________________
ચંદનબાળા
૨૧. ચંદનબાળા
ભારતના બિહાર રાજ્યમાં આવેલ ચંપાપુરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની વસુમતી નામે સુંદર દીકરી હતી. એક દિવસ કૌશંબી પાસે રાજા દધિવાહન અને પાડોશી રાજા શતાનિક વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં રાજા દધિવાહન હારીને નાસી ગયા.
જ્યારે રાણી ધારિણી અને કુંવરી વસુમતીને આ હારની ખબર પડી તો તેઓ પણ નાસી છૂટ્યા. તેઓ મહેલથી થોડે દૂર ગયા ત્યાં તો દુશ્મનના સૈનિકે તેમને પકડી લીધા. બંને ગભરાઈ ગયા. હવે તેઓનું શું થશે તેની ચિંતા કરવા લાગ્યા. સૈનિકે ધારિણીને પોતાની સાથે લગ્ન કરી લેવા કહ્યું અને વસુમતીને વેચી દેવા તૈયાર થયો. આ સાંભળીને રાણી તો ત્યાં જ આઘાતથી મૃત્યુ પામ્યાં.
તે સૈનિક વસુમતિને લઇને કૌશાંબી ગયો. તે વસુમતીને વેચવા બજારમાં ઊભો હતો તે સમયે ધનાવહ નામના શેઠ ત્યાંથી પસાર થયા. તેમણે વસુમતીના ભોળા તથા ગભરાયેલા મુખને જોઈ વિચાર્યું કે આ કોઈ ખાનદાન ઘરની છોકરી છે. કોઈ ગુલામ કન્યા નથી. આ ચોક્કસ તેના માતા-પિતાથી છૂટી પડી ગઈ હશે. તેને ગુલામ તરીકે વેચી દેવાશે તો તે અત્યંત દુઃખી થશે આ લાગણીથી પ્રેરાઈને ધનાવહે વસુમતીને પોતે ખરીદી લીધી અને પોતાને ઘેર લઈ આવ્યો. રસ્તામાં તેણે વસુમતીને તે કોણ છે? તેના માતાપિતા કોણ છે? વગેરે વિગતો પૂછી પણ વસુમતીએ કોઈ જવાબ ન આપ્યા, ધનાવહે તેને હિંમત આપીને ગભરાવાનું કોઈ કારણ નથી તેમ સમજાવ્યું.
ધનાવહ શેઠે ઘેર જઈને તેની પત્ની મૂલાને કહ્યું, “પ્રિયે, આ છોકરીને હું આપણા ઘેર લાવ્યો છું. બહુ પૂછવા છતાં તેણે પોતાના વિશે કંઈ કહ્યું નથી. તેને દીકરી ગણીને રાખજે.” વસુમતીને શાંતિ થઈ. ખૂબ જ આદરથી તેણે તે વેપારી તથા તેની પત્નીનો આભાર માન્યો. વેપારીનું કુટુંબ તેનાથી ખૂબ જ ખુશ હતું. વસુમતિએ પોતાનું સાચું નામ કહ્યું ન હતું તેથી તેઓએ તેનું નામ ચંદનબાળા રાખ્યું.
ચંદનબાળા તે વેપારીના ઘરમાં તેની પુત્રીની જેમ જ રહેવા લાગી. ચંદનબાળાના આવવાથી વેપારી ધનાવહ ખૂબ જ ખુશ હતો. બીજી બાજુ મૂલાને ચંદનબાળા અને પોતાના પતિની વર્તણુંક પર શંકા રહેતી. તે ખૂબ જ સુંદર હોવાને કારણે ધનાવહ કદાચ તેની સાથે લગ્ન કરશે તેથી ચંદનબાળાનું ઘરમાં હોવું તેને રુચતું ન હતું.
UUUUUUUU
એકવાર ધનાવહ કામધંધેથી ઘેર આવ્યા ત્યારે તેના પગ ધોવડાવનાર નોકર હાજર ન હતો. તેથી પિતાતુલ્ય ધનાવહ શેઠના પગ ધોવડાવવા ચંદનબાળા આવી. તે નીચી નમી પગ ધોવડાવતી હતી ત્યારે તેના વાળ નીચે સરી પડતા હતા. ધનાવહ શેઠે એ જોયું કે આના આવા સુંદર લાંબા વાળ નીચે પડીને મેલા થશે એટલે પકડીને ઊંચા કર્યા. મૂલાએ આ જોયું અને તે ઝનૂને ભરાઈ. તેને લાગ્યું કે તેની શંકાઓ સાચી જ છે. જેમ બને તેમ જલદી ચંદનબાળાથી છૂટકારો મેળવવો જોઈએ.
એકવાર ધનાવહ શેઠ વેપાર અર્થે ત્રણ દિવસ બહારગામ ગયા ત્યારે મૂલાએ આ તક ઝડપી લીધી. એણે હજામને બોલાવીને ચંદનબાળાના સુંદર વાળ કપાવી નાંખ્યા
ચંદનબાળાના નિર્દોષ કાર્યને શંકાની
નજરે જોતી મૂલા
જૈન કથા સંગ્રહ
89.