________________
20
તીર્થંકરો
તેઓએ આત્મકલ્યાણ સાધવા માટે પાંચ મહાવ્રત પાળવાનું કહ્યું :
|અહિંસા કોઈપણ કારણસર મન-વચન-કાયાથી કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. કોઈ જીવને દુઃખ આપવાનો અધિકાર
આપણને નથી.
સત્ય
હંમેશા સત્ય બોલવું, અને જો તે સત્ય કોઈને પણ દુઃખ, પીડા થાય તેવું હોય તો મૌન રહેવું.
અચૌર્ય
(અસ્તેય) અણહકનું અને વણ આપ્યું કોઈનું કશું લેવું નહિ.
બ્રહ્મચર્ય
પાંચ ઇન્દ્રિયોના સુખમાં તેમજ કામભોગમાં પોતાની જાતને પ્રવૃત્ત ન કરવી.
અપરિગ્રહ વ્યક્તિ, વસ્તુ કે જગતના ભૌતિક સુખો આપતી ચીજોથી સંપૂર્ણપણે મુક્ત થવું. સંગ્રહ ન કરવો.
જૈનો આ પાંચે નિયમોને યથાશક્તિ માર્ગદર્શક સિદ્ધાંત તરીકે પોતાના જીવનમાં ઉતારે છે, અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવે છે. અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારી સાધુ સાધ્વી આ નિયમોને ચૂસ્ત રીતે પાળી શકે છે, જ્યારે શ્રાવક શ્રાવિકાઓને પાલનમાં કેટલીક મર્યાદા નડે છે.
જૈનધર્મના સિદ્ધાંતોને જેઓ યોગ્ય રીતે સમજશે અને ચૂસ્ત રીતે તેને અમલમાં મૂકશે તેઓ વર્તમાન જીવનમાં પરમસુખ અને આનંદનો અનુભવ કરશે, આવનારા ભવમાં વધુ ઉચ્ચ આધ્યાત્મિક જીવન મેળવશે અને અંતે મોક્ષસુખને પામશે.
૭૨ વર્ષની પૂર્ણ વર્ષ (ઈ.સ. પૂર્વે ૫૨૭) ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. શુદ્ધ શાશ્વત આત્મા આ નશ્વર દેહને છોડીને ચાલ્યો ગયો. ભગવાનના નિર્વાણનો દિવસ હિંદુ અને જૈન પંચાંગનો અંતિમ દિવસ-દીપાવલીનો દિવસ હતો.
ભગવાન મહાવીરના ઉપદેશના અર્થસભર મુદ્દાઓ :
મહાવીરસ્વામીએ ધર્મને સહજ અને સરળ બનાવ્યો. ગૂંચવાડાભરી ધાર્મિક ક્રિયાથી મુક્ત કર્યો. તેમનો ઉપદેશ આત્માની શાશ્વત સુંદરતા અને એકસૂત્રતાનો પડઘો પાડે છે.
મહાવીરસ્વામીએ માનવ જીવનનો અર્થ અને તેના પ્રત્યેના હકારાત્મક અભિગમને શીખવાડ્યો.
માનવશરીર ભલે એ હાડકાં, લોહી અને માંસનું બનેલ છે પણ તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખતયા અનંતવીર્યથી ભરપૂર આત્માનું નિવાસ સ્થાન છે.
દરેક જીવ પછી તે ગમે તે કદ, આકાર, રૂપ કે આધ્યાત્મિક વિકાસ વાળો હોય પણ તે સમાન જ છે. આપણે તેને માન આપવું જ જોઈએ. એ તારા પરસ્પર પ્રેમ ભાવના ખીલવવી.
મહાવીરસ્વામી, ભગવાનને સર્જનહાર, રક્ષણકર્તા તથા વિનાશકર્તા તરીકે સ્વીકારતા નથી. વળી તેઓ દેવ-દેવીઓની વ્યક્તિગત લાભ માટે ભક્તિ કરવાની પણ ના પાડે છે.
ભગવાન મહાવીરના ઉપદેશોને ચાર ભાગમાં વહેંચી શકાય :
૧. જીવનદૃષ્ટિ : આચારાંગ ઉપદેશગ્રંથમાં તેઓ કહે છે “દરેક જીવને પોતાનું જીવન પ્રિય છે” – જેવું આપણને જીવન વહાલુ છે તેવું બીજાને પણ વહાલુ છે..
૨. જીવનશુદ્ધિ : અહિંસા, સંયમ, તપ વગેરેથી જીવનતત્ત્વની પૂર્ણ શુદ્ધતા, આધ્યાત્મિક સાધના દ્વારા શક્ય છે.
:
૩. રહેણીકરણીનું (આચારનું) પરિવર્તન ઃ ભગવાન મહાવીર કહે છે કે જ્યાં સુધી રહેણીકરણીનું પરિવર્તન ન થાય, ત્યાં સુધી જીવનદૃષ્ટિ અને જીવનશુદ્ધિ અનુભવમાં ન આવે. તદ્દન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું.
૪. પુરુષાર્થ : ભગવાન મહાવીર કહે છે કે સંયમ, ચારિત્ર, સાદી રહેણીકરણી માટે પુરુષાર્થ કરવો. ઈશ્વર કે દૈવી
જૈન થા સંગ્રહ