________________
ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ
સાધુના કડવા અને ગુસ્સાભર્યા શબ્દો સાંભળવા છતાં નંદિષેણ ખૂબ જ સ્વસ્થ રહ્યા અને કહ્યું, “માફ કરો, હવે હું ખૂબ જ ધ્યાન રાખીશ.”
સાધુની ખોટી ખોટી ટીકાઓ સાંભળવા છતાં ખૂબ જ કાળજીથી નંદિષેણે ચાલવા માંડ્યું અને સાધુને કેવી રીતે સારા કરવા તે વિચારવા લાગ્યા.
અંતે વૃદ્ધ સાધુને લઈને નંદિષેણ ઉપાશ્રયે આવી ગયા. આખા રસ્તે વૃદ્ધ સાધુએ જોયું કે ગમે તેટલા અપમાનિત કરવા છતાં નંદિષેણ ખૂબ જ મદદરૂપ રહ્યા. વૃદ્ધ સાધુએ પોતાનું અસલ રૂપ ધારણ કર્યું અને નંદિષણને નમી પડ્યા અને કહ્યું, “ખરેખર, તમે સાચા સાધુના ઉદાહરણરૂપ છો. ઇંદ્રએ તમારી જે પ્રશંસા કરી હતી તેને માટે તમે યોગ્ય જ હતા. હું પણ ખૂબ જ પ્રસન્ન છું. તમે જે ઈચ્છા ધરાવશો તે સર્વ તમે પ્રાપ્ત કરી શકશો.”
“અરે દેવ, આ માનવ અવતાર ઘણો કિંમતી છે. માનવ અસ્તિત્વથી કિંમતી બીજું કાંઈ નથી. મને જે મળ્યું છે તેનાથી સંતોષ છે. મારે કોઈ જ ઇચ્છા નથી.” દેવ નંદિષણના પગમાં પડી ગયા અને પોતાના સ્થાને પાછા વળી ગયા.
આ વાત શીખવૅ છે કે સહનશક્તિ, શરત અને સંતોષ એ જૈનધ્ધર્મના પાયાનાં મૂલ્યો છે. પહેલા અને અતિ મહત્વની વાત એ હતી કે સંત નંદષેણ પોતાની જિંદગી સાધુઑન ઍવા ૨વા માટૅ સમર્પી દીધી. આ ઉત્તમ કાર્ચ વધારૈમાં વદ્યારે ત્યાગ અને શરત માંગે છે. સંત નંદષેણાની સહનશીલતાની કસોટી ગંધર્વ કરી રહ્યા છે તે જાણસા બના તેઑ સહનt | સેવા કરતા એ મહત્વનો મુદ્દો છે. ઍનો અર્થ એ કે તેઓ સાધુના સેવામાં સંપૂર્ણ સમર્પિત હતા અને પોતે જે કરતા હતા તેમાં અતુટ શ્રદ્ધા હતો. જયા૨ે ગંધલૉઍ વરદાન માંગવાનું કહ્યું ત્યારે પણ તેમણે પોતાના જીવનમાં પૂર્ણ સંતોષ છે તેમ બતાવ્યું. આમાં પણ તેમનો અપરિગ્રહનો સિદ્ધાંત સૂચક બને છે.
જૈન કથા સંગ્રહ