________________
આચાર્ય સ્થૂલિભદ્ર
હતા. જૈન સંઘે આચાર્ય સ્થૂલિભદ્રને તથા બીજા વિદ્વાન જૈન સાધુઓને આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસે જઈને બારમા અંગ આગમને તૈયાર કરવા વિનંતિ કરી. લાંબી મુસાફરી હોવાથી ઘણા સાધુઓમાંથી ફક્ત સ્થૂલિભદ્ર જ નેપાળ પહોંચ્યા. આચાર્ય ભદ્રબાહુસ્વામી પાસે બારમું આગમ તથા તેના ચૌદ પૂર્વો શીખવાનું શરૂ કર્યું.
એક વખત સ્થૂલિભદ્રની સાધ્વી બનેલી બહેનો તેમને નેપાળમાં વંદન કરવા ગયાં. આ સમયે યૂલિભદ્રએ ચૌદમાંથી દસ પૂર્વ શીખી લીધાં હતાં. બારમા આગમના દસ પૂર્વ શીખી લીધા બાદ તેમાંથી મેળવેલું ચમત્કારિક જ્ઞાન તેઓ બહેનોને બતાવવા માંગતા હતા. તેમણે ગુફામાં બેસી પોતાના આ જ્ઞાનની શક્તિથી સિંહનું રૂપ ધારણ કર્યું. તેમની સાધ્વી બહેનો જ્યારે ગુફામાં વંદન માટે પ્રવેશ્યાં તો ભાઈની જગ્યાએ સિંહને જોયો. ગભરાયેલા સાધ્વી બહેનો સીધા ભદ્રબાહુ સ્વામી પાસે ગયા અને તે વાત તેમને કરી. આર્ય ભદ્રબાહુસ્વામી શું બન્યું હશે તે સમજી ગયા અને ફરીથી તેમને ગુફામાં ભાઈને મળવા જવા કહ્યું. આ વખતે સ્થૂલિભદ્ર તેમના અસલ સ્વરૂપમાં હતા. તેમને સાજાસમા જોઈને સાધ્વીજીઓ ખૂબ જ આનંદિત થયાં.
સ્થૂલિભદ્રએ પોતાની શક્તિનો તદ્દન નજીવી બાબત માટે ખોટો ઉપયોગ કર્યો તે જાણીને આચાર્ય ભદ્રબાહુસ્વામી નિરાશ થઈ ગયા. આધ્યાત્મિક શક્તિ માટે સ્થૂલિભદ્ર હજુ પરિપક્વ નથી એમ તેમને લાગ્યું. તેથી તેમને બાકીના ચાર પૂર્વ શીખવાડવાની ના પાડી. શિક્ષા પામેલ સ્થૂલિભદ્રએ શીખવવા માટે બહુ વિનંતી કરી પણ ભદ્રબાહુસ્વામી મક્કમ હતા. જૈન સંઘે આચાર્ય ભદ્રબાહુસ્વામીને પોતાનો નિર્ણય બદલવા તથા સ્થૂલિભદ્રને બાકીના ચાર પૂર્વ શીખવાડવા માટે બહુ આજીજી કરી ત્યારે તેમણે બે શરતો મૂકી.
છેલ્લા ચાર પૂર્વના અર્થ તેઓ સ્થૂલિભદ્રને શીખવશે નહિ.
સ્થૂલિભદ્ર બાકીના ચાર પૂર્વ કોઈ સાધુને શીખવી શકશે નહિ.
સ્થૂલિભદ્રએ શરતો મંજૂર રાખી અને બાકીના ચાર પૂર્વ શીખ્યા. જ્યારે જૈનધર્મગ્રંથો લખાયા નહોતા ત્યારે દુકાળના સમયમાં આચાર્ય સ્થૂલિભદ્રએ તેને મૌખિક રીતે સાચવવા માટે જે કામ કર્યું તેથી જૈન ઇતિહાસમાં તેમનું નામ ઊંચા આદર સાથે યાદ રહેશે. શ્વેતાંબર પંથના લોકો આજે પણ સ્થૂલિભદ્રનું નામ ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી પછી તરત જ લે છે.
मंगलं भगवान वीरो, मंगलं गौतम प्रभु। मंगलं स्थूलिभद्राद्या, जैन धर्मोस्तु मंगलं ॥
જીવનમાં ઊંચું ધ્યેય રાખીને કોઈ પણ ઉંમરે નષ્ફળ જીવનને સફળ બનાવી શકાય છે. દઢ નિર્ધાર હોય તો સફળ થવા માટે દલૈક અંતરાયૉ દૂર શકાય છે. 38 વર્ષની ઉંમરે રઘુણભદ્દે જિંદગીના બાર વર્ષો બૅડફી નાંધ્યા હતા. છતાં સફળતાપૂર્વક આધ્યાત્મિક જીવન Rવીકાર્સ લીઘું. દઢ મનોબળથી પોતાની અંદ૨ના મોટામાં મોટા શત્રુલ્મોને તેમણે જીતી લીહ્યા હતા. પહેલાંના પૉતાની ઈચ્છાઓને ત્યજી દીધી. તેઓ મહાન જૈન સાધુ બન્થા. જૈમનું નામ આજે પણ અાદર અને ભક્તિપૂવૅક વારંવાર લેવામાં અાવ્યે છે.
જૈન કથા સંગ્રહ
51