૉન્ચે અંગ-આગમ કહેવામાં આવૅ છે. તેની ૨ચના ગણધર ભગવંતોએ ભગવાન મહાવીરના ઉપદેશ ઉપરથી છલ છે. શ્વેતાંબર માતા મુજબ શ્રી સંઘમાંરવામાએ આ અંગઆગમોની રચના ભગવાન મહાવીરના ઉપદેશથી હૉટ છે. (દંગબર માન્યતા પ્રમાણે અંગ આગમોની રચના ગાધર ગૌતમલામીએ કર છે પણ સમય જતાં તે સર્વ આગમો દiદ થયેલા છે.) બાકીના અાગમ પરતકોમાં આ અંગ-સ્માગમોને બરતાથી સમજાવવામાં આવ્યાં છે. જેના દ્વરતારથી ૨ચના કૃત-હેવળી આચાર્યાએ કણ્વ છે. તે આમ ગણદ્યર ભગવંત શ્રી સુધમૉરવામી એ શ્વેતાંબર જૈન સાધુ સમુદાયના પ્રથમ ગુરૂ ભગવંત કહેવાય છે, અનેં જૈન ધર્મના શાસ્ત્રોનાં પ્રથમ પ્રૉતા છે. જૈન કથા સંગ્રહ
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy