________________
98
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
પાપો તથા હિંસાચારથી ભરેલી છે. ગૌતમસ્વામી અને મહાવીરસ્વામી પણ તેમ જ કહે છે. મારે પાપમાંથી મુક્ત થવું છે તેથી મહેરબાની કરીને મને દીક્ષા લેવાની અનુમતિ આપો.”
અર્ધમુત્તાની માતા આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. પોતે ધાર્મિક વૃત્તિની હોઈને આઇમુત્તાનો પાપનો ડર અને દીક્ષા લેવાની ઇચ્છા જાણી મનથી ખુશ થઈ. દીક્ષા લેવી એનો અર્થ તે બરાબર સમજ્યો છે કે કેમ તે તેઓ ચકાસવા માંગતા હતા. તેથી તેમણે કહ્યું, “દીકરા, દીક્ષા લેવી એ ઘણી અઘરી વાત છે. ત્યાં બહુ શિસ્તબદ્ધ જીવન જીવવું પડે. ત્યાં તારી સારસંભાળ લેવા માતાપિતા નહિ હોય. બધાં કષ્ટો તું કેવી રીતે સહન કરીશ ?”
અઇમુત્તાએ કહ્યું, “માતાજી, આ ઘરેલુ જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. સાધુ થવાથી જે કંઈ તકલીફો પડશે તે કર્મોનો નાશ કરશે અને મુક્તિ તરફ લઈ જશે.”
આ સાંભળીને તેની માતા ખુશ થઈ, છતાં તેના દીક્ષા લેવાના નિર્ણયને વધુ ચકાસવા માંગતા હતા. તેમણે કહ્યું, “દીકરા, શા માટે દીલા લેવાની ઉતાવળ કરે છે, થોડાં વર્ષો થોભી જા. અમારા ધડપણને સાચવ અને તારા પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખવું પડશે ને!"
અઇમુત્તાએ કહ્યું, “માતાજી, મહાવીરસ્વામીના ઉપદેશમાંથી હું શીખ્યો છું કે કોઈ જુવાન નથી કે કોઈ ઘરડું નથી. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. કોણ પહેલું મરશે કે પછી મરશે તે પણ ખબર નથી. તો પછી શા માટે રાહ જોઈને મને આજે મળેલી તક જવા દેવી?’
હવે માતાને ખાત્રી થઈ ગઈ કે દીકરાને દીક્ષા લેવાનો અર્થ બરાબર ખબર છે, અને તેથી તેઓ ખુશ થયાં.
તેમણે દીકરાને કહ્યું, “દીકરા, ખૂબ અભિનંદન! મને તારા માટે ગર્વ થાય છે. તું સારો સાધુ બની શકીશ. તારું ધ્યેય મુક્તિ છે તે તું ભૂલીશ નહિ. આખી જિંદગી અહિંસાનું પાલન કરજે. હું તને દીક્ષા લેવાની અનુમતિ આપું છું.” અઇમુત્તાએ કહ્યું, “પૂજ્ય માતાજી, આપે મને અનુમતિ આપી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારી સોનેરી સલાહ હું કાયમ યાદ રાખીશ.”
અર્ધમુત્તાના માતાએ તેમને આશીર્વાદ આપ્યા, અને નવા જીવનની સફળતા ઇચ્છી. પછી તેમણે પિતાશ્રી રાજા વિજય પાસેથી પણ અનુમતિ અપાવી.
અઇમુત્તા યોડા દિવસ પછી દીક્ષા લઈ તે સાધુ બન્યા. સહુ તેમને બાલમુનિ અર્ધમુત્તા કહેતા હતા.
એક દિવસ બાલમુનિ અઇમુત્તાએ કેટલાક છોકરાઓને ખાબોચિયામાં કાગળની હોડી બનાવી રમતા જોયા. તેને રમવાની તીવ્ર ઇચ્છા થઈ. તે ભુલી ગયો કે સાધુ થઈને પાણી સાથે રમાય નહિ. તે દોડતો છોકરાઓ પાસે ગયો અને રમવાની ઇચ્છા પ્રગટ કરી. બાળકો પણ એક સાધુ પોતાની સાથે રમવા આવ્યા છે તે જાણી ખુશ ખુશ થઈ ગયા. એમણે એમના પાત્રાનું ઢાંકણ ખોલી નાંખ્યું. અને એ જાણે કે હોડી હોય તેમ રમવા લાગ્યા. તેમણે બધાને કહ્યું, “જુઓ, મારી હોડી પણ તરે છે.’’ એટલામાં બીજા સાધુઓ ત્યાં આવ્યા અને જોયું તો બાલમુનિ પાણી સાથે રમતા હતા. તેમણે કહ્યું, “બાલમુનિ! આ શું કરો છો? સાધુ થઈને પાણીથી ન રમાય તે ભૂલી ગયા? પાણી સાથે રમવાથી પાણીના જીવોને દુઃખ થાય. સાધુ તરીકે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે કોઈપણ જીવને દુઃખ નહિ આપું. તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો અને ખરાબ કર્મો બાંધ્યાં."
બાલમુનિ અઇમુત્તાને પોતાની ભૂલ સમજીઈ. એમણે તરત જ પ્રાયશ્ચિત્ત કરવા માંડ્યું, “અરે! મેં આ શું કર્યું? મેં મારી માતાને વચન આપ્યું હતું કે પાપ લાગે એવું કોઈ કાર્ય હું નહિ કરું, આ સાધુઓ ધણા દયાળુ છે કે મને મારું કર્તવ્ય યાદ કરાવ્યું, જો આ સાધુઓ ન આવ્યા હોત તો મારું શું થાત?” તેને પોતે જે કંઈ કર્યું તેનું સાચું પ્રાયશ્ચિત્ત કર્યું. તે બીજા સાધુઓ સાથે ઉપાશ્રયમાં પાછા ફર્યા. સાધુ બહારથી પોતાના ઉપાશ્રયમાં પાછા ફરે ત્યારે તેમને રસ્તામાં થયેલી જીવહિંસાના પ્રાયશ્ચિત્ત માટે ઇરિયાવહિયં
જૈન ક્થા સંગ્રહ