________________
ગણધરશે અને આચાર્યો
હરાવવાના આશયથી વાદ-વિવાદ માટે ગયા. તેઓ પણ મહાવીરના શિષ્યો બની ગયા. આ બનાવથી સોમિલ પણ યજ્ઞની વિધિ રદ કરી બધા પશુઓને છોડી મૂકી ત્યાંથી ખિન્ન મને પલાયન થઈ ગયા. આ અગિયાર વિદ્વાનો એ જ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યો થયા અને તેઓ અગિયાર ગણધર કહેવાયા.
પંડિતો દ્વારા ઉઠાવેલા પ્રશ્નોનું નિરાકરણ કરતા ભગવાન મહાવીર
આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન -
ગૌતમસ્વામી પાંચ મહાવ્રતોનું પાલન કરતા જૈન સાધુનું જીવન જીવી રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે તેઓ ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં ઘણાં માણસો આનંદ શ્રાવક નામના સામાન્ય માણસને પગે લાગી રહ્યા હતા. ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકની ખબર પૂછી અને તેના ખાસ જ્ઞાનની પૂછપરછ કરી. ખૂબ જ વિવેકથી આનંદે જવાબ આપ્યો કે ગુરુવર્ય મને અવધિજ્ઞાનની શક્તિ મળેલી છે જેના આધારે હું ઉંચામાં ઉંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકું છું. ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું કે સામાન્ય શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આટલી હદ સુધી ના થાય, તેથી તારી આ ભૂલ માટે તારે પ્રાયશ્ચિત કરવું પડશે. આનંદ ગૂંચવાડામાં પડી ગયા. પોતે જાણે છે કે પોતે સાચા જ છે પણ ગુરુ એ માનવા તૈયાર જ નથી. તેના સાચાપણા માટે શંકા કરે છે અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે, તેથી તેણે ખૂબ જ નમ્રતાથી ગુરુને જવાબ આપ્યો, “ગુરુજી સાચું બોલનારે પ્રાયશ્ચિત્ત કરવું પડે?” ગૌતમસ્વામી પણ ગૂંચવાયા અને જણાવ્યું કે કોઈપણ સત્ય બોલનારે પ્રાયશ્ચિત્ત ન કરવું પડે. આ ગૂંચવાડાનો નિવેડો લાવવા ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા..
જૈન કથા સંગ્રહ