________________
ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ
મરતો હતો. એણે જોયું કે આવા ભયંકર દુકાળમાં પણ સાધુને પૂરતું ખાવાનું મળી રહે છે. તેણે પોતાના ખોરાક માટે આચાર્યને વિનંતી કરી, એ માણસ પછીના ભવમાં બહુ મોટો જૈન શ્રાવક થશે તેવી તેની શક્તિ છે એવું જાણતાં તેમણે તેને સાધુ થાય તો ખાવા મળે તેમ કહ્યું.
ગરીબ માણસ તો તરત જ તૈયાર થઈ ગયો. નિયમ પ્રમાણે એને દીક્ષા આપી અને તેને ખાવાનું મળ્યું. કેટલાય દિવસનો ભૂખ્યો હોવાથી તેણે ભૂખ કરતાં વધારે ખાધું. તરત જ તેને પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. વધુ પડતું ખાવાને લીધે તે પોતાની જાતને શાપવા લાગ્યો. બીજા સાધુઓએ તેની ખૂબ જ ચાકરી કરી પણ દુખાવો ઓછો ન થયો. બલ્ક વધતો જ ગયો. અને અંતે તે નવદીક્ષિત સાધુ તે જ રાત્રે મરણ પામ્યા. સાધુત્વને કારણે તેમણે પોતાની જાત પર સંયમ રાખીને દર્દ શાંતિથી સહન કર્યું તેથી તે મહાન રાજા અશોકના પૌત્ર તરીકે જન્મ્યો.
આચાર્યએ આ આખો બનાવ તેને કહી સંભળાવ્યો. એ સાંભળીને સંપ્રતિ ખૂબ ખુશ થયા. થોડા સમય માટે પણ જૈનધર્મ સ્વીકારવાથી થયેલા લાભને સમજી શક્યા. એમણે શ્રદ્ધાથી આચાર્યને પોતાના ગુરુ બનાવીને જૈનધર્મ સ્વીકાર્યો. જ્યારે તે રાજા થયા કે તેમણે પોતાનું આખું રાજ્ય ગુરુને ચરણે ધર્યું કારણ કે તેમની કૃપાને કારણે તેને આ બધું મળ્યું હતું. જૈન સાધુ પોતાની માલિકીનું કશું રાખે નહિ તેથી આચાર્યએ તે સ્વીકારવાની ના પાડી. તેમણે જણાવ્યું કે રાજા તરીકે સંપ્રતિએ જૈનધર્મને પોતાના રાજ્યમાં ફેલાવવો જોઈએ અને લોકોને તે ધર્મ પાળવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
કે રાજા તરફ મળ્યું હતું - જ્યારે તે રાજ
સંપ્રતિએ આચાર્યની સલાહ માની લીધી. એ ચુસ્ત જૈન બની ગયા. તે ખૂબ જ બળવાન રાજા હોવાથી તેણે દક્ષિણમાં વિંધ્યાચલ સુધી અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી પોતાના રાજયનો ફેલાવો કર્યો. તેમણે ઘણાં જૈન મંદિરો બંધાવ્યા એટલું જ નહિ પણ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્ય પ્રદેશના રાજાઓને મંદિરો બાંધવા પ્રોત્સાહિત કર્યા. જૈન પરંપરા જણાવે છે કે પોતાના શાસનકાળ દરમિયાન તેમણે સવા કરોડ આરસની તથા એક લાખ કરતાં વધુ તીર્થંકરની ધાતુની પ્રતિમાઓ ભરાવી અને છત્રીસ હજાર જેટલા મંદિરો કાં તો બંધાવ્યા અથવા જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ધર્મકાર્યના ફેલાવા માટે તેમણે પોતાના સેવકોને અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બર્મા તથા ચીન મોકલ્યા. રાજા અશોકે પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો આ રીતે કર્યો હતો. તેથી ઇતિહાસકાર - વિન્સેટ સ્મિથ સંપ્રતિને જૈન અશોક કહે તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી.
એ જૈનધર્મીઓ પ્રત્યે ખૂબ જ ઉદાર ભાવ રાખતા, અને તેમને બધી રીતે મદદરૂપ થતા. તેમને સ્પષ્ટપણે પોતાના આગલા ભવનો ભૂખમરો યાદ હોવાથી તે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખતા અને તેમને ભૂખ્યા ન રહેવું પડે તેનું ખાસ ધ્યાન રાખતા. તેમણે સાતસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી જ્યાંથી લોકોને મફત જમવાનું મળતું.
સંપ્રતિને કોઈ સંતાન ન હતું. આને પણ તે પોતાના આગલા કર્મોને કારણભૂત માનતા. જૈનધર્મના બધા જ સિદ્ધાંતોને બરાબર અનુસરીને ત્રેપન વર્ષ વિશાળ રાજ્ય પર રાજ કર્યા બાદ ઈ. સ. પૂર્વે ૧૭૯ માં તેમનું અવસાન થયું. પછી તેઓ સ્વર્ગમાં જન્મ્યા અને ત્યાંથી મનુષ્ય ભવમાં થઈ મોક્ષે જશે.
બીજાના સૈવા કરવી એ જૈન ધ્રહ્મને અનુસરવાની ઉત્તમમાં ઉત્તમ રીત છે. અને રાજા સંપ્રતિઍ આ ગુણ બતાવ્યો છે. તેમૉ મંદિરૉના જીર્ણોદ્ધાર કર્યા છે નવા મંદિર બંધાવ્યા અથવા મંદરૉમાં તીર્થકૉની પ્રતિમાઓ ભરાવી છે એટલું જ નહિ, પણ ગ{બોને તેમના દુઃખ દર્દ દૂર 8૨વામાં પણ મદદઢપ થયા છે. આપણે બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈઍ. થોડા સમય માટે પણ કરેલા ધાર્મિક કાર્યો અર્નેકગણું પરિણામ આપે છે. તેનું એમના જીવન દ્વારા જાણવા મળે છે. વધારામાં તે સારા કાવ્યોની હારમાળાનું સર્જન કરે છે જે પરિણામ તરફ દોરી જાય છે.
122
જૈન કથા સંગ્રહ