________________
ઉલ્યન મંત્રી અને તેના દીકરા - આંબડ અને બાહડ
જૈન શ્રાવકને મદદ કરતી શ્રાવિકા લચ્છી રાજા પ્રત્યેની ઉદયનની નિષ્ઠા નિર્વિવાદ હતી. તેથી રાજા સિદ્ધરાજથી ગામેગામ છુપાતા ફરતા કુમારપાળને મદદ કરવામાં તેમને દ્વિધા હતી. છતાં જ્યારે આશ્રયની શોધમાં કુમારપાળ ખંભાત આવ્યા તો હેમચંદ્ર આચાર્યએ ઉદયનને મદદ કરવા કહ્યું. આચાર્ય પ્રત્યેના અહોભાવને લીધે તેમણે કુમારપાળને પોતાના ઘરના ભોંયરામાં છુપાવી દીધા. થોડા જ સમયમાં સિદ્ધરાજનું અવસાન થયું અને કુમારપાળ ગુજરાતના રાજા બન્યા. રાજા કુમારપાળે ઉદયનને એમની જગ્યા પર જ ખંભાતના રાજ્યપાલ તરીકે ચાલુ રાખ્યા. અને થોડા જ વખતમાં પાટણમાં (ગુજરાતની રાજધાની) પોતાના અંગત સલાહકાર તરીકે નીમ્યા.
પોતાના ખરાબ વખતમાં સહાય આપનાર પોતાના જૈન ધર્મને ઉદયન ભૂલ્યા ન હતા, તેથી જૈનધર્મની પ્રભાવના કરવા માટે તેમણે પોતાની પદવી અને પૈસાનો ઉપયોગ કર્યો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રૂપે તેમણે કેટલાક જૈન મંદિરો બંધાવ્યાં. તેમાંના ત્રણ તો જૈન ઇતિહાસમાં નોંધાયેલા છે. એક તો કર્ણાવતીમાં આવેલું ઉદયન વિહાર, બીજું ઉદાવસહી ધોળકામાં (કર્ણાવતીની નજીકમાં આવેલું) અને ત્રીજું ખંભાતમાં હતું.
જિંદગીના પાછલા ભાગમાં કુમારપાળ ઉદયનને સૌરાષ્ટ્રના તોફાની હુમલાખોર સુમવારને પકડવા મોકલ્યા. આ કામ માટે તેમણે પાલીતાણામાંથી પસાર થવું પડે. તેમણે શત્રુંજય પર્વત પર આવેલા તીર્થધામોના દર્શને જવાનું નક્કી કર્યું. તીર્થધામમાં પોતાની
જૈન કથા સંગ્રહ
129