________________
બે દેડકાં
૪૦. બે દેડકાં
દેડકાંની એક ટુકડી ખેતરમાં રમતી હતી. તોફાન મસ્તી કરતાં તેમાંના બે દેડકાં દૂધ ભરેલા ઘડામાં પડી ગયા. પોતાના સાથીદારોને બહાર કાઢવા શું કરી શકાય તે વિચારતા બાકીના દેડકાંઓ ઘડાની આસપાસ ભેગા થઈ ગયા. તેમણે જ્યારે જાણ્યું કે ઘડો ઘણો ઊંડો છે અને તેમને બચાવવા અશક્ય છે એટલે તેઓ નિરાશ થઈ ગયા અને બંને દેડકાંને કહ્યું કે હવે તમે તમારા ભાગ્યના ભરોસે બેસી રહો કારણ કે મૃત્યુ લગભગ નિશ્ચિત છે.
પોતાના ક્રૂર ભાગ્યને સ્વીકારવા તેઓ તૈયાર ન હતા. પોતાની બધી તાકાત એકઠી કરી તેઓ બહાર નીકળવા કૂદકા મારવા લાગ્યા. પહેલેથી જ જવાબદારીપૂર્વક ધ્યાન રાખ્યું હોત તો આવી દશા ન થઈ હોત. હવે કૂદાકૂદ કરવી એ વ્યર્થ છે. એમ ઘડામાં માં નાંખી કેટલાંક દેડકાં બૂમો પાડીને કહેવા લાગ્યા. કૂદાકૂદ કરવાને બદલે પોતાની શક્તિ બચાવી જેટલું જીવાય તેટલું જીવવા પ્રયત્ન કરવો કારણ કે મૃત્યુ નિશ્ચિત જ છે. એમ બીજા દેડકાંઓએ દુ:ખી બની બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. પણ બંને દેડકાંએ પોતાની તમામ તાકાત એકઠી કરી કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. એમ કરતાં થોડીવારમાં તેઓ થાકી ગયા. અંતે એક થાકેલો દેડકો પોતાના સાથી મિત્રોની વાત સાંભળી શાંતિથી પોતાના નસીબને ભરોસે બેસી રહ્યો અને ઘડાના તળિયે ડૂબીને મરી ગયો.
છે
A/
જૈન કથા સંગ્રહ
159