________________
28
તીર્થંકરો
ઉપરના ભાગથી ખોરાક નાંખવાનું કહેવામાં આવ્યું, અને તરત ઉપરનો ભાગ બંધ કરી દેવામાં આવતો, પછી કુમારી મલ્લીએ પોતાના પિતાને જણાવ્યું કે છએ રાજાઓ મને મળવા ભલે આવે. દરેક રાજાને તેમના નક્કી કરેલા ઓરડામાં બેસાડવામાં આવ્યા. તેમણે કાચમાંથી કુમારી મલ્લીને જોઈ. પહેલાં કરતાં પણ વધુ સ્વરૂપવાન લાગી. અને વધુ પ્રેમ અનુભવવા લાગ્યા. કુમારી મલ્લી ગુપ્ત દરવાજેથી આવીને પેલા પૂતળા પાછળ ઊભી રહી ગઈ. તેણે પૂતળાનું મોં ખોલી નાંખ્યું જેથી અંદર એકઠા થયેલા વાસી ખોરાકની ખરાબ વાસ આવવાને કારણે બધા જ રાજાઓ પોતાના નાક પર કપડું દબાવીને ઊભા રહ્યા. કુમારી મલ્લીએ આગળ આવીને રાજાઓને પૂછ્યું કે તમે જેને જીવથી પણ અધિક પ્રેમ કરો છો છતાં તેની પાસે કેમ ઊભા રહી શકતા નથી? તેઓએ કબૂલ્યું કે તેઓ તેની ગંદી વાસ સહન કરી શકતા નથી. મલ્લીકુમારીએ સમજાવ્યું કે કુદરતી રીતે જ ખાધેલો ખોરાક શરીરમાં સડો ઉત્પન્ન કરે છે અને લોહી માંસના લોચા બને છે. તેણે રાજાઓને પૂછ્યું, “આવા સડેલા શરીરની તમને માયા છે?” ખરેખર તો જે શાશ્વત છે તેની જ શોધ કરો. રાજકુમારી મલ્લીએ પાછલા ભવની વાતો યાદ કરાવી અને તેઓ સાતે મિત્રો ખૂબ જ પ્રેમભાવથી રહેતા હતા તે સમજાવ્યું. તેઓને પણ પૂર્વભવનું જ્ઞાન થયું અને બધું જ ત્યાગીને આધ્યાત્મને માર્ગે વળી ગયા. રાજકુમારી મલ્લીએ સાંસારિક જીવન છોડી દીધું. તેઓ સહસ્રામ્રવનમાં આત્મધ્યાન માટે પહોંચી ગયા. આકરી તપશ્ચર્યા દ્વારા તેમણે તમામ ઘાતી કર્મોનો નાશ કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનધર્મના તેઓ ઓગણીસમા તીર્થંકર થયા. ગામેગામ ફરીને સહુને કર્મમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. અંતે તેઓ સમેતશિખરના પર્વત પર મોક્ષ
પામ્યાં.
શ્વેતાંબર જૈન પંથ એમ માને છે કે તીર્થંકર મલ્લીનાથ સ્ત્રી હતાં. બાકીના તીર્થંકરો પુરુષ હતા. તીર્થંકરની પ્રતિમા આખરે તો અરિહંતના ગુણોને દર્શાવે છે, નહિ કે તેમના સ્થૂળ શરીરને. માટે તમામ તીર્થંકરોની પ્રતિમાઓનો ભૌતિક દેખાવ એક સરખો સ્ત્રી પુરુષના ભેદ રહિતનો હોય છે.
આ શીત્ર આત્માને ધારણ કરનાર પાત્ર છે. જન્મ મરણના ફેરામાંથી જેને મુક્તિ નથી મળી તેવા આત્માઓ મૃત્યુબાદ બીજા શત્રમાં વાસ કરે છે. આ શીર જે ચામડી, હાડકાં અને માંસનું બનેલું છે તે તો નાશવંત છે. શારીરિક સૌંદર્ય ક્ષણક અને છેતરામણું છે. ાજકુમા૨ મલ્લીએ આ વાત પોતાના પૂતળા અને સડેલા ખોરાક દ્વારા સમજાવી. જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી એ જ માનવ જીવનનું હાર્દ છે. જીવનને ભૌતક દૃષ્ટિથી ઉપર લઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ સાધવી જોઈએ જે થકી મોક્ષ પ્રાપ્ત કરી શકીએ.
જૈન ક્થા સંગ્રહ