________________
ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ
અમે નાત જમાડીયે. ધનદત્ત નિરાશ થઈ ગયા કારણ કે પોતાનો દીકરો એવી કોઈ કળા જાણતો જ નથી. ધનદત્તે પત્નીને બધી વિગતવાર વાત કરી. તેમણે દીકરાને સમજાવ્યું કે પારંગત નટ જ એ છોકરીને પરણી શકે માટે તું એને ભૂલી જા .
ઇલાચીકુમાર ઉપરથી શાંત હતો પણ તેના મગજમાં તો વિચારના ઘોડા દોડતા હતા. એ છોકરી વિના પોતે સુખી નહિ જ થઈ શકે માટે જે ભોગ આપવો પડે તે આપવા તે તૈયાર થયો. તેના મૌનનો માતા-પિતાએ ખોટો અર્થ ઘટાવ્યો. લાગ્યું કે સમય જતાં તે ભૂલી જશે. તેઓ તેનું મન બીજે વાળવા પ્રયત્ન કરવા લાગ્યા. ઇલાચીકુમારે ઉપર ઉપરથી તેમને સહકાર આપતો હોય તેવો દેખાવ કર્યો પણ મનથી તે મક્કમ હતો. નટની મંડળીએ જ્યારે ઇલાવર્ધન છોડીને જવાનું નક્કી કર્યું ત્યારે ઇલાચીકુમારે માતાપિતાથી છાનામાના ઘર છોડી દીધું અને નટની ટુકડીમાં ભળી ગયો.
એણે નટનો પહેરવેશ અપનાવી લીધો. નટવિદ્યા શીખવાની શરૂ કરી. નટની છોકરી પણ ઇલાચીકુમારના પ્રેમમાં ગળાડૂબ હતી તેથી તે પણ ઇલાચીકુમારને મદદ કરવા લાગી. અંતે તે કુશળ નટ બની ગયો. જયારે તેઓ બેનાતટ નગરમાં ગયા ત્યારે ઈલાચીકુમારે છોકરીના પિતાને કહ્યું કે મને તમારા રાજા પાસે હાજર કરો. હું મારી કળાથી તેમને ખુશ કરીશ. નટના નાયકે રાજાને વિનંતી કરી કે જુવાન નટના ખેલ જોઈને તેને શિરપાવ આપો.
રાજા કબૂલ થયા અને યોગ્ય સમયે આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. તેમને નમસ્કાર કરી ઇલાચીકુમાર દોરડા પર ચઢી ગયો. કૂદકા ભરતો નૃત્ય કરતો તે દોરડા પર ખૂબ જ સિફતથી સરકી રહ્યો હતો. જોખમી ખેલ દ્વારા પ્રેક્ષકોનું મન જીતી લીધું. ઇલાચીકુમારને લાગ્યું કે એણે યોગ્ય મહેનત દ્વારા પોતાની કળા સારી રીતે રજૂ કરી છે. નીચે ઊતરી રાજાને નમસ્કાર કરી યોગ્ય ઇનામની જાહેરાત કરવા વિનંતી કરી.
આ સમય દરમિયાન રાજાનું ધ્યાન ઇલાચીકુમારના જોખમી ખેલ કરતાં તે સુંદર છોકરી તરફ વધારે હતું. તે ઇલાચીકુમારને પ્રેમથી પ્રોત્સાહન આપ્યા કરતો હતો. નટના નાયકે રાજાને ઇલાચીકુમારની કલાથી આનંદ આવ્યો કે કેમ તે પૂછ્યું. રાજાએ ઢોંગ કરી ખોટેખોટું કહ્યું કે રાજ્યના અનેક પ્રશ્નોમાં મારું મન એટલું વ્યગ્ર હતું કે મેં બરાબર ખેલ જોયો જ નથી. તેણે ઇલાચીકુમારને ફરીવાર ખેલ કરવા જણાવ્યું, ઈલાચીકુમારે ફરીવાર બમણા ઉત્સાહથી અવનવા ખેલ કરી રાજાને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યા. ફરીવાર પણ રાજાએ ખોટું બહાનું કાઢી ફરી ખેલ કરવા કહ્યું. ઇલાચીકુમારને ગળે રાજાની વાત ન ઊતરી. તેને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, છતાં તે સુંદર છોકરીને પામવાની ઇચ્છાથી તે ફરી પોતાના ખેલ બતાવવા તૈયાર થયો.
જ્યારે તે ફરી ખેલ કરવા દોરડા પર ચડ્યો ત્યારે તેણે ચારેબાજુ નજર દોડાવી. તેણે જોયું કે સામેના મકાનમાં એક સુંદર યુવાન સ્ત્રી યુવાન સાધુને ગોચરીમાં મીઠાઈ વ્હોરાવી રહી છે. આશ્ચર્ય વચ્ચે ઇલાચીકુમારે નોંધ્યું કે તે સાધુ નીચી નજરે ઊભા છે અને તે સ્ત્રીની સુંદરતા સામે નજર પણ કરતા નથી. તેનાથી પોતાની જાતની સરખામણી થઈ ગઈ. એક સુંદર છોકરી ખાતર તેણે પોતાની આખી જિંદગી બદલી નાંખી અને આ સાધુ આવી સુંદર સ્ત્રી સામે હોવા છતાં વિચલિત થતા નથી, જોતાં પણ નથી. સાધુનો આત્મસંયમ અને તે સ્ત્રી તરફની ઉપેક્ષાવૃત્તિ તે જોઈ જ રહ્યો. સાધુના મોં પર પરમ શાંતિ હતી. સાધુની આવી વૃત્તિ ઇલાચીકુમારના મનને સ્પર્શી ગઈ. “શા માટે હું આ સુંદર છોકરીની ઉપેક્ષા નથી કરી શકતો?” વળી વિચારવા લાગ્યો કે રાજા શા માટે વારંવાર ખેલ
જૈન કથા સંગ્રહ