________________
રાજા હંસ
પોતાના સિદ્ધિના બળથી સત્યને ખુલ્લુ પાડતાં રાજા હંસ
તમે તમારી ફરજ બજાવો.” આટલું કહીને તે આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં નવકાર મંત્રનું સ્મરણ કરતા ઊભા રહી ગયા. એટલામાં એક દેવદૂત આવ્યો અને કહ્યું, “હે રાજા, તારા જેવા સત્યવાદી અને દયાળુથી હું જિતાઈ ગયો છું, રાજા અર્જુનને બંદીવાન બનાવીને મેં પકડી લીધો છે. તમારું રાજ્ય તમારા પ્રધાનોને પાછું સોંપી દીધું છે. ભગવાનની પ્રાર્થના માટે આજનો દિવસ ઉત્તમ છે પણ મંદિર અહીંથી દૂર છે અને ત્યાં તમે સમયસર પહોંચી શકો તેમ નથી. મારો રથ તમારી સેવામાં હાજર છે તેમાં તમને ત્યાં લઈ જઈશ.”
રાજા હંસ આ ચમત્કારિક બનાવથી આશ્ચર્યમાં મૂકાઈ ગયા. રત્નશૃંગ પર્વતની ટોચ પર આવેલા મંદિરમાં તે દેવની સાથે સમયસર પહોંચી ગયા. પછી દેવે રાજા હંસને તેમના રાજ્યમાં પહોંચાડી દીધા. રાજા હંસે અર્જુનને માફ કરી દીધો અને તેના સૈનિકોને મુક્ત કરી દીધા. દેવદૂતે રાજા હંસની અને તેના રાજ્યની સલામતી માટે ચાર પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા અને પછી તે ચાલ્યા ગયા. રાજા હંસે ફરીથી રાજપુર પર રાજ્ય કર્યું અને લોકોને સુખી કર્યા.
સત્ય અને અહિંસા અને તેમની વચ્ચેના સંબંધનું મહત્ત્વ સમજાવવાનો જૈન દર્શનનો સિદ્ધાંત આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. કેટલીક વાર એક જૈન સિદ્ધાંતનો જડપણે અમલ કરતાં બીજા સિદ્ધાંતને હાન પહોંચાડીએ છીએ. જેનો રાજા હંસને સામનો કરવો પડ્યો. દરેક પરિસ્થિતિનો કાળજીપૂર્વક પ્રચાર કરીને બીજા કોઈ સિદ્ધાંતને કે બીજા કોઈને હાનિ ન પહોંચે તે રીતે સુંદર રચનાત્મક સારો અને લાભ થાય તેવો ઉઠેલ તેઓ મેળવતા. આમાંથી આપણને તેમની જૈનધર્મ પરની ભક્તિ અને સિદ્ધાંતોને વળગી રહેવાપણું જોવા મળે છે. છેલ્લે જ્યારે અર્જુનના સૈનિકોનો સામનો કરવો પડયો ત્યારે સત્ય બોલવાથી જીવ જોખમમાં હોવા છતાં કોઈ ન ક શકે તેવું સત્યનું પાલન કર્યું. તેમને કદાચ તેઓ માત્ર પણ નાંખે છતાં સત્ય બોલવાના જેન સિદ્ધાંતને તેઓ વળગી રહ્યા.
જૈન થા સંગ્રહ
153