________________
મહાવીરસ્વામી અને મોવાળ
૧૯. મહાવીરસ્વામી અને ગોવાળ
એક વખત મહાવીરસ્વામી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા ત્યારે તેઓ એક ઝાડ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે સમયે એક ગાયોનો ગોવાળ એની ગાયો સાથે ત્યાં આવ્યો. એને કોઈ કામ માટે જવાનું હોવાથી તેની ગાયોનું કોઈ ધ્યાન રાખે તે જરૂરી હતું. તેણે ધ્યાનસ્થ ઊભેલા મહાવીરસ્વામીને થોડો સમય પોતાની ગાયોનું ધ્યાન રાખવાનું કહ્યું, પણ મહાવીરસ્વામી ધ્યાનમાં હોવાથી તેને કોઈ જવાબ આપ્યો નહિ. ગોવાળે માની લીધું કે મેં કહ્યું છે એટલે તે ગાયોને સાચવશે.
ગાયો ઘાસની શોધમાં આગળ-પાછળ ફરવા લાગી. થોડા સમય પછી ગાયોનો ગોવાળ પાછો આવ્યો અને જોયું તો તેની ગાયો ત્યાં હતી જ નહિ. તેણે મહાવીરસ્વામીને પૂછ્યું, “મારી ગાયો ક્યાં ગઈ? તમે તેનું શું ધ્યાન રાખ્યું?” મહાવીરસ્વામી તો હજુ પણ ધ્યાનમાં જ હતા તેથી તેમણે કોઈ જવાબ ન આપ્યો. ગોવાળે ચારે બાજુ તપાસ કરી પણ ગાયો ક્યાંય ન મળી. એ ગાયોને શોધવા ગયો હતો તે દરમિયાન ગાયો મહાવીરસ્વામી જ્યાં ધ્યાન ધરતા હતા ત્યાં પાછી આવીને ઊભી રહી ગઈ.
ગોવાળ ચારે બાજુ રખડી રખડીને પાછો આવ્યો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે ગાયો ત્યાં જ ઊભી હતી. ગોવાળ મહાવીરસ્વામી પર ખૂબ જ ગુસ્સે થયો કારણ કે તેણે એવું માન્યું કે તેમણે ગાયોને ક્યાંક સંતાડી દીધી હતી. ગુસ્સામાં તેણે પોતાનું દોરડું હાથમાં લીધું અને મહાવીરસ્વામીને મારવા જ દોડ્યો. એટલામાં સ્વર્ગમાંથી એક દેવદૂત આવ્યો અને તેનું દોરડું પકડી લીધું અને ઠપકો
અભણ ગોવાળના ત્રાસથી ભગવાન મહાવીરનું રક્ષણ કરતા ઇન્દ્ર આપતાં કહ્યું, “તું જોઈ નથી શકતો કે મહાવીરસ્વામી ઊંડા ધ્યાનમાં છે” ગોવાળે કહ્યું, “પણ તેણે મને છેતર્યો છે.” દેવદૂતે કહ્યું,
એ ઊંડા ધ્યાનમાં છે માટે તેં જે કંઈ કહ્યું હશે તે તેમણે સાંભળ્યું જ નથી. એ સાધુ બન્યા પહેલાં રાજકુંવર વર્ધમાન હતા. એમને તારી ગાયોનું કોઈ કામ નથી. એમને મારીને તું ભારે કર્મો બાંધીશ.” ગોવાળને ખ્યાલ આવી ગયો કે પોતે મોટી ભૂલ કરી રહ્યો હતો. તેણે મહાવીરસ્વામીની માફી માંગી અને ચાલ્યો ગયો.
જૈન કથા સંગ્રહ