________________
ગણઘર ગૌતમસ્વામી
૬. ગણધર ગૌતમસ્વામી
ઇ. સ. પૂર્વે ૬૦૭ ની વાત છે. ભારતના મગધ રાજ્યમાં ગોબર ગામમાં વસુભુતિ ગૌતમ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ પૃથ્વી હતું અને તેમને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ દીકરા હતા. ત્રણે દીકરા નાની ઉંમરમાં જ વૈદમાં પારંગત હતા અને યજ્ઞયાગાદિ સારી રીતે કરાવતા. દરેકને પ∞ અનુષાથીઓ હતા.
સોમિલ બ્રાહ્મણનો યજ્ઞ :
બાજુના અપાપા ગામમાં સોમિલ નામના બ્રાહ્મણને ત્યાં પવિત્ર યજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ માટે ચાર હજાર ચારસો બ્રાહ્મણો અને અગિયાર વેદ પારંગતોને બોલાવ્યા હતા. સમગ્ર યજ્ઞની વિધિનું સંચાલન ઇન્દ્રભૂતિ ગૌતમ કરતા હતા. અગિયાર પારંગતોમાં તે સૌથી તેજસ્વી હતા.
આખું નગર આ મહાન યજ્ઞમાં ભાગ લેવા માટે ઉત્સાહિત હતું. તે સમયે સ્વર્ગમાંથી દેવદેવીઓ આકાશમાર્ગે પૃથ્વી ઉપર ઉતરી રહ્યા હતા. એ જોઇ ઇન્દ્રભૂતિ મનમાં હરખાતા હતા કે આ યજ્ઞને લીધે લોકો મને સદીઓ સુધી યાદ કરશે. તેમણે લોકોને ગર્વથી કહ્યું “જુઓ આકાશમાર્ગેથી દેવદેવીઓ આપણા યજ્ઞમાં આવી રહ્યાં છે." દરેક જણા આકાશ તરફ મીટ માંડી રહ્યા.
બધાંના આશ્ચર્ય વચ્ચે આકાશી દેવો તેમની યજ્ઞ ભૂમિ પાસે ન રોકાતાં મહાસેન જંગલ તરફ ગયા. ઇન્દ્રભૂતિએ તપાસ કરી તો ખબર પડી કે હમણાં જ દેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીરસ્વામી સામાન્ય લોકોની જનભાષા અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં વ્યાખ્યાન આપી રહેલા છે.
આકાશી દેવોએ તેમના યજ્ઞને પ્રાધાન્ય ન આપ્યું તેથી તે છંછેડાયા. તે ગુસ્સાથી વિચારવા લાગ્યા, “આ મહાવીર છે કોણ જેને પોતાનું વ્યાખ્યાન આપવા જેટલી પણ સંસ્કૃત ભાષા નથી આવડતી?' એમણે નક્કી કર્યું કે હું મહાવીર સાથે વાદ-વિવાદ કરીશ અને તેમને હરાવીશ. મારું સર્વોપરિપણું હું પુરવાર કરીશ. આમ વિચારી તે શિષ્યો સાથે મહાવીરની સભામાં આવ્યા.
ભગવાન મહાવીર આ અગાઉ ક્યારેય ઇન્દ્રભૂતિને મળ્યા ન હતા. છતાં તેમણે ઇન્દ્રભૂતિને નામ દઈને આવકાર્યા. ઘડીભર તો તે ઝંખવાણા પડી ગયા. પણ પછી વિચાર્યું, “હું તો પ્રખર પંડિત છું માટે મને તો બધા જ ઓળખે.” ભગવાન મહાવીરે તો ઇન્દ્રભૂતિના મનમાં ચાલતા આત્મા વિશેના તમામ સંશયો કહી બતાવ્યા.
ભગવાન મહાવીરે કહ્યું, “ઇન્દ્રભૂતિ, તેને આત્માના અસ્તિત્વ વિશે શંકા છે?' તેમણે કહ્યું, “આત્મા છે જ અને તે શાશ્વત છે. ભગવાન મહાવીરે હિંદુ વેદના અનેક અવતરણો ટાંકીને આત્માના અસ્તિત્વ વિશેની શંકા નિર્મૂળ કરી. ઇન્દ્રભૂતિ તો ભગવાન મહાવીરનું વેદ વગેરેનું જ્ઞાન જોઈને ચોંકી જ ગયા. તેમને સમજાયું કે પોતે પોતાની જાતને મહાન પંડિત માનતા હતા પણ તેમનું જ્ઞાન અપૂર્ણ જ હતું. ત્યાં ને ત્યાં જ તે ભગવાન મહાવીરના પહેલા અને પટ્ટ શિષ્ય બની ગયા. આ સમયે ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષના હતા અને ગૌતમ વંશના હોવાથી તે ગૌતમસ્વામી કહેવાયા.
સોમિલ અને બીજા દસ પંડિતો ઇન્દ્રભૂતિ વિજયી થઈને જ પાછા આવશે એવી આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. પણ ઇન્દ્રભૂતિ મહાવીરના શિષ્ય થઈ ગયા છે એવા સમાચાર મળતાં તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. બાકીના દસ વિદ્વાનો પણ મહાવીરને
જૈન થા સંગ્રહ
37