SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન જૈન વિભૂતિ મિ. હાવર્ડ આ સંસ્થાઓના મંત્રી હતા જેઓ શુદ્ધ શાકાહારી હતા. રોજ સામાયિક કરતા અને જૈન ધર્મના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરતા. તેમણે ઇંગ્લેંડમાં જૈન સાહિત્ય મંડળની શરૂઆત કરી અને જૈનધર્મ શીખવ્યો. મિ. હાર્બર્ટ વોરન નામના ઉત્સાહી ધર્મ પ્રચારકે શુદ્ધ શાકાહારને અપનાવ્યો અને જૈનધર્મ સ્વીકાર્યો. એમણે વીરચંદ ગાંધીના ભાષણોનો સારાંશ કાઢી પુસ્તક રૂપે પ્રસિદ્ધ કર્યા જે 'હર્બર્ટ વોરનનો જૈનધર્મ' નામથી પ્રસિદ્ધ થયો. તેઓ જ્યારે ઇંગ્લેંડમાં હતા ત્યારે એકાએક એમની તબીયત બગડી. તેઓ ભારત પાછા ફર્યા. ઓગસ્ટ ૭, ૧૯૦૧ માં ૩૭ વર્ષની નાની ઉંમરે મુંબઈમાં વીરચંદ ગાંધીનું અવસાન થયું. પશ્ચિમના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર તેમણે ઉત્તમ પ્રકારે કર્યો. તેઓ તેજસ્વી, સંપૂર્ણ આશાવાન, ધર્મ અને સમાજની સેવા કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવનાર હતા. તેમનું નામ ભારતીય સંસ્કૃતિ અને જૈનધર્મના પ્રબળ પ્રચારક તરીકે સદાય અમર રહેશે. વીરચંદ ગાંધીનું સાહિત્ય | | | | | | ' શીર્ષક જૈિન તત્ત્વજ્ઞાન કર્મનું તત્ત્વજ્ઞાન યોગનું તત્ત્વજ્ઞાન ભારતીય દર્શનો વી.આર.ગાંધીના ચૂંટેલા પ્રવચનો જૈનધર્મ અને તત્ત્વજ્ઞાન નિબંધ - ૨ડવા કૂટવાની હાનિકારક પ્રકાશનનું વર્ષ ૧૯૦૭ ૧૯૧૩ ૧૯૧૨/૧૯૯૩ | ૧૯૭૦/૧૯૯૩ ૧૯૬૩ ૧૯૯૩ ભાષા અંગ્રેજી અંગ્રેજી | અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી ગુજરાતી | પાના | ૩૭૫ | ૨૨૧ ૩૦૯ | | | ૧૮૮ | ૮૫ | ૨૬૪ | | - ૧૮૮૬ કાળ ચાલ ધ્યાન – ૧૨ ભાષણ જીસસ ક્રાઇસ્ટની અજ્ઞાત જિંદગી સવીર્ય ધ્યાન હર્બર્ટ વોરનનો જૈનધર્મ | | ૧૯૧૬ ૧૮૯૪ ૧૯૦૨/૧૯૮૯ ૧૯૬૧/૧૯૮૩ | | અંગ્રેજી અંગ્રેજી ગુજરાતી અંગ્રેજી || | | | ૬૪ ૧૨૮ ૧૫૮ ૧૬૪ 148 જૈન કથા સંગ્રહ
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy