________________
૧. ભગવાન મહાવીર
www
SOCCEBOO
ભગવાન મહાવીર
સમવસરણમાં બિરાજી વાચના આપતા ભગવાન મહાવીર
આશરે ૨૦૦ વર્ષ પહેલાં ભારતમાં ધર્મનું સ્વરૂપ બહુ જ વિકૃત થઇ ગયું હતું. સમાજના ચાર વર્ગોની જે વર્ણવ્યવસ્થા હતીબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - તે લગભગ ભાંગી પડવાને આરે હતી. બ્રાહ્મણો જ શિક્ષિત હતા અને પોતાની જાતને શ્રેષ્ઠ માનતા. તો બીજી બાજુ શુદ્રો પાસે હલકામાં હલકું કામ કરાવીને પણ સમાજની સેવા કરાવતા. તેઓ બીજો કોઈ કામ ધંધો કરી શકે નહિ. યો ત્યાગના પ્રતીકના બદલે હિંસામય બન્યા હતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે પશુનો ભોગ આપવો એ તો સર્વસામાન્ય ઘટના હતી. ઈશ્વર પ્રસન્ન થઈ તેમની દરેક ઇચ્છા પરિપૂર્ણ કરશે તેવું માનતા.
આવી સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં ઈ. સ. પૂર્વે ૫૯૯ ના ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. તેમનો જન્મ દિવસ એપ્રિલ માસમાં આવે અને તેને આપણે જન્મકલ્યાણક તરીકે મનાવીએ છીએ.
ભગવાન મહાવીરનો જન્મ હાલના બિહાર રાજ્યમાં ક્ષત્રિયકુંડ અથવા કુંડલપુરના ક્ષત્રિય રાજવી કુળમાં થયો હતો. માતા ત્રિશલા જૈન થા સંગ્રહ
17