________________
રાજા મેઘશ્ય
૧૪. રાજા મેઘરથ
સ્વર્ગના દેવ ઇન્દ્રએ દેવોની સભામાં પૃથ્વી પરના રાજા મેઘરથની બહાદુરી અને દયાળુપણાની ખૂબ પ્રશંસા કરી. એમણે કહ્યું કે રાજા મેઘરથ પોતાના શરણે આવેલાને રક્ષણ આપવા માટે પોતાના પ્રાણ આપતાં પણ અચકાય નહિ. બે દેવોએ ઇંદ્રની વાતનો વિરોધ કર્યો. તેથી ઇંદ્રએ તેમને પૃથ્વીપર જઈને જાતે જ જોઈ લેવા જણાવ્યું. તેઓએ વેશપલટો કરી એકે કબૂતરનું તથા બીજાએ
શિકારી બાજ પક્ષીનું રૂપ લીધું.
પૃથ્વીપર રાજા મેઘરથ સભામાં તેમના રાજવી પરિવારજનો સાથે બેઠા હતા. એકાએક ખુલ્લી બારીમાંથી એક કબૂતર બેઠા હતા ત્યાં ધસી આવ્યું અને ગોળ ગોળ આંટા મારવા લાગ્યું. રાજાના આશ્ચર્ય વચ્ચે કબૂતર તેમના ખોળામાં આવીને બેસી ગયું. તે ભયનું માર્યું ખૂબ ધ્રૂજતું હતું. રાજાને લાગ્યું કે કબૂતર કોઈ ભયથી ફફડી રહ્યું છે અને મહેલમાં તે આશ્રય શોધતું આવ્યું છે.
એટલામાં એક બાજ પક્ષી ઊડતું ઊડતું રાજસભામાં આવ્યું. તેણે રાજાને કહ્યું, “આ કબૂતર મારો ખોરાક છે, તે મને આપી દો.” રાજાએ તો બાજ પક્ષીની વાત સાંભળી. તેણે જવાબ આપ્યો, “આ તારો ખોરાક છે એ સાચું પણ તે અત્યારે મારી શરણમાં રક્ષણ માટે છે. હું તને આ કબૂતર નહિ આપું એના બદલામાં તારે જે જોઈએ તે ખોરાક આપું.”
પક્ષીની જિંદગી બચાવવા પોતાનું માંસ સ્વીકારવાનું કહેતા રાજા મેધથ
67
જૈન કથા સંગ્રહ