________________
112
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
ઘડીભર તો થયું કે પોતે ક્યાં છે? એણે એક છોકરીને પૂછ્યું કે પોતે ક્યાં છે અને શા માટે બધાં મારી સેવામાં હાજર છો? છોકરીએ જવાબ આપ્યો કે આ સ્વર્ગ છે, અને એ એમનો નવો રાજા છે. એને બધી ય સ્વર્ગીય સગવડો પૂરી પાડવામાં આવશે, જે હવે તેની પોતાની જ છે, અને સ્વર્ગના રાજવી ઇંદ્ર જેવું જીવન તે સ્વર્ગની તરુણીઓ સાથે આનંદથી જીવી શકશે.
એણે એની જાતને પૂછ્યું, “એક ચોર માટે આ બધું સત્ય હોઈ શકે?' પછી તેને યાદ આવ્યું કે તે ગરીબો અને જરૂરતમંદોને મદદરૂપ થતો હતો તેથી તેને લાગ્યું કે ભગવાન બધું કરી રહ્યા છે. પછી એણે વિચાર્યું કે આ કદાચ “અભયકુમારની કોઈ યોજના તો નહિ હોય ને?” ખરેખર સત્ય શું છે તે નક્કી કરવું તેના માટે અઘરું થઈ પડ્યું. એણે વિચાર્યું કે સારો રસ્તો શું થઈ રહ્યું છે તેની રાહ જોવાનો છે.
અભયકુમારની આભાસી સ્થમંરચના
થોડીવારમાં સુંદર વસ્ત્રોમાં સજ્જ માણસ એક હાથમાં પુસ્તક અને સોનાનો દંડ લઈને આવ્યો. અને તરુણીઓને પૂછ્યું, “તમારા નવા સ્વામી જાગ્યા કે નહિ?” તરુણીએ જવાબ આપ્યો, “તેઓ હમણાં જ ઊઠ્યા છે અને તેઓ સ્વર્ગમાં આવ્યા તેના માનમાં
જૈન થા સંગ્રહ