________________
66
ભગવાન મહાવીરના સમય પહેલાની થાઓ
આ બનાવની સ્મૃતિમાં દક્ષિણ ભારતમાં બેંગલોર નજીક શ્રવણ બેલગોડામાં બાહુબલિની પ૭ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી. જેના ઉપર દર ૧૨ વર્ષે મહાઅભિષેક કરવા દેશ-પરદેશથી હજારો જૈનો ત્યાં આવે છે. આ શિલ્પ એકજ પથ્થરમાંથી
બનાવેલું લગભગ ૧૦૦ વર્ષ જૂનું છે. યાત્રીઓ અને મુલાકાતીઓ આ અદ્ભુત મૂર્તિને એવા આવે છે. ખુલ્લા આકાશ નીચે હોવા છતાં હજુ આ મૂર્તિ અણીશુદ્ધ ઊભી છે.
આ સમક્ષ દરમિયાન ભરત વિશ્વના ચક્રવર્તી બન્યા. આ અવસર્પિણી કાળના તે પ્રથમ ચક્રવર્તી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન પ્રજા સુખી હતી. ભારત તે સમયે ભારતવર્ષ (ભરતવર્ષ) તરીકે જાણીતું બન્યું. ભરત પણ બધી જ રીતે સુખી હતા. તેમણે ઘણો લાંબો સમય રાજ્ય કર્યું.
એકવાર એમના હાવની આંગળી પરથી વીંટી ની કળીને નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી શોભતી નહોતી, જિજ્ઞાસા ખાતર તેમણે શોભા આપતા બધા જ આભૂષણો તથા રાજમુગટ કાઢી નાંખ્યા. અરીસામાં જોયું તો તે પહેલાં જેવા સુંદર નહોતા લાગતા. આથી એમના મગજમાં વિચારની હારમાળા ચાલવા લાગી, “હું મારી જાતને સુંદર અને સશક્ત માનું છું પણ એ શોભા તો આ દાગીનાના પ્રતાપે છે, જે શરીરનો ભાગ નથી અને શરીર પણ કેવળ ઘડ-માંસનું જ બનેલું છે. તો પછી એ શરીરની આટલી બધી માયા શા માટે? આ શરીર કાયમ રહેવાનું નથી. બધું પાછળ છોડી જ દેવાનું છે. કાયમ રહે એવો તો એક આત્મા જ છે.” એમણે એક મહત્ત્વનો નિર્ણય કર્યો. “આ ક્ષણભંગુર નાશવંત વસ્તુઓનો ત્યાગ કરી પિતાની જેમ શાશ્વત આત્માને જ કેમ ન આરાધું?” આમ દુન્યવી સુખો પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ. શ્વેતાંબર પરંપરા પ્રમાણે એમની વિચારધારા ઉત્તરોત્તર શુદ્ધ થતાં એમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તે જ સમયે તેમને કેવળજ્ઞાન આરીસા ભુવનમાં થયું. દિગંબર પરંપરા પ્રમાણે સંસારનો ત્યાગ કરી સાધુ થયા અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આયુષ્ય પૂરુ થતાં મુક્તિ મળી ગઈ.
અહંકાર અને આત્મસાક્ષાત્કાર પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. અભિમાન અને અહંકાર માણસ નકારાત્મક કર્માં બાંધે છે અને તે આ વાર્તામાં બતાવ્યા પ્રમાણે સંહારક વર્તણૂંક કરે છે. અહંકાર ગુસ્સાનું કારણ બને છે અને તે અૌદ્ધિક કાર્યાં કરવા પ્રેરે છે. આત્મસાક્ષાત્કાર અને સર્વજ્ઞતાના માર્ગ પર અહંકાર અને અમમાન પર જય મેળવવો પડે છે. બેનધર્મનો ખાસાનો સિદ્ધાંત નમ્રતાનો ગુણ સમે કેળવવો જોઈએ.
જૈન ક્યા સંગ્રહ