________________
પુણિયા શ્રાવક
૨૬. પણિયા શ્રાવક
પુણિયા શ્રાવક તથા તેની પત્ની ખૂબ જ ગરીબ હતાં. તેઓ એક ગામડામાં માટી અને ઘાસથી બનાવેલી ઝૂંપડીમાં રહેતા હતાં. પુણિયાએ નિયમ કર્યો હતો કે જીવવાને માટે ઓછામાં ઓછી જરૂરિયાત જેટલું જ કમાવું. એ સમયે બાર દોકડા (લગભગ રૂપિયાનો આઠમો ભાગ) એક દિવસ માટે જોઈએ જે તે રૂ કાંતીને વેચીને કમાઈ લેતો. બીજો એવો નિયમ હતો કે કોઈ સદ્ગુણી માણસને રોજ જમાડવો. રોજ જમાડવાની શક્તિ ન હોવાથી એક દિવસ તે ઉપવાસ કરે તો બીજે દિવસે તેની પત્ની ઉપવાસ કરે. ગરીબ હોવા છતાં તેઓ સાધર્મિકની મહેમાનગતિ કરતાં. આ રીતે આ દંપતિ જરૂરિયાતવાળાને મદદ કરતાં. પુણિયા શ્રાવક દરરોજ સામાયિક (૪૮ મિનિટનું ધ્યાન, સમતા અને મનની શાંતિ) કરતા. એક દિવસ સામાયિક દરમિયાન તેઓ બરાબર ધ્યાન ન ધરી શક્યા. શા માટે ધ્યાનમાં રહેવાતું નથી તેનો બહુ વિચાર કર્યો પણ કારણ ન શોધી શક્યા. એટલે તેણે તેની પત્નીને પૂછ્યું, “આજે એવું તે શું બન્યું કે હું બરાબર ધ્યાન ન ધરી શક્યો?” પહેલાં તો તેની પત્ની કંઈ જ વિચારી ન શકી. બહુ વિચારતાં તેને ખ્યાલ આવ્યો કે બજારમાંથી પાછા ફરતાં શેરીમાંથી રસોઈ કરવા માટે છાણાં લાવ્યા હતાં. આ વિશે તેણે પુણિયાને વાત કરી. પોતાના રોજ કમાયેલા પૈસામાંથી જ કંઈપણ લાવવું જોઈએ. એ સિવાય આપણે કંઈ પણ ન લઈ શકીએ. શેરીમાં પડેલા સુકાઈ ગયેલા ગાયનાં છાણની કોઈ કિંમત નથી અને તેની માલિકી પણ કોઈની ન હોય છતાં આપણે તેને લઈ ન શકીએ. આ રીતે આપણા ઘરમાં મફત આવેલ વસ્તુના હિસાબે મારાથી ધ્યાન બરાબર ન થઈ શક્યું. પુણિયાના જીવન ધોરણો ખૂબ જ ઉચ્ચ હોવાથી તે સાચું સામાયિક કરી શકતો હતો. મહાવીરસ્વામી પણ પોતાના વ્યાખ્યાનમાં પુણિયાના વિધિપૂર્વકના સામાયિકની પ્રશંસા કરતા. શ્રેણિક રાજાએ આવતા જનમમાં નરક જવાનું કર્મ બાંધેલ હતું. બીજા જન્મમાં નરકની યાતનાઓ ન ભોગવવી પડે તે માટે પોતાના ખરાબ કર્મો બદલવા માટે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરસ્વામીને જણાવ્યું - મારે બીજા જન્મમાં નરકની યાતના ભોગવવી ન પડે તે માટે હું મારું સમગ્ર રાજ્ય આપી દેવા તૈયાર છું. પરંતુ આયુષ્ય કર્મનો સિદ્ધાંત એવો છે કે બાંધેલું આયુષ્ય કર્મ કોઈપણ સંજોગોમાં બદલી શકાતું નથી તેથી ભગવાન મહાવીરસ્વામીએ આ વાત રાજાને બરાબર સમજાવવા માટે કહ્યું, “તમારે પુણ્ય કર્મ એટલે કે સારી ગતિવાળા કર્મ કમાવવા હોય તો પુણિયા શ્રાવકના
m
પુણિયા થાવકના સામાયિકના પુણ્ય પાસે રાજા શ્રેણિકની
સંપત્તિ તુચ્છ છે
જૈન કથા સંગ્રહ
103