SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભે લગ્નસંસ્થા અને કુટુંબજીવન વ્યવસ્થિત કર્યા. સામાજિક નીતિ-નિયમો અમલમાં આવ્યા. હવે ઋષભ ઋષભદેવ તરીકે ઓળખાયા. એમણે ઘણો લાંબો સમય રાજ કર્યું. તેમના રાજયકાળ દરમિયાન સહુએ સમાનતા, શાંતિ અને સલામતી અનુભવ્યાં. સહુ ઋષભદેવને ખૂબ જ પ્રેમ કરતા. ઋષભદેવને બે રાણીઓ હતી સુમંગલા અને સુનંદા. ઋષભદેવને ૧૦ દીકરા તથા બ્રાહ્મી અને સુંદરી નામે બે દીકરીઓ હતી. પણ સૌથી મોટા બે ભરત અને બાહુબલિ જ જાણીતા છે. આ ચાર ભાઈ-બહેન અનેક કલા ઉદ્યોગમાં પ્રવીણ હતા. ભરત બહાદુર સૈનિક અને કાબેલ રાજા હતા. એક એવો પણ મત છે કે ભારત દેશનું નામ પણ એમના નામ પરથી પડ્યું હશે. બાહુબલિ પણ નામ પ્રમાણે જ ગુણવાળા હતા. ભગવાન આદિનાથ પશ્યના સુનંદા અને સુસંવા સાથે લગ્ન બાહુ એટલે બાવડા અને બિલ એટલે તાકાતવાળા. બાહુબલિ તેમના અદ્વિતીય બાહુબલ માટે જાણીતા હતા. બાહ્મી ખૂબ જ વિદ્વાન હતી. લિપિ લખવાની કળામાં પારંગત હતી. તેના નામ પરથી બ્રાહ્મી લિપિ અસ્તિત્વમાં આવી હતી. સુંદરી ગણિતશાસમાં પારંગત હતી. ઋષભદેવને પોતાની સિદ્ધિઓ માટે સંતોષ હતો. પણ એક બનાવ એવો બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એકવાર તેઓ નૃત્યનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ને નર્તકી એકાએક મૂર્છિત થઈ અને મૃત્યુ પામી. આ ઘટનાએ તેમને વિચારતા કરી મૂક્યા. તેઓ મૃત્યુ વિશે સતત વિચારતા રહ્યા. વિશ્વની દરેક વસ્તુ અને દરેક પરિસ્થિતિ સતત બદલાયા કરે છે. કશું જ શાશ્વત નથી. આવું વિચારીને તેમણે ભૌતિક સુખોનો પરમ શાશ્વત સુખ માટે ત્યાગ કર્યો. પોતાનું રાજ્ય પોતાના પુત્રોને વહેંચી દીધું. ભરતને વિનિતા નગરી (અયોધ્યા) અને બાહુબલિને તક્ષશિલા આપ્યું. બાકીના ૯૮ ને પોતાના વિશાળ રાજ્યના ભાગો આપ્યા. અંતિમ સત્યની શોધ માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. એમના ચાર હજાર સાથીદારો એમના ધર્મ માર્ગના અનુયાયી બન્યા. સાધુ જીવનના નિયમ પ્રમાણે ઋષભદેવ લોકોના ઘેર ગોચરી માટે જતા પણ પોતાના વહાલા રાજાને શું આપવું તેની સમજ ન હોવાથી તેઓ ઋષભદેવને પોતાની પાસેની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઘરેણાં, પોતાના ઘર તથા અન્ય કિંમતી ચીજ વસ્તુઓ લેવા આગ્રહ કરવા લાગ્યા. પણ ભોજનનો આગ્રહ કરતા નહિ કારણ કે ભોજન જેવી સામાન્ય વસ્તુ મહાન રાજાને ન અપાય એમ સમજતા હતા. પરિણામે ઋષભદેવને દિવસો સુધી ઉપવાસ કરવા પડ્યા. આમ આશરે ૪૦ દિવસના ઉપવાસ થયા. એક દિવસ હસ્તિનાપુર પાસેના શેરડીના ખેતરમાંથી પસાર થતા હતા જે તેમના પ્રપૌત્ર શ્રેયાંસનું ખેતર હતું. તેણે પોતાના પ્રિય પ્રપિતામહને શેરડીનો રસ સ્વીકારવા કહ્યું. આમ શેરડીના રસથી લાંબા ઉપવાસનું પારણું થયું. આ વૈશાખ સુદ ૩ નો દિવસ હતો જેને આપણે અલય તૃતીયા તરીકે ઓળખીએ છીએ. આ દિવસ મે મહિનામાં આવે છે. આ બનાવને અનુસરીને જૈનો આશરે ૪૦૦ દિવસનું વર્ષીતપનું જૈન થા સંગ્રહ 23
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy